અનુ
|
વિગતો
|
૧
|
યોજનાનુંનામ/પ્રકાર
|
કસ્તુરબા પોષણ સહાય યોજના
|
૨
|
યોજનાનાલાભાર્થીનીપાત્રતાનાંમાપદંડ
|
શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ.
ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા.૬૦૦૦/- ની નકકી કરેલ રકમ ત્રણ તબકકામાં એટલે કે પ્રતિ તબકકે રૂા.૨૦૦૦- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે.
જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.
|
૩
|
યોજનાઅંતર્ગતસહાય/લાભ
|
- સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતાદિવસે નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/-ની સહાય.
- સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
- બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય.. આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.
|
૪
|
યોજનાનોલાભમેળવવામાટેનીપધ્ધતિ
|
- લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાંએફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.
- ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
- ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.
|
૫
|
યોજનાનોલાભકયાંથીમળશે.
|
નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં/ પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.
|
સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.