હોમ પેજ / આરોગ્ય / માનસિક આરોગ્ય / હળવું પણ સતત ડિપ્રેશન રહે ત્યારે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હળવું પણ સતત ડિપ્રેશન રહે ત્યારે

ડિપ્રેશન વિશેનો લેખ

‘માય હસબન્ડ ડઝન્ટ અન્ડરસ્ટૅન્ડ માય રિસ્પોન્સીબલીટીઝ. મારે એક એડવર્ટાઇઝીંગ કંપનીના સી.ઇ.ઓ. તરીકે તલવારની ધાર પર ચાલવાનું હોય છે. મારી અન્ડરમાં સિત્તેર માણસનો સ્ટાફ છે. કેવા કેવા ભેજાઓને કંટ્રોલ કરવા પડે. ઉપરથી આ એડવર્ટાઇઝીંગનો બિઝનેસ કટ થ્રોટ કૅામ્પિટીશનનો છે. ટારગેટ્સ, ટારગેટ્સ અને ટારગેટ્સ. સવાર ઊઠ્યા ત્યારથી ઊંઘતા સુધી આ ટારગેટ્સનું ટોર્ચર પરેશાન કરી નાંખે છે. ડિપ્રેશન મારા માટે રૂટિન થઇ ગયું છે.'
૪૧ વર્ષની રચનાએ વિરામ લીધા વગર ડૉક્ટરને પૂછી લીધું, ‘મારી સ્ટોરી જરા લાંબી છે, કહી દઉં ?'
જવાબની રાહ જોયા વગર આગળ વાત ચલાવી. ‘હમણાંથી મારો સ્વભાવ ચિડિયો થઇ ગયો છે. એકબાજુ હતાશા તો બીજી બાજુ વાતે વાતે ટેમ્પર બ્લાસ્ટ થઇ જાય છે. મારો એકનો એક દીકરો સંકેત ઇલેવન્થ સાયન્સમાં ભણે છે. એના પર તો કોઇ ધ્યાન જ નથી અપાતું. મારી રિલેશનશીપ બધા જોડે બગડવા માંડી છે. ઑફિસમાં તો બધા મને અવોઇડ કરવા લાગ્યા છે. કામ પૂરતી જ વાત કરે છે. મને તો લાગે છે કે બધા મારી વિરુદ્ધમાં એક થઇ ગયા છે. મારે ફ્રેન્ડ્ઝ સાથે પણ ડિસ્ટર્બન્સ વધી ગયા છે. આઇ થીન્ક હું એકલી થઇ ગઇ છું. હસબન્ડને તો મારી કિંમત જ નથી. એ પણ પચાસ માણસની કંપની ચલાવે છે પણ બિન્દાસ છે. ઑફિસ અને ઘર બંને સંભાળવાનું હવે ડિફિકલ્ટ થઇ જાય છે. આઇ વૅાન્ટ સમ રિલેક્સેશન'.
રચનાની કંડિશનને હમણા થયેલું એક રિસર્ચ ટેકો આપે છે. ‘જર્નલ ઑફ હૅલ્થ એન્ડ સોશિયલ બિહેવીયર' માં જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ હાઇ ઓથોરિટીની પોઝિશનમાં હોય તેમનામાં એવા જ હાઇ પોસ્ટ ધરાવતા પુરુષોની સરખામણીમાં ડિપ્રેશનના લક્ષણો વધારે જોવા મળે છે. એના કારણો એ છે કે મોટે ભાગે આવી હાયર પોસ્ટ ધરાવતી મહિલાઓ સ્ટ્રેસને લીધે પરિચિતો અને પરિવાર સાથેના સંબંધોમાં સંતુલન જાળવી શકતી નથી. અને જો કોઇ વાતચીત થાય તો મોટેભાગે તીખી નોંકઝોંક જ થાય અને સરવાળે સંબંધ બગડે. એનાથી ચોક્કસ વ્યક્તિઓ માટે પૂર્વગ્રહો બંધાતા જાય અને સામાજિક રીતે તે સ્ત્રી એકલી પડતી જાય. પોતાની નીચે કામ કરતા લોકો તરફથી અસહકાર અને પ્રતિરોધ પણ વધતા જાય. વળી પાછું ઇન્ડિયન મેલ ડોમિનન્ટ સોસાયટીમાં ફીમેલનું એક્સેપ્ટન્શ ઓછું હોય છે એટલે પ્રોબ્લેમ વધે છે.
અહીં રચનાની સાયકોલોજીકલ તકલીફ માટે એની ‘માઇનોર ડિપ્રેસિવ ડિસઓર્ડર'ની સમસ્યા જવાબદાર હતી. આ ડિસઓર્ડરમાં નામ પ્રમાણે જ દર્દીને ડિપ્રેસ્ડ મૂડ રહે છે. તેના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી પણ ભૂતકાળમાં કોઇ મોટો આઘાત કે નજીકની વ્યક્તિને ગુમાવી હોય તેવું શક્ય છે. તદ્ઉપરાંત અચેતન માનસમાં કોઇ અપરાધભાવના સતાવતી હોય અને નૈતિકતા ખૂબ જડ રીતે વિકસી હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. પોતાની જાતને માફ ન કરી શકવાને લીધે તેઓ બીજાની ભૂલોને પણ માફ કરી શકતા નથી. એટલે સંબંધોમાં સંઘર્ષ, ડિપ્રેશન તેમજ ચિડિયાપણું હાવી થઇ જાય છે. રચના સાથે એક વખત કૅાલેજના ફર્સ્ટ ઇયરમાં આઘાતજનક દુર્ઘટના બની હતી. ટૂ વ્હીલર પર કૅાલેજના ગેટ પાસે જ એક ક્લોઝ ફ્રેન્ડને વ્હીકલ અથડાઇ ગયું. એ ફ્રેન્ડની આંખમાં ઇંજરી થઇ અને પરમેનેન્ટ એની એક આંખમાંથી વિઝન જતું રહ્યું હતું. બસ ત્યારથી એના અનકોન્શિયસ માઇન્ડમાં ગીલ્ટ ઘુમરાઇ રહી હતી. પોતે એમ્બિશીયસ હોવાથી જીવનમાં આગળ તો વધી ગઇ પણ આ દમિત થયેલી આઘાતજનક ઘટના અત્યંત ડિપ્રેશનના સ્વરૂપે દેખાઇ રહી હતી.
રચનાનું હળવું પણ સતત ડિપ્રેશન દૂર કરવા ‘ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરપી' આપવામાં આવી. એ સમજી શકી કે પેલો ‘એક્સિડન્ટ' એક અજાણપણે થયેલી દુર્ઘટના હતી. અને તે ગીલ્ટ આ વર્તન વિકૃતિ કે ડિપ્રેશનના મૂળમાં હતી. તદુઉપરાંત સ્ટ્રેસ અને ટાઇમનું મિસ મેનેજમેન્ટ કાઉન્સેલિંગ દ્વારા દૂર થઇ શકે અને ડિપ્રેશન માટે સાયકોથેરાપી ખૂબ ઉપયોગી નિવડે છે.
જે મહિલાઓ હાઇ ઓથોરિટીની પોઝિશનમાં હોય તેમનામાં એવા જ હાઇ પોસ્ટ ધરાવતા પુરુષોની સરખામણીમાં ડિપ્રેશનના લક્ષણો વધારે જોવા મળે છે

સ્ત્રોત: ઉત્સવી ભીમાણી

2.98245614035
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top