હોમ પેજ / આરોગ્ય / માનસિક આરોગ્ય / વ્યસન એક ગંભીર માનસિક
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યસન એક ગંભીર માનસિક

વ્યસન એક ગંભીર માનસિક

વ્યસનના સામાન્ય લક્ષણોને ઓળખો

વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર 10માંથી 4 યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે.
 • સતત સંતાઈ ને રેહવું અને કોઈ ને પોતાની નજીક ના આવા દેવું, સામાજિક જવાબદારી ટાળવી.
 • વધારે પડતો પૈસા નો ખર્ચો કરવો અને વારંવાર પૈસા માંગવા..
 • અચાનક સ્વભાવ ચીડિયો થઇ જવો. .
 • સ્કૂલ/કોલેજ માં હાજરી ઓછી થવી..
 • ભણવામાં અનિયમિતતા અથવા પરીક્ષાનું પરિણામ કથળવું..
 • ગુપ્ત વર્તન કરવું અને ચોક્કસ મિત્રો સાથે ફરવું. .
 • ઊંઘ કે ખોરાક માં ફેરફાર થવા. .
 • નાહવાનું કે બીજી પ્રવૃત્તિ ટાળવી. .
 • બહાર થી આવે ત્યરે તેના માં થી ચોક્કસ ગંધ આવવી કે વર્તન માં ફેરફાર..
 • આખો લાલ રેહવી કે હાથ માં ધ્રુજારી થવી.

ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ચિંતારોગ, ફોબિયા કે સ્કિઝોફ્રેનિયા જેવા માનસિક રોગ વિશે આપણે હવે ઘણું બધું જાણીયે છીએ અને મોટા ભાગે તો આ રોગ ના દર્દીઓ મનોચિકિત્સક પાસે સારવાર માટે આવતા હોય છે. પણ જો કોઈ માનસિક રોગ વિશે સૌથી વધારે બેદરકારી સમાજ માં છે તો એ છે વ્યસન - “એડિક્શન”. હજી સુધી લોકો એમ જ સમજે છે કે વ્યસન એ માત્ર બગડેલા અથવા નબળા લોકોની આદાત છે. એની કોઈ સારવાર ના હોય, માત્ર મક્કમ થાઓ અને બધું ભૂલી જાઓ. આ રોગને આજે ઓળખો, સમજો અને એમાંથી બહાર નિકળવાના રસ્તા જાણો..

વ્યસન એક દીર્ઘકાલીન અને નિરંતર ઉથલા મારતી ગંભીર માનસિક બીમારી છે. છેલ્લા દસકામાં ખુબ મોટી માત્રામાં માનોવૈજ્ઞાનિક સંશોધનો વ્યસન થવાંના કારણો શોધવા માટે થયા છે જેમાં જાણવા મળ્યું છે કે વ્યસન એક પ્રકારની માનસિક અને ન્યુરોબાયોલોજીકલ બીમારી છે. સાદી ભાષા માં સમજીયે તો કોઈ પણ પ્રકારનું વ્યસન મગજના ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચોક્કસ પ્રકારના રસાયણ જે વિચાર, સમજ શક્તિ, વર્તન, મૂડ, ઊંઘ, ભૂખ કે એકાગ્રતા જાળવી રાખી શકે, એને ખોરવી નાખે છે. લાંબો સમય અલગ અલગ કે કોઈ એક ચોક્કસ પદાર્થ નું વ્યસન કરવાથી મગજની “રિવોર્ડ સિસ્ટમ” -એટલે કે સંતુષ્ટિનો એહસાસ કરાવતો મગજના ભાગ ઉપર તે પદાર્થ બળજબરીથી નિયંત્રણ કરી લે. આવી પરિસ્થિતિમાં હવે કોઈ પણ પ્રકારનો આનંદ, સંતુષ્ટિ, રોમાંચ કે લાગણીનો અનુભાવ ફરીથી એ વ્યસન ના કરવામાં આવે તો ના થાય. એનું એક ઉદાહરણ જોઈએ તો લામ્બો સમય દારૂ પીતો માણસ જો દારૂ અચાનક છોડવા જશે તો એના આત્મવિશ્વાસ માં અભાવ લાગશે અને કોઈ પણ કામ કરવા માટે એ પોતાને અશક્ત સમજશે. આ એની આદાત નથી પણ એનું મગજ વ્યસનને કારણે સાધારણ નિર્ણાયક શક્તિ ખોઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ માં એના મગજ માં થી સંદેશ ના પોહોચવા ને કારણે તેને તીવ્ર તલપ લાગશે અને તે દારૂ પીવા હવાતિયાં મારશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર ૧૦ માં થી ૪ યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે. દુનિયાભરમાં ૧૦૦માંથી ૧૮ મોત વ્યસન અથવા તો એના કારણે થતી કોઈ બીમારીના કારણે થાય છે. વર્ષ ૨૦૩૦ સુધી માં ભારત દેશ એકલા માં ૧૮ વર્ષ ની વય થી નીચે ના ૩૦-૪૦ ટાકા યુવાનો વ્યસન ના વંટોળ માં ફસાઈ ચુક્યા હશે. લોકમાન્યતાની વિરુદ્ધ ૨૫ થી ૩૦ ટકા આ વ્યસની જૂથનો ભાગ છોકરીઓ છે.

વ્યસન થાય કેવી રીતે છે? આપડી ક્યારે ના પતતી મનોકામનાઓ થી આ સમાજ ને આપડે એટલો જટીલ બનાવી દીધો છે કે આપડે આપણી જ યુવા પેઢીને તણાવ અને વિષમય વાતાવરણમાં મૂકી દીધા છે..

“ટીનએજ” એટલે કે કિશોરાવસ્થાએ ોજીવનકાળનો સૌથી નાજુક તબક્કો ગણાય છે. ભવિષ્ય કઈ બાજુ જશે એ વળાંક જિંદગી આ તબક્કા અને એમાં લીધેલા નિર્ણયોમાંથી લે છે. ચિંતા ની વાત એ છે કે ૧૫ થી ૨૫ વર્ષની ઉંમર માંજ ૭૫ ટાકા બાળકો વ્યસનનો શિકાર થાય છે. વ્યસન થાય કેવી રીતે છે? એ સમજવું જેટલું જરૂરી છે એટલુંજ અને પચાવવું મુશ્કેલ છે. વ્યસન સાથે પેહલી મુલાકાત યુવાનોને ઘણી બધી રીતે થઇ શકે;

કારણો

 1. ઘર માં કોઈ વડીલ લેતું હોય.
 2. મિત્રો, સહભાગીનું દબાણ .
 3. રોમાંચ અને નવી વસ્તુ પ્રયોગ કરવાની ઉત્સુકતા..
 4. વડીલો સામે બળવો પોકારવા લીધેલો રસ્તો..
 5. વધુ પડતો તણાવ હોવાને કારણે હળવા થવા માટે એક વાર લીધું અને પછી મૂકી ના શક્યા..
 6. અસ્તવ્યસ્ત પારિવારિક વાતાવરણ અથવા બાળપણ ના ઉછેર માં અભાવ..
 7. પોતે હવે મોટા થઇ ગયા છે અને પોતાના નિર્ણય પોતેજ લેશે એ બતાડવાનો રસ્તો. .
 8. પોતે ખુબ મોડર્ન, ફોરવર્ડ અને કૂલ છે અને હાઈ સોસાયટી નો ભાગ છે એટલે ડ્રગ્સ અને દારૂ લેવાના હોય એવી માનસિકતા..

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આજકાલ “વિડ”, “મેરીયુઆના” એટલેકે એક પ્રકારના ગાંજાનું ચલણ બહુ વધી રહ્યું છે. ભૂરા કે લીલા પાંદડા અથવા પાવડર જેવા પદાર્થને યુવકો “રોલિંગ પેપર” જે એક વિશષ્ટ પ્રકારનું કાગળ આવે એમાં મૂકી, વાળીને સિગરેટની જેમ ફૂંકે છે. સ્કુલ અને કોલેજના બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે આ વ્યસન નથી અને આ લેવામાં કોઈ નુકસાન નથી. વાસ્તવિકતામાં આ વાત સાવ ખોટી છે. ગાંજો એક ગંભીર વ્યસની પદાર્થ છે અને એનું નિયમિત સેવન કરવાથી વિવિધ પ્રકારના માનસિક રોગ પણ થઇ શકે છે. .

આ સાથે તાજેતરમાં “મેથ” જે એક પ્રકારનો સફેદ પાવડર હોય છે અને તેનો નાકથી સૂંઘીને નશો કરાય છે તેનું પણ ચલણ બહુ વધી રહ્યું છે. મોટા ભાગ ના “મેથ”ના વ્યસની યુવાનો “સાયકોસીસ” જેવા ગંભીર માનસિક લક્ષણ સાથે મનોચિકિત્સક પાસે આવે અને વિગતવાર વાતચીત અને અમુક લોહી અને પેશાબના રિપોર્ટ કરાવતા તરત ખબર પડી શકે છે. કેટલાક માં-બાપ જાણ કે તેમના બાળકો વ્યસનની બીમારી થી પીડાય છે તેમ છતાં સમાજમાં પોતાનું નામ ખરાબ નાથાય કે કોઈને ખબર ના પડે એટલે એ વાત સંતાડી રાખે અને નિષ્ણાતની મદદ નથી લેતા આવા દર્દીઓમાં ગંભીર અને કરુણ પરિણામો જોવા મળે છે. જો તમારે જાણવું હોય કે તમારું બાળક કોઈ વ્યસન કરતુ હશે તો આ વર્તણુકની ફેરફાર તેનામાં જોવા મળશે. બધા લક્ષણ એક સાથે ના હોય, આમાથી કોઈ પણ એક કે બે ફેરફાર તેમનામાં જોવા મળે તો અચકાયા વગર મદદ લો..

કોઈપણ બીમારીની જેમ વ્યસનની સારવાર પણ શક્ય છે. જો કે વ્યસન મુક્તિ ની સારવાર એ દરેક દર્દી, દરેક વ્યસન અને તેની સાથે થઇ ગયેલા કોઈ પણ પ્રકારના માનસિક રોગને અનુસાર દર્દી દીઠ અલગ અલગ હોય છે. દવાઓ, બ્રેઈન સ્ટિમ્યુલેશન ટેક્નિક્સ, સાયકોથેરાપી, મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી જેવી અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે તો ચોક્કસ પણે પરિણામ મળી શકે છે..

એક વસ્તુ હંમેશા યાદ રાખવી, વ્યસન એ એક વ્યક્તિ કે યુવાનની નહિ પણ આખા પરિવાર ને લાગેલી બીમારી છે. વ્યસનથી પીડાતું વ્યક્તિ આખા પરિવારને લાચાર અને બેબસ બનાવી દે છે. આજે આ કલંક માંથી બહાર નીકળી વ્યસનને બીમારીની જેમ જુવો. જેમ કોઈ પણ બીમાર દર્દીને સારવાર સાથે પ્રેમ અને હૂંફ મળે તો જલ્દી સાજું થાય તેમજ વ્યસનના દર્દી ને સાચી સારવાર સાથે પ્રેમ, હૂંફ અને સ્વજનનો નો સાથ મળે તો આ બીમારી ચોક્કસ નાબૂદ થઇ શકે અને યુવાન પોતના માટે જોયેલા બધા જ સપના સાકાર કરી શકે.

સ્ત્રોત: નવગુજરાત સમય હેલ્થ
2.95
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top