વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનસિક રોગ

માનસિક રોગ વિષે માહિતી

માનસિક રોગ

માનસિક રોગને લાંબા સમયથી ચાલતી માનસિક બીમારી તરીકે પૃથ્થકરણ કરવામાં આવે છે. જેમાં વ્યકિતને વાસ્તવિકતા સ્વીકારવામાં તકલીફ પડે છે. વ્યક્તિએ જે કલ્પ્યું હોય તેમાંથી તે સાચુ શું છે તે કહી શકતો નથી. આ ભ્રમણા એવી માન્યતા હોય છે જેમાં વાસ્તવિકતાનો ખોટો મતલબ કરવામાં આવે છે. માનસિક રોગમાં ભ્રમણા જેવા બધા માનસિક બિમારીના લક્ષ્ણો જોવા મળે છે. પરંતુ તેમાં પણ સ્મૃતી ભ્રમ કે માનસિક બિમારી થાય ત્યારે ભ્રમણા મહત્વનુ લક્ષણ છે. અને બીજા લક્ષણો જેવા કે વારંવાર તેની હાજરી, લાંબા સમયની તકલીફ અને ખૂબ જ આશ્ચર્યચક્તિ કે અસામન્ય ન હોય તેવી ભ્રમણાઓનો સમાવેશ થાય છે.

વાસ્તવિક જીવનમાં આ પરિસ્થિતિમાં તેનુ પુનરાર્વતન, અસાધ્ય બીમારી કે છેતરપીંડી તેમજ અસર ઉપજાવવા કે પ્રેમથી દુર હોય ત્યારે વધારે જોવા મળે છે. આશ્ચર્યચકિત કે આશ્ચર્ય કે અસામાન્ય ભ્રમણા ન હોય ત્યારે તે વાસ્તવિક જણાતી હોય છે. કારણ કે ત્યારે એવી શકયતા રહે છે. કે માણસ જે માનતુ હોય તેવુ થોડા અંશે વાસ્તવિક જીવનમાં તેવી પરિસ્થિતિઓનુ નિર્માણ થાય છે. આ ભ્રમણાઓમાં દ્રષ્ટિ અને અનુભવનો ખોટી રીતે અર્થ કરવામાં આવે છે. વાસ્તવમાં આવી પરિસ્થિતિઓ સદંતર ખોટી હોય છે. અથવા મહદઅંશે ખોટી જ હોય છે.

હકિકત:

 • લાંબા સમયની માનસિક બિમારી (1%) કરતા તેની વ્યાપકતા ઓછી હોય છે 0.025-0.03%.
 • માનસિક બીમારીના દવાખાનામાં માનસિક રોગથી પીડાતા 1–2% દર્દીઓને તે માટે પ્રવેશ અપાય છે.
 • ઉંમર 18–90 વર્ષની વચ્ચે જેમાં 40 વર્ષ મધ્યમાં હોય છે.
 • આ માનસિક બીમારીથી સ્ત્રીઓ પુરૂષોની સરખામણીમાં વધુ પીડાય છે.
 • આ માનસિક બીમારીની પરિસ્થિતિ ચાલુ રહે છે પણ જો તેને યોગ્ય સારવાર મળે તેમાં રાહત મેળવી શકાય છે.
 • સુધારાના સમયગાળામાં કેટલાક લોકોને સંપુર્ણ સારૂ થઇ જાય છે અને બીજાને ભ્રમણાઓનો અમુક જ ગાળામાં અનુભવ થાય છે.
 • દુર્ભાગ્ય રીતે ઘણા લોકોને આ બીમારી વખતે મદદ મળતી નથી.
 • આ રોગથી પીડાતા લોકો માટે પોતે બિમાર છે તેવુ સ્વીકારવુ ખૂબ જ અઘરૂ હોય છે.
 • તેઓ સારવાર લેવાથી ખૂબ જ ડરે છે અથવા તો શરમ અનુભવે છે.
 • સારવાર વગર આ બીમારી જીવનભરની બીમારી બની જાય છે.
 • વહેલુ નિદાન અને સારવાર માણસના ઘર, તેમનુ જીવન અને મિત્રતાને વેર વિખેર થતા અટકાવે છે.

નિદાન

નિદાન કરવા માટે કોઇ ખાસ પ્રયોગશાળા કે પરિક્ષણ હોતા નથી. દર્દીની ચીવટપુર્વક અને વિસ્તૃત ભુતકાળ આ માનસિક બીમારીને ઓળખવામાં મદદ કરે છે. માનસિક રોગોનો નિષ્ણાંત ખાસ રીતે નક્કી કરેલી વાતચીત અને બીજા ઉપાયોથી બીમારીની ચકાસણી કરે છે. આ બીમારીનુ નિદાન માણસના લક્ષણો, વ્યકિતનો અભિગમ અને તેના વર્તનના અહેવાલ પરથી નક્કી કરવામાં આવે છે. દર્દીના ભુતકાળના મેડીકલ રિપોર્ટ અને પરિવારજનો સાથેની વાતચીત પણ આ બીમારી હોય તેવુ નક્કી કરવામાં મદદરૂપ થાય છે.

લાંબા સમયની માનસિક બીમારી અને આ બીમારીની અસરથી પીડાતા લોકોમાં ભ્રમણા તેમજ બીજી માનસિક બીમારી જોવા મળી છે. આ માનસિક બીમારીમાં ભ્રમણાઓ ઉપરાંત શારીરીક કે મગજને લગતી ઇજા કે મગજની ગાંઢ થઇ હોય અથવા કોઇ દવાની આડઅસર થઇ હોય તેવુ પણ જોવામાં આવ્યુ છે. કારણ કે ભ્રમણા ઘણા રોગોમાં એક ભાગ તરીકે જોવા મળતી હોય છે. અને માનસિક બીમારીના નિદાનમાં આ પ્રક્રિયાને દુર કરવામાં આવી છે.

લક્ષણો

 • આ બીમારીનુ મહત્વનુ લક્ષણ એ છે કે કોઇ અસામાન્ય વિચાર ન હોય.
 • તામસી, ગુસ્સો, અને ઉદાસ
 • ભ્રમણા સિવાયની બાબતમાં વ્યકિત જે માનસિક બીમારીથી પીડાય છે તે હમેંશા સામાજીક અને સામાન્ય હોય તેવુ લાગે છે
 • સામાન્ય રીતે તેઓ આશ્ચર્ય કે અસામાન્ય વ્યવહાર કરે છે. આ ભ્રમણા આ આભાસ મહદઅંશે હોતો નથી પરંતુ કયારેક ભ્રમણાને સંલગ્ન તે જોવા મળે છે
 • કેટલાક કેસમાં લોકો જેમાં માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ભ્રમણા સાથે જીવે છે. અને તેમનુ જીવન વેરવિખેર થઇ જાય છે

પેટાપ્રકાર

માનસિક બીમારીના ઘણા પ્રકારો હોય છે. જે તેની મહત્વની બાબત ભ્રમણાના અનુભવ આધારીત હોય છે.

 • ઇરોટોમેનિક: આ પ્રકારની માનસિક બીમારીથી પીડાતા લોકો બીજી મહત્વની કે પ્રખ્યાત વ્યકિતના પ્રેમમાં હોય છે. અને આ વ્યકિત તેમનો સંપર્ક કરવાની ભ્રમણામાં કોશીશ કરે છે. અને અકળાઇ ભરેલુ વર્તન એ સ્વાભાવિક છે.
 • ભવ્ય: આ પ્રકારની માનસિક બિમારીમાં વ્યકિત પોતાને વધારે મુલ્યવાન કે બુધ્ધિશાળી હોવાનો, વધારે શક્તિશાળી હોવાનો કે વધારે જ્ઞાન કે વધારે ઓળખવાળો હોય તેવુ માને છે. પોતે એક મહાન આવડત ધરાવતો કે એક મહત્વની ઓળખ હોય તેવુ માને છે.
 • ઇર્ષા: આ પ્રકારની માનસિક બિમારીમાં વ્યકિત એવુ માને છે કે તેની કે તેના પત્નિ કે સંગાથી શારીરીક સંબંધોની બાબતમાં અવિશ્ર્વાસુ છે. દર્દી સંપુર્ણ રીતે તેની પત્નિ કે સાથી તેની બાબતમાં શંકાશીલ હોય તેમ માને છે. તેમના વિરૂધ્ધમાં માહિતી મળતી હોવા છતાં કેટલાક વખતે અનહદ સુધીની શંકાશીલતા હક્કિતમાં હોય છે. પરંતુ ઇર્ષાનો પ્રતિભાવ વધારે હોય છે. અને પુરાવાઓ પણ અવિશ્ર્વાસુને આધાર આપે તેવી ભ્રમણા જેવી ગુણવત્તાથી સભર હોય છે. અમુક માહિતીને આધારે જેવી કે મોબાઇલ પર અજાણ્યો નંબર તેમજ ઘરમાં કરચલીવાળી પથારી, સાથીની પ્રવૃત્તિઓને ખાતરી પુરી પાડી શકે છે. આ પ્રકારની માનસિક બિમારી બહુ સામાન્ય રીતે જોવા મળે છે. જેમાં આક્રમક અને હિંસા સાથે તે કયારેક સાથીનુ મૃત્યુ કરવા સુધી પહોંચી જાય છે.
 • ઝુલમખોર: આ પ્રકારની માનસિક બિમારીથી પીડાતા લોકોને એવી ખાતરી હોય છે કે ( કોઇ નજીકનુ પાત્ર ) તેઓને કિન્નાખોરી અને નુકશાન પહોંચે તેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે. આ ઝુલમખોરીની માન્યતાઓ મહદઅંશે તેમાં ઝઘડાઓ, તામસીપણુ, ગુસ્સો અને વધારે પડતી લડાઇક વૃત્તી કે ઘાતકી વર્તન સંકળાયેલા હોય છે. વ્યકિત માટે આ બાબત સામાન્ય હોય છે જેમાં કાયદાના અધિકારીઓ તેમની વિરુધ્ધ ફરિયાદ નોંધાવે છે.
 • શારીરીક: આ પ્રકારની માનસિક બીમારીથી પીડાતા લોકો એવુ માને છે કે તેને શારીરીક રીતે કે મેડીકલ રીતે કોઇ ખામી કે સમશ્યા છે.
 • મિશ્ર: આ પ્રકારની માનસિક બીમારીથી પીડાતા લોકોને ઉપર દર્શાવેલા બે કે તેથી વધુ પ્રકારની ભ્રમણાઓથી તેઓ પીડાતા હોય છે.
 • ઇટીયોલોજી: બીજા ઘણી લાંબા સમયની માનસિક બીમારીઓની સાથે મુળ માનસિક બીમારીનુ કારણ જાણી શકાતુ નથી. સંશોધકરનારાઓએ જો કે કહ્યુ છે કે વંશીય, જૈવિક, પર્યાવરણીય માનસિક બાબતોને અસર કરે છે.
 • વંશીય: આ માનસિક બીમારી વધારે સામાન્ય એવા પરિવારમાં હોય છે જેમાં કોઇ પણને માનસિક બીમારી કે લાંબા સમયની માનસિકતાથી પીડાતા હોય તેમાં આ બાબત સંલગ્ન હોય છે. એવુ માનવામાં આવે છે કે બીજા માનસિક રોગો સાથે ભ્રમણા વિકસાવવાની બીમારીને પણ માતા પિતા દ્વારા બાળકને મળતા હોય છે.
 • જૈવિક: સંશોધનકારોએ અસામાન્ય બાબતોનો અભ્યાસ કર્યો જેમાં મગજને સંલગ્ન હોય તેવી અમુક માનસિક બીમારીઓમાં મગજમાં પુરતા પ્રમાણમાં અમુક તત્વોનુ પ્રમાણ ન હોય તો તેને ન્યુટ્રોટ્રાન્સમીટરસ કહેવાય છે. જે ભ્રમણાઓને જન્માનવામાં કારણભુત હોય છે. આ અપ્રમાણ તત્વોને કારણે સંદેશાની હેરફેર એ મહત્વનુ લક્ષણ બને છે.
 • પર્યાવરણીય/માનસિક: પુરાવાઓએ સુચવ્યુ છે કે માનસિક બીમારી ચિંતાને કારણે જ જન્મે છે. આલ્કોહોલ, અને બીજુ ડ્રગના ઉપયોગો પણ જવાબદાર છે. વ્યકિતઓ જેમને એકલતામાં ગમતુ હોય તેમજ વસાહતી લોકોની નબળાઇઓ અને નબળી બાબતો તેમજ અસુરક્ષીતાઓ માનસિક બીમારીઓ જન્માવવા જવાબદાર છે.

માનસિક રોગોની અસર

 • જે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે કારણ કે તેમને ભ્રમણઓને લીધે તકલીફ પડતી હોય છે
 • ભ્રમણાઓને કાર્યમાં લેવામાં આવે તો તે હિંસા અને કાયદાકીય રીતે સમશ્યાઓ ઉભી કરે છે. ઉદાહરણ રૂપે વ્યકિત જેને ઇરોટોમેનીક ભ્રમણાઓ હોય તે બીજાને કનડવામાં આ ભ્રમણાઓનો ઉપયોગ કરી તે વ્યકિત પકડાય તેવુ કાર્ય કરે છે
 • ઝુલખોરી અને ઇર્ષા જેવા પેટાપ્રકાર વ્યકિતને લડાયક અને ઘાતકી વર્તન તરફ દોરે છે
 • લોકો જે માનસિક બીમારીથી પીડાતા હોય તે બીજાથી એકલા થઇ જાય છે અને તેમાં પણ ખાસ તેમની ભ્રમણાઓ તેમના સંબંધને નુકસાન પહોંચાડી પુરો કરી નાખે છે

સારવાર

માનસિક બીમારીની સારવાર મહદઅંશે દવા અને બીજી માનસિક થેરાપીનો સમાવેશ કરે છે. માનસિક બિમારીને દવા માત્રથી અટકાવી શકાય છે.

પ્રાથમિક ધોરણે જે દવા મળે તેને માનસિક બીમારી સામે રક્ષણ આપનાર દવા કહે છે. નવી બીજી પેઢીના માનસિક બીમારીના લક્ષણો સામે સારવારમાં અસરકારક દેખાય છે. અન્ય દવાઓ જેવી કે ટ્રાન્કવીલીઝર્સ અને એન્ટી ડિપ્રેઝન્ટ પણ ચિંતા અથવા માનસિકતાણની સારવાર માટે વપરાય છે.

માણસો કે જે તીવ્ર લક્ષણો અથવા પોતાની જાતને જોખમી અસર કરે છે અથવા અન્યને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે જયાં સુધી સ્થિતિ સ્થિર છે માનસિક સારવાર સાથે સંકળાયેલ સમશ્યાઓ માનસિક વિકૃતિ વર્તને મદદ કરી શકે છે. ઉપચાર દ્વારા દર્દીઓને પણ તેમના લક્ષણો નિયંત્રીત શીખવા માટે, ઉથલાથી પ્રારંભીક ચેતવણી ચિહનો ઓળખવા માટે કરી શકે છે. અને માંદગીનો ઉથલો નિવારવા યોજના વિકાસવી શકે છે.

પ્રત્યક્ષ જ્ઞાન વર્તન થેરેપી (સીબીટી) વ્યકીતને શીખવા માટે મદદ રૂપ થાય છે ઓળખવા માટે વિચાર પેટર્ન બદલવા અને વર્તુણક કે તોફાની લાગણીને નુકસાન કરે છે. પ્રત્યક્ષ ઉપચાર ઉભરતી માનસિક બીમારીને સારવાર આપવા માટે બતાવેલ છે.

કૌટુંબિક ઉપચાર થેરેપી મદદ કરી શકે છે પરિવારોને અસરકારક રીતે સાથે પ્રેમથી માનસિક બીમારીને હલ કરી શકે છે. તેમને માટે સારી વ્યકિતનો પરિણામ માટે ફાળો રહ્યો હોય છે.

સ્ત્રોત: Kaplan & Sadock’s Comprehensive text book of psychiatry volume I ninth edition

2.95192307692
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
પરેશ ભિલેચા Feb 10, 2018 09:36 PM

સતત મરી જવાના વિચાર આવે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top