অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોલિસિસ્ટિક ઓવરીયન સિન્ડ્રોમ ધરાવતી મહિલાઓએ કેવો આહાર લેવો?

પોલિસિસ્ટિક ઓવરીયન સિન્ડ્રોમ, જે સામાન્ય રીતે પીસીઓસ તરીકે જાણીતું છે તે હોર્મોનલ ડિસઓર્ડર છે જે ઓવરીઝની બહારની કિનાર પર થતી નાની નાની સિસ્ટ્સને લીધે ઓવરીઝ પહોળી થાય છે તે છે. આ રોગ મહિલાઓને તેમની ગર્ભ ધારણ કરી શકવાની ઉંમર દરમિયાન અસર કરે છે. પીસીઓસ ધરાવતી મહિલાઓમાં નોર્મલ કરતાં વધુ પ્રમાણમાં મેલ હોર્મોન પ્રોડ્યુસ થાય છે. આ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે મેન્સ્ટ્રુઅલ પિરિઅડ્સ અનિયમિત અથવા સ્કિપ થતા રહે છે અને પ્રેગનન્સીમાં તકલીફ પડે છે. હવેના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલને કારણે એ એડોલસન્ટ (કિશોરાવસ્થા) છોકરીઓમાં જોવા મળે છે. વધુમાં, પીસીઓસને લીધે ચહેરા પર અને શરીર પર વધુ પડતા વાળ ઊગી જાય છે કે પછી ટાલ પડે છે. લાંબા ગાળે, એનાથી ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, હાઇ સુગર લેવલ્સ અને હૃદયરોગોની તકલીફ થઈ શકે છે. પીસીઓસના લક્ષણોમાં અનિયમિત પિરિયડ્સ, મેન્સ્ટ્રુએશન દરમિયાન હેવી બ્લિડિંગ, હેર ગ્રોથ, એક્ને, વજનમાં વધારો, પુરુષોની માફક ટાલ પડવી, સ્કિન ડાર્ક થવી અને માથાના દુખાવાનો સમાવેશ થાય છે. પીસીઓસ જો ચેકિંગ રાખવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે પીસીઓસ સામે લડવા માટે ડાયેટ મોટો ભાગ ભજવે છે.

પીસીઓસ સામે ફાઇટ આપતા ફૂડઃ

લીફી ગ્રીન્સઃ

પીસીઓસથી પીડાતી 80 ટકાથી વધારે મહિલાઓમાં વિટામીન Bની ઊણપ જોવા મળી છે. તેમણે સ્પિનચ જેવી લીફી ગ્રીન્સ ખાવી કે જેમાં વિટામીન B નું હાઇ લેવલ રહેલ છે. વિટામીન B ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, અનિયમિત પિરિયડ્સ, વધારાના હેર ગ્રોથ, ઓબેસિટી અને પ્રેગનન્સી રહેવામાં તકલીફ સાથે સંકળાયેલ છે.

હેલ્ધી ફેટ્સઃ

હેલ્ધી ફેટ્સમાં ઓમેગા 3, એક ફેટી એસિડ જે એવોકાડો, નટ્સ, સીડ્સ અને કોકોનટમાં મળે છે અને હોર્મોન રેગ્યુલેટ કરવામાં, પ્રોલેક્ટિન(ઓવરીયન સપ્રેશનના કારણરૂપ હોર્મોન)ની શરીરમાં સેન્સિટિવિટી ઓછી કરવામાં, એગ વ્હાઇટ સર્વિકલ મ્યુકસ વધારવામાં અને યુટેરસને બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે તેમ જ મેન્સ્ટ્રુઅલ સાઇકલને રેગ્યુલેટ કરવામાં મદદ  કરે છે.

હાઇ એન્ટિઓક્સિડન્ટ ફૂડઃ

આમાં ગ્રીન ટી, વિવિધ પ્રકારની બેરીઝ, નટ્સ, કિડની બીન્સ, ડાર્ક ચોકલેટ વગેરે સૉર્સનો સમાવેશ થાય છે. પીસીઓસથી પીડાતી મહિલાઓમાં સામાન્ય રીતે ઓક્સિડિવ સ્ટ્રેસ હાયર લેવલમાં જોવા મળે છે જેની સામે લડવા માટે હાઇ લેવલ એન્ટિઓક્સિડન્ટ ફૂડવાળું ડાયેટ જોઈએ.

લૉ ગ્લાયસેમિક ઇન્ડેક્સ(જીઆઇ) ડાયેટઃ

લૉ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડને શરીર અત્યંત ધીમે ધીમે પચાવે છે એટલે કે એ ઇન્સ્યુલિન લેવલને વધવા દેતું નથી. આવા ફૂડમાં હોલ ગ્રેઇન્સ, લીગમ્સ, નટ્સ, ફ્રૂટ્સ, સીડ્સ અને સ્ટાર્ચી વેજિટેબલ્સનો સમાવેશ થાય છે.

હાઇ ફાઇબર ફૂડઃ

આ ફૂડમાં ઓટ્સ, હોલ ગ્રેઇન, બીન્સ, નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. હાયર ફાઇબર કંટેન્ટવાળા ફૂડ્સ બ્લડમાં સુગર બહુ જ ઓછા પ્રમાણમાં રિલિઝ કરે છે જેથી બ્લડસુગર વધવાના ચાન્સ ઘટી જાય છે, એટલે ડાયાબિટીસ મેઇન્ટેઇન થાય છે, વધી જતો નથી.

સોયા પ્રોડક્ટ્સઃ

પીસીઓસથી પીડાતી મહિલાઓએ ક્રેવિંગ અવોઇડ કરવા અને વજન જાળવી રાખવા માટે હાઇ પ્રોટીન લેવાની જરૂર છે. સોયા પ્રોડક્ટ્સ પ્રોટીન, પોલિસેચ્યુરેટેડ ફેટ્સ, વિટામીન C, આયર્ન વગેરેનો સારો સૉર્સ છે. અને પીસીઓસથી પીડાતી મહિલાઓ માટે અત્યંત જરૂરી છે.

પીસીઓસવાળી મહિલાઓએ ન લેવા જેવાં ફૂડ્સઃ

પ્રોસેસ્ડ ફૂડઃ

મોટા ભાગના પ્રોસેસ્ડ ફૂડમાં હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વેલ્યૂ હોય છે જે ઇન્સ્યુલિન પ્રોડક્શન અને ડાયાબિટીસ સાથે સીધી રીતે સંકળાયેલ છે. પીસીઓસથી પીડાતી મહિલાઓને ડાયાબિટીસ થવાની પણ શક્યતા ખરી, એટલે તેમણે પ્રોસેસ્ડ ફૂડ ઇન્ટેક સાવ ઓછો કરી નાખવો જોઈએ. આવા ફૂડમાં બિસ્કીટ્સ, કેક, રેડી મિલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમણે બટાકા, વ્હાઇટ બ્રેડ અને વ્હાઇટ રાઇસ પણ ન લેવાં જોઈએ.

અનહેલ્ધી ફેટ્સઃ

જેમાં સેચ્યુરેટેડ અથવા હાઇડ્રોજનરેટેડ ફેટ્સ હોય છે જેમ કે ડેરી પ્રોડક્ટ્સ- ક્રીમ, ચીઝ અને અન્ય પ્રોસેસ્ડ ફ્રાઇડ ફૂડ વગેરે સદંતર બંધ કરી દેવા. આ અનહેલ્ધી ફેટ્સ એસ્ટ્રોજન પ્રોડક્શન વધારી શકે છે જેથી વજન વધી જવાથી પીસીઓસ સિમ્પટમ્સ વધારે વકરાવી શકે છે.

ગ્લુટનઃ

પીસીઓસથી પીડાતા માટે ગ્લુટન લેવાનું છોડી દેવું હિતાવહ છે. કેમ કે ગ્લુટનથી ઇન્ફ્લેમેશન થાય છે જે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ માટે કારણ બને છે જેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત, ઇન્ફ્લેમેશન અથવા તો બળતરા થાય છે તેનાથી એન્ડ્રોજનનું પ્રોડક્શન હાઇ થાય છે જે હોર્મોન અનિયમિત પિરિયડ્સ અને વજનવૃદ્ધિ માટે કારણરૂપ છે.

સ્ટ્રિક્ટ ડાયેટ મોનિટરિંગ સાથે લાઇફસ્ટાઇલમાં ફેરફાર જેમ કે રોજ કસરત કરવાથી વજનમાં વધારો, અનિયમિત પિરિયડ્સ, હાઇ કોલેસ્ટરોલ લેવલ્સ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી પીસીઓસ કંડિશન્સ મેનેજ કરવામાં મદદ મળે છે. વધુમાં,યોગ્ય ઊંઘ લેવી, ઓવર-કમિટમેન્ટ ટાળવું, પ્રોપર રિલેક્સેશન જેવી સેલ્ફ-કેર પ્રેક્ટિસથી સ્ટ્રેસ ઘટાડવાથી પીસીઓસ સામે લડી શકાય છે. છેલ્લે, એટલું ઉમેરું કે સારી ડાયેટ પ્રેક્ટિસ અપનાવવા માટે ડાયેટિશિયન/ડૉક્ટરને મળવું હિતાવહ છે જેથી પીસીઓસ સંબંધિત તકલીફ થાય તે અગાઉ જ તમારા મેડિકલ અને ન્યુટ્રીશનલ ઓપ્શન્સ અંગે વાત થઈ શકે.

સ્ત્રોત : સોનલ શાહ (stay healthy)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate