অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુરક્ષિત માતૃત્વની ખાતરી કરવી

સુરક્ષિત માતૃત્વની ખાતરી કરવી

”grabh”

ભારતમાં મેટરનલ હેલ્થ પરિસ્થિતિ

ભારત માતા મૃત્યુ દર ઘટાડવા માટે અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓની સર્વત્ર પ્રાપ્યતા વધારવા કટિબદ્ધ છે. માતા અને બાળ સ્વાસ્થ્ય પર જાગૃતિ એ મહત્વની જવાબદારી અને મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી સરકાર દ્વારા અમલમાં મૂકાતાં વિવિધ કાર્યક્રમોની સફળતાની ખાતરી થાય.

સુરક્ષિત માતૃત્વ

સુરક્ષિત માતૃત્વ એટલે એ બાબતની ખાતરી કરવી કે બધી સ્ત્રીઓને માહિતીની પ્રાપ્યતા હોય અને સેવાની પ્રાપ્યતા હોય જેના મારફતે તેઓ સુરક્ષિત રીતે ગર્ભાવસ્થામાંથી પસાર થઇ શકે અને સુવાવડ કરવી શકે. તેમાં સમાવેશ થાય છે:

 • સુરક્ષિત માતૃત્વ પર શિક્ષણ
 • પૂર્વ - પ્રસૂતિ સંભાળ (ગર્ભાવસ્થા દરમિયાન કાળજી) અને ઊંચું જોખમ ધરાવતી ગર્ભાવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે પરામર્શ
 • માતૃ પોષણનું પ્રોત્સાહન
 • બધા કિસ્સાઓમાં પર્યાપ્ત પ્રસવ સહાય
 • નવજાત બાળકને લગતી કટોકટી માટે, જેમાં સમાવેશ થાય છે સગર્ભાવસ્થા, બાળજન્મ અને ગર્ભપાતમાં થતી જટિલતાઓને માટે રેફરલ સેવાઓ.
 • પ્રસુતિ વખતની કાળજી (બાળકના જન્મ પછીની કાળજી)

માતા મૃત્યુના સામાન્ય કારણો

માતા મૃત્યુના મુખ્ય કારણો ૩ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે - સામાજિક, તબીબી અને આરોગ્ય સંભાળ સગવડોની ઉપલબ્ધી.

સામાજીક કારણો

તબીબી કારણો (ગર્ભાવસ્થા માં થતી જટિલતાઓ)

તબીબી સેવાઓની ઉપલબ્ધતા

 • વહેલા લગ્ન અને ગર્ભાવસ્થા
 • વારંવાર બાળ જન્મ
 • પુત્રો માટે અગ્રાધિકાર
 • અરક્તતા
 • ભય સંકેતો અને લક્ષણો વિશે જાણકારીનો અભાવ
 • રેફરલમાં વિલંબ
 • સુવાવડની પ્રક્રિયામાં ખલેલ
 • રક્તસ્ત્રાવ (સુવાવડ પહેલા, સુવાવડ વખતે, સુવાવડ બાદ)
 • તોક્સેમીયા
 • ચેપ અથવા સડો
 • જરૂરી પુરવઠા અને આરોગ્યકેન્દ્રો પર તાલીમબધ્ધ આરોગ્ય કર્મચારીઓનો અભાવ
 • આરોગ્ય કર્મચારીઓના બિન લાગણીશીલ વલણ.
 • ગૂંચવણો વખતે તબીબી સારવારમાં ખામી
 • તબીબી કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલ અપૂરતી કાર્યવાહી

અન્ટીનૅટલ કાળજી (પ્રસૂતિ વખતની કાળજી)

અન્ટીનૅટલ કાળજીનો સંદર્ભ સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવેલ સ્વાસ્થ્ય શિક્ષણ અને નિયમિત તબીબી તપાસ જેનાથી ગર્ભાવસ્થાના પરિણામોમાં સુરક્ષિત સુવાવડ, માતૃત્વને લગતા રોગ અને મૃત્યુદરના કિસ્સામાં ઘટાડો, જે વહેલી તકે આપેલ સારવાર અને તપાસના લીધે છે. પૂર્વ પ્રસૂતિ ચિકિત્સાલય (એ.એન.સી) જોખમી ગર્ભાવસ્થા અને ઊંચા જોખમવાળી સુવાવડના સંકેતોની ચાળણી કરે છે. અન્ટીનૅટલ કાળજીના મહત્વના ઘટકોની નીચે ચર્ચા કરવામાં આવેલ છે:

વહેલી તકે નોંધણી: સગર્ભા સ્ત્રીની એન્ટિનેટલ કિલનિક (એ.એન.સી)માં નોંધણી માટે પ્રથમ મુલાકાત ગર્ભાવસ્થાની શક્યતા હોય ત્યારે કરવી જોઈએ. દરેક પરણિત સ્ત્રી, જે પ્રજનનની વય ધરાવે છે, તેને પ્રોત્સાહિત કરવું જોઈએ કે પોતાના આરોગ્ય પ્રદાતાની મુલાકાત લેવી અને જો એને લાગે છે કે એ સગર્ભા છે તો તેમને જણાવવુ. આદર્શ રીતે પ્રથમ મુલાકાત, પ્રથમ ટ્રાયમેસ્ટરમાં લેવાવી જોઈએ (ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના) ગર્ભાવસ્થાના ૧૨માં અઠવાડિયામાં કે પહેલા પણ, જયારે કોઈ મહિલા તેના ગર્ભાવસ્થાની અંતમાં નોંધણી માટે આવે છે, તો તેને નોંધી લેવઈ જોઈએ અને તેના ગર્ભના સમય પ્રમાણએ સારવાર આપવી જોઈએ.

કેટલીક સગર્ભા સ્ત્રીઓ આયોજીત અન્ટીનૅટલ દવાખાનામાં જાતે આવશે. જોકે, ઘણા નહી આવે. આરોગ્ય સંભાળ પૂરી પાડનાર વિવિધ સમુદાય આધારિત કાર્યકરો, જેવા કે આંગણવાડી કાર્યકર્તા (એ.ડબ્લ્યુ.ડબ્લ્યુ), દાઈ, મહિલા મંડળના સભ્ય, સ્વ-સહાય જૂથો, પંચાયત અને ગ્રામ આરોગ્ય સમિતિ જેમને જાણકારી હોઈ શકે ગામની ગર્ભવતી મહિલાઓની તે મદદ એમની યાદીમાં સુધારો કરવામાં અને સેવાઓ પૂરી કરવામાં મદદ કરશે

વહેલી તકે નોંધણી કરવાનું મહત્વ

 • તેના વપરાશથી માતાના આરોગ્ય અને રક્ત પર દબાણ (BP), વજન તેના આધારરેખા માહિતી મેળવવા, વગેરે.
 • જટિલતાઓ માટે વેળાસર તપાસ કરવી અને જ્યાં જરૂરી ત્યાં ભલામણથી તેમની યોગ્ય વ્યવસ્થા કરવી
 • સ્ત્રીને તેમના છેલ્લા માસિક ધર્મની તારીખ યાદ કરવામાં મદદ કરો
 • સ્ત્રીને ટેટેનસ ટોક્ષોઇડ ઈન્જેક્શન (ટી.ટી) નો પહેલો ખોરાક સમયસર અપાવો (ગર્ભાવસ્થાના ૧૨ સપ્તાહ બાદ)
 • જો સ્ત્રી ગર્ભ ચાલુ રાખવા નથી માંગતા તો તેને પ્રારંભિક તબક્કામાં અને સલામત ગર્ભપાતની સુવિધાઓ મેળવવા મદદ કરો.
 • ગર્ભસ્થ મહિલા અને આરોગ્ય કાર્યકર વચ્ચે એકરૂપતા બનાવો.

શારીરિક તપાસ

વજન: સગર્ભા સ્ત્રીનું વજન દરેક મુલાકાતે કરવુ જોઈએ. સામાન્ય રીતે એક સ્ત્રીએ તેના ગર્ભાવસ્થા દરમિયાન ૯ થી ૧૧ કિ.ગ્રા. વજન વધારવું જોઈએ. પહેલા ટ્રાયમેસ્ટર પછી, એક સગર્ભા સ્ત્રીનું મહિનામાં ૨ કિલો અથવા અઠવાડિયા માં ૫૦૦ ગ્રામ વજન વધે છે. જો ખોરાક પૂરતો ના હોય, જ્યાં જરૂરિયાત કરતા ઓછી કેલરી મળે તો શક્ય છે કે સ્ત્રીનું વજન તેના ગર્ભવસ્થા દરમિયાન ફક્ત ૫ થી ૬ કિલોજ વધે. જો સ્ત્રીનું વજન એક મહિનામાં ૨ કિલોથી ઓછુ વધે તો અપૂરતા આહારની શક્યતા છે. ત્યારે તેને પુરક ખોરાક પર રાખવી જોઈએ. વજન ઓછુ વધવું સંકેત કરે છે ગર્ભાશયની અંદર વૃદ્ધિ મંદતા જેના કારણસર બાળકનું જન્મ વજન ઓછુ હોય છે વધુ પડતું વજન વધવું (એક મહિનામાં ૩ કિલોથી વધારે) સંકેત કરે છે પ્રી-એકલેમસિયા/જોડિયા તરફ. તેમની ભલામણ તબીબી અધિકારી પાસે કરવી.

ઊંચાઈ: માતાની ઉચાઇ અને સુવાવડના પરિણામનું સંબંધ છે, કારણ કે નાના પેડુ અથવા બસ્તિપ્રદેશના કારણે ઓછી ઉચાઇવાળી સ્ત્રીને જોખમ વધે છે. સ્ત્રીઓ જેની ઉચાઇ ૧૪૫ સે.થી ઓછી હોય તેમને સુવાવડમાં વધુ જોખમ હોય છે અને તેમના માટે દવાખાનમાં સુવાવડનો આગ્રહ રાખવો જોઇએ.

લોહીનું દબાણ: ગર્ભવતી મહિલાનો રક્ત ચાપ માપવાથી ગર્ભાવસ્થાના ભારે માનસિક તાણને લગતી વિકૃતિઓ ને ટાળવામાં મદદરૂપ થાય. જો રક્ત ચાપ ઉચું હોય (૧૪૦/૯૦mm Hg કરતાં વધુ કે દય્સ્તોલિક ૯૦મમ Hg કરતાં વધુ) અને એલ્બુમિન (પ્રોટીન) પેશાબ હાજર છે તો મહિલાને પ્રી-એકલેમસિયા છે એવું વર્ગીકરણ કરી શકાય. જો દય્સ્તોલિક રક્ત ચાપ ૧૧૦ mm Hg થી વધુ હોય તો તરત બનનારા એકલેમસિયાના ખતરા તરફ આંગળી ચીંધે છે. આવી મહિલાને તરત જ નજીકના સી.એચ.સી/એફ.આર.યુમાં મોકલવી. જયારે કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા-પ્રેરિત હાયપરટેન્શન (પી.આઈ.એચ) કે પ્રી-એકલેમસિયા હોય તો તેને દવાખાનામાં દાખલ કરવું જરૂરી છે.

ઊંચાઈ: જયારે આંખના નીચલા પાંપણ, પંજા, નખ, મૌખિક મ્યુકોસ મેમ્બ્રેન અને જીભ ફિક્કી હોય ત્યારે સ્ત્રીને પાંડુરોગ હોવાના લક્ષણો છે.

શ્વાસોચ્છ્વાસના દર (આર.આર): શ્વાસોચ્છાસના દરની (આર.આર) ચકાસણી કરવી મહત્વનું છે, ખાસ કરીને ત્યારે જયારે મહિલા હાંફનીની ફરિયાદ કરે. જો આર.આર ના દર ૩૦ શ્વાસ/મિનિટથી વધારે હોય અને ફિક્કાશ હોય તો તે સંકેત છે કે મહિલાને ગંભીર પાંડુરોગ છે અને તરત ડૉક્ટરની મુલાકાત લેવી અગત્યની છે.

વ્યાપક સોજો: વ્યાપક સોજાની હાજરી જેનો સંકેત ફૂલેલા ચહેરાથી મળે છે, પ્રી-એકલેમસિયાની શંકાને જગાડે છે.

પેટને લગતું પરીક્ષણ: ગર્ભાવસ્થાની પ્રગતિ અને ગર્ભ વૃદ્ધિ પર નિયંત્રણ રાખવા માટે અને ગર્ભની સ્થિતિ અને અને ગર્ભની રજૂઆત (માથું અથવા નિતંબ પ્રથમ) ચકાસવા માટે પેટને લગતું પરીક્ષણ કરવું જોઈએ.

આઈરન-ફોલિક એસીડ (આઈ.એફ.એ)નો પૂરક: ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીઓને વધુ લોહતત્ત્વની જરૂરીયાતો અને પાંડુરોગ થવાના જોખમો પર ભાર આપો. બધી સગર્ભા સ્ત્રીઓને દરરોજ આઇએફએની (૧૦૦ mg પ્રાથમિક આયર્ન અને 0.૫mg ફોલિક એસિડ) એક ગોળી ઓછામાં ઓછા ૧૦૦ દિવસો માટે આપવી, જેની શરૂઆત પ્રથમ ટ્રાયમેસ્ટરથી કરી શકાય, જે ૧૪-૧૬ અઠવાડિયાના ગર્ભકાળ પછી આવે છે. પાંડુરોગ અટકાવવા આઇએફએનો આ ડોઝ અપાય છે (રોગનિરોધક ડોઝ). જો કોઈ સ્ત્રી પાંડુરોગથી પીડાય છે (Hb<10g/dl) અથવા ફિક્કાસ છે, તો તેને આઇએફએની બે ગોળીયો ૩ મહિના માટે આપો. આનો અર્થ એ થાય કે ગર્ભાવસ્થામાં પાંડુરોગથી પીડાતી સ્ત્રીને કુલ આઇ.એફ.એની ૨૦૦ ગોળીયો તેના પુરા ગર્ભાવસ્થામાં ખાવી પડશે. પાંડુરોગને નિવારવા આ આઇએફએનો જરૂરી ડોઝ છે (રોગનિવારક ડોઝ). સ્ત્રીઓ જેમને ગંભીર પાંડુરોગ છે (hb<7g/dl) ) અથવા જેમને શ્વાસ લેવામાં તકલીફ કે ટાકીકાર્ડીયા (હૃદયના વધેલા ધબકારા)ને આઇ.એફ.એના રોગનિવારક ડોઝ આપવાની શરૂઆત કરવી અને વધુ વ્યવસ્થાપન માટે ડૉક્ટર પાસે મોકલવા.

ટેટેનસ ટોક્ષોઇડના ઇન્જેક્શન આપવા:ગર્ભવતી સ્ત્રીને ટેટેનસ ટોક્ષોઇડના ૨ ઇન્જેક્શન નીઓનેટલ(જન્મ બાદ થનાર ધનુર) અટકાવ માટે એક મોટું પગલું છે. ટેટેનસ ટોક્ષોઇડનો પહેલો ડોઝ પહેલા ટ્રાયમેસ્ટરના તરત પાવાનું હોય છે, અથવા સ્ત્રી તે બાદ એ.એન.સી માટે નોંધની કરે તો તરત જ. ટેટેનસ ટોક્ષોઇડનો પહેલો ડોઝ પહેલા ટ્રાયમેસ્ટરમાં નથી અપાવો. બીજો ડોઝ પહેલા ડોઝના એક મહિના બાદ અપાય છે. પણ ઈ.ડી.ડી (સુવાવડની અપેક્ષિત તારીખ)ના એક મહિના પહેલા.

ગર્ભાવસ્થામાં પોષણ

સગર્ભા માતાનો ખોરાક વધતા ગર્ભની જરૂરિયાતો, માતાના આરોગ્યની જાળવણી, સુવાવડ વખતે જોઈતી શારીરિક તાકાત, દૂધ આવામાં સફળતાને પૂરું પાડવા પોષણક્ષમ હોવો જોઈએ.
પ્રોટીનયુક્ત ખોરાક ગર્ભના વિકાસ માટે જરૂરી છે. જો શક્ય હોય, તો સગર્ભા સ્ત્રીએ, દૂધ, ઇંડા, માછલી, મરઘા અને માંસનો ખોરાક લેવો જોઈએ. જો તે શાકાહારી હોય તો, તેણે વિવિધ અનાજ, કઠોળ અને કાજુ-બદામ

લોહતત્વ બાળકના લોહી બનાવવા અને પાંડુરોગને ટાળવા અથવા ઘટાડવા માટે ખૂબ મહત્વનું છે. તેણે ખાંડના બદલે ગોળ લેવું જોઈએ. રાગી અને બાજરથી બનેલી વાનગીઓ, તલનાં બીજ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. પિત્તાશય મૂત્રપિંડ પણ લોહતત્વ સમૃદ્ધ છે.

કેલ્શિયમ બાળકના હાડકા અને દાંતના બંધારણ માટે જરૂરી છે. કેલ્શિયમનું શ્રેષ્ઠ સ્રોત દૂધ છે. કેલ્શિયમ રાગી અને બાજરામાં પણ હાજર છે. તેને નાની, સૂકવેલી માછલી ખાવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
વિટામિન ગર્ભવતી સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે. તેમાંવધુ માત્રામાં, શાકભાજી (ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી) અને ફળ જેમાં ખટાશવાળાં ફળનો પણ સમાવેશ થાય છે, તે ખાવા જોઈએ.

સુધારાયેલ ખોરાક
ગર્ભાવસ્થામાં હાયપરટેન્શન કે પ્રી-એકલેમસિયાની હાજરીમાં સોજા ઘટાડવા કે અટકાવવા માટે ખાવામાં ઓછુ મીઠું નાખવું. સ્ત્રી સામાન્ય ખોરાક લે પણ મીઠાવાળા ખોરાક ને તળે. રસોઈમાં ઓછુ અથવા નહીવત મીઠું વાપરવું જોઈએ.

પ્રી-એકલેમસિયા માટે ઉચ્ચ પ્રોટીન આહાર, ખાસ કરીને જયારે પેશાબમાં એલ્બુમિન હોય તે માતાને પોતાના આહારમાં પ્રોટીનની માત્રા વધારવાનો આગ્રહ છે.

કાર્યબોજ, આરામ અને ઊંઘ

ગર્ભાવસ્થા દરમિયાન ખુબ શારીરિક શ્રમવાળું કામ કરવાથી કસુવાવડ, વહેલી સુવાવડ, ઓછા વજનવાળું બાળક (ખાસ કરીને જયારે માતાનો ખોરાક ઓછો હોય) થવાની શક્યતા છે. .
તેથી મહિલાઓને ખુબ શારીરિક શ્રમવાળા કામને  ટાળવા પ્રોત્સાહિત કરવી જોઈએ. જો તેઓ સંપૂર્ણપણે તેને ટાળી ના શકે તો ખાતરી કરવી જોઈએ કે તે તેના કામની વચ્ચે પુરતો આરામ કરે.
સગર્ભા સ્ત્રીને શક્ય તેટલો આરામ મળવો જોઈએ. તેને દિવસ દરમિયાન કલાક જેટલું આડું પડવું જોઈએ અને રાત્રે ૬ થી ૧૦ કલાકની ઊંઘ લેવી જોઈએ

ગર્ભાવસ્થા માં લક્ષણો

નીચે દર્શાવેલ લક્ષણો અમુક અગવડતા અને ગૂંચવણોનો સંકેત કરે છે:


અગવડતા સૂચવતા લક્ષણો

જટિલતાઓને હોઈ શકે તે દર્શાવતા લક્ષણો

 • ઉબકા અને ઊલ્ટી
 • હાર્ટ બર્ન
 • કબજીયાત
 • પેશાબ જવાનુ વધેલુ પ્રમાણ
 • તાવ
 • યોની સ્રાવ
 • ધબકારો, થાક લાગવો, આરામની સ્થિતિમાં શ્વાસ ચઢવા
 • શરીર પર સામાન્ય સોજો અને ચહેરો ફૂલાયેલો
 • ઓછા પ્રમાણમાં પેશાબ પસાર થવો
 • યોની રક્તસ્રાવ
 • ગર્ભ હલનચલન ઓછું અથવા તેની ગેરહાજરી
 • યોનિમાર્ગ દ્વારા (પી/વી) પાણી પ્રવાહીનું ટપકવું

બીમારી

ગર્ભાવસ્થા દરમિયાન માંદુ પડવું અગવડ અને ન ગમે એવું હોય છે, આંશિક રીતે ગર્ભાવસ્થાના પોતાના કારણે અને અંશતઃ અમુક દવાઓ ગર્ભાવસ્થા દરમિયાન ટાળવી જરૂરી છે. આ ઉપરાંત, મલેરિયા જેવી બીમારી ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. માટે, આ કારણોસર સ્ત્રીઓએ ખાસ કરીને ગર્ભાવસ્થામાં રોગો અને ચેપ ટાળવા માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. દાખલા તરીકે, તેઓ ઊંઘે ત્યારે મચ્છર જાળીનો ઉપયોગ કરવો જોઈએ અને દૂષિત પાણી પીવાનું ટાળવું જોઈએ.

વ્યક્તિગત સ્વચ્છતા

રોજે નહાવું તાજગી આપનારું હોય છે અને સાથે-સાથે ચેપ લાગવાની અને બીમાર થવાની શક્યતાને ઘટાડે છે. તે ખાસ કરીને મહત્વનું છે કે સ્તન અને પ્રજનન વિસ્તાર સ્વચ્છ પાણી સાથે ઘણી વખત ધોઈ કાળજી રાખવી, કારણ કે ઉગ્ર રસાયણો અથવા ડીટર્ઝન્ટ (કપડાં ધોવાનો પાવડર) જરૂરી નથી અને તે હાનિકારક પણ હોઈ શકે છે. ઢીલા અને હલકા સુતરાઉ કપડા પહેરવા આદર્શ છે. સારા ફિટિંગવાળી ચોળી/બ્રેસીયર સ્તનને આધાર આપવા મદદ કરશે જયારે તે મોટા અને નાજુક બને.

ગર્ભાવસ્થા દરમિયાન લૈંગિક સંબંધ

આખા ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવો સુરક્ષિત છે, જ્યાં સુધી ગર્ભાવસ્થા સામાન્ય છે. જો ગર્ભપાતનું જોખમ હોય તો ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવાનું ટાળવું જોઈએ (પહેલાંના વારંવારના સ્વયંસ્ફુરિત ગર્ભપાતનો ઇતિહાસ), અથવા સમય પહેલા સુવાવડનુ જોખમ (સમય પહેલા સુવાવડનો ઇતિહાસ). કેટલીક સ્ત્રીઓ તેમની ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ માટે ઇચ્છામાં ઘટાડો અનુભવે છે. પતિને જાણ કરવી જોઈએ કે આ સામાન્ય છે અને સંભોગ પહેલા પત્નીની સંમતી લેવી જરૂરી છે. કેટલાક દંપતિને ગર્ભાવસ્થા દરમિયાન સંભોગમાં અગવડતા મહેસુસ થાય છે. જાતીય સંબંધો દરમિયાન પતિએ સ્ત્રીના આરામની ખાતરી કરવી જોઈએ

બાળકના જન્મ માટેની સજ્જતા / તૈયારી અને તકલીફ માટેની તૈયારી

દસમાંથી ચાર ગર્ભવતી કે પ્રસૂતિબાદની સ્ત્રીઓ કેટલાક ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણ અનુભવ કરશે. તેમાંથી ૧૫% સ્ત્રીઓ માટે તે ગૂંચવણો સંભવિતપણે જીવલેણ હોઈ શકો અને, તાત્કાલિક આબ્સ્ટેટ્રિક (પ્રસવ કે સુવાવડ સંબંધી) કાળજી લેવાની જરૂર પડશે. કારણ કે મોટા ભાગના ગૂંચવણોની આગાહી કરી શકાતી નથી દરેક ગર્ભાવસ્થા શક્ય કટોકટી માટે તૈયારીની જરૂરિયાત છે.

બાળકના જન્મ માટેની સજ્જતા/તૈયારી

બધી સગર્ભા સ્ત્રીઓને દવાખાનામાં સુવાવડ કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. સુવાવડ દરમિયાન કોઈ પણ ગૂંચવણ ઊભી થઇ શકે, ગૂંચવણો હંમેશા અનુમાનિત કરી શકાતી નથી અને તે માતા અથવા/અને બાળકનો ભોગ લઈ શકે છે.

એક આરોગ્ય સવલતમાં કર્મચારીઓ, સાધનસામગ્રીનો પુરવઠો અને દવાઓ, જરૂરી હોય તો શ્રેષ્ઠ સંભાળને પૂરી પાડવા માટે ઉપલબ્ધ હોય છે. જો ભલામણ કરવાની જરૂર પડે તો તેમની પાસે એક ભલામણ કરવાની પદ્ધતિ છે.

આધાર આપનાર લોકોની ઓળખો કરો: આ લોકોની જરૂર છે, સ્ત્રી ના બાળકની અને/ અથવા પરિવારની સંભાળ, પરિવહન માટે વ્યવસ્થા કરવા, અને/અથવા કટોકટીમાં મહિલા સાથે આરોગ્ય સગવડમાં જોડે જવું. સંબંધીઓ અથવા સમુદાય આધારિત આરોગ્ય કાર્યકરો, જેવા આંગણવાડી કાર્યકર અને દાઈની મદદ લેવી.

નાણાભંડોળ

સ્ત્રી અને તેના પરિવારને સુવાવડ અને તેના લગતા ખર્ચનો (જેમ કે,પરિવહન) અંદાજ આપવો જોઈએ. જો કોઈ ગૂંચવણ ઊભી થાય કે અંદાજ કરતા વધારે પૈસાની જરૂર પડે તેના માટે તેમને તાત્કાલિક ભંડોળ રાખવાની સલાહ આપવી, અથવા તાત્કાલિક ભંડોળનું સ્રોત હોવું જોઈએ. તેમને પ્રવર્તમાન યોજનાઓથી વાકેફ કરો જે માતૃ તંદુરસ્તી માટે ભંડોળ પૂરું પાડે છે અને અન્ય કોઇ યોજનાઓ જે સમય-સમય પર શરૂ થાય છે.

સુવાવડના દર્દના ચિહ્નો: તે સ્ત્રીને આરોગ્ય સગવડ પર જવા માટે સલાહ આપો અથવા દાઈનો સંપર્ક કરે જો નીચે આપેલ કોઈ પણ સુવાવડના દર્દ ના સંકેતો અનુભવે:

 • યોનિમાર્ગથી આવતું લોહી અને ચીકણું પ્રવાહી
 • પેટના પીડાદાયક સંકુચન દર ૨૦ મીનિટ કે ઓછા સમયમાં
 • પાણીની થેલી તૂટી જવી, તેને યોનિમાર્ગથી બહાર આવતું સ્પષ્ટ પ્રવાહી અનુભવે છે.

જટિલતા માટે તૈયારી

ખતરારૂપ ચિહ્નો: તે મહિલા અને તેના પરિવાર કે તેની સંભાળ લેનારને ગર્ભાવસ્થા, સુવાવડ અને જન્મ પછીનાં સમય દરમિયાન સંભવિત ખતરાનાં ચિહ્નોની જાણ કરવી જોઈએ. તેને જાણ કરવી જોઈએ કે જો તેને નીચે આપેલમાંથી કશું પણ ગર્ભાવસ્થા, સુવાવડ કે જન્મ પછીનાં સમય દરમિયાન/ગર્ભપાત હોય તો રાહ જોયા વગર દિવસ હોય કે રાત હોય તાત્કાલિક તરત જ દવાખાના કે આરોગ્ય કેન્દ્રમાં જવું.

જો મહિલામાં નીચે દર્શાવેલ કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેમને એફ.આર.યુની ફરજીયાત મુલાકાત લેવી:

 • સગર્ભાવસ્થામાં કોઈ પણ પ્રકારનું પી/વી રક્તસ્ત્રાવ થતું હોય કે સુવાવડ દરમિયાન અને બાદ યોની રક્તસ્રાવ (>૫૦૦ મી.લી).
 • અસ્પષ્ટ દ્રષ્ટિ સાથે ભારે માથાનો દુખાવો.
 • ખેંચ આવવી અથવા સભાનતા ગુમાવવી.
 • સુવાવડનું દર્દ ૧૨ કલાકથી વધુ ચાલવું.
 • સુવાવડની ૩૦ મિનિટ બાદ પણ ગર્ભમાં રહેલા બાળકની રક્ષા માટેનું આચ્છાદન બહાર ના નીકળે.
 • સમય પહેલા સુવાવડનું દર્દ (૮ મહિનાના ગર્ભકાળથી પહેલા શરૂ થતું સુવાવડનું દર્દ).
 • મુદતપૂર્વ કે સુવાવડના દર્દ પહેલા પટલનું ભંગાણ.
 • સતત અને તીવ્ર પેટનો દુખાવો.

જો મહિલાને નીચે જણાવેલ કોઈ પણ તકલીફ હોય તો તેને ૨૪ કલાક કાર્યરત પીએચસી પર જવું

 • પેટના દુખાવા સહિત કે વગર તીવ્ર તાવ અને પથારીમાંથી ઊભા થવામાં ખૂબ નબળાઈ લાગે.
 • ઝડપી અથવા મુશ્કેલીપૂર્વકના શ્વાસ
 • ગર્ભ હલનચલનમાં ઘટાડો અથવા તેની ગેરહાજરી
 • વધુ પડતી ઊલ્ટી, જેમાં મહિલા કશું પણ મોઢેથી લેવામાં અસમર્થ છે, જેનાથી પેશાબની માત્રા ઘટી જાય છે.
નજીકની પીએચસી/એફઆરયુનું સ્થળ:
મહિલા અને તેના પરિવારના સભ્યોને ખબર હોવી જોઈએ કે સહુથી નજીકનું પી.એચ.સી ક્યાં છે - જ્યાં ૨૪ કલાક પ્રસવ કે સુવાવડ સંબંધી સેવાઓ ઉપલબ્ધ છે અને એફ.આર.યુ ક્યાં છે - જ્યાં લોહી ચઢાવવાની અને સર્જરીની (શસ્ત્રક્રિયા) સુવિધાઓ ઉપલબ્ધ છે.

પરિવહન સુવિધાઓની ઓળખ

હેલ્થકેર સુવિધા પહોંચવામાં વિલંબ એક એવી બાબત છે જે માતા મૃત્યુ માટે સહુથી વધારે જવાબદાર છે. જો કોઈ સ્ત્રી આરોગ્ય સુવિધામાં સુવાવડ કરવાનું નક્કી કરે છે તો એવા એક વાહનની ઓળખ કરી રાખવી જોઈએ જે સ્ત્રીને જયારે જરૂર પડે તો આરોગ્ય સુવિધામાં પહોચાડવામાં મદદ કરે. જો એ સ્ત્રી ઘરે સુવાવડ કરવાનું નક્કી કરે તો પણ એવા એક વહનની ઓળખ કરી રાખવી જોઈએ જે સ્ત્રીને કોઈ તકલીફ ઊભી થાય તો તાત્કાલિક તેને આરોગ્ય સુવિધા પર પહોચાડી શકે. જો વહન ગામમાં ઉપલબ્ધ ના હોય તો પંચાયત આરોગ્ય સમિતિ, મહિલા મંડળ, યુવા જૂથની મદદ લેવી જોઈએ કટોકટીની પરીસ્થિતિમાં કેવી રીતે વાહન મેળવી શકાય. વિવિધ યોજનાઓ જે હાલમાં મહિલાઓને પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદ કરે છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ.

રક્તદાન માટે તૈયારી

હેમરેજ (શરીરની નસોમાંથી લોહીનું વહી જવું) જન્મ પહેલા કે જન્મ પછી, એ માતા મૃત્યુનુ મહત્વનું કારણ છે. આવા કિસ્સાઓમાં બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન (એક વ્યક્તિના શરીરમાંથી અન્ય વ્યક્તિના શરીરમાં લોહી ચઢવુ) જીવન બચાવી શકે છે. કારણ કે, લોહી ખરીદી શકાતું નથી એક સ્વૈચ્છિક દાતાની જરૂર પડે છે જેનાથી સંક્રામણ માટે ચુકવતા પહેલા રક્તની બદલી કરવાની હોય છે. સંક્રામણની જરૂર ઊભી થાય તેના માટે આવા દાતાઓ (સંખ્યામાં ૨ કે ૩) તૈયાર હોવા જોઈએ

પ્રસૂતિ પછીની સંભાળ:

સંશોધન બતાવે છે કે ૫૦%થી વધારે માતા મૃત્યુ પ્રસૂતિ બાદના સમયગાળા દરમિયાન થાય છે. રૂઢિ પરંપરાથી, સુવાવડ પછી પ્રથમ ૪૨ દિવસ (૬ અઠવાડિયા) પ્રસૂતિ બાદનો સમયગાળો કહેવાય. આમાં પ્રથમ ૪૮ કલાક અને ત્યારબાદ ૧ અઠવાડ્યું જે માતા અને તેના નવજાત શિશુના આરોગ્ય અને જીવિત રહેવા માટે સૌથી નિર્ણાયક સમય છે, કારણ કે, માતા અને બાળકને લગતી ઘાતક સમસ્યાઓ આ સમય માં થાય છે.

માતૃત્વ અને બાળ આરોગ્ય સંભાળના તમામ ઘટકોને લેતા પ્રસૂતિ બાદની સંભાળ અને નવા જન્મેલા બાળકની સંભાળ સૌથી ઓછું મહત્વ અપાયેલા ઘટકો છે. ભારતમાં માત્ર ૬માંથી ૧ મહિલા ને પ્રસૂતિ બાદના સમયગાળામાં દેખરેખ મળે છે. નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે (એન.એફ.એચ.એસ)ની માહિતી મુજબ, માત્ર ૧૭% સ્ત્રીઓ ઘરે સુવાવડ કર્યા બાદ ૨ મહિનાની અંદર ચેક અપ કરાવે છે. જે ઘરે સુવાવડ કરાવે છે તેમાંથી ફક્ત ૨%ને બે દિવસની અંદર પ્રસુતિ બાદની સંભાળ મળે છે અને ફક્ત ૫%ને પહેલા ૭ દિવસમાં. આ નાની માત્રામાં મહિલાઓમાંથી પણ મોટાભાગની મહિલાઓને સમગ્ર શ્રેણીની માહિતી અને સેવાઓ જે પ્રસુતિ બાદની મુલાકાતમાં મળવી જોઈએ તે નથી મળતી.

સુવાવડ પછી સ્ત્રીને બંને, શારીરિક અને ભાવનાત્મક ગોઠવણો કરવી પડે છે અને તેને ટેકા અને સમજની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તબીબી તકલીફો ગર્ભાશય અને આસપાસના પેશીઓનો ચેપ, મૂત્રાશયનો ચેપ, સર્વિક્સ અને પ્રસૂતિકાળની માનસિક બીમારીની તીવ્ર સ્થાનચ્યુતિ (પ્રોલૅપ્સ). તે મહત્વનું છે કે આ પરિસ્થિતિનું નિદાન અને સારવાર જેટલી જલ્દી થાય એટસુ સારું . આમાંથી કેટલીક વધુ ગંભીર / જીવલેણ જટિલતાઓનું સ્વરૂપ લઈ શકે છે

સુવાવડ પછી છ અઠવાડિયા દરમિયાન,માતા ઘણા શારીરિક અને ભાવનાત્મક ફેરફારો અનુભવે છે.

 • ગર્ભવસ્થા અને સુવાવડ બાદ તે દુખી કે અશ્રુપૂર્ણ મહેસુસ કરી શકશે
 • તેમના આંતરિક અંગો ખાસ કરીને ગર્ભાશય સામાન્ય કદનું થાય.
 • ગર્ભાશયમાંથી નીકળતા લોહી અને અન્ય પ્રવાહીનો રંગ લાલમાંથી આચ્છો રાખોડી થાય અને સુવાવડના ચાર અઠવાડિયામાં પૂરી રીતે બંધ થાય છે. આ સ્રાવ લોચિયા કહેવાય છે.
 • જો તે સ્તનપાન ના કરાવતી હોય તો માસિક સ્ત્રાવ ૪ થી ૬ અઠવાડિયામાં ફરી શરૂ થાય છે. અને જો સ્તનપાન કરાવતી હોય તો મહિનાઓ પછી આવે.

શક્ય જટિલતાઓ:

સુવાવડ પછીના સમયમાં ત્રણ ગંભીર ગૂંચવણો વિકસી શકે છે: એકક્લેમસીયા (પ્રથમ બે દિવસની અંદર અથવા સુવાવડના ૪૮ કલાક પછી), ચેપ અને હેમોરહેજ (ભારે રક્તસ્ત્રાવ).ચેપ મોટેભાગે લાંબી સુવાવડના દર્દ અથવા વહેલી પટલ ભંગાણના કારણે થાય છે. સુવાવડ દરમિયાન નબળી સ્વચ્છતાના કારણે પણ હોઈ શકે છે (દાખલા તરીકે, જો દાઈના હાથ અથવા સાધનો સ્વચ્છ ન હોય), અથવા તે સિઝેરિઅન પછી થઈ શકે છે. ગંભીર ચેપ ચિહ્નો છે: તાવ, માથાનો દુઃખાવો, નીચલા પેટનો દુઃખાવો, ખરાબ-ગંધવાળો યોની સ્રાવ અને ઊલટીઓ કે ઝાડા. આ જોખમકારક ચિહ્નો છે અને મહિલાએ ક્લિનિક અથવા હોસ્પિટલમાં તુરંત જ જવું જોઈએ.
હેમોરહેજ સુવાવડના દસ દિવસ કે એ પછી પણ થઈ શકે છે. જો પ્લસેન્ટા (સસ્તનપ્રાણીઓમાં ગર્ભમાં રહેલા બાળકની રક્ષા માટેનું આચ્છાદન) સુવાવડ પછી આખ્ખું બહાર ના આવ્યું હોય તો, રક્તસ્રાવ ચાલુ રહી શકે છે અને ભારે બની શકે છે.

સુવાવડ પછી પાંડુરોગ અને ફિસ્ટ્યુલી (નાસુર) પણ થવાની શક્યતા છે. ફિસ્ટ્યુલી યોનિમાર્ગ, પેશાબની નળીઓનો વિસ્તાર, ગુદામાર્ગમાં વિકસેલ છિદ્રો છે.

જો કોઈ સ્ત્રીને નીચે દર્શાવેલ ખતરાના ચિન્હો સુવાવડ બાદ તરત જ દેખાય તો તેણે તાત્કાલિક રીતે સંભાળ લેવી:

ગંભીર જટિલતાઓ
સુવાવડ બાદ ખતરાના ચિહ્નો:
જો કોઈ સ્ત્રીને નીચે દર્શાવેલ ખતરાના ચિન્હો સુવાવડ બાદ તરત જ દેખાય તો તેણે તાત્કાલિક રીતે સંભાળ લેવી

 • બેભાન કે મૂર્છિત થવું, ફીટ, અથવા આંચકીઓં
 • રક્તસ્રાવ જે ઘટવાને બદલે વધે અથવા ઘણા મોટા ગંઠાયેલા લોહીના ગઠાઓ અને કોશમંડળ હોય છે.
 • તાવ
 • પેટમાં તીવ્ર દુખાવો અથવા પીડા જે વધતી જાય છે
 • ઊલટીઓ અને ઝાડો
 • યોનિમાર્ગથી થતા રક્તસ્રાવ કે પ્રવાહી જેની ખરાબ ગંધ છે
 • છાતીમાં તીવ્ર દુખાવો કે શ્વાસઓ શ્વાસની તકલીફ
 • પગ કે છાતીમાં દુખાવો, સોજો અને/અથવા લાલાશ
 • ચીરાના સ્થળ પર દુખાવો, સોજો, લાલાશ અને/અથવા ડીશચાર્જ (જો કોઈ સ્ત્રી ને એપીસીયોટોમી કે સિઝેરિયન થયું હોય)
 • પેશાબ અથવા મળ (આંતરડાના હિલચાલથી મળ) યોનિમાર્ગથી ટપકવું
 • પેશાબ કરતી વખતે દુખાવો
 • દાંતના ઉપરના ભાગ, પાંપણ, જીભ અને પંજામાં ફિકાશ.

પ્રસૂતિ બાદ ચિકિત્સાલયની મુલાકાત

આદર્શ રીતે નવી માતાએ સુવાવડના ૭થી ૧૦ દિવસ પછી આરોગ્ય સગવડની મુલાકાત લેવી જોઈએ અથવા આરોગ્ય કાર્યકરે તેની મુલાકાત ઘરે લેવી જોઈએ. આ ખાસ કરીને ત્યારે મહત્વનું છે જયારે તેણે ઘરે સુવાવડ કરાવી હોય. આ પ્રથમ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણકે તે ખાતરી કરે છે કે માતા અને બાળકની સુવાવડ પછી તબિયત સુધરી છે. જો બધું વ્યવસ્થિત હોય તો, આગામી મુલાકાત બાળકના જન્મના લગભગ છ અઠવાડિયા પછી હોવી જોઈએ. બંને માતા અને શિશુની સંપૂર્ણ શારીરિક તપાસ કરવી જોઇએ અને બાળકને રસી મૂકવવી જોઈએ. વધુમાં તે એક ઉત્તમ અવસર છે સ્ત્રીને ઘણા પ્રશ્નો, જેમકે, સ્તનપાન, જાતીય સંબંધો, પરિવાર નિયોજન, અને બાળક માટે રસીકરણ કે અન્ય મુદ્દાઓ પર જવાબ મેળવવાનો.

આહાર અને આરામ

બાળકના જન્મ બાદ, સ્ત્રીઓને સારી રીતે ખાવું જરૂર - પોતાની તાકાત મેળવવા માટે અને સુવાવડ પછી તબિયત સુધારવા જરૂરી છે. પાંડુરોગના અટકાવ માટે (કારણ કે સુવાવડ વખતે તેમણે ઘણું લોહી ગુમાવ્યું છે) તેમને લોહતત્વની ગોળીઓ ખાવાનું ચાલુ રાખવું જોઈએ. જો સ્ત્રી સ્તનપાન કરાવી રહી હોય તો તેમના આહારમાં વધારાના ખોરાક અને પીણાનો સમાવેશ કરવો જોઇએ. સ્તનપાન કરાવતી માતાએ ગર્ભાવસ્થા વખતે લેવાતા ખોરાક કરતા વધારે ખોરાક લેવો જોઈએ, કારણ કે સ્તનપાન પોષકતત્વોના સંગ્રહ પર મોટી માંગણીઓ કરે છે. કેલરી, પ્રોટીન, લોહતત્વની, વિટામિન અને અન્ય સૂક્ષ્મ પોષણ તત્વો સમૃદ્ધ ખોરાક લેવો જોઇએ. ઉદાહરણ તરીકે, અનાજ દૂધ અને દૂધ ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી અને અન્ય શાકભાજી, ફળો, મરઘાં, માંસ, ઇંડા અને માછલી. સુવાવડ પછી અને સ્તનપાન કરાવતા રહેવાની સમયાવધિમાં ખોરાક પર ગર્ભાવસ્થા વખત કરતા વધારે પ્રતિબંધ હોય છે. આને પ્રોત્સાહન ના આપવું જોઈએ. તેઓએ ચોક્કસાઈથી ભારે માત્રામાં પ્રવાહી લેવા જોઈએ. સ્ત્રીને પ્રસુતિ બાદના સમયગાળા દરમિયાન પુરતો આરામ, પોતાની તાકાત મેળવવા માટે, જરૂરી છે. તેમણે અને તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યોને સલાહ આપવી કે તેમણે તેમના પોતાના અને પોતાના બાળકની દેખરેખ સિવાય કોઇ ભારે કામ ના કરવું જોઇએ.

સ્વચ્છતા

સ્ત્રીને સલાહ આપી સમજાવો કે યોનિમાર્ગમાં કંઈપણ વસ્તુ દાખલ ના કરે અને પેરીનીયમ દરરોજ અને સંડાસ ગયા પછી ધોવા. પેરીનીયલ પેડ દર ૪થી ૬ કલાકે બદલવા અને જો ભારે રક્તસ્ત્રાવ હોય તો વારંવાર બદલવું જોઈએ. જો કાપડના પેડ વાપરવામાં આવે તો પેડ પુષ્કળ સાબુ અને પાણી સાથે ધોવા જોઈએ અને સૂર્યપ્રકાશમાં સૂકવવા. તેને સલાહ આપવી જોઈએ કે બાળકને લેતા પહેલા હાથ ધોવા જોઈએ અને નિયમિતપણે સ્નાન કરવું જોઈએ.

સ્ત્રોત: પોર્ટલ કન્ટેન્ટ ટિમ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate