অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રેગ્નન્સી એક નાજુક તબક્કો

પ્રેગ્નન્સી એક નાજુક તબક્કો
ગર્ભાવસ્થા દરમિયાન ચહેરા પર પડતાં કાળા ચાઠા (Dark Patches)ને Melasma કહેવાય છે. આને ક્યારેક ગર્ભાવસ્થાના માસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે

ગર્ભાવસ્થા દરમિયાન ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન

જો તમારા શરીરને ઈલેક્ટ્રોલાઈટ ઓછા થાય તો તે તમમારા બાળક માટે પણ હાનિકારક નિવડી શકે છે. જો તમને લાગે કે પર્યાપ્ત પાણી પીવું પૂરતું છે તો કદાચ તમે ખોટા છો. તમારી સિસ્ટમમાં પ્રવાહી ખસેડવા માટે ઈલેક્ટ્રોલાઈટ્સ લેવા મહત્વના છે. જો તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અસંતુલન હશે તો તમને તરસ, સોજા, કબજિયાત, માથાનો દુ:ખાવો, બ્લડ પ્રેશર તથા મોર્નિંગ સિકનેસ જેવા ચિન્હો જોવા મળશે.

ગર્ભાવસ્થામાં ચામડી શુષ્ક શું કામ થાય છે?

ગર્ભાવસ્થા એક સ્ત્રી માટે ખુશીનો સમય છે પણ આ ખુશીઓ તેમની સાથે સમસ્યાઓનો સમુહ પણ લાવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે જેમ કે વજન વધે છે, પેટ વિસ્તરે છે, સવારે માંદગીનો અનુભવ થાય છે વગેરે. કેટલીક સ્ત્રીઓ અલગ અસરો પણ થાય છે, તેમના શરીર સાથે તેમની સ્કીન (ચામડી)માં પણ ફેરફાર થાય છે. ગર્ભવતી સ્તીના પેટની આસપાસની ચામડી વધતા જતા બાળકને સમાવવા વિસ્તરતા પેટ પાસે વિસ્તરે છે, આ શુષ્ક ત્વચા, ખંજવાળ અને ચાઠામાં પરિણામી શકે છે.

કાળા ચાઠા (Dark Patches)ના કારણો

ગર્ભાવસ્થા દરમિયાન ચહેરા પર પડતાં કાળા ચાઠા (Dark Patches)ને Melasma કહેવાય છે. આને ક્યારેક ગર્ભાવસ્થાના માસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણ છે કે ગર્ભવતી સ્ત્રીને Pigmentation કપાળે, નાક અને આંખની આસપાસ થાય છે. Pigmentation જડબાની રેખા, સ્તન અને જનન વિસ્તાર પરની ચામડીમાં પણ થાય છે. આ સ્થિતિ હંગામી છે અને ડિલીવરી પછી ઓછી થઈ જાય છે..

Melasmaની સારવાર

Pigmentation ભલે અસ્થાયી હોય, સૂર્યના સંપર્કમાં Patches વધુ શ્યામ થઈ શકે છે તેથી તડકામાં જતી વખતે છત્રી અને સનસ્ક્રીન લોશન લગાડો. ચામડી પર કડક ત્વચા સંભાળના ઉત્પાદનોનો ઉપયોગ ટાળો. જો તીવ્ર Pigmentation થાય તો તેના ઉપચાર રૂપે અસરગ્રસ્ત ભાગ ઉપર દ્વાક્ષ બીજ તેલ લગાવો, દાડમનો રસ અથવા આલ્મન્ડનું દૂધ પીવો, એલોવેરા જેલ (કુંવારપાઠાના તાજા પર્ણમાંથી તેલ કાઢી લગાવવું). ચંદનનું પેસ્ટ પણ અસરગ્રસ્ત ભાગ ઉપર લગાવી શકાય.

Stretch marks દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના પેટ ઉપર Stretch marks બનવા સામાન્ય છે. ઘણી વખત Stretch marksના અભદ્રપણાના લીધે માતાઓ થોડી ડિપ્રેસ રહે છે. એક્સરસાઈઝ કરવાથી ફિગર પાછું મળી જાય છે પણ સ્ટ્રેચ માર્ક્સમાં સુધારો નિરાશાજનક રહે છે. જો કોઈ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા જાત-જાતના ક્રીમ વાપરતું હોય તો સાથે સાથે આ ઘરગથ્થુ નુસ્ખાઓ પણ અપનાવો જેમ કે, પાણી પીવો, પૌષ્ટિક ભોજન કરો, લીંબુનો રસ સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો, ક્રીમ અને મોસ્ચીરાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય. સ્ટ્રેચ માર્ક્સ એક રીતે બાળકના માતાના પેટ ઉપર કરેલા હસ્તાક્ષર સમાન છે અને તેને ગર્વથી પહેરવા જોઈએ પરંતુ જો પેટનો વ્યાપ વધવાથી ચામડીમાં પડતા સ્ટ્રેચ માર્ક્સ અટકાવવા હોય તો ઉપરના પ્રયોગ કરવા જોઈએ.

ગર્ભાવસ્થામાં એસિડીટીનો સરળ ઉપાય

ગર્ભાવસ્થા દરમિયાન એસિડીટી થવી સામાન્ય બાબત છે અને તેમાં વધતા જતા બાળકના કારણે પેટમાં ઉત્પન્ન થતું દબાણ અને એસિડ રિફલેક્સ મોટો ભાગ ભજવે છે પરંતુ આનાથી બચવાની ઘણી સલામત રીતો છે. જેમ કે, ધીમે-ધીમે ખાવું, લિક્વીડ વધુ પીવું, દરેક વખતે જમ્યા પછી બેસો અને થોડી વાર ઊભા રહો, સૂતા પહેલા કંઈ ના ખાવ, ઢીલા કપડા પહેરો, પાણી ખૂબ પીવું, આદુનું સેવન કરવું, જરૂર પડે તબીબની સલાહ મુજબ એસિડીટીની દવા લેવી.

ગર્ભાવસ્થામાં પ્રવાસ કરતાં ધ્યાન રાખો

ગર્ભાવસ્થા દરમિયાન ખાવા પીવાથી લઈને મુસાફરીની પળેજી પાળવાની હોય છે કારણ કે પ્રવાસમાં થાક, ગભરામણ અને બેચેની થતાં આપને શ્વાસ લેવામાં તકલીફ થી શકે છે જેના કારણે ગર્ભસ્થ શિશુને પણ ઓક્સિજનની કમી થઈ શકે છે તેથી બને ત્યાં સુધી લાંબો પ્રવાસ ન કરવો જોઈએ પણ સંજોગો વસાત પ્રવાસ કરવો જ પડે તો આ બાબતોની કાળજી રાખો. પાણી ખૂબ પૂવું, લાંબો સમય ઊભા ન રહેવું, ભૂખ્યા ન રહેવું, નટ્સ અને પ્રોટીન બાર્સ સાથે રાખો, આરામ દાયક જૂતા પહેરો, તમારા ડોક્ટર સહિતના ઈમરજન્સી નમ્બર્સ સાથે રાખો.

ગર્ભાવસ્થા દરમિયાન ઉપવાસ કરતાં ધ્યાનમાં રાખો

જો આપ સગર્ભા છો તો વ્રત/ઉપવાસ કરવાથી પરેજી રાખી શકો તો સૌથી ઉત્તમ છે કારણ કે આ વ્રત પ્રેગ્નન્સીમાં ગર્ભસ્થ શિશુ માટે નુક્શાનકારક બની શકે છે. જો આપ પ્રેગ્નન્ટ છો અને ઉપવાસ કરી રહ્યાં છો તો પોતાની સંભાળ રાખવાની વધુ જરૂર હોય છે અને જો ઉપવાસ નિર્જળા હોય તો ડોક્ટરની સલાહ અચુક લેવી. પ્રેગ્નન્સી સમયે ઉપવાસ (Fasting) તકલીફદાયક પણ બની શકે ખાસ કરીને ઉપવાસ જો ઉનાળામાં હોય તો વધુ નુક્શાનકારક છે. એવામાં આપના શરીરને પોષક તત્વોની ઉણપ ઉપરાંત પાણીની ઉણપ સર્જાઈ શકે છે. ભખ્યા રહેવાથી નબળાઈ, બેચેની, માથાનો દુ:ખાવો, એસિડીટી, ગભરામણ, ચક્કર આવવા તથા બેહોશી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે જે માતા અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

બેબી ડ્રોપિંગ : સમજી જાવ કે ક્યારે પણ લેબર પેઈન થઈ શકે છે

જેવો ગર્ભાવસ્થાનો Last trimester ચાલુ થાય તે સાથે જ ડિલિવરી ડેટ ગણવાનું શરૂ થી જાય છે. આ વખતે ઘણા એવા પ્રસંગો આવે છે કે જ્યારે લાગે કે લેબર (પ્રસવ) કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે. એમાનો એક બદલાવ છે બાળકનું ગર્ભાશયમાંથી નીચે ખસકવું જેને બેબી ડ્રોપિંગ કે લાઈટિંગ પણ કહેવાય છે. આમાં બાળક ખસીને નીચે ચરફ આવવા લાગે છે.

આ પ્રથમ સંકેત છે કે આપનું શરીર લેબર (પ્રસવ) માટે તૈયાર છે

લાઈટનિંગના લક્ષણો છે જેમાં મહિલાના નીચલા ભાગનો આકાર બદલાય જાય છે. એસિડીટી અને છાતીમાં બળતરા ઓછા થઈ જાય છે. મહિલાને વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને શ્વાસ પણ પહેલા કરતાં સરળતાથી લઈ શકે છે. છાતીમાં બળતરા ઓછી થવાથી ખોરાક સહજતાથી લઈ શકાય છે અને મુડ પણ સારો રહે છે..

બેબી ડ્રોપિંગ પછી પેટમાં દુ:ખાવો થવા માંડે છે, આ પ્રસવ પીડા સાથે જોડાયેલું સામાન્ય લક્ષણ છે. લાઈટનિંગ જેવું શરુ થશે ધીમે-ધીમે ગર્ભાશયની માંસપેશીઓ સંકુચિત થવી શરૂ થી જશે કે જ્યાં સુધી લેબર પેઈન નથી થતું. બેબી ડ્રોપિંગ વથતે પોતાને મજબૂત રાખો, આ આખી પ્રક્રિયા થોડા અઠવાડિયાની હોઈ શકે છે. .

લેખક ડો હર્ષ દેસાઈ ગાયનેકોલોજિસ્ટ, નવગુજરાત હેલ્થ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate