অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગર્ભાવસ્થા દરમ્યાનના સૂચનો

ગર્ભાવસ્થા દરમ્યાનના સૂચનો

”poshan

પહેલાં 3 મહિના ( 0 -3 મહિના )શું કરવું

 • માસિક ચુકી ગયાના 1 અઠવાડિયામાં સંપર્ક કરવો.
 • પ્રેગ્નનસી ચકાસવા યુરિન ટેસ્ટ કરવો
 • સોનોગ્રાફી ગર્ભનો વિકાસ અને ધબકારા જાણવા
 • ફોલિક એસિડ અને વિટામિન બી-12 ની દવા લેવી
 • antienatal profile (લોહી અને પેશાબ ની તપાસ)

શું ન કરવું

 • પ્રવાસ ન કરવો
 • તીખું તથા બહારની વસ્તુ ન ખાવી
 • સબંધ ન બાંધવો
 • ભારે કામ અને કસરત ન કરવું

બીજા 3 મહિના (3-6 મહિના) શું કરવું

 • સોનોગ્રાફી 20 થી 22 અઠવાડિયે બાળક માં ખોડખાપણ તપાસવા માટે (3ડી -4ડી)
 • ધનુરની રસી મહિનાના અંતરે બે લેવી
 • લોહી અને પેશાબના રિપોર્ટ કરાવવા (અન્ટિનેન્ટલ પ્રોફાઈલ)
 • હળવી કસરત અને પ્રાણાયામ કરવા
 • આર્યન કેલ્શિયમ અને પ્રોટીન ની દવા સલાહ મુજબ લેવી.

ત્રીજા ત્રણ મહિના ( 6- 9 મહિના )

 • ડોક્ટર ની સલાહ મુજબ કસરત કરવી
 • ફલૂનીરસીલેવી
 • Growth સોનોગ્રાફી 7 મહિનેકરાવવી
 • કલર ડોપ્લર સોનોગ્રાફી નવમાં મહિને (36 અઠવાડિયે )કરાવવી
 • બાળકને મળતા ઓકસિજન ની જાણકારી
 • બાળકની 10 મુવમેન્ટ જોવી (સવારે 8 થી રાતના 8 સુધી)

શું ન કરવું

 • પ્રવાસ ન કરવો (ડોક્ટર ની રજા મુજબ પ્રવાસ કરવો )

પ્રેગ્નનસી દરમ્યાન કયો ખોરાક લેવો :

 • વધારે પોશાક તત્વો વાળો અને વધારે પ્રોટીન, આર્યન, કેલ્શિયમ અને પ્રોટીનવાળો ખોરાક લેવો
 • પ્રોટીન , દાળ અને કઠોળ માંથી મળે છે
 • કૅલ્શિયમ , દૂધ ,દૂધની બનાવટ અને કેળા માંથી મળે છે
 • વિટામીન , બધા શાકભાજી અને ફળોમાંથી મળે છે
 • પાણીપુરી, શેરડીનો રસ, બરફગોળા ન ખાવા(બહાર મળતા)
 • થોડું-થોડું દિવસમાં 5-7 વખત ખાવું
 • તીખું, તળેલું, મસાલાવાળું ના ખાવું
 • પાણી પુરતા પ્રમાણમાં પીવું(ઉનાળામાં ખાંડ, મીઠું નાખીને)
 • લીંબુ, નારંગી, નાળિયેર ના પાણી લેવા
 • તમાકુ, આલ્કોહોલનું સેવન ન કરવું
 • ચોખ્ખા, ખુલતા, સુતરાઉ (કોટન) કપડાં પહેરવાં
 • સારું સંગીત તથા ચોપડીઓ નું વાંચન કરવું
 • હળવા કોમેડી મુવીઝ જોવા

માતાનો વજન વધારો:

 • 0-3 મહિના :- -2 ( ઘટવું ) થી 1 kg વધવું
 • 3-6 મહિના :-2 થી 5 કિલોગ્રામ
 • 6-9 મહિના :-3 થી 8 કિલોગ્રામ
 • કુલ વજનનો વધારો 9 કિગ્રા -12 કિગ્રા ( વજનસ્ત્રીની Height નેઅનુરૂપવધશે)

બાળકનો વજન વધારો :

 • 3 મહિને :- ૫૦ ગ્રામ
 • ૫ મહિને :- ૫૦૦ ગ્રામ
 • 9 મહિને :- ૧૦૦૦ ગ્રામ
 • 9 મહિને :- 2.૫ કિ.ગ્રા. – 3.૫ કિ .ગ્રા .
 • બાળક છઠ્ઠા મહિનાની શરૂઆતમાં ફરશે(22 અઠવાડિયે) +/- 2 અઠવાડિયા/ માતાનો મુખ્ય વજન વધારો પાંચ મહિનાથી ચાલુ થશે.

પ્રેગનેન્સી દરમ્યાન પતિ એ શું કરવું

 • પત્નીના પેટ માં રહેલા બાળક સાથૅ વાત કરો
 • ડૉક્ટર પાસે ચેક -અપ માટે હંમેશા પત્નીને સાથ આપો અને સાથે જાઓ.
 • તેને ભારે વજન ઉચકવા ન દોં.
 • સમયસર તેના ખાવા -પીવાનું ધ્યાન રાખવું
 • બાળકના જન્મ પહેલાં રમકડાં અને કપડાં લાવી ને તેનો રૂમ સજાવો

હોસ્પિટલમાં ડીલીવરી માટે આવો ત્યારે સાથે લાવવા જેવી વસ્તુઓ

 • ટેલીફોન ડાયરી અને મોબાઇલ
 • ચોખ્ખી ચાદર અને બ્લેન્કેટ્સ -માતા અને બાળક માટે
 • બાળક માટે ચોખ્ખા કપડાં -6 જોડી અને વપરાતાં પહેલા ધોઈ ને વાપરવા
 • પ્રસૃતિ ગાઉન અને બ્રા તથા 2 -3 જોડી અન્ડરવેર તથા સ્લીપર
 • દાંતિયો,શેમ્પુ,સાબુ ,ટૂથબ્રશ અને ટુથપેસ્ટ
 • ફળો અને બિસ્કિટ તથા હળવો નાસ્તો ,ખાંડ,અમુલ તાજા દૂધ
 • સેનેટરી પેડ

તમારી જાણકારી માટે :

 • બાળક ના ધબકારા 1 મહિના ઉપર 20 દિવસે સોનોગ્રાફી માં દેખાશે
 • બાળકોના બાહ્ય આકાર 2 મહિના 15 દિવસે સોનોગ્રાફી માં દેખાશે
 • ઉલટી, ઊબકાની તકલીફ 3 મહિના પૂરાં થતા સુધી મોટાભાગે રહેશે
 • બાળક 22 અઠવાડિયા (પાંચ મહિના પુરા થઇ છઠ્ઠો મહિનો બેઠા પછીથી )ફરશે
 • કમરમાં દુખાવો તથા પગ ની પિંડીનો દુખાવો પ્રેગ્નેન્સીમાં સામાંન્ય રીતે બધાને જ
  થતો હોય છે

ક્યાં સંજોગો માં હોસ્પિટલમાં આવવું :

 • લોહી પડવું
 • સોજો આવે, માથાનો દુખાવો અને ઉલ્ટી થવી
 • પેટ માં અતીશય દુખાવો થાય તો
 • ડોક્ટરે જણાવેલ એપોઈન્ટમેન્ટ મુજબ

લેપ્રોસ્કોપી (પેટમાં ઓપરેશન કરવા માટે ) LAPROSCOPY :

વંધ્યત્વ માટે: ;અંડાશય ની ગાંઠ કાઢવા ,ચોંટેલા અવયવોના છૂટા પાડવા

 • અંડાશય માં બારીક છીદ્રો પાડવા
 • ગર્ભાશયની કોથળી કાઢવા , ગર્ભાશયની ગાંઠ કાઢવા વગેરે
 • Endometriosis ના ઓપરેશન માટે

3D –4D Sonography with C CColour Doppler :

 • બાળકના નાના મગજ ,મોટુમગજ ,જઠર ,કીડની ,આખો ,હોઠ હ્રદય અને ઘણાં બધા અંગોની માહિતી માટે ઉપયોગી

હિસ્ટ્રોસ્કોપી (ગર્ભાશય ની કોથળીની અંદર ઓપરેશન કરવા માટે )HYSTEROSCOPY

 • વંધ્યત્વ માટે : ગર્ભાશય નો પડદો કે મસા કાપવા માટે
 • ગર્ભાશય ની ગાંઠ કાઢવા ,ચોટલા ભાગ ને છૂટા પાડવા
 • ગર્ભાશય ની ગાંઠ કાઢવા માટે લોહીવા વગેરે
 • ખસી ગયેલી કોપર – ટી કાઢવા માટે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate