હોમ પેજ / આરોગ્ય / મહિલા સ્વાસ્થ્ય / ગર્ભાવસ્થા આરોગ્ય / ગર્ભવતી મહિલાઓ માટે અગત્યની ટિપ્સ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગર્ભવતી મહિલાઓ માટે અગત્યની ટિપ્સ

ગર્ભવતી મહિલાઓ માટે અગત્યની ટિપ્સ આપવામાં આવેલ છે

માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી, કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે. ખાસ કરીને, પ્રથમવાર જે સ્ત્રી માતા બની રહી છે, તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે. 

ખરી રીતે તો યોગ્ય તૈયાર અને માહિતી વગર આ ડર વધી જતો જોવા મળે છે. અહીં કેટલીક ટીપ્સ રજૂ કરી છે, જેની માહિતીથી તમે તમારી સગર્ભાવસ્થાને આનંદદાયક બનાવવાની સાથે જાણીતી કે અજાણી મુશ્કેલીઓથી પણ બચી શકશો.

 • ગર્ભાવસ્થાના શરૂઆતના બે-ત્રણ મહિનામાં દરેક સ્ત્રીને ઊલટી થવી, ખાવામાં અરૂચિ થવી જેવી તકલીફો થાય છે. તેથી ઘરના સભ્યોએ તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેને જે મન થાય એ વસ્તુઓ ખવડાવવી જોઈએ.
 • સગર્ભાવસ્થાને કારણે ગર્ભવતી મહિલાઓનાં સ્વભાવમાં પરિવર્તન આવે છે. કેટલીક મહિલાઓ માતા બનવાને કારણે ખૂબ જ ખુશ થાય છે તો કેટલીક સ્ત્રીઓના મનમાં એક અજાણ્યો ભય રહે છે. કોઈક સામાન્ય તો કોઈક માનસિક તાણ અનુભવે છે. આવી પરિસ્થિતમાં કુટુંબીજનોની જવાબદારી એ હોય છે કે તેમણે તેના મનમાંથી ડરની ભાવના દૂર કરાવવાનો પ્રયત્ન કરવો અને માતા બનવું બોજ નથી પણ સુખદ  અહેસાસ છે, તે સમજાવવું.
 • નિયમિત રીતે ડૉકટરી તપાસ કરાવવી. તેનાથી લોહીનું દબાણ, બાળકના હૃદયના ધબકારા, વજન વગેરેનો અંદાજ રહેશે અને તે પ્રમાણે આગળનું આયોજન કરી શકાશે.
 • એ વાતનું ધ્યાન રાખવું કે ગર્ભવતી સ્ત્રીનું લોહીનું દબાણ વધે નહીં કારણ કે તેની બાળક ઉપર ખરાબ અસર થાય છે. જો તમને પહેલેથી જ લોહીનું ઊંચું દબાણ હોય તો ડોકટર તમને આયર્ન અને ફોલિક એસિડની દવાઓ આપશે.
 • સગર્ભાવસ્થામાં કોઈપણ તાણ કે માનસિક દબાણ હેઠળ રહેવાને બદલે મનની શાંતિ જાળવી રાખો. મનમાં સારા વિચાર લાવો, સારું સંગીત સાંભળો, સારા પુસ્તકો વાંચો. આ બધાંની બાળક ઉપર ઘણી અસર થાય છે.
 • ચકાસણી દરમિયાન ડોકટર સ્તન પણ તપાસે છે, જેથી એ વાતની ખાતરી કરી શકાય કે બાળકના જન્મ પછી તેને યોગ્ય રીતે દૂધ મળશે કે નહીં.
 • માતાના પેશાબની પણ સમયાંતરે તપાસ થતી રહેવી જોઈએ. જેથી એલબ્યુમીન, સુગર અને પસ સેલ્સની તપાસ થઈ જાય. ગર્ભાવસ્થા દરમિયાન તેના ઉપર કાબૂ રહે તે જરૂરી છે.

આ રીતે લોહીની તપાસ પણ થતી રહેવી જોઈએ. કારણ કે જો પ્રસૂતિ દરિમયાન વધુ લોહી વહી જાય તો લોહી ચઢાવવાની જરૂરત પડે છે. સાથે, બ્લડગુ્રપની માહિતી અને આરએચ ફેકટર પણ જોવું જરૂરી હોય છે.


આજકાલ મોટી હોસ્પિટલોમાં એચઆઈવીની તપાસ પણકરવામાં આવે છે. તે ઉપરાંત બાળકોને વંશ-પરંપરાગત રોગો થવાની શક્યતા, તેના માથા અને કરોડરજ્જુના હાડકાને થનારી અસર પણ લોહીની તપાસથી જાણી શકાય છે.

 • બાળકના જન્મનો સમય નજીક આવે ત્યારે હોસ્પિટલમાં જરૂર લાગે તે દરેક ચીજોની યાદી બનાવી, એક જગ્યાએ થેલામાં ભરીને રાખી મૂકવી. તેનાથી અચાનક જરૂરત પડી તો કારણ વગરની દોડધામ કરવી પડે નહીં.
 • આહારમાં દૂધ અને દૂધમાંથી બનેલા પદાર્થો તથા તાજા નારિયેળ પાણીનો ઉપયોગ કરવો.
 • સગર્ભાવસ્થામાં સંતુલિત ભોજન અને પૌષ્ટિક આહાર લેવો. દર મહિને સામાન્ય રીતે એક કિલો વજન વધવું જોઈએ. પ્રસૂતિ દરમિયાન ગર્ભવતી મહિલાનું વજન દસથી બાર કિલોગ્રામ જેટલું વધવું જોઈએ. બને ત્યાં સુધી શાકાહારી ભોજન લેવું. પણ જરૂરી હોય તેના કરતાં વધુ વજન વધવું જોઈએ નહીં.
 • ગર્ભાવસ્થાના અંતિમ મહિનામાં વધતા વજનને કારણે રાત્રે સૂવામાં મુશ્કેલી ઊભી થાય છે. એ સમયે સાંજે માત્ર ફળાહાર કરાય તો યોગ્ય રહે છે.
 • ગર્ભાવસ્થામાં તંબાકુ, દારૂ અને માદક દ્રવ્યોના સેવનથી દૂર રહેવું જાઈએ નહીં તો ગર્ભસ્થ શિશુમાં વિકૃતિઓ ઊભી થઈ જાય છે. એ રીતે ચા, કોફી કે ઠંડા પદાર્થોનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ.
 • લીલા શાકભાજી, ફળો, દેશી લાલ ઘઉંની રોટલી, ગાયનું દૂધ લઈ શકાય. વધુ પડતા તૈલી કે મસાલેદાર ભોજનથી બચવું.
 • ગર્ભાવસ્થા દરમિયાન શરદી, ખાંસી કે તાવ આવે તો જાતે કોઈ દવા લેવી નહીં. ઘણીવાર હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે આ દવાઓની એલર્જી થઈ જાય છે. શરદી - તાવની દવાઓમાં કેફીન હોય છે. તેથી તેનું સેવન કરવું નહીં.
 • ડિલીવરી તારીખના ચાર-પાંચ મહિના પહેલાં હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ કારણ કે જરૂર પડે ત્યારે સારી હોસ્પિટલમાં જગ્યા મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.
 • ગર્ભવતી મહિલાએ હળવો વ્યાયામ કરવો જોઈએ. તેનાથી પ્રસૂતિ દરમ્યાન બાળક આવવામાં સમસ્યા ઊભી થતી નથી.
 • પ્રસૂતા મહિલાએ તાકાત કે જોર લગાડીને અથવા ખૂબ પરિશ્રમ કરીને હાથો વડે વજન ઉપાડી માથા ઉપર મૂકવું જોઈએ નહીં. કોઈ ભારે બોજ લઈ સીડી ચઢવી હાનિકારક છે. તેનાથી ગર્ભસ્થ શિશુ ઉપર દબાણ આવે છે, જેને કારણે તે નીચેની તરફ સરકે છે.
 • ગર્ભાવસ્થામાં બને ત્યાં સુધી વધુમાં વધુ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેનાથી ગર્ભસ્થ બાળ ઉપર બિનજરૂરી દબાણ આવતું નથી.
સ્ત્રોત : ગુજરાત  સમાચાર
2.84
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top