অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સર્વિકલ કેન્સર

ગર્ભાશયની ડોકના (સર્વિકલ) કેન્સરનો અટકાવ

સર્વિકલ કેન્સર હવે રસીથી અટકાવી શકાય સંબંધોનું રક્ષણ સ્ત્રીત્વનો સાર છે, તે કુટુંબ અથવા પોતે જીવન હોય. આ રક્ષણ ખાસ કરીને ત્યારે તીવ્ર થાય જ્યારે સર્વિકલ કેન્સરની વાત આવે. ભારતમાં સર્વિકલ કેન્સર મહિલાઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં પ્રથમ શ્રેણીએ આવે છે. (સ્તન કેન્સર કરતા વધારે).

સર્વિકલ કેન્સર શું છે?

સર્વિકલ કેન્સર ગર્ભાશયની ડોકનું કેન્સર છે. ગર્ભાશયની ડોક ગર્ભાશયના પ્રવેશદ્વારમાં સ્થિત છે અને રોગસંક્રમણ ગર્ભાશય સુધી પહોચતા અટકાવે છે.

સર્વિકલ કેન્સર કેવી રીતે થાય છે?

સર્વિકલ કેન્સર વાયરસના ચેપથી થાય છે - હ્યુમન પેપિલોમા વાઈરસ (એચ.પી.વી) જે સર્વિક્સને ચેપ લગાડે છે. આ વાઈરસ ખૂબ સામાન્ય છે અને આનો ફેલાવો પ્રજનન વિસ્તારના સંપર્ક દ્વારા થાય છે. આ વાયરલ ચેપ હવે રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. આ કેન્સર વારસાગત નથી.

સર્વિકલ કેન્સર કોને થઇ શકે છે?

 

 

 

 

 

 

 

નાની ઉંમરની મહિલાઓને આ એચ.પી.વી ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ છે જે ભવિષ્યમાં સર્વિકલ કેન્સરમાં પરિણમી શકે છે. જોકે, દરેક સ્ત્રીને સર્વિકલ કેન્સર થવાનું જોખમ છે, તેના ઉંમરને અનુલક્ષી તેના માટે કન્યાઓનું રક્ષણ જેટલું વહેલું થાય તેટલું સારું.

સર્વિકલ કેન્સરને કેવી રીતે ઓળખી શકાય ?

સર્વિકલ કેન્સર એવા કોઈ લક્ષણો નથી બતાવતું જ્યાં સુધી તે ઉન્નત તબક્કામાં પહોંચી ન ગયું હોય. યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહીનું (પેપ સ્મીયર) પરીક્ષણ માત્ર સર્વિકલ કેન્સરને પ્રારંભિક તબક્કે શોધી શકે છે. યાદ રાખો કે પેપ સ્મીયર એચ.પી.વી ચેપ શોધે છે તે ચેપને પ્રથમ સ્થાને રોકી નથી શકતું.

સારા સમાચાર! સર્વિકલ કેન્સરને હવે અટકાવી શકાય

  • રસીકરણ સર્વિકલ કેન્સરને થતા બહુ પહેલાથી અટકાવી શકે છે.
  • રસીકરણ શરીરમાં વાયરસ સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
  • આ એન્ટિબોડીઝ એચપીવી ચેપ સામે શરીરને રક્ષણ આપે છે; વાયરસ સામે લડત આપી જયારે તે સર્વિક્સ પર હુમલો કરે છે.
  • સર્વિક્સને એચપીવી ચેપ સામે રક્ષણ આપી રસીકરણ સર્વિકલ કેન્સર સામે રક્ષણ આપે છે.

કોણે રસી લેવી જોઈએ?

આ રસીકરણ કરવાનો શ્રેષ્ઠ સમય છે છોકરીયો જયારે કિશોરાવસ્થામાં હોય, કારણ કે તે સમય છે જ્યરે સહુથી ઉત્તમ પ્રતિકાર પ્રતિભાવ મેળવી શકાય. જોકે, બધી સ્ત્રીઓને સર્વિકલ કેન્સર થાવનું જોખમ રહે છે તો તમારા ડૉક્ટરને પૂછો કે આ રસીકરણ તમારી માટે યોગ્ય છે કે નહી.

રસી કેવી રીતે અપાય છે? શું તે સુરક્ષિત છે?

આ રસીકરણ ૩ ડોઝ/ઇન્જેક્શન દ્વારા ૬ મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. આ રસી સલામત અને સારી સહન કરી શકાય તેમ છે. અન્ય રસી જેમ, થોડો તાવ અથવા સોજો, જેવી હળવી પ્રતિક્રિયાઓ આ રસીકરણ પછી જોઈ શકાય છે.

સ્રોત:  Glaxo Smith Kline (GSK)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate