অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિશોરવસ્થા

કિશોરવસ્થા

chokari

કિશોર આરોગ્ય

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ – વ્હૂ) ઉંમર (10થી 19 વર્ષની વચ્ચે)ના સંદર્ભમાં અને ખાસ લક્ષણો દ્વારા સૂચિત જીવનના તબક્કાના સંદર્ભમાં કિશોરાવસ્થાને વ્યાખ્યાયિત કરે છે. આ લક્ષણો નીચે પ્રમાણે છે:

 1. ઝડપી શારીરિક વૃદ્ધિ અને વિકાસ
 2. શારીરિક, સામાજિક અને માનસિક પુખ્તતા, પરંતુ તે એક જ સમયે એક સાથે હાંસલ થતી નથી.
 3. જાતીય વિકાસ અને જાતીય સક્રિયતા
 4. પ્રયોગશીલતા
 5. પુખ્ત માનસિક પ્રક્રિયાઓનો વિકાસ અને પુખ્ત ઓળખ
 6. સંપૂર્ણ સામાજિક આર્થિક પરાવલંબનથી સાપેક્ષ સ્વતંત્રતા તરફ સંક્રાંતિ

મોટું પરિવર્તન, મોટા પડકાર

સામાન્ય રીતે ૧૦ અને ૧૬ વર્ષની વચ્ચે શરૂ થતી તરુણાવસ્થા એક બાળકને પુખ્ત વ્યક્તિમાં બદલવાની ક્રમિક પ્રક્રિયા છે. દરેક વ્યક્તિમાં અલગ−અલગ સમયે ફેરફાર શરૂ થાય છે. શરીર, વર્તન અને જીવનશૈલીમાં પરિવર્તન તેના ઉદાહરણો છે. આ પ્રક્રિયામાં થતા ફેરફારો:

 1. હાથ, પંજા પગ, નિતંબ અને છાતી વધારે મોટા થશે. શરીર અંતસ્ત્રાવો પેદા કરશે. તેઓ ખાસ રાસાયણિક સંદેશાવાહકો છે. તેઓ શરીરને કઈ રીતે વૃદ્ધિ કરવી અને પરિવર્તન લાવવું તે જણાવે છે.
 2. શરીરના પ્રજનન અંગો મોટા થશે અને પ્રવાહીનુ ઉત્પાદન શરૂ કરશે.
 3. ત્વચા વધુ તૈલી બની શકે છે.
 4. બગલ, હાથ અને પગ પર વાળની ઉપસ્થિતિ.

મૂળભૂત શારીરિક સંભાળ

શરીરની સારી સંભાળ કે કાળજી લેવા માટે થોડીક સરળ અને પાયાની વસ્તુઓ ઉપર ધ્યાન આપવું જોઈએ.

 1. વ્યક્તિ તરુણાવસ્થાએ પહોંચે ત્યારે પરસેવો વધે છે. સ્નાન કરવાથી સફાઈ રહે અને સુગંધ આવે.
 2. દાંતમાં સડો (પોલાણ) અટકાવવા દિવસમાં બે વખત દાંત સાફ કરવા.
 3. તૈલ ગ્રંથિઓ પુષ્કળ માત્રામાં સેબુમ (ચીકણો પદાર્થ)નું ઉત્પાદન કરતી હોવાથી ખીલ થઇ શકે. ખીલ કિશોરાવસ્થામાં સામાન્ય છે, અને તેમને પૂરી રીતે ટાળવા શક્ય નથી. ત્વચાને સાફ રાખવી એ ઉત્તમ ઉકેલ છે.
 4. પૌષ્ટિક ખોરાક જરૂરી છે. મીઠાઈ, તેલવાળી વાનગીઓ ટાળો.
 5. સારી સ્વસ્થતા માટે સ્વસ્થ દિમાગ જરૂરી છે, તેથી હકારાત્મક વિચારો કરો

માતા - પિતા સાથે સારા સંબંધો

કિશોરાવસ્થા એવો સમય છે, જ્યારે ઘણા યુવાનોને તેમના માતાપિતા સાથેના સાથેના સબંધોમાં તનાવ હોય છે. કેટલાક મુદ્દાઓ જે યુવાનોએ યાદ રાખવા જોઈએ:

 1. પોતાના કુટુંબની કદર.
 2. માતાપિતાની માન્યતાઓ અને મુલ્યો વિષે સમજણ.
 3. યાદ રાખો કે માતાપિતા પોતાના બાળકો માટે ઉત્તમ જ વિચારે છે.
 4. માતાપિતા સાથે પ્રમાણિક અને મોકળા રહો.
 5. માતાપિતાની કાળજી લો અને તેમને માન આપો.

કિશોરોની આરોગ્ય સમસ્યાઓ

ભારતમાં કિશોરોની આરોગ્યની પરિસ્થિતિ

ભારત ૧.0૮૧ અબજની કુલ વસ્તી સાથે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો બીજો દેશ છે. કિશોરો (૧૦-૧૯ વર્ષ) વસ્તીનો એક મોટો વિભાગ છે - લગભગ ૨૨.૫ ટકા. તેઓ વિવિધ પરિસ્થિતિઓમાં રહે છે અને સ્વાસ્થ્યની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવે છે. યુવાનોની કુલ વસ્તી (૧૦ થી ૨૪ વર્ષ) આશરે ૩૩.૧ કરોડ છે, જે ભારતની કુલ વસ્તીનો ૩૦ ટકા જેટલો ભાગ છે. (સેન્સસ ૨૦૦૧).

કિશોરો શક્તિથી ભરપુર હોય છે, અને સાથે એમનામાં નોંધપાત્ર શક્તિ અને નવા વિચારો હોય છે. તેઓ રાષ્ટ્ર માટે એક હકારાત્મક બળ છે, અને તેમનો તંદુરસ્ત વિકાસ થાય તો તેઓ દેશની ભાવિ ઉત્પાદકતા માટે જવાબદાર છે, કારણકે આ જૂથમાં મૃત્યુ દર પ્રમાણમાં ઓછુ હોવાથી કિશોરો તંદુરસ્ત ગણવામાં આવે છે. જોકે, મૃત્યુદર કિશોર સ્વાસ્થ્યનું ગેરમાર્ગે દોરતું માપ છે. હકીકતમાં, કિશોરોની એક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે, જે એક રોગિષ્ટ મનોદશા અને ચોક્કસ મૃત્યુદરનું કારણ છે.

આરોગ્ય સમસ્યા અથવા સમસ્યાજનક વર્તણૂંક અટકાવવા, અને જ્યારે તે ઉદભવે ત્યારે તેના પર પ્રતિભાવ આપવા પૂરક ક્રિયાઓ જરૂરી છે, જેથી તેમનો તંદુરસ્ત વિકાસ થઈ શકે. તેમની અસહાયતા ઘટાડવા તેમને દરમિયાનગીરીની જરૂર છે. જેમાં સમાવિષ્ટ છે: માહિતી અને કૌશલ્ય; સલામત અને ટેકારૂપ વાતાવરણ; યોગ્ય અને સુલભ આરોગ્ય અને પરામર્શક સેવાઓ.

માનસિક સ્વાસ્થ્ય

માનસિક સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ બાળપણમાં મોડેથી કે કિશોરાવસ્થાની શરુઆતમાં ઉદભવે છે. વર્તન વિકારો, બેચેની, હતાશા, આહારને લગતા વિકારો તેમજ અન્ય જોખમપૂર્ણ વર્તણૂંકો જેવીકે જાતીય વર્તન સંબંધિત, કેફી દ્રવ્યોનો ઉપયોગ અને હિંસક વર્તન જેવી માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણમાં સારી સામાજિક સમજણો, સમસ્યા ઉકેલતા કૌશલ્યો અને આત્મવિશ્વાસ મદદ કરે છે. માનસિક આરોગ્ય સમસ્યાઓને વહેલી તકે પારખવા તેમજ પરામર્શ, જ્ઞાનાત્મક-વર્તનજન્ય ચિકિત્સા પદ્ધતિ અને જરૂર જણાય ત્યાં યોગ્ય મનોચિકિત્સકીય દવાઓ સહિતની સારવાર પૂરી પાડવા યુવાનો સાથે ઘરોબો કેળવવાની ક્ષમતા આરોગ્ય કાર્યકરોમાં હોવી જોઇએ.

કેફી દ્રવ્યોનો ઉપયોગ

કેફી પદાર્થો, તમાકુ અને દારૂની પ્રાપ્યતાને મર્યાદિત કરતા કાયદા ઉપરાંત આ પદાર્થો માટેની માંગ ઘટાડવા માટેની દરમિયાનગીરી તંદુરસ્ત વિકાસ માટેની પરિસ્થિતિઓને સુધારે છે. કેફી પદાર્થોના ઉપયોગના જોખમોથી તેમની જાગૃતિ વધારવા, પોતાની ઉંમરના સાથીઓના દબાણનો પ્રતિકાર કરવા, તેમની આવડત કે પરિપૂર્ણતા બાંધવી અને તણાવને સ્વસ્થ રીતે અંકુશમાં કરવાથી કિશોરોમાં ગેરકાયદેસર પદાર્થોના સેવન કરવાની પ્રેરણાને ઘટાડે છે

જાણી જોઈને ન થયેલ ઇજાઓ

રસ્તા પરના અકસ્માતો ઘટાડવા માટેના અભિગમો અને ગંભીર ઇજાઓ થતી ઘટનાઓ, અને જયારે થાય, કિશોર સ્વાસ્થ્યના રક્ષણ કે સલામતી ખુબજ મહત્વપૂર્ણ છે. તેમાં સમાવેશ થાય છે: ગતિ સીમાઓ અમલ કરાવી; મોડા બાળપણમાં કે કિશોરાવસ્થા ની શરૂઆતમાં ઉદબવતી ઘણી બધી માનસિક સ્વસ્થ્ય સમસ્યાઓ.

હિંસા

બાળકો અને કિશોરો માટે જીવન કૌશલ્ય અને સામાજિક વિકાસને લગતા કાર્યક્રમો હિંસક વર્તનને ઘટાડવા ખુબ મહત્વના છે. સમસ્યાના નિરાકરણની આવડત વિકસાવવા અને હિંસા વગર શિસ્ત આપવામાં વાલીઓ અને શિક્ષકોને આપેલ ટેકો પણ હિંસા ઘટાડવા અસરકારક થાય છે. અને જયારે હિંસા થાય, આરોગ્ય પદ્ધતિઓ ને વધુ પ્રતિભાવશીલ બનવા લીધેલ પગલા, આરોગ્ય કાર્યકર્તામાં વધતી સહાનુભૂતિ અને કુશળતાની ખાતરી કરશે કે જે યુવાનો હિંસા, અને ખાસ કરીને જાતીય હિંસાના શિકાર છે તેમને યોગ્ય અને સંવેદનશીલ સારવાર મળે. ચાલુ માનસિક અને સામાજિક આધાર કિશોરોને હિંસાના લાંબા ગાળાની માનસિક અસરો સાથે મથવા મદદરૂપ થશે અને તેમને પોતાને આગળ ચાલતા હિંસા કરતા રોકશે.

 • સીટ બેલ્ટ અને હેલ્મેટના વપરાશ ને પ્રોત્સાહિત કરવા તથા દારૂ કે બીજા નશાના પદાર્થો ના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરતા અટકાવ.
 • સુરક્ષિત અને સસ્તા જાહેર પરિવહન ઉપલબ્ધ કરી ડ્રાઇવિંગના બીજા વિકલ્પો પૂરા પાડવા.
 • પર્યાવરણને સુરક્ષિત બનાવવા માટે અને બાળકો અને કિશોરોને કેવી રીતે ડૂબી જવાનુ, બળવાનું, પડી જવાનું ટાળવું તેના પર શિક્ષિત કરવા, જેથી એ ઘટના ની શક્યતા ઘટાડવા મદદ થયી શકે છે

પોષણ

અગાઉના વર્ષોમાં થયેલ દીર્ઘકાલીન કુપોષણ વ્યાપક વૃદ્ધિમાં ઘટાડા માટે જવાબદાર છે અને સાથે સાથે આખા જીવનકાળમાં પ્રતિકૂળ આરોગ્યને લગતા અને સામાજિક પરિણામો માટે જવાબદાર છે. આને બચપનમાં અટકાવી શકીએ તે છતાં જો કિશોરોને પણ સારો ખોરાક મળે તો તેનો તેમને ફાયદો થઇ શકે. પાંડુરોગ કે રક્તક્ષીણતા કિશોરીઓમાં પોષણની એક મોટી સમસ્યા છે. માતૃ અને બાળમૃત્યુ ને ઘટાડવા અને વારસાગત કુપોષણના ચક્રનો અટકાવ ખૂબ, વહેલી સગર્ભાવસ્થા અટકાવવું અને ગર્ભાવસ્થા પહેલાં છોકરીઓની પોષણ સ્થિતિમાં સુધાર. માઇક્રોન્યુટ્રીયન્ટની (સુક્ષ્મપોષણ) પૂરવણી માટે અને ઘણા સ્થળોએ ચેપ અટકાવા તેમને પૌષ્ટિક ખોરાક મેળવવાની જોગવાઇમાં શામેલ કરો. કિશોરાવસ્થા સ્વસ્થ આહાર લેવા અને વ્યાયામની આદત પાડવાનો યોગ્ય સમય છે. કિશોરાવસ્થામાં આ તેમના શારીરિક અને માનસશાસ્ત્રને ફાયદો કરે છે અને પુખ્ત ઉમરમાં દીર્ઘકાલીન રોગોની સંભાવના ને ટાળી શકાય. તંદુરસ્ત જીવનશૈલી પ્રોત્સાહિત કરવા વધતો જતો સ્થૂળતાનો રોગચાળો અટકાવા નિર્ણાયક છે

જાતીય અને પ્રજનનક્ષમ આરોગ્ય

જરૂર છે એવા કાર્યક્રમોની જે યુવાનોને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય તાલીમ આપે છે એમનું જોડાણ એવા કાર્યક્રમ સાથે કરવું જે તેમને જીવનમાં જે શીખેલ છે તેને અમલમાં લેવા પ્રેરે. તેઓનું જોડાણ એવા પ્રયત્નો સાથે કરવું જોઈએ જે યુવાનોને સારવાર અને નિવારક આરોગ્ય સેવાઓ મેળવવું સહેલું બનાવે જે તેમને સક્ષમ આરોગ્ય કાર્યકર આપી શકે. કિશોરાવસ્થામાં થતી જાતીય જબરદસ્તીની સામે અલગ અલગ સ્તરે લડત આપવાની જરૂર છે. આ ગુના માટે એવા કાયદાના ગઠન કરવાની અને અમલમાં લાવાની જરૂર છે જે તીવ્ર સજા આપે અને જાહેર અભિપ્રાયને એટલું ગતિશીલ બનાવવું જેથી તેના પ્રત્યે અસહિષ્ણુ બને. આ અપરાધ માટે એવા કાયદા ઘડવાની અને અમલમાં લાવવાની જરૂર છે જેમાં કઠોર સજાની જોગવાઈ હોય.સંસ્થાઓ, કામના સ્થળો અને અન્ય સમુદાયના સેટિંગમાં છોકરીઓને અને મહિલાઓને જાતીય સતામણી અને જબરદસ્તી સામે રક્ષણ આપવું જોઈએ.

ખુબ વહેલી સગર્ભાવસ્થા ટાળવાની જરૂરિયાત છે. એવા અધિનિયમ ઘડવા અને અમલમાં લાવવા જે લગ્નની ન્યૂનતમ ઉમર સ્પષ્ટ કરે. સાથે-સાથે જરૂર છે એવા પગલાની જેથી પરિવારો અને સમુદાયો સક્રિય બને અને પોતાની દીકરીઓને જે વધારાનો સમય વૃદ્ધિ અને વિકાસ માટે જોઈએ છે છોકરીથી સ્ત્રી બનવા, પત્ની અને માતા બનતા પહેલા

એચ. આઇ. વી

યુવાન લોકો માટે એચઆઇવીનો ચેપ તેમના યૌનસંબંધ ની શરૂઆતની ઉમર સાથે સંકળાયેલું છે. જાતીય સંભોગમાં સંયમ કે પરેજી કે પછી જાતીય વ્યવહારની વિલંબિત પહેલ, યુવાન લોકોમાં એચઆઇવી અટકાવવાના પ્રયત્નો નો મુખ્ય ધ્યેય છે. યુવા લોકો જે જાતિય રીતે સક્રિય છે તેમના માટે જરૂરી છે જાતીય ભાગીદારોની સંખ્યા ઘટાડવી, વ્યાપક નિવારણ સેવાઓનો, જેમકે અટકાવ શિક્ષણ, નિરોધનિરોધની જોગવાઈ, પ્રાપ્ય બનાવવા અને તેમનો વપરાશ વધારવો. કાર્યક્રમોએ અન્ય આરોગ્ય માટે જોખમી વર્તણૂકના, જેમકે ગેરકાયદેસર પદાર્થોનો અટકાવઅને પ્રારંભિક હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુવાન લોકોને જરૂર છે સુલભ અને યોગ્ય એચઆઇવી પરીક્ષણ સેવાની. એચઆઇવી સાથે રહેતા યુવાન લોકોને સારવાર, સંભાળ આધાર, અને હકારાત્મક નિવારણ સેવાઓની જરૂર છે. યુવાન લોકો માટે બધી એચઆઇવી સેવાઓના આયોજન અને જોગવાઈમાં યુવાનો જે એચઆઇવી સાથે જીવે છે તેમનો સમાવેશ કરવો જોઈએ

હાડકાને લગતુ આરોગ્ય

હાડકા એટલા જરૂરી છે કે આખી જિંદગી આપણા હાડકાની સંભાળ લેવી જોઈએ. સ્વસ્થ હાડકાં મજબૂત પાયો પૂરો પાડે છે જે ગતિશીલતા આપે છે અને ઇજાથી રક્ષણ આપે છે. તેઓ મહત્વના ખનીજ, જેમકે કેલ્શિયમ જે આપણા શરીરના ઘણા અંગોને આધાર આપવા માટે મદદ કરે, માટે બેન્ક તરીકે સેવા આપે છે.

શું હાડકાં જીવંત અને સતત બદલાતા છે, અને આખી જિંદગી નવા હાડકાં બને અને જૂના હાડકા ગુમ થયી જાય?પુખ્ત વયમાં, દરેક ૭-૧૦ વર્ષોમાં હાડકાનું સમગ્ર બંધારણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

જ્યારે તમે હજુ પણ યુવાન છો ત્યારે યોગ્ય પોષણ અને વ્યાયામથી હાડકાનું ધ્યાન રાખશો તો તમને સારા હાડકા મળશે જે તમને એક સારી જિંદગી જીવમાં મદદ કરશે જે તમને ખુબ વાહલી છે. અહીં હાડકા સ્વાસ્થ્ય પર, તમને, હાડકાનારોગ્યના બુનિયાદી મુદ્દા પર શીખવાની સમજવાની તક મળશે.

આહાર વ્યવસ્થાપન અને કસરતો જેવા વાસ્તવલક્ષી અને મેળવી શકાય તેવા સ્વયં સંચાલન કરી શકાય તેવા પગલાંઓ લેવા અમે મદદ કરશું. આ તમને મદદ કરશે ઓસ્ટીયોપોરોસિસ (જે બહેનોમાં વધુ માત્રામાં દેખાય છે) સામે ઉત્તમ બચાવમાં.

હાડકાના આરોગ્યને લગતા પાયાના મુદ્દા

હાડકા, એવા જીવંત કોશમંડળ છે જે હાડ પિંજરનો મોટો હિસ્સો છે. પુખ્ત વયના શરીરમાં ૨૦૬ હાડકા છે અને નાની ઉમરના શરીર માં ૩૦૦ હાડકા હોય છે. હાડકાં તમને ગતિશીલતા આપે છે અને તમારા આંતરિક અંગોનું રક્ષણ કરે છે.

હાડકનુ માળખું


 

 

 

 

 

 

 

પ્રોટીન અને અન્ય ખનિજો જેવાકે કેલ્શિયમ, ફોસ્ફેટ અને મેગ્નેશિયમથી હાડકા બનેલા છે. કોલેજન (એક પ્રોટીન) જે એક જોડનારૂ પદાર્થ છે, તે હાડકાનું માળખું અને બંધારણ સ્વરૂપ આપે છે.

હાડકાના મૂળભૂત માળખાકીય ઘટકો છે:

 

 

 

 

 

 

 

 

પેરિઓસ્તૅમ: આ પાતળી પટલ છે કે જે તમારા હાડકાનીબાહ્ય સપાટીને આવરી લે છે. તેમાં સદી અને રક્ત વાહિનીઓનો સમાવેશ થાય છે.

કોમ્પેક્ટ બોન: આ તમારા હાડકાનું બાહ્ય સ્તર બનાવે છે અને તે ખૂબ ગાઢ છે. જ્યારે તમે એક હાડપિંજર જોવો છો, તમે જે જુઓ છો તે ઘનિષ્ઠ (કોમ્પેક્ટ) હાડકું છે.

કેન્સેલસ બોન: આ સ્પોન્જ જેવા દેખાય છે અને ઘનિષ્ઠ (કોમ્પેક્ટ) જેટલું સખત નથી. તે બોન મેરો આવરી લે છે જે હાડકાનું સહુથી આંતરિક ભાગ છે.

હાડકાનો વિકાસ


 

 

 

 

 

 

 

હાડકાં સતત જોશીલા પ્રક્રિયા, રેસોર્પ્શ્ન (જુના હાડકાનો નાશ) અને ડીપોસીશન (નવા હાડકાનું નિર્માણ) હેઠળ પસાર થાય છે જેને હાડકું મેટાબોલિઝમ કહેવાય.

આજકાલ હાડકાના રેસોર્પ્શ્ન અને ડીપોસીશન માં બે મુખ્ય કોશિકાઓ સંકળાયેલા છે. તેઓ આ પ્રમાણે છે:

 • ઓંસ્ટેઓબ્લાસ્ટ: આ કોશિકાઓ જવાબદાર છે નવા હાડકાના નિર્માણ માટે
 • ઓંસ્ટેઓકલાસ્ટ: આ કોશિકાઓ જવાબદાર છે હાડ્કાઓ ના ભંગ માટે

આ કોશિકાઓના સહયોગથી તમારું શરીર યોગ્ય સંતુલન જાળવે છે જે શરીરના શારીરિક કાર્યો માટે જરૂરી છે. રેસોર્પ્શ્ન અને ડીપોસીશનની પ્રક્રિયા સમગ્ર જીવન દરમિયાન ચાલે છે.

ખોરાક અને હાડકાની તંદુરસ્તી

 

 

 

 

 

 

 

 

સ્વસ્થ હાડકાંની જાળવણી માટે પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ લેવું જરૂરી છે, કારણ કે તમારા હાડકામાં શરીરના ૯૯% કેલ્શિયમનો સમાવેશ થાય છે. અન્ય અગત્યના પોષક તત્વો છે ફોસ્ફરસ, મેગ્નેશિયમ ફ્લોરાઈડ, અને વિટામિન 'કે', ખાદ્ય પદાર્થ જે કેલ્શિયમ સમૃદ્ધ છે તેમાં સમાવેશ થાય છે દૂધ અને ડેરી ઉત્પાદનો.

વિટામિન ડી ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે. સૂર્યપ્રકાશ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ‘ડી’ પૂરું પડે છે જે, જેનું શોષણ તમારી ત્વચા દ્વારા થાય છે.

દૂધ, વિટામિન ડી, ખોરાક અને ચરબીયુક્ત માછલી જેવા આહાર સ્રોતો મારફતે તે મેળવી શકાય છે.

હાડકાના આરોગ્યને અસર કરતા પરિબળો

 

 

 

 

 

 

 

 

વિવિધ પરિબળો હાડકાના આરોગ્ય પર અસર છે.

 • આનુવંશિકતા: હાડકાને લગતી વિકૃતિઓ પરિવારમાં આવી શકે છે. જો તમારા માતા - હાડકાની સમસ્યાઓ હોય, તો તમે તે મળવાની વધુ શક્યતા છે. અમુક વંશીય જૂથો અન્ય વંશીય જૂથોની સરખામણીમાં મજબૂત હાડકાં ધરાવે છે.
 • ખોરાક: તંદુરસ્ત હાડકા માટે જરૂરિયાત છે પર્યાપ્ત કેલ્શિયમ અને વિટામિન 'ડી' ની. ધુમ્રપાન કરવા અને દારૂ પીવાથી હાડકાને નુકશાન થવાનું જોખમ વધે છે.
 • શારીરિક પ્રવૃત્તિ: નિયમિત વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિ તમારા હાડકાં ને મજબૂત બનાવે છે.
 • ઉંમર: તમારા હાડકાની મજબૂતાઈ વય સાથે ઘટે છે. મેનોપોઝ સુધી પહોંચવાથી તમને હાડકાની સમસ્યાઓ થવાની શક્યતા વધે છે.
 • શારીરિક માપ: પાતળા અને ઓછા વજનવાળા સ્ત્રીઓને નબળા હાડકાં હોવાની શક્યતા હોય છે.

કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક અને શારીરિક કસરત તમને તંદુરસ્ત હાડકાં જાળવી રાખવામાં મદદ કરે. હાડકાની વિકૃતિઓ જીવનની ગુણવત્તા પર અસર કરી શકે છે.

ઑસ્ટિયોપોરોસિસ

 

 

 

 

 

 

 

 

 

કેલ્શિયમના સ્વરૂપ માં જ્યારે હાડકાંમાંથી ખનિજ સામગ્રીનો ઘટાડો થાય ત્યારે ઑસ્ટિયોપોરોસિસ થઇ શકે છે. ઑસ્ટિયોપોરોસિસ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે, એ પુરુષોમાં પણ થાય છે પણ ઓછી માત્રામાં. ઑસ્ટિયોપોરોસિસ કોઈ લક્ષણો નથી દેખાડતું અને તે મોટાભાગે સામાન્ય વૃદ્ધત્વ પ્રક્રિયાનો ભાગ છે. જોકે કેટલીક સ્ત્રીઓમાં અન્ય સહ વર્તમાન રોગ પરિબળોના કારણે આ રોગનો વિકાસ જીવનમાં વહેલો થાય છે. સ્ત્રીઓને આ રોગ મેનોપોઝ પછી થાય તેનું પણ જોખમ હોય છે. કારણકે તે લક્ષણો દર્શાવતું નથી, તમારા ડોક્ટર ઑસ્ટિયોપોરોસિસ છે એવી શક્યતા કહે કે જ્યારે તમને અસ્થિભંગ (ફ્રેક્ચર) કે વારે-વારે અસ્થિભંગ થાય. તમારા ડોક્ટર અમુક પરીક્ષણ દ્વારા તમારા હાડકાંમાંથી ખનિજ નાશનું મૂલ્યાંકન કરશે જેનાથી તમારી બોન મિનરલ ડેન્સિટી (બી.એમ.ડી) નક્કી કરશે.

ઑસ્ટિયોપોરોસિસ અટકાવવા

મજબૂત હાડકાંનો વિકાસ જીવનની શરૂઆતના વર્ષોમાં થાય છે. જીવન દરમિયાનદરમિયાન સ્વસ્થ રહેવાનો એક ઉત્તમ રસ્તો છે તમારા હાડકાંને તંદુરસ્ત રાખવાનો. સ્વસ્થ હાડકાં માટે જરૂરી પરિબળો છે:

અંતઃસ્ત્રાવો: એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન કિશોર સ્ત્રીઓ અને યુવાન મહિલાઓમાં હાડકાના જથ્થાને જાળવવા માટે આવશ્યક છે. એસ્ટ્રોજનની અછત નીચે આપેલ પરિસ્થિતિમાં થાય છે, જેનાથી હાડકાના જથ્થાને અસર થાય અને જેનાથી ઑસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા છે:

 • માસિક ધર્મ ના આવવપ
 • અનિયમિત માસિક ચક્ર
 • પહેલું માસિક આવવામાં વિલંબ
 • વહેલો મેનોપોઝ

જીવનશૈલી:


કિશોરવસ્થા

 

 

 

 

 

 

 

ધુમ્રપાન હાડકાના આરોગ્ય પર અસર કરે છે અને તેનાથી સ્ત્રીઓમાં બોન મિનરલ ડેન્સિટીનું નોંધપાત્ર નુકસાન થાય છે. ઑસ્ટિયોપોરોટિક સ્ત્રીઓ જો ઑસ્ટિયોપોરોસિસ માટે દવા લેવા ઉપરાંત ધૂમ્રપાન ચાલુ રાખે તો સારવારનો પૂર્ણ લાભ લેવામાં નિષ્ફળ જશે. સ્ત્રીઓ જે અતિશય દારૂ લે તેમને ઑસ્ટિયોપોરોસિસ થવાનું જોખમ વધારે છે.

અન્ય જીવનશૈલી પરિબળો જેનાથી ઑસ્ટિયોપોરોસિસ પરિણમી શકે તે છે:

 • કેલ્શિયમની અપુરતી પ્રાપ્યતા
 • બહુ ઓછી શારીરિક પ્રવૃત્તિ
 • અતિશય માત્રામાં કેફેનનું સેવન અને
 • અતિશય માત્રામાં દારૂનું સેવન

પોષણ

કેલ્શિયમ: કેલ્શિયમ એક સૌથી આવશ્યક અને જરૂરી પોષક તત્વ છે જેથી તમારા હાડકા મજબૂતાઇના ઉચ્ચતમ સ્તર સુધી પહોચી શકે. ઑસ્ટિયોપોરોસિસને રોકવા માટે તમારે એક સમતોલ ખોરાક લેવો જોઈએ, જેમાં સમાવેશ થાય છે પર્યાપ્ત માત્રામાં ડેરી ઉત્પાદનો, જે કેલ્શિયમ સમૃદ્ધ ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે.

વિટામિન ડી: વિટામિન ‘ડી’ કેલ્શિયમ ચયાપચય સંબંધમાં ઘણા મહત્વપૂર્ણ કાર્ય કરે. તે તમારા કેલ્શિયમ શોષણમાં, જઠરાગ્નિ સિસ્ટમથી અને મૂત્રપિંડથી વધારો કરવામાં મદદ કરે છે, જેથી તે તમારા શરીરની પેશીઓ અને લોહી માટે ઉપલબ્ધ થાય છે. તે તમારા હાડકાંના કેલ્શિયમ ડીપોઝીશનમાં મદદ કરે છે.

દૈનિક કેલ્શિયમની માત્રાનું સૂચન

પ્રકાર

ઉંમર (વર્ષ)

કેલ્શિયમ(એમ.જી)

બાળકો

૧-૩

૫૦૦

૪-૮

૭૦૦

છોકરીઓ

૯-૧૧

૧૦૦૦

૧૨-૧૮

૧૩૦૦

મહિલાઓ

૧૯-૫૦

૧૦૦૦

>૫૦

૧૩૦૦

સગર્ભાવસ્થા/ધાવતી માતા

૧૪-૧૮

૧૩૦૦

૧૯-૩૦

૧૦૦૦

૩૧-૫૦

૧૦૦૦

વિવિધ ખોરાકમાં કેલ્શિયમનો સરેરાશ સમાવેશ

ડેરી

ખાદ્ય પદાર્થનો સ્રોતઃ

માપ

કેલ્શિયમ

રેગ્યુલર દૂધ

૧ પ્યાલો (૨૫૦ મી.લી)

૨૮૫

મલાઈવગરનું દૂધ

૧ પ્યાલો (૨૫૦ મી.લી)

૩૧૦

કુદરતી દહીં

૧ ટબ (૨૦૦ ગ્રામ)

૩૪૦

ઓછી ચરબીવાળું દહીં

૧ ટબ (૨૦૦ ગ્રામ)

૪૨૦

ચેદાર ચીઝ

૪૦ ગ્રામ ચોરસ ટુકડો

૩૧૦

ઓછી ચરબીવાળું કોટેજ ચીઝ

૧૦૦ ગ્રામ

૮૦

બિન-ડાયરી

સફેદ બ્રેડ

૧ સ્લાઈસ

૧૫

રાંધેલ પાલક

૧ કપ (૩૪૦ ગ્રામ)

૧૭૦

કેનમાં પેક થયેલ સાલમોન મચ્છી (હાડકા સાથે)

અડધો કપ

૨૩૦

કેનમાં પેક થયેલ સારડીન મચ્છી (હાડકા સાથે)

૫૦ ગ્રામ

૧૯૦

બદામ

૧૫ બદામ

૫૦

 

હાડકા એક સતત નુકસાન અને વૃદ્ધિની અવસ્થામાંથી પસાર થાય છે. જેમ તમારી ઉમર વધે, હાડકાની વૃદ્ધિ કરતા હાડકાનું નુકશાન વધારે થાય, જે એક સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. તંદુરસ્ત રહેવાના તમારા તકોને વધારવા માટે, દરરોજ કસરત કરો, પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને વિટામિન 'ડી' લો. ઑસ્ટિયોપોરોસિસને રોકવા કે તેની ઉપલબ્ધ સારવારના વિકલ્પોની માહિતી માટે તમારા ડૉક્ટરી સલાહ લેવી.

હાડકાં માટે કસરત

જેમ તમારી ઉંમર વધે, શરીર ઘણા ફેરફારોથી પસાર થાય. જેમ તમારી ઉંમર વધતી જાય તમારા શરીરમાં થતાં કેટલાક મુખ્ય ફેરફારો છે:

 • હાડકાનું વજન અને ઘનતા
 • સ્નાયુ માપ કે શક્તિ ઓછી થાય છે
 • સ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ અને અસ્થિબંધ ઓછી લચેલી બને છે
 • કોમલાસ્થિમાં અધોગતિ અને સાંધોમાં સોજો થાય છે

ઉપર દર્શાવેલ શારીરિક બદલાવથી તમને ફ્રેકચર, અન્ય ઈજાઓ, ઑસ્ટિયોપોરોસિસ અને સંધિવા જેવા રોગો થવાનું જોખમ વધે છે. દૈનિક કસરત કરવાથી ઉપર દર્શાવેલ સમસ્યાઓથી થી બચી શકાય છે અને ઑસ્ટિયોઆર્થ્રાઇટિસને ઑસ્ટિયોપોરોસિસ જેવા દીર્ઘકાલીન સ્થિતિથી રાહત આપે. નિયમિત વ્યાયામ હાડકાને થતુ નુકસાન અટકાવામાં મદદ કરી શકે છે અને તમને સ્નાયુ મજબૂતાઇ, સંકલન, અને સંતુલન જાળવવા માટે પરવાનગી આપે છે જે તમને પડવાથી અને તેનાથી થતા ફ્રેકચર અટકાવે છે.

વ્યાયામ કાર્યક્રમ શરૂ કર્યા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. માત્ર તમારા ડૉક્ટર દ્વારા સૂચવેલ કસરત કરો. તમારી પોતાની વ્યાયામ પદ્ધતિ અનુસરો નહિં, કારણ કે તમારા ડૉક્ટર તમારા વ્યક્તિગત તંદુરસ્તીની પરિસ્થિતિ પર આધારિત ચોક્કસ પ્રતિબંધોની ભલામણ કરી શકે છે.

સ્રોત: Indian Women’s Health

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate