હોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ વિશેની માહિતી

દર વર્ષે ૭ એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "વિશ્વ સ્વાસ્થ્ય દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે જે તે સમયના બિમારીના વ્યાપ અને લોકોમાં તે અંગેના અજ્ઞાનના આધારે દર વર્ષે કોઇ ને કોઇ બિમારીને તે વર્ષની મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવે છે અને આ દિવસે તે બિમારી અંગે લોકોમાં જાગૃતી વધે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ વર્ષે ૭ એપ્રિલ ૨૦૧૭ માં "ડિપ્રેશન-ચાલો ચર્ચીએ" ને વિશ્વ સ્વાસ્થ્ય દિવસની મુખ્ય થીમ તરિકે પસંદ કરેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ સન ૧૯૯૦ થી ૨૦૧૩ વચ્ચે ડિપ્રેશન અને ચિંતારોગ નું પ્રમાણ દોઢ ગણુ થયુ છે. વિશ્વની ૧૦% વસ્તી ડિપ્રેશન કે ચિંતારોગ નો શિકાર છે અને તે વ્યક્તિના સરેરાશ આયુષ્યના કાર્યશિલ વર્ષો પૈકી આશરે ૧૦% વર્ષોનો ભોગ લે છે અને જેથી વિશ્વિક અર્થતંત્રને દરવર્ષે ૧ અબજ ડોલરનો ફટકો પડે છે. વળી, ડિપ્રેશન એ નજીવા ખર્ચે નિવારી શકાય એવી બિમારી છે. જેની સમયસર સારવારથી તેના દુરોગામી શારિરીક, માનસિક અને આર્થિક પરિણામો નિવારી શકાય છે.

ડિપ્રેશનનો શિકાર કોઇપણ ઉંમર, દેશ, જાતી ની વ્યક્તિ, સ્રી-પુરુષ થઇ શકે છે. ડિપ્રેશનનુ સૌથી ખરાબ પરીણામ આપઘાત દ્વારા થતુ મૃત્યુ છે, જે ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણૉમા દ્વિતીય ક્રમાકે છે. (પ્રથમ ક્રમાકે વાહનો ના અકસ્માત દ્વારા થતા મૃત્યુ છે તેમજ તૃતિય ક્રમાકે અન્યો સાથે હિંસા ના લીધે થતા મૃત્યુ છે- જે માટે પણ કંઇક અંશે માનસિક કારણૉ જવાબદાર ગણી શકાય, આ ત્રણ કારણો ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં થતા મૃત્યુ પૈકી ૭૫% જેટલા કેસોમાં જવાબદાર હોય છે). પ્રસુતિ પછી ડિપ્રેશનનો શિકાર થતી સ્ત્રીઓ પોતાના નવજાત શિશુની યોગ્ય સંભાળ લઇ શક્તી નથી. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાની કાર્યસુચી અનુસાર તરુણો તથા યુવાનો, પ્રસુતી પછી સ્રીઓમાં અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોમાં ડિપ્રેશન ની સમસ્યા ને લક્ષમાં લેવાનો છે.

ડિપ્રેશના ચિન્હો જેવાકે, સતત ૨ અઠવાડીયા કે વધુ સમયનુ ઉદાસીપણુ કે નિરસતા, રોજીંદા કાર્યો માં મુશકેલીઓ થવી, થાક લાગવો, ભુખ ના લાગવી, અનિદ્રા - કે વધુ પડતી ઉંઘ લેવી, અકાગ્રતા નો અભાવ, અનિર્ણાયકતા, રઘવાટ, બેચેની, નિરાશા, અપરાધભાવ, પોતાને ઇજા પહોંચાડવાના કે આપઘાતના વિચારો છે. ડિપ્રેશન અંગે જનજાગૃતી અભિયાન નો મુખ્ય હેતુ ડિપ્રેશનથી પિડીત વ્યક્તિઓને આ અંગે ચર્ચવા પ્રેરવાનો છે. જો તેઓ પોતાના કુટુંબીઓ, મિત્રો, સહકર્મીઓ, તબીબો કે આજના અધુનિક જમાનામાં સોશિયલ મિડીયા પર અન્યો જોડે ચર્ચા કરે તો તેની સાથે સંકળાયેલ પુર્વગ્રહ કે મુશકેલી ની ચર્ચા ટાળવાની વૃતીથી દુર રહી શકાય.

ડિપ્રેશનની સારવારમાં મુખ્યત્વે દવાઓ તેમજ વાતચિત દ્વારા કાઉન્સેલીંગ વડે કરવામાં આવતી સારવાર નો ઉપયોગ થાય છે.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

3.04761904762
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top