অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ મસ્તિષ્ક ઇજા જાગૃતી દિવસ

વિશ્વ મસ્તિષ્ક ઇજા જાગૃતી દિવસ-૨૦ માર્ચ

દર વર્ષે ૨૦ માર્ચને "વિશ્વ મસ્તિષ્ક ઇજા જાગૃતી દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આશરે ૫% જેટલા લોકો માથા ની ઇજા પામે છે. જેમાં વાહનોમાં અકસ્માત ના લીધે થતી ઇજાઓ, પડવાથી થતી ઇજાઓ તથા હિંસક ઘટનાઓ ને લીધે થતી મસ્તિષ્કની ઇજાઓ મુખ્ય છે. મસ્તિષ્કની ઇજાઓના લીધે ખોપરીની અંદર આવેલ મગજ ઇજાગ્રસ્ત થાય છે, આથી, યાદશક્તિની તકલીફો, પેરેલીસીસ, લકવો જેવી તકલીફો અને કેટલાક સંજોગોમાં તે મૃત્યુનુ કારણ બને છે.

મસ્તિષ્કની ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારમાં મનોચિકિત્સકની ભુમિકાઃ

મસ્તિષ્કના ઇજાગ્રસ્ત વ્યક્તિઓ યાદશક્તિની ખામી,ડિપ્રેશન, ચિંતારોગ, વ્યક્તિત્વમાં બદલાવ આવવો, વર્તન સબંધિત સમસ્યાઓ, ગુસ્સો, થકાન, કોઇ વાતમાં રસના પડવો, ઉન્માદ જેવી તકલીફો આગળ સમય જતા ઉદભવી શકે છે. તેમજ તેઓમાં આપધાત નુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ પ્રમાણમાં છે.

મસ્તિષ્કની ઇજાથી બચવાના સામાન્ય સુચનોઃ

  1. વાહન ચલાવતી વખતે સીટ-બેલ્ટ તથા હેલ્મેટ અવશ્ય પહેરો.
  2. દારુ કે અન્ય માદક પદાર્થોનુ સેવન કરી વાહન ના ચલાવવુ.
  3. સીડી કે દાદરા ચઢ્તી વખતે કઠેડો પકડીને ચાલવુ.
  4. ચાલવાના રસ્તા પર કે સીડી-દાદરા પર યોગ્ય લાઇટ-ઉજાસની વ્યવસ્થા ગોઠવવી. આથી વૃધ્ધો તથા દ્રષ્ટીની તકલીફ વાળી વ્યક્તિઓ ઇજા પામતા રોકી શકાય છે.
  5. ચાલવાની જગાએ બિનજરુરી અવરોધો ના ઉભા કરવા.
  6. દારુ, માદક દ્રવ્યોના વ્યસનીઓ તથા ડિપ્રેશન અને ચિંતારોગ જેવી માનસિક બિમારીથી પિડીત વ્યક્તિઓમાં વાહનોમાં તથા અન્ય અકસ્માતનુ જોખમ અન્યોની   સાપેક્ષે ઘણુ વધારે હોય છે. આથી આવી વ્યક્તિઓ વ્યસનમુક્તિ તથા ડિપ્રેશન અને ચિંતારોગની સારવાર થકી ભાવી અકસ્માતનો ભય ટાળી શકે છે.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate