অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ આપઘાત નિવારણ દિવસ

૧૫ મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ - સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૭ઃ મુખ્ય થીંમ- "એક મિનિટ લઇ જીંદગી બદલશો."

વિશ્વ આપઘાત નિવારણ દિવસ - ૧૦સપ્ટેમ્બર

વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વવારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બર ના દિવસને "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૫ મો વિશ્વ આપઘાત નિવરણ દિવસ ઉજવવામાં આવનાર છે. જેમા "એક મિનિટ લઇ જિંદગી બદલશો." ને મુખ્ય  થીમ તરિકે પસંદ કરવામાં આવેલ છે. જેમાં આપઘાત નુ જોખમ ધરાવતી વ્યક્તિ સાથે કરવામા આવતી આવતા ટુંકા, સહાનુભુતી પુર્વકના તેમજ કોઇપણ નિર્ણય થોપી બેસાડ્યા વિનાના વાર્તાલાપ તેમજ વ્યક્તિને પોતાની આપવીતી ચર્ચવા પ્રોત્સાહિત કરવાથી આપઘાત નુ જોખમ ઘટાડી શકાય છે.

દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની.

ભારતમાં છેલ્લા તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે. (જ્યારે રોડ પર વાહન માં થતો અકસ્માત દ્વિતીય ક્રમાકે, કે અકસ્માતે ઝેર કે અન્ય ઘાતક પદાર્થોના સેવનથી થતા મૃત્યુ તૃતીય ક્રમાકે તેમજ માર-પીટ કે હુમલાથી થતા મૃત્યુ ચોથા ક્રમાકે છે.--- કંઇક અંશે આ દરેક મૃત્યુના કારણૉમાં યુવાનોની માનસિક પરિસ્થિતી ભાગ ભજવતી હોય છે. જો લાગણોઓ તેમજ ગુસ્સા ને નિયંત્રિત કરવાની તાલીમ આપવામાં આવે તો તેને નિવારી શકાય છે.)

મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.

જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?

  • આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
  • વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
  • વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
  • તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
  • તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
  • તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
  • જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
  • આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate