હોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે

વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે વિશેની માહિતી

વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે-૨૧ માર્ચ

દરેક વ્યક્તિની બુધ્ધિશક્તિના પ્રમાણની તેના વ્યક્તિત્વ અને રોજીંદા જીવન પર ગાઢ અસર રહેતી હોય છે. બુધ્ધિશક્તિના પ્રમાણ ના માપ ને "ઇન્ટેલીજન્સ ક્વોશન્સ" (આય.ક્યુ.) કહે છે. સામાન્ય વ્યક્તિઓમા આય.ક્યુ. નું પ્રમાણ ૯૦ થી ૧૧૦ વચ્ચે રહેતુ હોય છે. જો આ પ્રમાણ ૮૫ થી ઓછુ હોય તો તે વ્યક્તિ ને મંદબુધ્ધિ છે એમ કહી શકાય. ભારત સહિત વિશ્વભરમાં ૨ થી ૩% વ્યક્તિઓ આ "મંદબુધ્ધિં" નો શિકાર હોય છે. આ મંદબુધ્ધિ ના કારણોમાં "જનીનો ની ખામી" વડે ઉદ્ભવતી "ડાઉન સિન્ડ્રોમ" નામથી ઓળખાતી બિમારી મુખ્ય કારણ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનાયટેડ નેશન્સ તેમજ ડાઉન સિન્ડ્રોમ ઇન્ટરનેશનલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર વિશ્વમાં દર વષે ૨૧ માર્ચના દિવસે  "વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે"ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ માહિતી સભર કાર્યક્રમો દ્વારા જન-જાગૃતી નો પ્રયાસ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૫ માટે આ દિવસની મુખ્ય થીમ "મારી તકો, મારી પસંદગી" છે. આ થિમ દ્વારા ડાઉન સિન્ડ્રોમ પિડિત દર્દિઓની સમાજ દ્વારા થતી ઉપેક્ષા રોકવાનો તથા તેઓ અન્ય જેટલાજ મુળભુત હક્કો તથા તકો મેળવી શકે એ જોવાનો છે.

સામાન્ય મનુષ્યમાં રંગસુત્રોની ૨૩ જોડ, એમ ૪૬ રંગસુત્રો હોય છે. જેમાના અરધા માતા દ્વારા તથા અરધા પિતા દ્વારા મળેલ હોય છે. પરંતુ ડાઉન સિન્ડ્રોમ પિડિતોમાં આ રંગસુત્રો પૈકીની ૨૧મી જોડ બે ના બદલે ત્રણ રંગસુત્રોની હોય છે, આમ તેઓ ૪૬ ના બદલે ૪૭ રગસુત્રો ધરાવે છે.

ડાઉન સિન્ડ્રોમ થવાના કારણૉઃ

ડાઉન સિન્ડ્રોમ થવાનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પરંતુ મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરનાર સ્ત્રીઓના બાળકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત જો એક બાળક ડાઉન સિન્ડ્રોમથી પિડીત હોય તો અન્ય બાળકોમાં પણ ડાઉન સિન્ડ્રોમ સંભવી શકે છે.

ડાઉન સિન્ડ્રોમનુ નિદાનઃ

બાળકના જન્મ પછી આ બિમારીનુ નિદાન તેના શારિરીક લક્ષણો પરથી કરવામાં આવે છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક તબીબી વિજ્ઞાને હરણફાળ ભરતા ગર્ભાવસ્થા દરમિયાન જ આ બિમારીનુ નિદાન શક્ય બન્યુ છે. ગર્ભાવસ્થાના લગભગ દસમા અઠ્વાડીયા પછી અલ્ટ્રાસોનોગ્રાફી, એમ્નિઓસેન્ટેસિસ તથા કોરિઓનિક વિલસ સેમ્પલીંગ જેવી પધ્ધતિઓ વડે ગર્ભસ્થ ભ્રુણનુ નિદાન લગભગ ૯૮% જેટલી ચોક્સાઇથી કરી શકાય છે.

સારવાર તથા ઉપાયોઃ

  1. હાલના વૈજ્ઞાનિક પુરાવાઓ અનુસાર ડાઉન સિન્ડ્રોમ ની સારવાર શક્ય નથી.
  2. સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વિટામીન અને ફોલીક એસિડ ના ઉપયોગ થી આ સમસ્યા ની સંભાવના થોડા અંશે ઘટાડી શકે છે.
  3. જે દંપતિઓ એક ડાઉન સિન્ડ્રોમ પિડિત બાળક ધરાવતા હોય તેમને ભાવી ગર્ભાવસ્થા દરમિયાન સાવચેતી રાખવા તથા જરુર પડ્યે તબીબી માર્ગદર્શન મેળવવાની સલાહ આપવામાં આવે છે.
  4. ડાઉન સિન્ડ્રોમ થી પિડિત બાળકોમાં હદયની બિમારી, મોતીયો, થાઇરોઇડ ગ્રંથી ની બિમારી, લ્યુકેમીયા જેવી બિમારીઓ જોવા મળે છે. જેમની યોગ્ય સારવાર કરાવી શકાય.
  5. ૫૦% થી વધુ ડાઉન સિન્ડ્રોમ તેમજ અન્ય મંદબુદ્ધિના બાળકો માં ડિપ્રેશન, રઘવાટ, વિચારવાયુ, અનિદ્રા, વધુ પડતો ગુસ્સો જેવી તકલીફો જોવા મળે છે. જે યોગ્ય કાઉન્સેલીંગ તથા દવાઓની સારવાર વડે નિવારી શકાય છે.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

3.2380952381
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top