હોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વર્લ્ડ અલ્ઝેઇમર ડે
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વર્લ્ડ અલ્ઝેઇમર ડે

વર્લ્ડ અલ્ઝેઇમર ડે વિશેની માહિતી

છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક તબીબીવિજ્ઞાને હરણફાળ ભરી છે. જેથી વ્યક્તિનુ સરેરાશ આયુષ્ય વધ્યુ છે. પરંતુ સાથે-સાથે વૃધ્ધાવસ્થા સાથે સંકળાયેલ બિમારીઓનુ પ્રમાણ પણ વધ્યુ છે. "યાદશક્તિમાં ઘટાડો થવો" લગભગ સામાન્યપણે જોવા મળતી એક ફરીયાદ છે, જે અમુક હદ સુધી નોર્મલ ગણી શકાય પરંતુ જ્યારે તે અમુક હદ વટાવે ત્યારે આ તકલીફ ચિંતાજનક બને છે. જે "ડેમેન્શિયા" તરિકે ઓળખાય છે. ડેમેન્શિયાના કારણોમાં અલ્ઝેઇમર ડિસીઝ પ્રથમ ક્રમાકે છે. જે ઉપરાંત ડેમેન્શિયાના અન્ય કારણોમાં વિટામિન બી-૧૨, ફોલીક એસિડ તથા થાયરોઇડ અંતઃસ્રાવની ઉણપ, તેમજ મગજમાં અગાઉ થયેલ લકવાની અસર પણ જવાબદાર છે.

વર્લ્ડ અલ્ઝેઇમર ડે"-૨૧ સપ્ટેમ્બર

દર વર્ષે ૨૧ સપ્ટેમ્બર ના દિવસને "વર્લ્ડ અલ્ઝેઇમર ડે" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા આ બિમારી સબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં ડેમેન્શિયાને શરુઆતના સમયમાં ઓળખીને જરુરી પગલા લેવાની વાત પર ભાર મુકવામાં આવ્યો છે.  "અલ્ઝેઇમર ડિસીઝ" તરિકે ઓળખાતી બિમારીમાં મગજના જ્ઞાનતંતુઓ ને એક વખત નુકશાન થયા બાદ  તેમા એક હદ કરતા વધુ સમારકામ શક્ય બનતુ નથી. આથી જો  આ બિમારીને સમયસર તેની શરુઆતના સમયમાં જ ઓળખી તેની સારવાર શરુ કરવામાં આવે તો મગજના જ્ઞાનતંતુઓને થતુ નુકશાન અટકે છે.

અલ્ઝેઇમર ડિસિઝ ઇન્ટરનેશનલ (એ.ડી.આઇ) ના આંકડાઓ મુજબ હાલ વિશ્વમાં ૪.૬ કરોડ દર્દીઑ અલ્ઝેઇમર ડિસિઝની બિમારીથી પિડાય છે. આ આંકડૉ ૨૦૫૦ સુધીમાં ૧૩ કરોડને આંબે તેવી ગણતરી છે. ગયા વર્ષે ૧ કરોડ અલ્ઝેઇમરના નવા દર્દીઓ નોંઘાયા હતા. જે દર એક સેકંડે ૩ નવા દર્દીના ઉમેરા બરાબર છે.

ડેમેન્શિયા (સ્મૃતીભ્ર્ંશની બિમારી) માટે ચેતવણીરુપ ચિન્હોઃ

 1. યાદશક્તિમાં ખામી- અગત્યની તારીખો કે ઘટનાઓ ભુલી જવી.
 2. આયોજન શક્તિ તેમજ સમસ્યા નિરાકરણશક્તિનો અભાવ.- જેમકે. માસિક બીલનો હિસાબ રાખવો, કે કોઇ પ્રવાસનુ આયોજન કરવુ
 3. પરિચિત કાર્ય પુર્ણ કરવામાં મુંજવણ થવી. જેમકે જાણીતી જગ્યા કે રમત ના નિયમો માં ભુલ થવી.
 4. સમય તેમજ સ્થળની મુંજવણ થવી.- જેમકે જાણીતી જગાએ ભુલા પડાવુ.
 5. દ્રષ્ય તેમજ અંતર સબંધિત અનિર્ણાયકતા. જેમકે વાંચવામાં તેમજ કલર ઓળખવામાં મુશકેલી થવી. અંતર સબંધિત નિર્ણય લેવામાં ભુલ થવી.
 6. બોલતી કે લખતી વખતે શબ્દો શોધવામાં મુશકેલી થવી. જેમકે શબ્દ ભંડોળ ઘટવુ. ચાલુ વાતચિતમાં વચ્ચે જોડાઇ ના શકે.
 7. વસ્તુઓ અયોગ્ય જગાએ મુકી ભુલી જવી તેમજ ફરી શોધવામાં મુશકેલી થવી. - આથી તેમને એવી શંકા રહ્યા  કરે કે કોઇ તેમની વસ્તુઓ ચોરી કરે છે.
 8. નિર્ણયશક્તિ ઘટવી.
 9. કામકાજ તેમજ સામાજિક પ્રવૃતિઓ ઘટાડવી
વ્યક્તિત્વ તેમજ મુડ (મિજાજ) માં પરિવર્તન થવુ.

ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

 1. ધુમ્રપાન થી દુર રહેવુ
 2. બી.પી., કોલેસ્ટેરોલ તથ ડાયાબિટીસ જેવી બિમારીઓ કાબુમા રાખવી. તેની દવાઓ નિયમીત લેવી.
 3. નિયમીત વ્યાયામ કરવો
 4. ખોરાકમાં ફળૉ તથા શાકભાજીનો ઉપયોગ વધારવો. તળેલા, ઘી-તેલ યુક્ત પદાર્થો તેમજ માંસાહારથી દુર રહેવુ.
 5. જો શરુઆત ના તબકકામાં જ આ બિમારીનુ નિદાન તેમજ સારવાર શરુ થઇ શકે તો જ્ઞાનતંતુઓ ના નુકશાનને આગળ વધતુ અટકાવી શકાય

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ

2.8125
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top