એવું જણાયું છે કે વ્યક્તિગત રીતે સ્તન કેન્સરના જોખમો એ જનિનીકલ કારણો (સંભાવનાઓ), જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો ઉપર આધારિત છે. જો કે સ્તન કેન્સર એ મોટી ઉંરમની સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે વધતી જતી ઉંરમ એ પણ સ્તન કેન્સર પ્રેરવા માટેનું એક અગત્યનું પરીબળ છે. જો સ્ત્રીઓ અત્યારથી જ તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવે તો, જેમ કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચ.આર.ટી)નો ઓછો ઉપયોગ, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, શારીરિક શ્રમ કરવો, આલ્કોહોલનો ઉપયોગ નિયંત્રિત પ્રમાણમાં કરવો અને શિશુને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરાવવું જ. આ બધાથી સ્તન કેન્સરથી શક્યતાઓમાં લગભગ દસ ટકા જેટલો ઘટાડો કરી શકાય છે.
વધુમાં, સ્ત્રીઓને એ રીતે પણ માહિતગાર કરવી જોઈએ કે, મેનોપોઝ પહેલા થતાં સ્તન કેન્સરને સ્તનપાન દ્વારા અટકાવી શકાય છે અને આથી જે સ્ત્રીઓ લાંબા સમયગાળા સુધી સ્તપાન કરાવતી હોય તેઓને સ્તનકેન્સરથી બહુ અસરકારક રીતે રક્ષણ મળતું હોય છે. જે સ્ત્રીઓનાં કુટુંબમાં પણ કોઈને કેન્સર હોય તો (આનુવંશિક શક્યતાઓ પ્રબળ હોય તેવી સ્ત્રીઓએ) પણ સ્તનપાન કરાવવા પ્રેરવાથી સ્તન કેન્સરની શક્યતાઓ ઘટી જાય. આપણે જાણીએ છીએ તેમ સ્તનપાન એ નવજાત શુશુ માટે આદર્શ પોષણ છએ તેવી જ રીતે સ્તનપાન કરાવવુંએ સ્તન કેન્સરને રોકવા માટે અમોધ શસ્ત્ર સમાન છે. આથી બધી સ્ત્રીઓને તેમના શિશુઓને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.
સાર સ્વરૂપે એવું કહી શકાય કે, સ્તનમાં અને અન્ય અંગોમાં થતાં કેન્સર પ્રેરક ફેરફારો માટે કયા પરિબળો જવાબદાર છે તેની ગતિવિધીઓનો અભ્યાસ કરવા માટે તથા ગર્ભાવસ્થા દરમિયાન થતાં અંત: સ્ત્રાવોના ફેરફારોના વિવિધ કારણે તથા જીવનશૈલી પરિબળો – આ બધાનો ઝીણવટભર્યો અભ્યાસ હજુ ઘણો જરૂરી છે.
ડો ડી જી વિજય. બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ. નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020