માતાઓ માટે મહત્વીની સલાહઃ
તમારા શિશુને માંદગી સામે સ્તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્ય કોઈ પણ આરોગ્ય વ્યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્તનપાન કરાવ્યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્ઠ રસ્તો છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે.
યાદ રાખો
- સ્તનપાન તમારા શિશુ માટે શ્રેષ્ઠ અને ખૂબ કિફાયતી આહાર છે.
- સલાહ લો તે યોગ્ય છે. જે આહાર શિશુઓ માટે નથી તેનો ઉપયોગ કરવાથી નુકશાન કરી શકે. બિનજરૂરી અંશતઃ બોટલ- ફીડીંગ અથવા અન્ય આહાર અને પીણાં, સ્તનપાન પર નકારાત્મક અસર કરી શકે. આથી સ્તનપાન સિવાય કોઈ પણ બીજો આહાર શરૂ કરતાં પહેલાં આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી આવશ્યક છે.
- માતાનાં દૂધનાં લક્ષણોઃ તમારી પ્રસૂતિ પછી તરત જ સ્તનોમાં આવતું દૂધ પીળું અને ચીકણું હોય છે. આ દુધને કોલોસ્ટ્રમ કહે છે જે પ્રસુતિ પછીના પ્રથમ સપ્તાહમાં આવતું હોય છે. કોલોસ્ટ્રમક ‘મેચ્યોર’ દુધ કરતાં વધારે પોષણરક્ષણ હોય છે કારણ કે એ વધારે પ્રોટીન, વધુ ચેપ- રોધક ગુણવતા ધરાવે છે જે શિશુના જન્મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્વ રહે છે.એમાં વિટામિન ‘એ’નું પ્રમાણ પણ ઉંચુ હોય છે.- તમારા શિશુને તમારે કોલોસ્ટ્રમ આપવું જ જોઈએ કારણ કે તેમાં ઘણાં પોષણ દ્રવ્યો છે.
- બાળકને ખાંડનું પાણી મધનું પાણી, માખણ કે અન્ય મિશ્રણો ના પીવડાવવા- સ્તનપાન સંપૂર્ણ અને સમતોલ આહાર છે અને શિશુને તેના જન્મના શરૂઆતના ગાળામાં જે પોષણની જરૂર હોય છે તે પુરાં પાડે છે.એમાં ચેપ- રોધક ગુણવતાઓ છે જે શિશુને આરંભિક મહિનાઓમાં થતા ચેપ સામે રક્ષણ આપે છે,જે હંમેશા ઉપલબ્ધ હોય છે અને તેના માટે વાસણ કે બોટલની જરૂર નથી પડતી(જેમાં જંતુઓ હોઈ શકે) કે એ તૈયાર કરવા બળતણની જરૂર નથી પડતી.
સ્તાનપાન શા માટે?
- શિશુને સ્તનપાન કરાવવું એ શિશુ આહાર દુધના વિકલ્પ આપવા કરતાં ખૂબ સસ્તું પડે છે કારણ કે માતા ને જે વધારાના આહારની જરૂર પડે છે તેનો ખર્ચ શિશુ – આહાર દુધના ખર્ચ કરતાં ઓછો હોય છે- જે માતાઓ સામાન્ય રીતે સ્તનપાન કરાવે છે તે બાળકને જન્મ આપ્યા પછી સ્તનપાન ન કરાવતી મહિલાઓની સરખામણીમાં લાબાં ગાળા સુધી નીચો ગર્ભધાન- દર ધરાવે છે- પ્રસૂતિ પછી તરત જ સ્તનપાન કરાવવાથી ગર્ભાશય સંકોચવામાં અને માતાને પોતાની દેહાકૃતિ ઝડપથી પાછી ધારણ કરવામાં મદદ મળે છે.
સ્તાનપાનનું વ્યેવસ્થાતપનઃ
પ્રસૂતિ પહેલાં તમારા ડોકટરને એ કહેવાનું ના ભુલશો કે તમે સ્તનપાન કરાવવા ઈચ્છો છો. - તમારૂં શિશુ જન્મ લે કે તરત જ તમારે સ્તનપાન કરાવવું જોઈએ- ડોકટરો એવું પસંદ કરે છે કે તમારૂં શિશુ અને તમે પ્રસૂતિ પછી તરત જ ભેગા રહો. એ રડે કે તરત જ સ્તનપાન કરાવો..
ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.