অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકને સ્તનપાન કરાવવાથી માતાને સ્તન કેન્સર શક્યતાઓ નહિવત

બાળકને સ્તનપાન કરાવવાથી માતાને સ્તન કેન્સર શક્યતાઓ નહિવત
બાળકને સ્તનપાન કરાવવાથી માતાને સ્તન કેન્સર થવાની શક્યતાઓ ચોક્કસ ઓછી રહે છે.
હમણાં ભારતીય મહિલાઓમાં સ્તન કેન્સરના (આંકડા) એ ગર્ભાશયના મુખના કેન્સરના (આંકડાઓને) પાર કરી ગયા. જે વિશ્વના આંકડાને સમાંતર છે. સ્તન કેન્સરના સૌથી વધુ જોખમી પરિબળોમાં સ્ત્રીની ઉમર, પ્રથમ ગર્ભાવસ્થા મોડી હોવી, માસિક ચક્રની વહેલી શરૂઆત થવી અને મોડી રજોનિવૃત્તિ એ બધાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત નજીકના સગામાં કુટુંબમાં જ કોઈને સ્તન કેન્સર હોવું તેનો પણ સમાવેશ થાય છે, તદુપરાંત, જે મહિલાઓ તેમના નવજાત શિશુઓને સ્તનપાન કરાવતી નથી તેમને પણ સ્તન કેન્સરનું ઘણું મોટું જોખમ રહે છે, અને આવું એ રજોનિવૃતી (મેનોપોઉઝ) પેહલા અને રજોનિવૃત્તિ પછી એમ બને અવસ્થાઓના દર્દીઓમાં જોવા મળે છે. સ્તનપાન કરાવ્યું હોય તેવી સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાનું પ્રમાણ ઓછું હોય છે. અભ્યાસ એવું દર્શાવે છે કે, સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સરનું જોખમ એ પ્રાથમિક રીતે બે પધ્ધતિ ધ્વરા ઓછું થાય છે.
એક તો સ્તનની પેશીઓમાં વિભેદન (કાર્યભારની વહેંચણી) થવી અને બીજું સમગ્ર જીવનકાળ દરમ્યાન થતા માંસીક્ચક્રની સંખ્યામાં ઘટાડો થવો. આથી સ્ત્રીમાં ઇસ્ટ્રોજન એક્સપોઝર ઘટે છે, ઇસ્ટ્રોજન કે જે સ્તન કેન્સર માટે જવાબદાર (હોર્મોન) છે. “ઇન્ટરનૅશનલ કોલેબોરેટીવ ગ્રુપ ઓન હોર્મોનલ ફેક્ટર્સ ઈન બ્રેસ્ટ કેન્સર”. ધ્વરા અલગ અલગ 30 દેશોની 50,000 મહિલાઓ કે જેમને સ્તન કેન્સર થયું છે. તેમના પર સંશોધનો કરવામાં આવ્યા અને તેમની વ્યક્તિગત માહિતી એવું દર્શાવે છે કે 12 મહિના સુધી સળંગ સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સરનું જોખમ લગભગ 4.3% જેટલું ઘટે છે. (ઉપરાંત દરેક બાળજન્મ સાથે લગભગ 7% જેટલું જોખમ ઘટે છે.) આમ તે સકારાત્મક અસર દર્શાવે છે.
પ્રાપ્ય પુરાવા દર્શાવે છે કે લાંબા સમય સુધી સ્તનપાન કરાવવાથી અંડાશયના કેન્સર અને ગર્ભાશયના કેન્સરના જોખમમાં પણ સારો એવો ઘટાડો થાય છે.

માતા માટે ઉપહાર સ્વરૂપ અન્ય ફાયદા:

સ્તનપાનની પ્રસુતિ પૂર્વેનું વજન પ્રાપ્ત કરવામાં તથા પહેલા જેવી જ અપાપચાય ક્રિયાઓ પૂંન: સ્થાપિત કરવામાં મદદ મળે છે.

એવું જણાયું છે કે exclusive સ્તનપાન (500 કિલો કેલરી પ્રતિદિવસ) થી શરીરને જે ચયાપચય કરવું પડે તેનાથી ગર્ભાવસ્થામાં જે વજન વધ્યું હોય તે ઘટાડવામાં મદદ મળે છે. શરીરના વજનમાં ઘટાડો થવાના ફાયદા ઉપરાંત ઉત્તર અમેરિકાના એક અભ્યાસમાં એવું દર્શાવ્યું છે કે લાંબા સમય સુધી દુધનિર્માણ દૂધ સ્ત્રાવની પ્રક્રિયા એ ત્યાર પછીના ઘણા વર્ષો સુધી ચયાપચયના કોઈ રોગો કે અનિયમિતતાઓ થતી નથી.

સ્તનપાનથી નવજાત શિશુને થતા ફાયદા:

લાંબા સમય સુધી અને ટૂંકા સમયગાળા માટે સ્તનપાન કર્યું હોય તેવા નવજાત શિશુને મળતા ફાયદા અંગેના ઘણા જ મજબૂત પુરાવા છે. સ્તનપાન ધ્વરા નવજાત શિશુને જરૂરી એવા બધા જ પોષકતત્વો મળે છે. વળી, તેનાથી બાળપણની શરૂઆતમાં જ થતા ન્યુમોનિયાના કારણે થતા હોસ્પિટલાઇસેસન્સની પ્રમાણમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. સ્તનપાનની આ ચેપ લાગવવાનાં કિસ્સા ઘટે છે. એવું જ નથી, પણ તેનાથી ચેપની તીવ્રતામાં પણ ઘટાડો થાય છે, અને આ બધા માટે લાગુ પડે છે. અવિકસિત દેશો, વિકાશીલ દેશો અને વિકસિત દેશો બધા માટે સ્તન્ય દૂધમાં રહેલ કેટલા સૂક્ષ્મજીવો વિરોધી તત્વો, (anti-inflammatory) સૌની વિરોધી તત્વો ઉપરાંત કેટલાક અંતઃસ્ત્રાવો, પાચક ઉત્સેચકો, વૃધ્ધિ, નિયંત્રકો અને રોગપ્રતીકારકતા નિયંત્રકો એ આ ચેપ લાગવાની પ્રક્રિયા સામે રક્ષણ પૂરું પાડે છે. સ્તનપાન કરેલ હોય તેવા બાળકોમાં મોડી ઉંમરે રુધિરનું દબાણ ડાયાબિટીસ ટાઈપ 2 અને રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ બધા પર પણ ફાયદાકારક રીતે સંકળાયેલ છે. સ્તનપાન કરેલું હોય તેવા બાળકોમાં બાળ અવસ્થામાં થતી મેદસ્વિતાનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે. ઉપરાંત કિશોરાવસ્થામાં પણ મેદસ્વિતાની શક્યતાઓ ઘટી જાય છે.

આંકડાકીય માહિતી:

પ્રવર્તમાન સંશોધનનો અને નવી ધારણાઓ મુજબ, સ્તનપાન કરાવવાથી વૈશ્વિક સ્તરે સ્તનકેન્સરથી થતા મૃત્યમાં લગભગ 20,000 સુધીનો ઘટાડો નોંધાયો છે. ભારતમા સ્તન કેન્સરથી થતા 70,000 મૃત્યુમાંથી લગભગ 4,915 મૃત્યુ સ્તનપાન (Exclusive Breast feeding) થી અટકાવી શકાય છે.

ભારતની આંકડાકીય માહિતી:

ભારતીય મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં, સ્તન કેન્સર એ પ્રથમ ક્રમે છે. અહીં સ્તનકેન્સર થવાનો આંકડો 25.8 / 1,00,000 સ્ત્રીઓ અને તેનાથી મ્ર્ત્યુઆંક એ 12.7 / 1 લાખ સ્ત્રીઓ છે. આ આલેખ પરથી આંકડાઓ દર્શાવે છે. કે 2020 સુધીમાં ભારતમાં સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને કુલ 17,97,900 સુધી પહોંચી શકે છે .

ગ્લોબોકોન 2012 પ્રમાણે, ભારત-અમેરિકા અને ચીન આ ત્રણેય સંયુક્ત રીતે વૈશ્વિક સ્તન કેન્સરના એક તૃત્યાંશ દર્દીઓ ધરાવે છે 11.54% ના સ્તનકેન્સરના દરનો વધારો તથા તેનાથી થતા મૃત્યુમાં 13.82% નો વધારો એ ભારત માટે પડકારજનક પરિસ્થિતિ છે (2008-2012).

મૃત્યુદરમાં આટલો મોટો વધારો થવો એના કારણોમાં સ્તન કેન્સરની અપૂરતી તપાસ, નિદાન, પ્રથમ ગર્ભાવસ્થામાં વિલંબ, અપૂરતું સ્તનપાન કરાવવું અથવા સ્તનપાન ન કરાવવું, ઍડવાન્સ સ્ટેજમાં આવી જાય છે. પછી એટલે કે ઘણું મોડું રોગનું નિદાન થવું, યોગ્ય તબીબી સવલતો / ઉપચાર પ્રાપ્ત ન થવો મુખ્ય છે. 2012-2014 ના સમયગાળાની વિવિધ શહેરના આંકડાઓ જોઈએ તો (મુંબઈ, બૅંગ્લૉરું, ચેન્નાઈ, નવી દિલ્હી, દિબ્રુગઢ) મહિલાઓમાં સ્તન કેન્સર એ ટોચ ઉપર છે. વિવિધ શહેરોની આંકડાકીય માહિતી પરથી થિરુવનથપુરમનો બ્રેસ્ટ કેન્સર ક્રૂડ રેટ (CR) એ સૌથી વધુ (43.9 / 1,00,000) છે. ત્યાર પછી ચેન્નઈ (40.6), નવી દિલ્હી (34.8) અને મુંબઈ (33.6) આવે છે.

સ્તનપાન દ્રષ્ટિએ ભારત ક્યાં છે ?

15 રાજ્યોનો NFHS 4 ડેટા દર્શાવે છે. ભારતમાં સરેરાશ પ્રમાણમાં સ્તનપાન કરવવામાં આવે છે. નીચેના ચાવીરૂપ આંકડાઓ જુઓ..

  • જન્મ પછી તરત સ્તનપાનની શરૂઆત : 48.5%.
  • જયારે institutional deliveries નો દર 84.3%.
  • Exclusive સ્તનપાન : 56%.
  • પૂરક સ્તનપાન (Complemertary) : 49.6%.

સ્તનપાન કરાવવાની બાબતમાં ભારત પાછળ રહી જાય છે. આવું શા માટે?

ભારત તો “સ્તનપાન કરાવતું રાષ્ટ્ર “ બનવું જોઈતું હતું પણ દેશમાં સ્તનપાનના ઘટતાં જતા આંકડાઓ આ બાબતને સમર્થન આપતા નથી. આ દર ઘટવાના કેટલાક મહત્વના કારણો નીચે મુજબ હોઈ શકે.

પારંપરિક રીત:

જુનવાણી પ્રથાઓ બાળકને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવતા રોકે છે. જેથી નવજાત શિશુને જરૂરી પોષક દ્રવ્યો, એન્ટીબોડી અને તેની માતાના ગાઢ સંપર્કથી વંચિત રહી જાય છે. ખરેખર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓને પ્રથમ સ્તન્ય દૂધ (કોલોસ્ટ્રમ) ફેંકી દેવા માટેની સલાહ અપાતી હોય છે.

આધાર / સહકાર ન મળવો

માતાઓને કુટુંબમાંથી, સમાજમાંથી, તબીબ સહાયકો તરફથી અને ઘણી વખત કાર્યસ્થળેથી પણ આ માટેનો આધાર / સહકાર મળતો નથી. ઘણી વખત કુટુંબની વડીલ સ્ત્રીઓ બાળકને કેટલી વખત સ્તનપાન કરાવ્યું તેનું બરાબર નિરીક્ષણ કરતી હોય છે. અને સ્તન્યદૂધ અપૂરતું છે. એવું જણાવીને નવજાત શિશુને દૂધના અન્ય વિકલ્પો આપવા માટે માતાને પ્રોત્સાહિત કરે છે.

માતૃત્વ રક્ષણાત્મક નીતિનો અભાવ:

સ્તનપાન કરાવવા માટે ભારતમાં સ્પષ્ટ નીતિ કે એકશન પ્લાનનો અભાવ છે. ખાસ કરીને મોટાભાગની સ્ત્રીઓ બિનઆયોજિત કાર્યક્ષેત્રમાં તથા ખાનગી કાર્યક્ષેત્રમાં કામ કરતી હોય છે. તેમને આ સ્તનપાન અને તેમનું વ્યવસાયીક કામ બંનેનો સૂમેળ સાધવાનો હોય છે. આ તેમના માટે એક મોટો પડકાર છે. ઘણી વખત તેમને આ કોર્પોરેટ ક્ષેત્રમા અને કોન્ટ્રેક્ટ આધારિત કાર્ય સ્થળે માતૃત્વનો આ અધિકાર છોડી દેવો પડતો હોય છે.

યોગ્ય માહિતીનો અભાવ:

સમાજના જુદા જુદા તબક્કામાંથી મળતી અપુરથી માહિતી તેમજ અસ્પષ્ટ સંદેશાઓ તથા સ્તનપાનના વિકલ્પોનો આક્રમક અને અયોગ્ય પ્રચાર થતો હોવાથી પણ મહિલાઓ સુધી સ્તનપાનની યોગ્ય માહિતી અને તેને ફાયદાની જાણકારી પહોંચાડવી અત્યંત પડકારૂપ બની જાય છે.

ભારતમાં પ્રેરકબળ:

ભારતનું સ્તનપાન પ્રેરવા નેટવર્ક : (Breast Feeding Promotion Network of India).

બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઇન્ડિયા (BPNI) ની સ્થાપના 3, ડિસેમ્બર 1991ના રોજ વર્ધા મહારાષ્ટ્રંમાં થઈ હતી. તે એવી સંસ્થાઓ તથા વ્યક્તિએ સાથે સંકળાયેલ છે કે જે જનનની - શિશુના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. અહીં જનની શિશુના, સ્વાથ્યની સુધાર પ્રક્રિયાઓ તેનું રક્ષણ તથા સ્તનપાનને આધાર પૂરો પાડ્યો - વગેરોનો સમાવેશ થાય છે.

12 મહિના સુધી સળંગ સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સરનું જોખમ લગભગ 4.3% જેટલું ઘટે છે. ઉપરાંત દરેક બાળજન્મ સાથે લગભગ 7% જેટલું જોખમ ઘટે છે. આમ તે સકારાત્મક અસર દર્શાવે છે.

સ્તનપાન કરાવવાથી માતાને થતા સ્તનના કેન્સરનું જોખમ ઓછું થાય છે. જો તમે કરી શકો તો તમારા બાળકને (ચોક્કસ) સ્તનપાન કરાવો.

ડૉ ડી જી વિજય, સ્તન કેન્સર સર્જન. સહાયક, ડો તનય શાહ.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate