હોમ પેજ / આરોગ્ય / બાળ આરોગ્ય / શૉ-ઑફ કરતા બાળકોને કેવી રીતે સુધારાય?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શૉ-ઑફ કરતા બાળકોને કેવી રીતે સુધારાય?

શૉ-ઑફ કરતા બાળકોને કેવી રીતે સુધારાય?

સમીર અને શિલ્પા વચ્ચેનો છેલ્લા મહિનાનો આ ચોથો ઝઘડો હતો. એમના પર્સનલ કોઇ પ્રોબ્લેમ નહોતા. પણ પર્સનલથી ય વધી જાય એવા એકના એક સુપુત્ર કેદાર બાબતે આજે તો જાણે બંને જણ વચ્ચે ‘છૂટા પડવા' સુધીની નોબત આવી ગઇ..

‘મેં તને કેટલી વાર કહ્યું, સમીર... તેં જ કેદારને માથે ચડાવી માર્યો છે. સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણતા છોકરાને આઇ-ફોનની કોઇ જરૂર ખરી ? એના ફ્રેન્ડઝ પાસે હોય એનો મતલબ એવો તો નહીં કે તારે પણ એને આવી ટેન્ડર એજમાં આટલો મોંઘો ફોન આપી દેવાનો. વળી સાહેબ સ્કૂલે જાય તો પણ નાની ગાડીમાં ન જાય. પાછા હુકમો છોડે... “મને મૂકવા આવવું હોય તો ડ્રાઇવર અને મોટી કાર જ જાઇશે. ટ્યુશન અને ટૅનિસમાં પણ મને તો ડ્રાઇવર અને મારી મોટી કાર તો જાઇએ જ.” સમીર તને ખબર છે. બ્રાન્ડેડ ક્લોથ્સ અને વૉચ પહેર્યા વગર ભાઇસાહેબ ક્યાંય બહાર જતા નથી. તને ફરિયાદ કરું તો તારો એક જ જવાબ હોય “આપી દે ને હવે, એકનો એક દીકરો છે... એન્ડ વી કેન અફોર્ડ... આ બધું એણે જ ભોગવવાનું છે ને...” મને તારા આ વાક્યો સાંભળું છું ને ગુસ્સો આવે છે. એવું થાય છે કે હવે બધું છોડીને જતી રહું. આઇ કેન નોટ હેન્ડલ યોર્સ એન્ડ યોર સન્સ ટેન્ટ્રમ્સ એની મોર... ઇનફ ઇઝ ઇનફ...'. શિલ્પાની આંખોમાં એગ્રેશન હતું..

આ ‘નીઓ રીચ' કલ્ચરના સંતાનોના તેવર જ કંઇક અલગ થતા જાય છે. નવી જનરેશનને પૈસાની વેલ્યુ સમજાવવી અત્યંત અનિવાર્ય બાબત છે. દુઃખની વાત એ છે કે મોટાભાગના ઘરોમાં તેને રૂટિન પ્રોગ્રેસ તરીકે જાવાય છે. જેના ગંભીર પરિણામો આવી શકે. ઘરમાં રૂપિયો ક્યાંથી અને કેવી રીતે આવે છે અને ક્યાં જાય છે તેની સમજ દરેક જનરેશનને હોવી જ જોઇએ. દરેક ઇચ્છા પુરી થવી જ જોઇએ તેવી જીદ વધતી જાય તો વર્તનની દૃષ્ટિએ ભયંકર દુષ્પરિણામો મળી શકે. ક્યારેક કેટલાક ‘સ્યુડો મોટીવેટર્સ' એવું કહે છે કે ‘ઇચ્છો તે બધું જ મળે'...' આ વાક્યો દરેક પરિસ્થિતિ માટે અને દરેક માણસો માટે હંમેશા સાચા હોય એવું ન બને. આવી મટિરિયાલિસ્ટીક મેન્ટાલીટી ‘માનવતા'ના ગુણોની બાળપણમાં જ ઘોર ખોદી નાખે છે. કેદાર જેવા જીદ્દી સ્પેન્ડર્સ ભવિષ્યમાં માણસોની નહીં માત્ર વસ્તુઓની જ વેલ્યુ કરતા થઇ જાય છે. એક વસ્તુથી ધરાઇ જાય એટલે બીજી જાઇએ. બીજી પછી ત્રીજી... એમ આ વિકૃતિ ક્રોનિક થતી જાય છે. મતલબ એના ઊંડા જડમૂળિયા પ્રસરાવતી જાય છે..

કેટલાક કિસ્સા એવા પણ હોય છે જેમાં માતાપિતા અફોર્ડિંગ ન હોય છતાં બાળક વધુ પડતા ઉડાઉ હોય. ટૂંકમાં પોતાના મિત્રો સામે કે સ્કૂલમાં એક ‘બ્રાન્ડેડ બોય'ની ઇમેજ ધરાવતા હોય. આવા સંતાનો બેઝીકલી લઘુતાગ્રંથિથી પિડાતા હોય છે. પોતાને બીજા મિત્રો સારી રીતે બોલાવે એ માટે મોંઘા અને લેટેસ્ટ ગેજેટ્‌સનો મિત્રો સામે શૉ-ઑફ કરે છે. એ બધા મિત્રો પેલા ઇન્ફીરિયારિટી અનુભવતા બાળકની વાહ - વાહ કરે એટલે એને આત્મસંતોષ થાય છે અને અચેતન રીતે એ પોતાના ‘ઇગો'નું રક્ષણ કરે છે. આવા સંતાનોના માતા-પિતા સાથે તેમને ખૂબ સંઘર્ષો થતા રહેતા હોય છે. દીકરા કે દીકરી પ્રત્યે પ્રેમ હોય તો ઘણા બીઝી પેરન્ટ્‌સને તે દર્શાવતા આવડતું નથી એટલે વસ્તુઓની લાંચ આપીને ‘સંબંધ' જાળવ્યાનો કૃત્રિમ સંતોષ માને છે. જા કે સરવાળે બધાને નુકસાન જ થાય છે..

માતા-પિતાએ શું ધ્યાન રાખવું?.

  • તમે ગમે તેટલા પૈસાપાત્ર કે અફોર્ડિંગ હો તો પણ બાળકને પૈસાનું મૂલ્ય સમજાવવું એ તમારી પ્રાથમિક ફરજ છે..
  • તમારા બાળક માટે એક બહુ મોટી ન હોય તેવી રકમનું પાકેટ-મની નક્કી કરો. બાળકે એ જ નાણાંકીય લિમિટમાં પૈસા વાપરવાના છે તેવી સ્પષ્ટ સૂચના આપો. આનાથી બાળક ‘બજેટિંગ'નો મહત્વનો ગુણ શીખશે..
  • તમે પોતે પણ ઘરમાં વિગતવાર નોંધ કરી શકાય તેવી ‘એક્સપેન્સ ડાયરી' રાખો. એમાં જેણે જે ખર્ચ કર્યો હોય તે લખી નાખવો એવો નિયમ નક્કી કરો. દિવસના અંતે જ્યારે ડિનર પતે ત્યારે આ હિસાબોનું કામ કરી શકાય. જો તમારૂ બાળક કોઇ ખર્ચને ભૂલી જાય તો ગુસ્સે થયા વગર સમજાવટથી કામ લો અને ધીમે ધીમે પોતે કરેલા ખર્ચને યાદ રાખવાની ટેવ પાડો..
  • તમારા બાળકને બેંકિંગના કામકાજની શક્ય હોય તો સમજ આપો. પાસબુક ભરાવવી, ચેક લખાવવા કે બેંકમાં જવાની સાથે રહીને ટ્રેઇનિંગ આપો. આ ખૂબ અગત્યનું ‘ઇન્વેસ્ટમેન્ટ' ગણીને બાળકને સમજાવવા મહેનત કરો..
  • ક્યારેક એવું પણ કરી શકાય કે ઘરમાં કોઇ નવી વસ્તુ લાવવી હોય તો એ માટે ‘ફંડ' ઊભું કરવા (પછી ભલે ને તમે એ વસ્તુ તાત્કાલિક ખરીદી શકો તેમ હો તો પણ) ધીરે ધીરે એ માટે પૈસા બચાવવાની કૉમન ટેવ વિકસાવો. ભવિષ્યની નાણાંકીય સલામતી માટે આ ટેવ તમારા સંતાનને અત્યંત ઉપયોગી થશે..
  • જો તમારૂ બાળક કોઇ મોંઘા ગેજેટ માટે બહુ જીદ કરે તો તમે પહેલા નક્કી કરો કે ખરેખર એ વસ્તુની એને જરૂર છે કે કેમ ! જો ખરેખર જરૂર હોય અને પહોંચી વળો તેમ હો તો તાત્કાલિક અપાવો, પણ જરૂર ન હોય તો ગમે તેટલી જીદ પછી પણ તમે તમારી ‘ના' પાડ્યાની વાત પર મક્કમ રહો. અને બીજી બાબતો પ્રત્યે તમારા સંતાન સાથે બિલકુલ નોર્મલ બિહેવીયર રાખો..

માસ્ટર માઈન્ડઃ તમારા સંતાનની ‘આદત' કે એનું ‘વર્તન' ખરાબ હોઇ શકે, આખેઆખું સંતાન નહીં..

રેફરન્સ : ઉત્સવી ભીમાણી., માઈન્ડ મૅટર્સ.

2.93103448276
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top