બાળકોમાં વિકાસલક્ષી સિદ્ધિઓ
બાળકની વૃદ્ધિ એક જટિલ અને સતત પ્રક્રિયા છે. તેઓ અમુક ઉંમરે અમુક વસ્તુઓ કરવામાં સમર્થ હોવા જોઈએ. આ વિકાસલક્ષી લક્ષ્યો તરીકે ઓળખવામાં આવે છે. માતાપિતા તરીકે એ ખ્યાલ હોવું મહત્વનું છે કે કોઈ બે બાળકો સરખી ગતિએ વિકસતા નથી. તેથી, ચિંતા કરવું નિરર્થક છે કે બાજુવાળાનું બાળક જે કરી શકે છે આપણું બાળક તે નથી કરી શકતું. વિવિધ પ્રવૃત્તિઓ માટે નોંધાયેલ ઉંમરે, બાળકનું અમુક સમયે અવલોકન કરવું જોઈએ.
થોડા મહિનાના અંતે જો તે ચોક્કસ પ્રવૃત્તિ કરી નથી શકતું તો પિડીયાટ્રિશીયનની સલાહ લેવી જોઇએ. તે હકીકત ધ્યાનમાં લેવી જરૂરી છે કે બાળક અલગ વર્તન કરે છે કારણ કે તે બીમાર કે અસ્વસ્થ છે. ક્યારેક, બાળક કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં બીજા તેની જ ઉંમરના બાળકોથી ધીમે વિકાસ કરે પણ બીજા ક્ષેત્રોમાં અન્ય બાળકોથી આગળ હોય. બાળકની તૈયારી નથી તો તેને ચાલવા શીખવતાં મજબૂર કરવાથી મદદ નથી થતી.
વિકાસલક્ષી વિલંબ માટે ઝડપી પરખ
- ૨ મહિના - સામાજિક સ્મિત
- ૪ મહિના - ગરદન પકડવી
- ૮ મહિના - આધાર વિના બેસવું
- ૧૨ મહિના - ઉભા રહેવું
જન્મથી ૬ અઠવાડિયા સુધી
- શિશુ માથું એક બાજુ કરીને પીઠ પર સુવે
- અચાનક અવાજ તેને ચમકાવે અને શરીર કડક બનાવે
- મુઠ્ઠી બંધ હોય
- બાળક કોઈ વસ્તુને પકડી શકે જે તેના હાથમાં આપવામાં આવે; આને મજબૂત પકડ પ્રતિક્રિયા કહેવાય
૬ અઠવાડિયાથી ૧૨ અઠવાડિયા સુધી
- તેનું માથું સારી રીતે પકડતા શીખે છે
- વસ્તુઓ પર આંખો સ્થિર કરવામાં સમર્થ
૩ મહિના
- જ્યારે બાળક તેના પીઠ પર ઊંઘે છે તો પોતાના હાથ અને પગ એક સરખા હલાવી શકે છે. આચકા વગરનું હલનચલન. રડવા સિવાય બાળક ખળખળ અને અન્ય અવાજ કરે છે
- બાળક માતાના અવાજને ઓળખે છે અને તેને પ્રત્યુત્તર આપે છે
- બાળકના હાથ સતત ખુલ્લા હોય છે
- જ્યારે બાળકને સીધુ રાખવામાં આવે તો એક ક્ષણ કરતાં વધુ માટે તેના માથાને આધાર આપવા સક્ષમ છે
૬ મહિના
- બાળક પોતાના જ હાથ સાથે રમે છે
- બાળક તેની આસપાસ કરવામાં આવેલ ધ્વનિ તરફ માથું વાળે છે
- બાળક પોતાના પીઠથી પેટ અને પેટથી પીઠ પર ફરી શકે છે
- બાળક આધાર સાથે થોડા સમય માટે બેસી શકે છે
- જ્યારે બાળકને લેવાય ત્યારે તે પોતાનું થોડું વજન લઈ શકે છે
- જ્યારે બાળક પોતાના પેટ પર હોય ત્યારે તે પોતાનું વજન તેના પસરેલા હાથ પર લઈ શકે છે
૯ મહિના
- બાળક આધાર વગર બેસે છે અને હાથનો આધાર આપ્યા વગર શરીરને ઉચકે છે
- બાળક હાથે કે ઘૂંટણથી ચાલે કે ખસે છે
૧૨ મહિના
- બાળક ઊભા થવા માટે ઉપર આવે છે
- બાળક 'માં' જેવા શબ્દો બોલવા લાગે છે
- બાળક ફર્નિચર પકડી ચાલતા શકે છે
૧૮ મહિના
- બાળક મદદ વગર ગ્લાસ પકડી શકે અને ઢોળ્યા વગર તેમાંથી પી શકે છે
- બાળક મોટો ઓરડો કોઈ પણ આધાર વિના ચાલીને પાર કરી શકે (પડ્યા કે ધ્રૂજ્યાં વગર)
- બાળક એક-બે શબ્દ બોલી શકે છે
- બાળક પોતાની જાતે ખાઈ શકે છે
૨ વર્ષ
- બાળક પોતાના અમુક કપડા કાઢી શકે છે, જેમકે રાતના કપડા
- બાળક પડ્યા વગર દોડી શકે છે
- બાળક ચિત્રની ચોપડીમાં ચિત્રમાં રસ લેતું થાય છે
- બાળક, તેને જે જોઈએ તે કહી શકે છે
- બાળક અન્યએ બોલેલા શબ્દોનું પુનરાવર્તન કરી શકે છે
- બાળક પોતાના શરીરના કેટલાક ભાગોને ઓળખી બતાવવામાં સક્ષમ થાય છે
૩ વર્ષ
- બાળક બોલને ખભા ઉપર હાથ લઈને ફેકી શકે છે (સાઈડ કે અંડર આર્મ નહીં)
- બાળક સરળ પ્રશ્નોના જવાબ જેમ કે "તમે છોકરો કે છોકરી છો?" આપી શકે છે
- બાળક વસ્તુઓ મૂકવામાં મદદ કરે છે
- બાળક ઓછામાં ઓછુ એક રંગનું નામ આપી શકે છે
૪ વર્ષ
- બાળક ત્રણ પૈડાંની સાઇકલ ચલાવી શકે છે
- બાળક પુસ્તકો અથવા સામયિકોમાંથી ચિત્રોના નામ કહી શકે છે
૫ વર્ષ
- બાળક પોતાના કપડાના કેટલાક બટન બંધ કરી શકે છે
- બાળક કમસે કમ ત્રણ રંગના નામ આપી શકે છે
- બાળક એક પછી એક પગ મુકતા પગથિયાં ઉતરી શકે છે
- બાળક પગ પોહળા કરીને કૂદકો મારી શકે છે
સ્રોતઃDoctor NDTV Teamફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.