অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોનું રડવાનું કારણ

રડવુ એ એક સંચારનુ સાધન છે.


ધ્યાનમાં રાખો કે રડવુ તે ફક્ત એક જ સંવાદ સ્થાપિત કરવાનો રસ્તો છે, ભલે તે ભુખ્યુ હોય, એકલુ હોય, ભીનુ હોય, અસ્વસ્થ હોય, બહુ ગરમ હોય, બહુ ઠંડુ હોય અથવા તેને સારૂ ન લાગતુ હોય. અઘરૂ છે પણ તમને બાળકના જુદીજુદી જાતના રોવા વિષેનો ફરક ખબર પડશે અને તમે તે જાણશો કે તેને શું જોઇએ છે. ધીમેધીમે તમારૂ બાળક બરોબર રીતે સંચાર કરી શકશે. તે ઘણીવાર ઓછુ રડશે અને તે પણ થોડા સમય માટે અને તેને આરામ દેવા માટે સહેલુ થઈ જશે.

ભુખ માટે રડવુ.


ઘણીબધી વાર જ્યારે બાળક રડે છે તે બતાવે છે કે તેને ભુખ લાગી છે. કેટલાક માતાપિતા તે સહેલુ થઈ જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે બાળકને ભુખ લાગી છે એટલે તે રડે છે. એ જાણવામાં આવ્યુ છે કે આખુ ભરેલુ પેટ બાળકને ઘણો આરામ પહોચાડે છે.

થાકને કારણે રડવુ.


બાળક ઘણીવાર થાકને લીધે સુવા માટે રડે છે. તેને તેડીને અથવા એક નકલી પુતળી આપીને શાંત કરવુ તે યોગ્ય નથી. આ તેના રોજના નિયમિત રીતે સુવાના ક્રમ માટે વધારે અઘરૂ બની જશે. એક નિયમિત રૂપે રોજનો સુવાનો ક્રમ અને દિવસમાં પૂરતો આરામ તેને મદદ કરશે.

અપચનને લીધે રડવુ.


બાળકો તેમને આકડી આવવાથી પણ રડે છે. આનો અર્થ એ નથી કે બાળકને આકડી આવે છે. જ્યારે બાળકો વાસ્તવિક રીતે આકડીને લીધે રડે છે, તેનો અર્થ એ છે કે તેમને પેટમાં અપચો થયો છે. ઘણીવાર અપચો થાય છે જ્યારે તમે તમારા બાળકને બહારનુ દુધ આપો છો અથવા તમે તેની બનાવટ બદલી નાખો છો. તમારૂ બાળક જો સંપૂર્ણરીતે માતાના દુધ ઉપર હોય, તો તેને અપચો થવાનુ કારણ તેની માતાએ કાઇક ભારી (જે પચવા માટે અઘરૂ હોય) ખાધુ હશે. જો તમારૂ બાળક ઘટ્ટ આહાર ઉપર હોય તો તેણે આખા દિવસ દરમ્યાન શું ખાધુ છે તેનુ પૃથ્થકરણ કરો. આ કદાચ તમને મદદ કરશે કે કેટલાક ખાદ્ય પદાર્થો હશે જેને લીધે તેને અપચો થયો છે. ઘણીવાર ભારતીય માતાઓ તેમના બાળકોને ગ્રાઈપ વોટર આપે છે. તે છતા ગ્રાઈપ વોટરના વૈદ્યકીય ફાયદાઓ હજી સ્પષ્ટ થયા નથી, તે માતાને સારૂ લાગે છે કે તે બાળકને શાંત કરી શકે છે, અને તે થોડા સમય માટે બાળકનુ ધ્યાન દુર કરી શકે છે, કારણકે ગ્રાઈપ વોટરનો સ્વાદ મીઠો છે.

તે રડતુ હશે કારણકે તેને ઓડકાર આવવો જોઇએ.


ધવડાવતી વખતે બાળકો ઘણીવાર હવાને ગળી જાય છે. આનાથી બચવા માટે માતાપિતાએ કેટલાક સાવચેતીવાળા પગલા ભરવા જોઇએ. બાળકો ઓછી હવા ગળી જશે જો તમે તેને દુધ પિવડાવતી વખતે જેટલુ બની શકે તેટલુ ઉભુ રાખીને ઓડકાર ખવડાવશો. બાટલી ઉપર બરોબર માપની ટોટીમાં કાણુ કરવાથી હવા લેવાનો દર ઓછો થઈ જશે. ધવડાવતી વખતે તમારા બાળકને નિયમિત રૂપે ઓડકાર ખવડાવો કે જેથી તેણે લીધેલ હવા બહાર નીકળી જાય. બાળકના પેટ ઉપર ધીમેથી હળવી રીતે દબાણ આપો, થાબડતી અથવા તેની પીઠ ઉપર ચોળતી વખતે જે જાણવામાં આવ્યુ છે કે તે અસરકારક થાય છે.

દેખીતી રીતે ગમે તે કારણ વીના રડવુ.


કેટલીક વાર તમને એ જાણવા મળશે કે તમારૂ બાળક રડવાનુ રોકતુ નથી. કેટલાક અભ્યાસો એ બતાવે છે કે પાંચમાંથી ચાર બાળકો ૧૫ મિનિટથી એક કલાક સુધી કોઇ પણ કારણ વીના રોજ રડવાના સત્રો રાખે છે. આ ઘણીવાર એટલે જોવામાં આવ્યુ છે કે જ્યારે બાળકની અવગણના થાય છે અથવા તેની આજુબાજુમાં ચારો તરફ ઘણો અવાજ થઈને પ્રવૃતિઓ થાય છે. બાળકો ઘણીવાર આવી તીવ્ર જાતના ધાંધલ અને દોડધામ સહન કરી શકતા નથી. સંવેદનશીલ અને વધારે પડતા ભાર પછી બાળક સારી રીતે રડીને આરામનો અનુભવ કરે છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate