অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવા જન્મેલા માટે પાલકત્વ

નવા જન્મેલા માટે પાલકત્વ

આ દિવસ માટે મહિનાઓ સુધી રાહ જોયા પછી છેવટે તમારા નવા બાળક સાથે તમારો મેળાપ થયો. બધા માતાપિતાની જેમ, તમે પણ મુંજાઈ જશો અને તમને બિલ્કુલ ચોખ્ખી કલ્પના નહી હોય કે તમારો પહેલો મેળાપ કેવો હશે. તમારા બાળકનો ગર્ભની બહારનો પહેલો દિવસ તમારા જીવનમાં બીજા દિવસો કરતા વધારે મહત્વપુર્ણ હશે.

તમારૂ બાળક કેવી રીતે સંવાદ કરે છે ?

રોવુ તે તમારા બાળકનુ મુખ્ય સંચારનુ સાધન છે, પણ બીજા પણ વધારે સારી રીતના સાધનો માટે તે સમર્થ છે. તમારૂ બાળક સાધારણ રીતે રડીને એ બતાવે છે કે ત્યા કાઈ ખોટુ થઈ રહ્યુ છે જેવુ કે તેના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે, તેનુ પેટ ખાલી છે, તેનો નીચેનો ભાગ ભીનો છે, તેને પગમાં ઠંડી લાગે છે, તે થાકી ગયુ છે, તેને લાડ કરીને તેડવાની ઇચ્છા છે. તમે ધીમેધીમે પણ નિશ્ચિતરૂપે સમજશો કે તમારૂ બાળક શું વ્યક્ત કરવા માંગે છે અને તે પ્રમાણે તમે તેનો જવાબ આપશો. ઘણી બધી વાર તમને તમારા બાળકના રડવા ઉપરથી સમજવુ જોઇએ કે તે શેના માટે રડે છે, દા.ત "મને ભુખ લાગી છે." તે રડવાનુ ટુકુ હશે અને નિચલા અવાજનુ હશે, જ્યારે "હું અસ્વસ્થ છુ." તે કદાચ અનિયમિત હશે. ઘણીવાર તમારૂ બાળક કોઇ ખાસ કારણ વીના પણ રડશે અને તેને તમે તરત જ ધીરજ આપી નહી શકો. આવી પરિસ્થિતીમાં તમે એકદમ અસ્વસ્થ નહી થાવ, કારણકે રોવુ એ એક રસ્તો છે બહાર કાઢવાનો જ્યારે તેના ઉપર વધારે ભાર હોય.

એક નવુ જન્મેલુ બાળક માણસના અવાજ અને બીજા અવાજ વચ્ચેનો ફરક બતાવી શકશે. તમારે પ્રયત્ન કરીને અને ધ્યાન આપીને પ્રયાસ કરવો જોઇએ કે તમારા અવાજનો તે કેવી રીતે જવાબ આપે છે. તે સહેલાઈથી દેખભાળ, ખોરાક, હુંફ, સ્પર્શ અને તમારા અવાજની સાથે સંબધિત થઈ જશે. જો તે તેના ઘોડીયામાં રડતુ હોય તો તમે જુઓ કે તે કેવી રીતે જલ્દીથી તમારા આવતા અવાજને સાંભળીને શાંત થઈ જશે. તમે તેને નજીકથી જુઓ કે જ્યારે તમે તેને પ્રેમથી બોલાવો છો, ત્યારે તે કેવી રીતે તમને સાંભળે છે. તમારા અવાજને જે નજીકથી ધ્યાન આપશે જ્યારે તમે બોલશો. તમારા બાળકના પહેલા મહીના દરમ્યાન તે તમને તેના પહેલા સ્મીતની ઝલક આપશે જે કદાચ તેનુ પહેલુ હાસ્ય હશે અથવા કૃત્રિમ હાસ્ય હશે.

તમારા નવજાત બાળકની દૃષ્ટિ

 

નવજાત બાળક શું જોઇ શકે છે.

એક નવજાત બાળક ૧૦" થી વધારે દુર જગ્યા સુધી કોઇ પણ વસ્તુને બરોબર રીતે ફોકસ નથી કરી શક્તુ. જવજાત બાળકની આંખો માણસના ચેહરા માટે અને તેના અવરજવર માટે બહુ સંવેદનશીલ હોય છે. એક નવજાત બાળકની રંગની દૃષ્ટિ શરૂઆતમાં ચળકતા રંગ જેવા કે લાલ અને આસમાની સુધી સીમિત છે અને પછી છેવટે તેમાં લીલા અને પીળા રંગનો સમાવેશ થાય છે.

તમારૂ બાળક ક્યારે સંપૂર્ણ દૃષ્ટિ વિકસિત કરશે.


જ્યારે તમારૂ બાળક ચાર મહિનાનુ થાય ત્યારે તેને/તેણીને સંપૂર્ણ ૩ પરિમાણોની દૃષ્ટી વિકસિત થશે. અને છ મહિનાનુ થાય ત્યારે તે/તેણી ઘણુ કરીને સંપૂર્ણ દૃષ્ટી મેળવશે.

તમે કેવી રીતે કહી શકશો કે તમારા બાળકને દૃષ્ટીની સમસ્યા છે.


તમારા બાળકને કદાચ દૃષ્ટીની સમસ્યા હોય જો તે ફર્નીચર સાથે ભટકાતુ હોય અને તેના તરફ ફેકેલો દડો તેને ગોતવામાં તકલીફ પડતી હોય તો તેને કદાચ બરોબર રીતે દેખાતુ ન હોય તેના લક્ષણો છે. તેની આંખોમાં થતા બદલાવ વિષે સાવધાન રહો, જેવા કે એક આળસુ આંખ, આંખની પાપણો નમાવવી અથવા બાડી નજર.

તમારા નવજાતની સુવર્ણશક્તી.

તમારૂ નવજાત શીશુ શું સાંભળી શકે છે.


બાળકો મોટા અવાજોથી ચોકાઇ જાય છે. ચાર મહિનામાં તેઓ અવાજના મૂળ તરફ વળી જાય છે. સાંભળવુ અને ભાષણ હાથો હાથ જાય છે. ત્રણ મહિના પછી મોટા ભાગના બાળકોની માતાપિતાની સાથે વાતો કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે. સુપરિચિત અવાજો કેટલીક ભાવનાઓને ઉશ્કેરાવે છે.

એક બાળકનુ સાંભળવાનુ કેવી રીતે વિકસિત થાય છે.


તમારૂ બાળક જુદીજુદી ભાવનાઓ જેવી કે ગુસ્સો અને પ્રેમ જેમજેમ તે મોટી થતી જાય છે તેને સમજે છે. જુદાજુદા અવાજો એક બાળકને સંચારને શીખવા મદદ કરે છે. ભાષણનો વિકાસ જલ્દી થાય છે, જો બાળકની સાથે વાતો કરો અને તેને સંબોધિત કરો. માતાઓએ હંમેશા તેમના બાળકની સાથે ખોરાક, નાહવા અને રમવા વગેરે વિષે વાતો કરવી જોઇએ.

હું કેવી રીતે કહી શકીશ કે મારા બાળકને સાંભળવાની સમસ્યા છે.


સાંભળવુ અને ભાષણ હાથોહાથ જાય છે. જો તમારી દીકરી ૩૬ મહિનાની થાય ત્યા સુધી બોલતી ન હોય તો તેને વૈદ્યકીય સલાહની જરૂર છે. અપુરતી શ્રવણશક્તિ કદાચ ભાષણની સમસ્યા માટે જવાબદાર છે.

તમારા સ્વાસ્થય માટે Juice Plus+® : સારૂ પૌષણ સારી તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે અને દરરોજ ઘણા બધા તાજા કાચા ફળો અને શાકભાજી ખાવા તે સારા પૌષણ માટે મહત્વપૂર્ણ છે. Juice Plus+® એક પૌષણ ઉપર આધારિત સંપૂર્ણ ખોરાક છે - ફળો અને શાકભાજી ખાવા સિવાય ઉત્તમ વસ્તુ છે. Juice Plus+® એક અજોડ સ્વતંત્ર રૂગ્ણાલયને લગતો સંશોધનનો કાર્યક્રમ છે.

Juice Plus+® બાળકોના પૌષણને પ્રોત્સાહિત કરે છે. Juice Plus+® ૧૭ જાતના ફળો, શાકભાજી અને અનાજને પોષકતત્વનો પ્રબંધ કરે છે. 

Juice Plus+® આરોગ્ય અને સ્વસ્થ: Juice Plus+® એક સાદો, સગવડભર્યો અને સસ્તો તમારા આહારમાં પૌષ્ટીક્તત્વ વધારવા માટેનો રસ્તો છે.

Juice Plus+® પ્રાકૃતિક સ્વાસ્થયની પુરવણી છે. Juice Plus+® ના ફાયદા વિષે વધારે શીખો.
તમારા આરોગ્ય માટે Juice Plus+® : Juice Plus+® લેવાની આખી દુનિયાના હજારો સ્વાસ્થયના વ્યવસાઈકોએ સિફારીસ કરી છે. Juice Plus+® એ એક આખો ખોરાકને આધારિત પૌષ્ટીક આહાર છે, ફળો અને શાકભાજી ખાવા સિવાય બીજી વસ્તુ છે. અને Juice Plus+® એક અજોડ આધારિત સ્વતંત્ર રૂગ્ણાલયને લગતો સંશોધનનો કાર્યક્રમ છે.

સ્ત્રોત; આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate