অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોને સ્થૂળ બનતા અટકાવો

હાલના મોર્ડન જમાનામાં મેદસ્વીતાનો રોગ વધી રહ્યોં છે. એક અંદાજ મુજબ ભારતમાં લગભગ 10થી 20 ટકા બાળકો સ્થૂળ છે જ્યારે કિશોરોમાં આ સંખ્યા 30 ટકા સુધી વધી છે. સ્થૂળતાને ભારતમાં સમૃદ્ધિના સંકેત તરીકે માનવામાં આવે છે, પણ હવે તે મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગની વસ્તીમાં પણ જોવા મળે છે.

બાળકોમાં સ્થુળતા શા માટે થાય?

આનુવંશિક્તા: બાળપણના મેદસ્વીતાપણાની 1થી 4 કિસ્સાઓમાં વારસાગત પરિબળો દ્વારા યોગદાન આપવામાં આવે છે જેમકે પ્રેડર-વિલી સિન્ડ્રોમ.

આહાર અને જીવનશૈલીની અસર

  • સતત બેઠાડું જીવન.
  • જંકફૂડનો વધુ પડતો ઉપયોગ.
  • મેદાની રમતો ન રમવી.
  • ટીવી, મોબાઈલ અન્ય ગેજેસ્ટ્સનો વપરાશ.
  • સ્તનપાન કરાવતી માતાઓના સંખ્યામાં ઘટાડો થવાથી મોટાભાગના શિશુઓ મોટા થયા પછી સ્થૂળ બની જાય છે.

BMI ઉપર મોનિટરિંગ જરૂરી.

બોડી માસ ઈન્ડેક્સિ (BMI) બે વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે મેદસ્વીતા નક્કી કરવા માટે સ્વીકાર્ય છે. તે વજનથી ઉંચાઈના ગણોત્તર દ્વારા નક્કી કરવામાં આવે છે. બાળકોમાં BMIની સામાન્ય શ્રેણી વય અને લિંગ સાથે બદલાય છે.

85 ટકા ઉપરના BMI: વધારે વજન અને 95 ટકાના BMI: સ્થૂળતા ગણી શકાય છે.

સ્થૂળતાની આરોગ્ય પર અસર

  1. કાર્ડિયોવાસ્ક્યુલર: હાયપરટેન્શન, હાયપરલેપિડેમિયા, પુખ્ત વયે હૃદય રોગ થવાનું જોખમ વધવું.
  2. શ્વસન: અવરોધક સ્લીપ એપનિયા, સ્થૂળતા હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમ.
  3. ન્યુરોલોજીકલ: આઈડિયોપેથિક ઈન્ટ્રોક્રેનિયલ હાઈપરટેન્શન.
  4. ગેસ્ટ્રોઈનટેસ્ટિનલ: કોલેલીથાયસિસ, ફેટી લીવર.
  5. એન્ડોક્રાઈન: ડાયાબિટીસ ટાઈપ 2, મેટાબોલિક સિન્ડ્રોમ.
  6. મનોવિજ્ઞાનિક: ચિંતા, હતાશા.
  7. ત્વચા: ઈન્ટરટ્રિગો.

બાળકોમા મેદસ્વીતા દૂર કરવાના ઉપાય

આહાર: આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીની માત્રા ઘટાડવી તેમજ પાણી, ફળો નટ્સનો ખોરાકમાં ઉમેરવા. સોફ્ટ ડ્રિન્ક્સનો વપરાશ ટાળવો, ફાસ્ટ-ફૂડ બંધ કરવા.

આઉટડોર પ્રવૃતિ વધારો: હંમેશા મોલ અથવા મૂવીઝ જોવુ જરૂરી નથી, પિકનિક્સ, ટ્રેકિંગ અને આઉટડોર પ્રવૃતિઓ માટે બાળકોને બહાર લઈ જવા.

બાળકોને ઘરના કામ શીખવાડો: બાળકોનો રસોડાના કામમાં ઉપયોગ લેવો અથવા ઘરકામમાં મદદ લેવી.

સ્ક્રીન સમયમાં ઘટાડવો: દિવસમાં બે કલાકથી ઓછા સમય માટે ટીવી જોવું અને મોબાઈલ અને વીડિયો ગેમ્સના એક્સેસનો સમય નિશ્ચિત કરવો.

શાળાના મુદ્દાઓ: ખાતરી કરો કે તમે જે શાળામાં તમારા બાળકની નોંધણી કરી રહ્યાં છો તે રમતનું મેદાન અને દિવસના સમયપત્રકમાં સમર્પિત સમયગાળો છે. શાળાની રમત પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો.

શારીરિક પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરો: યોગ બાળકોમા શારીરિક તંદુરસ્તી, એકાગ્રતા અને શાંત રહેવામાં મદદરૂપ થાય, સ્વિમિંગ, સાયકલિંગ, નિયમિત કરવી, દૈનિક સ્કેડ્યુલમાં નિયમિત પ્લે સમયની મંજૂરી આપો.

તમારા વલણને બદલો: કોઈ સમસ્યા હોવાને ઈનકાર કરવાને બદલે તમારા બાળકમાં સ્થૂળતાની હાજરીને સ્વીકારો, માતા-પિતા પોતે સક્રિય જીવનશૈલીને અને તંદુરસ્ત થાય તો પણ તે મદદ કરી શકે છે, માતા-પિતાએ બાળકની ટકા કરવી જોઈએ નહીં.

દવાઓ

હાલમાં બાળકોમાં સ્થૂળતાના ઉપચાર માટે દવાઓ માન્ય નથી.

સર્જરી

બાળકોમાં સ્થૂળતા માટે શસ્ત્રક્રિયાને જીવનશૈલીમા પરિવર્તનની તુલનામાં સારા પુરાવા નથી.

સ્ત્રોત : ડૉ જીજ્ઞેશ મોદી, પીડિયાટ્રિશિયન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate