નાના બાળકોને અપાતા આહારના બે મુખ્ય સ્વરૂપ છે.
બાળકને દિવસમાં બે પ્રવાહી સ્વરૂપમાં દૂધ પ્રથમ આવે છે તે પછી આવે છે. ફળોના રસ. શરૂઆતમાં બાળકને ભલે માત્ર દૂધ અપાય, પરંતુ ત્રીજા માસથી બાળકને દૂધના બે સમય વચ્ચે એકવાર મોસંબી, સંતરા, દ્રાક્ષ કે ટામેટાનો રસ કાઢી આપવો શરૂ કરી દેવો જોઈએ.
ચોથા માસથી બાળકને વિટામીન 'ડી', કોડલિવર ઓઇલ, કુમળા સૂર્ય-તાપનું સેવન કે ચુના તત્ત્વની ટીકડી આપી શકાય છે.
છઠ્ઠા માસથી બાળકને દૂધ અને ફળોના રસ ઉપરાંત રાબ, ઘેંશ જેવો અર્ધ ઘન, અર્ધ દ્રવ જેવો ખોરાક આપી શકાય છે.
બાળક માત્ર દૂધથી તંદુરસ્ત અને સંતુષ્ટ રહેતું હોય તો પણ જ્યારે તે ત્રણ માસનું થાય કે તેને ફળોના રસ આપવા શરૂ કરવા સામાન્ય રીતે મીઠાં કે જરાક ખટ-મીઠા ફળો તે માટે લેવા જોઈએ. બાળકોને સંતરા, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાકા ટામેટા, લીબુ, અનાનાસ, સફરજન જેવા ફળોના રસમાં ગ્લુકોઝ અથવા મધ ઉમેરી આપી શકાય. રસ પાવાની શરૂઆત કરતાં પહેલા ઉકાળી ઠંડા કરેલા પાણીમાં મધ તથા ફળનો રસ ઉમેરી આ મિશ્રણ થોડું થોડું પાવું ધીરે ધીરે તેમાં પાણીનું પ્રમાણ ઘટાડી સીધા રસ પર આવી જવું.
ફળોનો રસ આપવા સાથે બાળકને વચ્ચે વચ્ચે દિવસમાં સિઝન મુજબ પાણી પણ પાવું દિવસમાં ૨- ૩ વાર બુધ, એક બે વાર રસ અને ૨- ૩ વાર પાણી જરૂરત મુજબ વારાફરતી પાવાં.
બાળકને સાદું પાણી પીવા આપવા કરતા ઉકાળેલું પાણી ખાસ પાવું. ઉનાળામાં ખાસ બપોરના સમયે ઉકાળીને ઠારેલું (ફ્રીઝમાં ઠારેલું નહીં) પાણી પાવું. બાળક કદાચ સાદું પાણી ન પીવે તો તેમાં મધ કે થોડો ગ્લુકોઝ પાઉડર નાખી પાણી પાઈ શકાય. જ્યારે પણ બાળકને પેશાબ પીળો થાય ત્યારે તેને ખાસ વધુ પાણી પણ આપી શકાય છે.
બાળકને દૂધ અને રસ સાથે ન આપવા બે વખતના ધાવણ કે દૂધની વચ્ચેના સમયે તેને ફળનો રસ આપવો. બાળકને સુવડાવવાનું હોય ત્યારે એકવાર રસ આપવો અને બીજીવાર તે બપોરે સૂઈ ઉઠે ત્યારે રસ આપવો.
ફળો: બાળક ચાર- પાંચ માસનું થાય તે પછી તેને દૂધ, સૂપ, ફળોના રસ ઉપરાંત કેટલાક ફળોના છૂંદા કરી ખાવા આપવા. આ ફળોમાં કેળાનો છૂંદો, પપૈયાનો છૂંદો, ચીકુનો છૂંદો કે બાફેલા સફરજનનો છૂંદો અથવા તો પાકા અન્ય ફળનો છૂંદો પણ યોગ્ય માત્રામાં આપી શકાય છે.
માતાએ પોતાના બાળકને સમયસર અને તેની વય મુજબ યોગ્ય માપસર જ ખોરાક આપવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે તેનાથી બાળકની તંદુરસ્તી જળવાય છે અને બાળક શરૂઆતથી જ ખોરાકનું નિયમિત સેવન કરતા શીખે છે. ઘણીવાર બાળક રડતા તેની સાથે તેની માતા 'તે ભૂખ્યું થયું હશે' તેમ માનીને તેને દૂધ કે ખાવાનું આપી દઈ તેને છાનું રાખે છે પણ બાળક રડે તેટલીવાર તેને ખાવા દેવાની આદત યોગ્ય નથી. વળી બાળક એ રીતે વારંવાર ખાય તો તેને હોજરી અને પેટ બગડી જતા અનેક રોગો થાય છે.
બાળક ૩ માસનું થતાં તેના આહારમાં દૂધ પછી શાકભાજીના સૂપ દાખલ કરવાથી તેમાં રહેલ લોહતત્ત્વ બાળકના લોહીને સુધારે છે અને તેમાં રહેલ ચૂનો તથા ફોસ્ફરસ બાળકના દાંત અને હાડકાને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકના દાંત અને હાડકાને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકના શરીરનો વિકાસ કરી તેના પેટ ને સાફ રાખે છે તે સિવાય તે બીજા અનેક દર્દો સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
ત્રણ માસના બાળકને શરૂઆતમાં બાફેલા શાકનો સૂપ અને પછી જાડો રસ આપવો. શરૂઆતમાં ૧ ચમચા જેટલો સૂપ કે શાકનો રસ દેવો. મહિનાની આખરે ૩ ચમચા જેટલું પ્રમાણ બાળકને આપી શકાય. બને ત્યાં સુધી બાળકને બપોરના ભોજનરૂપે જ શાક કે ફળના રસ કે સૂપ આપવો બાળક માટે દૂધ, ફળનો રસ તથા સૂપનુ મેનુ નક્કી રાખવું અને બને ત્યાં સુધી તેમાં ફેરફાર ન કરવો.
બટાટાના છૂંદામાં તાજા શાકભાજી મેળવીને કે વટાણા અને ગાજર સાથે બાફીને બનાવેલ સૂપ પીવાથી બાળકનો વિકાસ સારો થાય છે.
સ્ત્રોત: જ્હાન્વી ભટ્ટ આરોગ્ય સંજીવની
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020