অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવજાતની કાળજી પર વારંવાર પૂછાતા પ્રશ્નો

નવજાતની કાળજી પર વારંવાર પૂછાતા પ્રશ્નો

”

નવજાતની કાળજી પર વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રસૂતિ પહેલા અને તરત બાદના સમય (પેરીનેટલ)ને લગતા શિક્ષણ કાર્યક્રમ

નવજાત શ્વાસાવરોધ/ગૂંગળામણ શું છે?

નવજાત શ્વાસાવરોધ/ગૂંગળામણ એક નવજાતના સુવાવડ બાદ રડવા કે શ્વાસ લેવાની નિષ્ફળતા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. નવજાત બાળકો સામાન્ય રીતે શ્વાસ અને ઘણીવાર સહાય વિના પોકાર શરૂ કરે છે. સુવાવડની ૧ મિનિટ સુધીમાં મોટા ભાગના શિશુઓ સારી રીતે શ્વાસ લેતા અને રડતા થાય છે. જો શિશુ જન્મ પછી પર્યાપ્ત, સતત શ્વસન કરવા નિષ્ફળ જાય, તો શિશુને નવજાત શ્વાસાવરોધ થયું કહેવાય. આવા શિશુઓ જન્મ પછી સારી રીતે શ્વાસ નથી લેતા. સુવાવડ બાદ જો શિશુને જલ્દી સજીવ (રિસસિટેટ) કરવામાં ના આવે તો નવજાત શ્વાસાવરોધ, હાયપોઝીયામાં પરિણામી શકે છે.

જો યોગ્ય રીતે નવજાત શ્વાસાવરોધનું વ્યવસ્થાપન ન કરાય તો તે નવજાત બાળકના મૃત્યુનું મોટું કારણ બને છે.

હાયપોઝીયા શું છે

હાયપોઝીયા, શરીરના કોષોમાં ખૂબ ઓછુ ઓક્સિજન, તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. હાયપોઝીયા, ગર્ભ અથવા નવજાત શિશુને થઈ શકે છે. જો પ્લસેન્ટા ગર્ભને ઓક્સિજન પૂરું પાડવામાં નિષ્ફળ જાય, તો હાયપોઝીયામાં પરિણમીને ગર્ભ તકલીફનું કારણ બનશે. એ જ રીતે, સુવાવડ બાદ શ્વાસ લેવાની નિષ્ફળતા (એટલે નવજાત શ્વાસાવરોધ) સાથે શિશુમાં હાયપોઝીયા વિકસી શકે. હાયપોઝીયામાં હૃદય ગતિ ધીમી પડે, કેન્દ્રિય સાયનોસિસ વિકસે છે અને શિશુ હાયપોટોનીક અને બિનપ્રત્યુત્તરીય બને છે. મોટા ભાગના ગર્ભ હાયપોઝીયા સુવાવડ દરમ્યાન થાય છે (સુવાવડ વખતનું હાયપોઝીયા).

નોંધ કરો કે નવજાત શ્વાસાવરોધ અને હાયપોઝીયાની વ્યાખ્યા સરખી નથી. જોકે, ગર્ભ હાયપોઝીયા, નવજાત શ્વાસાવરોધમાં પરિણામી શકે, જયારે નવજાત શ્વાસાવરોધ હાયપોઝીયામાં ત્યારે પરિણામી શકે જયારે શિશુને તાત્કાલિક સજીવ કરવામાં ના આવે. ઘણા શિશુ જેમને સુવાવડ વખતે ગર્ભ હાયપોઝીયા હોય, જન્મ વખતે રડી લે છે અને એટલે તેમને જન્મનો શ્વાસાવરોધ નથી હોતો.

અપ્ગાર ગુણ (સ્કોર) શું છે

અપ્ગાર સ્કોર સુવાવડ પછી શિશુની તબીબી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની એક પદ્ધતિ છે. અપ્ગાર સ્કોર ૫ મહત્વપૂર્ણ સંકેતો પર આધારિત છે:

  1. હૃદય ગતિ
  2. શ્વાસોચ્છ્વાસના પ્રયાસ
  3. કેન્દ્રિય અને પેરિફેરલ (ઓછા મહત્ત્વનું) સાયનોસિસ (ચામડી ભૂરી થવાની વિકૃતિ)ની હાજરી અથવા ગેરહાજરી
  4. સ્નાયુઓના ગુણવત્તા તથા બળને અનુલક્ષીને
  5. ઉત્તેજનાના પ્રત્યુત્તરમાં

દરેક મહત્વપૂર્ણ સંકેતને ૦, ૧ અથવા ૨ સ્કોર આપવામાં આવે છે. મહત્વપૂર્ણ સંકેતનો સ્કોર ૨ હોય તો તે સામાન્ય છે, સ્કોર ૧ હોય તો તે થોડોક અસાધારણ હોય છે અને જો સ્કોર ૦ હોય તો તે અત્યંત અસાધારણ છે. વ્યક્તિગત મહત્વપૂર્ણ સંકેતના સ્કોરનો સરવાળો કરીએ તો અપ્ગાર સ્કોર ૧૦માંથી મળે છે. સૌથી ઉત્તમ અપ્ગાર સ્કોર ૧૦ (દસ) અને સૌથી ખરાબ ૦ (શૂન્ય) છે.

સામાન્ય રીતે શિશુઓમાં અપ્ગાર સ્કોર ૭ હોય છે. શિશુ જેનો સ્કોર ૪ અને ૬ વચ્ચે છે તેના મહત્વપૂર્ણ ચિહ્નો મધ્યમ ડિપ્રેશનના હોય છે જ્યારે ૦ થી ૩ના સ્કોર શિશુમાં મહત્વપૂર્ણ સંકેતમાં ગંભીર ડિપ્રેશન દર્શાવે છે.

પેરિફેરલ સાયનોસિસના કારણે, જન્મ વખતે મોટા ભાગના શિશુઓમાં ૧ મિનિટે સ્કોર ૧૦ હોવું અસામાન્ય છે. પાંચ મિનિટમાં મોટા ભાગના શિશુઓનો સ્કોર ૧૦ હશે. જો અપ્ગાર સ્કોરનુ અનુમાન કરવામાં આવે અને યોગ્ય રીતે ચકાસણી ન કરવામાં આવે, તો સામાન્ય રીતે ખૂબ ઉચ્ચ સ્કોર આવે છે. આ અપ્ગાર સ્કોરિંગની એક સામાન્ય ભૂલ છે.

સામાન્ય અપ્ગાર સ્કોર ૭ અથવા વધારે છે

  • તમે અપ્ગાર સ્કોર ક્યારે નક્કી કરવો જોઈએ?

અપ્ગાર સ્કોર સુવાવડ પછી ૧ મિનિટમાં બધા બાળકો પર કરવુ જોઈએ, જેથી જન્મ સમયે એ શિશુની તબીબી પરિસ્થિતિની નોંધ થાય અને શું શિશુને પુનર્જીવિત કરવું જરૂરી છે તેની ખબર પડે. જો ૧ મિનિટ અપ્ગાર સ્કોર ૭થી નીચે હોય તો પુનર્જીવિત કરવાના પ્રયાસોની સફળતા અથવા નિષ્ફળતાની નોંધણી કરવા દર ૫ મિનિટે અપ્ગાર સ્કોર લેવો જોઈએ. જો ૫ મિનિટનો સ્કોર હજુ પણ નીચો છે, જ્યાં સુધી અપ્ગાર સ્કોર ૭ અથવા વધુ થઈ જાય ત્યાં સુધી દર ૫ મિનિટે સ્કોર કરવો જોઈએ. ઘણા દવાખાનામાં, ૧ મિનિટે અપ્ગાર સ્કોર સામાન્ય હોય તો પણ દર ૫ મિનિટે તેનું નિયમિત પુનરાવર્તન કરવામાં આવે છે. આ જરૂરી નથી અને શિશુને માતાને સોંપવુ. અપ્ગાર સ્કોર હોસ્પિટલ કે ક્લિનિકના રેકોર્ડ્સમાં બાળકની તબીબી પરિસ્થિતિ અને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા દસ્તાવેજીકરણની એક મહત્વપૂર્ણ રીત છે.

બધા શિશુઓને એક મિનિટે અપ્ગાર સ્કોર મળવો જોઈએ

  • ઓછા અપ્ગાર સ્કોર માટેના કારણ શું છે?

ઓછા અપ્ગાર સ્કોરના ઘણા કારણો છે. તેમાં સમાવેશ થાય છેઃ

  1. સુવાવડ પહેલા ગર્ભની તકલીફ હાયપોઝીયાથી થાય (ખાસ કરીને સુવાવડ દરમિયાન)
  2. માતાને સામાન્ય નિશ્ચેતના અથવા તાજેતરમાં પીડાનો અભાવ
  3. સમય પહેલા જન્મેલાં શિશુ
  4. મુશ્કેલ અથવા માનસિક આઘાતજનક સુવાવડ
  5. ડિલિવરી પછી અન્ન માર્ગનો ઉપલો ભાગ (ફૅરિંક્સ)પર વધારે પડતુ દબાણ
  6. શ્વાસોચ્છવાસની વધુ તકલીફ

નોંધ કરો કે સુવાવડ વખતે હાયપોઝીયાથી થતી ગર્ભની તકલીફ નવજાત શ્વાસાવરોધના ઘણા કારણોમાંથી એક છે.

નીચા ૧ મિનિટ અપ્ગાર સ્કોરના કારણ શોધવું મહત્વનું છે. પૂરતા પુનર્જીવિત કરવાના પ્રયત્નો છતાં, જો અપ્ગાર સ્કોર ૫ મિનિટે પણ નીચો હોય તો બની શકે કે શિશુને જન્મ પહેલા ગર્ભ હાયપોઝીયા હતું.

નવજાત શ્વાસાવરોધનું સૌથી મહત્વપૂર્ણ કારણ ઈન્ટ્રાપાર્ટમ હાયપોઝીયા છે.

નાભિ કે ડૂંટીની ધમનીના લોહીનો નમૂનો જ્યારે ૧૦ અથવા વધુ પાયાની ખામી ભારપૂર્વક સૂચવે છે કે નવજાત શિશુને સુવાવડ પહેલા નોંધપાત્ર હાયપોઝીયા હતું. જ્યારે સુવાવડ પછી ગર્ભ પીડામાં છે એવું નિદાન થયું હોય આ બહુ મહત્વની માહિતી છે. એ તેવા શિશુઓ માટે પણ ઉપયોગી છે જેમને સુવાવડ પછી પુનર્જીવિત કરવાની જરૂર પડી હોય.

શિશુ પુનર્જીવિત કરવું શું છે?

શિશુ જેના આવશ્યક સંકેત સામાન્ય કરતા ઓછા છે તેમાં પુનર્જીવિત કરવા ક્રિયાની શ્રેણી લેવી પડે છે જેથી સામાન્ય શ્વસન,હૃદયના ધબકારાનો દર, રંગ, ટોન અને પ્રવૃત્તિ સ્થાપિત થઈ શકે (એટલે કે, ઓછો અપ્ગાર સ્કોર).

બધા શિશુ સુવાવડ પછી સારી રીતે શ્વાસ નથી લેતા (એટલે કે, નવજાત શ્વાસાવરોધ સાથેના શિશુઓ) અથવા જેનો ૧ મિનિટ નો અપ્ગાર સ્કોર ૭ થી ઓછો છે તેમને તાત્કાલિક પુનર્જીવિત કરવાની જરૂર પડે છે. અપ્ગાર સ્કોર જેટલો ઓછો તેટલી પુનર્જીવિત કરવાની જરૂર તીવ્ર. સુવાવડની બાદ કે ખાટલામાં કોઈ પણ શિશુ જે શ્વાસ લેવાનું બંધ કરે છે અથવા જેમના આવશ્યક સંકેત સામાન્ય કરતા ઓછા છે તેમને પણ પુનર્જીવિત કરવાની જરૂર છે. તેથી, તે મહત્વનું છે કે સુવાવડ પછી ઔપચારિક રીતે બધા શિશુમાં ક્લિનિકલ પરિસ્થિતિની આકારણી કરવી જોઈએ.

બધા શિશુઓ જેનો ૧ મિનિટનો અપ્ગાર સ્કોર ૭ થી ઓછો છે તેમને પુનર્જીવિત કરવાની જરૂર છે.

વ્યવહારમાં, ૧ મિનિટ પહેલા જોઇ શકાય કે શિશુને પુનર્જીવિત કરવાની જરૂર છે કે નહી. તેથી, અમુક શિષ્ટાચાર સૂચવે છે કે પુનર્જીવિત કરવા માટેની જરૂર સુવાવડના ૩૦ સેકન્ડ પછી આકારણી કરવી જોઈએ. જોકે, સામાન્ય રીતે શિશુને સારી રીતે શુષ્ક કરવા, નાળને બાંધવા અને ઝડપી સામાન્ય પરીક્ષણ કરવામાં એક મિનિટ લાગે છે.

તમે અગાઉથી જાણી શકો કે જન્મ સમયે કોને પુનર્જીવિત કરવાની જરૂર રહેશે

હા. નવજાત શ્વાસાવરોધ અને નીચા ૧ મિનિટ અપ્ગાર સ્કોર સાથેના શિશુનો જન્મ નીચે દર્શાવેલ તબીબી પરિસ્થિતિમાં થાય છે:

  • સુવાવડ દરમિયાન ગર્ભની ક્ષીણ અવસ્થાના લક્ષણો
  • પરિપક્વતાના ૩૭ અઠવાડિયા પહેલા સુવાવડ
  • ગર્ભની અસામાન્ય પ્રસ્તુતિ
  • મુશ્કેલ અથવા માનસિક આઘાતજનક સુવાવડ
  • સામાન્ય નિશ્ચેતના અથવા તાજેતરના નિર્વેદનાનો અભાવ (છેલ્લા ૪ કલાકની અંદર પેથીડાઈન અથવા મોરફીન (અફીણનો અર્ક)

યાદ રાખો કે કોઇ પણ શિશુ અગાઉથી લક્ષણો વગર નવજાત શ્વાસાવરોધ સાથે જન્મ લઈ શકે છે. તેથી, કોઈ પણ નવજાત શિશુને પુનર્જીવિત કરવાની તૈયારી રાખવાની જરૂર રહે છે. કોઈપણ, જે સુવાવડ કરાવે છે, તે નવજાત શિશુને પુનર્જીવિત કરવા માટે સમર્થ હોવું જ જોઈએ.

કોઇ પણ શિશુને સુવાવડ વખતે ચેતવણી વિના નવજાત શ્વાસાવરોધ થઈ શકે છે

બાળ પુનર્જીવન માટે મૂળભૂત સાધનો જેની તમને જરૂર પડી શકે

નવજાત પુનર્જીવન માટે જરૂરી બધા પાયાના મૂળભૂત સાધનો હોવા જરૂરી છે. આ સાધનો કામ કરી શકાય તેવી હાલતમાં અને તરત જ ઉપલબ્ધ હોવા જોઈએ. આ સાધનો દરરોજ ચકાસાયેલ હોવા જોઈએ.

સુવાવડ ઓરડાનો એક હૂંફાળો ભાગ પુનર્જીવિત કરવા માટે ઉપલબ્ધ હોવો જોઈએ. શિશુને હૂંફાળુ રાખવા માટે એક ગરમીના સ્રોતની જરૂર છે, જેમ કે, માથા પર મુકેલ હૂંફ આપનાર સાધન. પવનની લહેર કે પ્રવાહને ટાળો. જ્યારે શિશુને પુનર્જીવિત કરતી વખત નજીકથી નિરીક્ષણ કરવાની જરૂર પડશે ત્યારે એક સારો દીવો, જેમ કે એન્ગલપોઈઝ દવાની જરૂર પડશે

જન્મ પછી તુરંત જ શ્વસન કેવી રીતે શરૂ કરવું જોઈએ

જન્મના તરત જ પછી બધા શિશુને ઝડપથી ગરમ ટુવાલમાં કોરાં કરી અને બીજા ગરમ અને સૂકા ટુવાલમાં મુક્યા પછી તબીબી આકારણી કરવામાં આવે છે. આનાથી બાષ્પીભવનથી ઝડપથી ઓછી થતી ગરમી કે હૂંફ અટકશે. શ્વાસ લેવાની શરૂઆતને પ્રેરવા માટે સામાન્ય રીતે નવજાત શિશુને પંપાળીને સૂકા ટુવાલથી કોરું કરવું પર્યાપ્ત છે. શિશુના તળિયાને હળવેથી આંગળીની ટપલી મારવી શ્વાસોચ્છવાસની ક્રિયાને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આનાથી માત્ર શિશુમાં શ્વાસોચ્છવાસની ક્રિયા શરૂ થશે. જો વધારે પડતા સ્ત્રાવ નીકળે તો શિશુનું મોઢું ચોખ્ખા ટુવાલથી સાફ કરી શકાય. નવજાત શિશુનું શ્વસન ચાલુ કરવા તેમને થપ્પડ મારવાની જરૂર નથી. શિશુઓ જે સક્રિય, ગુલાબી અને સારી રીતે શ્વાસ લેતા હોય તો એ તેમને માતા સાથે રહી શકે છે. આવા શિશુઓની સૌથી ઉત્તમ જગ્યા તેમની માંની છાતી છે. સુવાવડ કે પુનર્જીવિત કરાવતી વખતે હંમેશા મોજાં પહેરવા.

સુવાવડ પછી તુરંત જ બધા શિશુને ઉત્તેજીત અને સુકા કરવા

સુવાવડ બાદ જરૂરી નથી કે શિશુના નાક અને મોઢાને નિયમિતપણે ચૂસણ કરો. તમે એક બાળક કેવી રીતે પુનર્જીવિત કરી શકો

જો શિશુને કોરુ અને ઉત્તેજીત કરવા છતાં પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ જાય તો શિશુને સક્રિય રીતે પુનર્જીવિત કરવું જોઈએ. હોદ્દાની અપેક્ષા વિના સૌથી અનુભવી વ્યક્તિએ શિશુને પુનર્જીવિત કરવું જોઈએ. જોકે, જે સુવાવડ કરાવે છે તેવા તમામ કર્મચારીઓને પુનર્જીવિત કરતા આવડવું જોઈએ. પુનર્જીવિત કરતી વખતે કોઈ સહાયક હોય તો ખુબજ ઉપયોગી થાય છે.

નવજાત શિશુને પુનર્જીવિત કરવા મૂળભૂત ૪ પગલાં છે: અંગ્રેજી ભાષાના વર્ણમાળાના પહેલા ૪ અક્ષરોને યાદ રાખવાના, જેમકે, "એ.બી.સી.ડી" - ઍરવે (વાયુપથ) - બ્રીધિંગ (શ્વાસોચ્છવાસ) - સર્ક્યુલેશન (પરિભ્રમણ) - ડ્રગ્ઝ (દવાઓ).

શિશુનું માથું તટસ્થ સ્થાન પર રાખી અને ગરદન થોડી લાંબી કરી વાયુપથ ખોલો. ગરદન સુધી વાંકો ના વાળો કે લંબાવો નહી. શિશુને તેના પીઠ પર અને કડક સપાટી પર સૂવડાવું શ્રેષ્ઠ છે. નરમાશથી ગળું સાફ કરો. નવજાત શિશુ શ્વાસ લેવામાં અસમર્થ હશે કારણ કે તેનો વાયુપથ લીંટ અથવા રક્ત દ્વારા અવરોધિત છે. તેથી, જો નવજાત શિશુ ઉત્તેજના પછી પણ શ્વાસ લેવામાં નિષ્ફળ જાય તો નરમ એફ ૧૦ મૂત્રનલિકા સાથે ધીમે-ધીમે મોં અને ગળામાં પાછળ ચૂસણ કરવું. એકવાર વાયુપથ ખુલી જાય અને નવજાત ઉત્તેજિત થયું હોય, ત્યારે તેનું શ્વસન, રંગ, અને હૃદયના ધબકારાના દરની આકારણી થયેલ હોવું જ જોઈએ.

નવજાત શિશુને પુનર્જીવિત કરવા માટે વેન્ટિલેશન સૌથી મહત્વપૂર્ણ પગલું છે અને તેના સૂચક ચિહ્નો છે: બાળકનું સારી રીતે શ્વાસ ન લેવું અથવા હૃદયના ધબકારાના દર ૧૦૦ ની નીચે હોવા.

જ્યાં પ્રાણવાયુંના બંધન વગર પ્રવાહ સંવાતન વગર થાય છે તે દર્શાવે છે કે શિશુ સારી રીતે શ્વાસ લઈ શકે છે અને તેના હ્રદયના ધબકારા સારા હોય છે પણ તે ચામડી ભૂરી થવાની વિકૃતિ (સાયનોસિસ) ધરાવે છે. પર્યાપ્ત સંવાતન પૂરું પડતા શિશુને શ્વાસ લેતા કરો.

માસ્ક વેન્ટિલેશન (સંવાતન)

જો શિશુ ઉત્તેજિત કર્યાના વાયુપથ ખુલ્યા પછી પણ બરાબર શ્વાસ ના લઈ શકે તો કૃત્રિમ સંવાતન (શ્વાસોચ્છવાસ)ની જરૂર પડશે. મોટા ભાગના શિશુઓને એક બેગ અને માસ્કથી સંવાતન પૂરતી રીતે થઈ શકે છે. માસ્કને બાળકના મોઢા ને નાક પર અત્યંત ચુસ્ત રીતે પકડી રાખવું જોઈએ. ખાતરી કરો કે માથું યોગ્ય સ્થિતિમાં ને વાયુપથ ખુલ્લો છે.

ઇનટ્યુબેશન અને વેન્ટિલેશન વેન્ટિલેશન સૌથી અસરકારક પદ્ધતિ છે જેમાં શ્વાસનળી માં ટ્યૂબ (નળી) દ્વારા શ્વાસ લેવાય. શિશુઓ જે માસ્ક વેન્ટિલેશનથી સારા થવામાં નિષ્ફળ જાય તેમને ટ્યૂબ નાખવી પડશે. શિશુને ૧ મિનિટે ૪૦ શ્વાસના દરે વેન્ટીલેટ કરવા. ખાતરી કરો કે દરેક શ્વાસ સાથે શિશુની છાતી સારી રીતે ચાલે છે અને આરો દ્વિપક્ષી વાયુનો પ્રવેશ સંભળાય છે. નવજાત શ્વાસાવરોધ/ગૂંગળામણથી પીડાતા શિશુ માટે પર્યાપ્ત સંવાતન પુનર્જીવિત કરવા સૌથી મહત્વપૂર્ણ પગલું છે.

મોટાભાગના શિશુને થેલી અને માસ્ક (શ્વાસ લેવા હવા પૂરી પાડવા માટેનું ઉપકરણ) પુરતા પ્રમાણમાં હવાની અવરજવર કરાવી શકાય

જ્યાં સુધી સારા શ્વસન પ્રયત્નોની સ્થાપના કરવામાં આવે ત્યાં સુધી વેન્ટિલેશન સામાન્ય રીતે પૂરક પ્રાણવાયુના સાથે આપવામાં આવે છે.

અપ્ગાર સ્કોર સામાન્ય પર પાછો ફર્યો છે તેના સૌથી અગત્યના ૩ મહત્વપૂર્ણ ચિન્હો:

  • નાડી - દર મિનિટે ૧૦૦ ધબકારા ઉપર. નાળના નીચલા ભાગને હલાવી અથવા છાતીને સ્ટેથોસ્કોપથી સાંભળીને સરળતાથી આકારણી કરી શકાય.
  • એક સારો પોકાર કે સારો શ્વાસ લેવાના પ્રયાસો (શ્વાસનાં ડચકાં ભરવાં નહી). આ પર્યાપ્ત શ્વાસોચ્છવાસની ખાતરી આપે છે.
  • એક ગુલાબી જીભ. આ મગજને એક સારો ઓક્સિજનનો પુરવઠો સૂચવે છે. હોઠ અથવા બુક્ક્લ મીકોસાના રંગ પર આધાર રાખવો ના જોઈએ.
  • એક સારા હૃદયના ધબકારાનો દર પર્યાપ્ત વેન્ટિલેશનનું શ્રેષ્ઠ સૂચક છે

ક્યારે પુનર્જીવિત પછીની કાળજી જરૂરી છે?

 

બધા શિશુઓ જેમને પુનર્જીવિત કરવાની જરૂર પડે તેમનું સુવાવડના ૪ દિવસ સુધી કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જ જોઈએ. તેમનું તાપમાન, નાડી, શ્વસન દર રંગ, અને પ્રવૃત્તિની નોંધની કરવી અને તેમના લોહીના ગ્લુકોઝ એકાગ્રતાની ચકાસણી કરવી જોઈએ. આ શિશુઓને હૂંફાળા રાખો અને પ્રવાહી અને ઊર્જા અંતઃનળીય અથવા મૌખિક રીતે પૂરી પાડો. સામાન્ય રીતે આ શિશુઓનું બંધ ઉષ્માનિયંત્રક પેટીમાં અવલોકન થાય છે.

શિશુ સમ્પૂર્ણ પણે સાજુ ના થાય ત્યાં સુધી તેને સ્નાન ન કરવો. જો નવજાતને શ્વસનક્રિયામાં મુશ્કેલીના ચિહ્નો છે કે તે પુનર્જીવિત કર્યા બાદ ખંડની વાયુ લેતા તેને સાયનોસિસની તકલીફ હોય તો જરૂરી છે કે શિશુને તેના રૂમમાં ખસેડતી વખતે તેને પ્રાણવાયુ આપવો જોઈએ. કોઈ શિશુને પરિવહન દરમિયાન સંવાતનની જરૂર પડી શકે છે. જન્મ સમયે શિશુની હાલતનું વર્ણન પુનર્જીવિત કરવાની જરૂરિયાત અને નવજાત શ્વાસાવરોધના સંભવિત કારણની કાળજીપૂર્વક નોંધણી કરવી.

પૂર્ણ માહિતી માટે:Geneva Foundation for Medical Education and રેસેઅર્ચ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate