મેદસ્વીતાએ અધ્યતન યુગની ભેટ છે. બદલાતી જતી જીવનશૈલી તથા અન્ય ઘણાં કારણોથી સમાજમાં આજે મેદસ્વીતા રોગની ખતરાની ઘંટડી વાગવાની શરૂઆત થઈ ગઈ છે. આપણાં પાંચમાં વેદ સમાન આયુર્વેદમાં એક કહેવત છે “પેટએ રોગોનું મૂળ છે”. જો શરીરને રોગોનું ઘર ન બનવા દેવું હોય તો વજન નિયંત્રણમાં રાખવું અનિવાર્ય છે.
આમ જોવા જઈએ તો જાડું શરીર કોઈને ગમતું નથી અને તે વ્યક્તિના મગજમાં વજન ઘટાડવાના સૌથી સરળ પ્રયોગો જ રમતા હોય છે. છતાંય ઘણાં બધા કારણોસર સંયમી વ્યક્તિ પણ વજન ઘટાડી શકતી નથી અને પરિણામે ઘણી બધી વ્યક્તિગત, સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં બેરિયાટ્રિક સર્જરી (મેદસ્વીતા દૂર કરવાની શસ્ત્રક્રિયા)એ વરદાનરૂપ બની રહે છે. છતાં આજના આ ટેકનિકલ યુગમાં પણ લોકો હજુએ આ માટે સહમત થતાં નથી. આ પ્રક્રિયા અંગે હજુએ સમાજમાં ઘણી બધી ભ્રમણાઓ પ્રવર્તી રહી છે.
સૌપ્રથમ તો લોકોના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી થોડા સમયમાં વજન ફરી પાછું વધી જતું હોય છે, પણ મોટાભાગના કિસ્સાઓમાં ફરીથી થયેલો વજનવધારો એ મોટા ભાગે અનિયંત્રિત અને બેઠાડી જીવનશૈલીનું ફળ હોય છે. બીજું ઓપરેશન પછીના વજન વધારાનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે જેથી વજન ઘટવાના તબીબી ફાયદા અકબંધ રહે છે.
ઘણાં એવું પણ માને છે કે બેરિયાટ્રિક સર્જરી પછી વિટામીન અને મિનરલ્સની ઘણી ઉણપ સર્જાતી હોય છે, પણ યોગ્ય આહારશૈલી અનુસરવાથી આવી સમસ્યા થતી નથી. વળી બીજો એક ખોટો ખ્યાલ એવો પણ છે કે વજન ઉતારવાની સર્જરી એ કોસ્મેટીક પ્રકારની સર્જરી છે કે જે ફેશન વર્લ્ડની નિપજ છે. પણ ગંભીર પ્રકારની મેદસ્વીતાવાળા (જેનું વજન તેના આદર્શ વજન કરતાં 45 કિ.ગ્રા.થી વધુ હોય) દર્દીઓ માટે તે એક અનિવાર્ય સારવાર છે, કે જેથી તેના લીધે થતી અન્ય મુશ્કેલીઓ નિવારી શકાય.
એક માન્યતા એવી છએ કે સ્ત્રીઓને આ ઓપરેશન પછી પ્રેગનન્સીમાં તકલીફ થાય અને બાળકના સ્વાસ્થ્યને અસર થાય, આ માન્યતા તદ્દન ખોટી છે. વજન ઘટ્યા પછી સ્ત્રીઓ સામાન્યરીતે ગર્ભ ધારણ કરીને સ્વસ્થ બાળકને જન્મ આપતી હોય છે. ઉલટું વજન ઘટાડ્યા પછી ગર્ભ ધારણ કરવાની શક્યતા વધી જાય છે અને આમ તે વ્યંધત્વની સારવાર બની રહે છે.
મેદસ્વિતા ઘટાડવા માટે અવનવા ઉપચાર કરાતા હોય છે, જેમ કે ખોરાકમાં નિયંત્રણ, ગાઈડન્સ વગરની કસરત વગેરે, પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે આ તમામ ક્રિયાઓ તેઓના શરીર માટે હાનિકારક બની રહે છે. મેદસ્વિતા માટેની જો કોઈ ઉત્તમ સારવાર હોય તો તે બેરિયાટ્રિક સર્જરી, જેના દ્વારા વ્યક્તિ વજન ઘટાડી તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
આમ, વિહંગાવલોકન કરતાં એવા નિષ્કર્ષ પર આવી શકાય કે યોગ્ય તબીબી સલાહ અનુસરીને બેરિયાટ્રિક સર્જરી કરવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે અને સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકાય છે. કોઈએ સાચું જ કહ્યું છે, “રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈ”
BMI |
TYPE |
પ્રકાર |
<18.5 |
Underweight |
અંડરવેઈટ |
18.5 – 23 |
Normal |
સામાન્ય |
23-29.9 |
Overweight |
ઓવરવેઈટ |
30-34.9 |
Obesity-I |
ઓબેસિટી- I |
35-39.9 |
Obesity-II (Morbid) |
ઓબેસિટી- II (મોરબિડ) |
>40 |
Obesity-III (super) |
ઓબેસિટી- III (સુપર) |
Swimming, Cycling, Walking જે કરશો તેના જેવું કાંઈ જ નહીં તદઉપરાંત Weight liftings, Boxing, Dancing પણ કરી શકાય. Regular Sports ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ, હોકી, ફૂટબોલ વગેરે Field game રોજ રમવી જોઈએ. આમ છતાં પણ વજન વધુ હોય અને જરૂરી હોય તો તમારાં ડોક્ટરને મળી Allopathyની સારવાર લેવી જોઈએ. આ પ્રકારની દવાઓ ઘણાં વખતથી મળે છે અને ડોક્ટરની સલાહ મુજબ લેવાથી વજન ઘટાડવામાં મદદરૂપ પણ થઈ શકે છે.
સ્ત્રોત: ડો.ચિરાગ ઠક્કર(લેપ્રોસ્કોપિક એન્ડ બેરિયાટ્રિક સર્જન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/26/2019