હોમ પેજ / આરોગ્ય / પોષણ / શિયાળામાં છૂટથી આરોગો ફાળો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળામાં છૂટથી આરોગો ફાળો

ફળો આપણી વિટામિન્સ, ખનિજો અને ફાઇબરની મોટા ભાગની દૈનિક જરૂરિયાતને પૂરી પાડે છે.

ફળો માનવને કુદરત દ્વારા આપવામાં આવતી ભેટ છે. ફળમાં જબરદસ્ત લાભો છે માટે, રોજ 2-3 વિવિધ ફળો લેવા ફાયદાકારક છે. તે શરીરને તંદુરસ્ત બનાવે છે. ફળો આપણી વિટામિન્સ, ખનિજો અને ફાઇબરની મોટા ભાગની દૈનિક જરૂરિયાતને પૂરી પાડે છે. ફળની દરેક દુકાન નારંગી, સ્ટ્રોબેરી, પેરુ, સીતાફળ જેવા વિવિધ ફળોથી ભરેલ હોય છે. માનવ શરીર એક ઇન્ટ્રિકેટ પદ્ધતિ છે અને દર મિનિટે તેમાં હજારો કોમ્પ્લેક્સ પ્રતિક્રિયાઓ થતી હોય છે.
શરીરની સરળ કામગીરી માટે, શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વોની જરૂર પડે છે જે કુદરતી રીતે ફળો દ્વારા મળી રહે છે. જ્યારે આપણે બીમાર થઈએ છીએ, ત્યારે તેની ફળોથી સમૃદ્ધ એવા તંદુરસ્ત ખોરાકથી સારવાર કરી શકાય છે. વ્યસ્ત જીવનશૈલી સાથે, આપણી ખાવાની આદતો પ્રિઝર્વેટિવ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ સાથે એવી પેક થઈ ગઈ છે જે પોષક તત્ત્વોથી મુક્ત છે જ ઉપરાંત પણ શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે ફળો આપણે માટે જરૂરી છે. તો આવો, તેના લાભ વિશે જાણીએઃ

લાભ

 • તેમાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણધર્મો હોય છે જે શરીરને ફ્રી રેડિકલથી થતા ડેમેજને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને કેન્સર નિવારણમાં મદદ કરે છે.
 • ફળોમાં ભરપૂર પાણી રહેલું છે જેનાથી શરીરમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પાછું મળે છે. આ જ કારણસર સ્પોર્ટ્સના ખેલાડીઓ ઘણાં બધાં ફળ ખાય છે.
 • કેલ્શિયમના પ્રમાણને કારણે ફળો હાડકાંના અને દાંતના વિકાસ માટે સારા છે અને એજ રિલેટેડ ડીજનરેટિવ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
 • ફળો સંખ્યાબંધ લાભો ધરાવતા હોવાથી આ તંદુરસ્ત વિકલ્પો ચૂકી જવા માટે કોઈ પાસે કોઈ કારણ જ નથી.
 • તો ચાલો આપણે વિવિધ ફળોમાં રહેલા ફાયદા વિશે વધુ જાણીએઃ

  કેળાં

  કેળાં કેલ્શિયમનો સારો સ્રોત છે અને વિટામિન B6, B5 અને વિટામિન C ના પાવરહાઉસ તરીકે એને કહી શકાય છે. એ શરીરને સારી એનર્જી આપે છે.

  આમળાં

  આપણે બધા જાણીએ છીએ કે આમળાં તેમાં પુષ્કળ પ્રમાણમાં રહેલ વિટામિન C માટે પ્રસિદ્ધ છે પરંતુ તે કાર્બોહાઈડ્રેટ અને ફાયબરનો સારો સ્રોત પણ છે. આમળાં પાચનમાં સહાય કરે છે, એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મોનો સારો સ્રોત છે, વાળની ગુણવત્તા સુધારે છે, શરીરમાં કેલ્શિયમના એબસોર્પ્શનને વધારે છે અને ડાયાબિટીસના નિયંત્રણ માટે અસરકારક છે.

  મલબેરીઝ

  આપણે એને શેતૂર તરીકે ઓળખીએ છીએ. એમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન અને બીટા-કેરોટીન હોય છે. શેતૂર ખાવાથી વૃદ્ધત્વ મોડું આવે છે, એનિમિયા થતો અટકાવે છે તેમ જ કબજિયાત મટે છે.

  પર્સીમોન ફળ

  પર્સીમોન એક જાપાની ફળ છે અને ભારતમાં બજારમાં સહેલાઈથી મળી રહે છે. ભારતમાં તે અમરફલ તરીકે ઓળખાય છે. એમાં ઘણું બધું ડાયેટરી ફાઇબર તેમ જ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઊંચું અને ચરબીનું પ્રમાણ ઓછું છે. તે વિટામિન A, B-6 અને વિટામિન Cનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં ભરપૂર મેંગેનીઝ હોય છે. પર્સીમોન ફળ વજનમાં ઘટાડો કરે છે, તેમ જ આંખની દૃષ્ટિના રક્ષણ માટે, પાચન અને રોગપ્રતિકારક કાર્ય માટે જાણીતું છે.

  દાડમ

  લગભગ બધાને ભાવતું ફળ છે દાડમ. તે વિટામીન K, ફોલેટ, વિટામીન C જેવા મહત્વના વિટામીનથી સમૃદ્ધ છે. દાડમ હાઈબ્લડ પ્રેશર ઘટાડવામાં તથા કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે, તમારા શરીરને હાઇડ્રેટ્સ રાખે છે અને દાંતમાં પ્લેક થતા રોકે છે.

  પેર/નાસપતી

  નાસપતી અથવા પેર એ વિટામિનો અને ખનિજોના મોડરેટ જથ્થા સાથે ખૂબ સેફ ફળ છે. હજુ પણ પેર ખૂબ જ તંદુરસ્તીભર્યું છે કારણ કે તે કેન્સર-વિરોધી એજન્ટસ ધરાવે છે જે તેને કેન્સર-વિરોધી બનાવે છે. તે લોહીનું દબાણ કંટ્રોલ કરે છે, કોલોનને સાફ કરે છે, ઝડપી હીલિંગમાં સહાય કરે છે, ઑસ્ટિયોપોરોસિસ રોકવા અને શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

  ઓલિવ

  ઓલિવને વિટામિન E અને સોડિયમનું પાવરહાઉસ ગણવામાં આવે છે. ઓલિવમાં ઘણી બધી એનર્જી હોય છે અને મોનો-અનસેચ્યુરેટેજ ચરબીનો શ્રેષ્ઠ સ્રોત ગણાય છે. ઓલિવ ડિજનરેટિવ રોગોની શરૂઆત મોડી થાય તેમાં મદદ કરે છે, એનિમિયા અટકાવવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ફેટી એસિડનો સારા સ્રોત હોવાથી ઓછી માત્રામાં ખાવું.

  જેકફ્રૂટ/ફણસ

  ભારત આ ફળનું મુખ્ય ઉત્પાદક છે છતાં આ ફળને વારંવાર અન્ય ફળોની જેમ ખાવામાં આવતું નથી. તેમાં ઊંચા પ્રમાણમાં સુગર અને ડાયેટરી ફાઇબરનો સમાવેશ થાય છે. તે વિટામિન C, વિટામીન B complexથી અત્યંત સમૃદ્ધ હોવાથી તે પાચન સુધારવામાં, શરીરની ઇમ્યુનિટી વધારવામાં અને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડવામાં મદદ કરે છે.

  લેખક: સોનલ શાહ, નવગુજરાત સમય

  2.97959183673
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top