હોમ પેજ / આરોગ્ય / પોષણ / લીલોતરીના ગુણ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લીલોતરીના ગુણ

આપણા દૈનિક ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી મહત્વ અહીં સમજાવે છે

ગુણ

 • વિકાસ અને સારા આરોગ્ય માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબજ મહત્વના છે કારણકે તે પોષણના દરેક ઘટકો ધરાવે છે.
 • ભારતમાં, લીલોતરી મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી પ્રચલિત છે પાલક, થોટાકુરા, ગોંગુરા, મેથી, સરગવાના પાંદડા, ફુદીનો વગેરે.
 • પાંદડાવાળા શાકભાજીમાં ખાસ કરીને ખનીજ તત્વો અને આયર્ન સારા પ્રમાણમાં હોય છે. આયર્નની ઊણપને કારણે કુપોષણ (એનિમિયા) થાય છે, જે સગર્ભા અને ધાવતી મહિલાઓમાં અને બાળકોમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.
 • લીલોતરીનો દૈનિક ખોરાકમાં સમાવેશ કરવાથી એનિમિયાથી બચવામાં મદદ મળે છે અને તે સારા આરોગ્યને પ્રેરે છે.
 • લીલા શાકભાજીમાં કેલ્શિયમ, બેટા કેરોટિન અને વિટામીન સી પણ સારા પ્રમાણમાં રહેલા હોય છે
 • ભારતમાં પાંચ વર્ષની અંદરના બાળકોમાં 30,000 બાળકો દર વર્ષે વિટામીન એની ઊણપને કારણે અંધ થાય છે. લીલોતરીમાં રહેલું કેરોટિન શરીરમાં વિટામીન એમાં રૂપાંતરિત થાય છે જે આંધળાપણુ અટકાવે છે.
 • લીલોતરીમાં રહેલ વિટામીન સીને જાળવી રાખવા, લાંબા સમય સુધી તેને ગેસ પર રાખવાનું ટાળવું, કારણ કે તે પોષક તત્વો નાશ પામે છે.
 • લીલોતરીમાં બી-કોમ્પલેક્ષના કેટલાક વિટામીન રહેલા છે.
 • પુખ્ત વયની મહિલાઓ માટે 100 ગ્રામ/દૈનિક, પુખ્ત વયના પુરુષ માટે 40 ગ્રામ/દૈનિક, શાળાએ ન જતા બાળકો (4-6 વર્ષના)માટે અને 10 વર્ષથી ઉપરની ઉંમરના છોકરા-છોકરીઓ માટે 50 ગ્રામ/દૈનિક લીલોતરી ખોરાકમાં લેવી સૂચિત છે.

સામાન્ય રીતે ખવાતી કેટલીક લીલોતરીમાં રહેલ પોષક તત્વો

પોષક તત્વો

ફુદીનો

અમરંથ

પાલક

સરગવાના પાન

કોથમીર

ગોગુ

કેલરી

48

45

26

92

44

56

પ્રોટિન (ગ્રામ)

4.8

4.0

2.0

6.7

3.3

1.7

કેલ્શિયમ(મિગ્રા)

200

397

73

440

184

1720

આયર્ન(મિગ્રા)

15.6

25.5

10.9

7.0

18.5

2.28

કેરોટિન(microg)

1620

5520

5580

6780

6918

2898

થિયામાઇન(મિગ્રા)

0.05

0.03

0.03

0.06

0.05

0.07

રિબોફ્લેવિન(મિગ્રા)

0.26

0.30

0.26

0.06

0.06

0.39

વિટામીન સી (મિગ્રા)

27.0

99

28

220

135

20.2

 • સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બાળકોને લીલોતરીને કારણે ઝાડા થાય છે. આથી મોટાભાગની માતાઓ આ પોષણયુક્ત ખોરાક પોતાના બાળકને આપવામાં ખચકાય છે. જો તેને યોગ્ય રીતે ધોવામાં ન આવે તો તેના કારણે ઝાડા થઈ શકે છે. આવા ચેપને દૂર કરવા દરેક લીલી ભાજીને વહેતા પાણીમાં ધોવી જોઇએ જેથી ચેપ દૂર થાય અને ઝાડા ન થાય.
 • નવજાતને લીલોતરી રાંધ્યા પછી, તેનો ચૂરો કરીને અને ગાળીને જ આપવી જોઈએ જેથી રેસા દૂર થાય. લીલોતરીમાં પોષક તત્વો જાળવી રાખવા તેને વધુ પડતુ રાંધવાનું ટાળવુ જોઈએ, સાથેસાથે લીલોતરી રાંધવામાં નીકળેલુ પાણી ફેંકી દેવુ જોઈએ નહી. હંમેશા એ વાતની ખાતરી કરો કે લીલોતરી રાંધો તે વાસણને ઢાંકણ ઢાંકેલુ હોય. પાંદડાને સૂર્યતાપમાં ન રાખો કારણ કે તેને કારણે કેરોટિન નાશ પામશે. તળેલી લીલોતરી આરોગવાનું ટાળો.
 • લીલોતરીનું પોષક મૂલ્ય તેની કિંમતને આધારે નક્કી કરવું જોઇએ નહી, જે મોટેભાગે લોકો કરે છે અને તેને નીચા કે ઓછા પોષક ખોરાક તરીકે મૂલવે છે. લીલોતરી મોંઘી ન હોવા છતાં, દરેકને જરૂરી તેવા પોષક તત્વો ખૂબ જ સારા પ્રમાણમાં ધરાવે છે.
 • લીલોતરીની ખેતીને પ્રેરણા આપવી જોઇએ જેથી તે આખા વર્ષ દરમિયાન પ્રાપ્ય બને. કિચન ગાર્ડન, રૂફ ગાર્ડન, સ્કૂલ ગાર્ડન વગેરે લીલા શાકભાજી ઉગાડવા માટે ઉત્તમ છે. સરગવા, અગાથી વગેરેના લીલા પાંદડાનો ઉપયોગ કરવો, એક વખત આંગણામાં વાવ્યા પછી તે મેળવવા માટે ખાસ પ્રયત્નો કરવા પડતા નથી.

ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે મેથીનો વપરાશ

આપણા લોકોમાં ડાયાબિટિસ અને હ્રદયરોગો સામાન્ય રીતે જોવા મળતા રોગો છે. ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલનું ઊંચુ પ્રમાણ અન્ય ઘણીબધી આરોગ્યની સમસ્યાઓમાં પરિણમે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશન, હૈદ્રાબાદે પોતાના સંશોધનોને આધારે એ તારણ કાઢ્યું છે કે મેથીના દાણા આ બંને પરિસ્થિતિમાં ખૂબ જ ફાયદાકારક અસર કરે છે. મેથીના દાણા લેવાથી આ બંને પરિસ્થિતિમાં મદદ મળે છે અને તે સારવાર તરીકે સૂચવવામાં આવે છે. મેથીના દાણા કેટલા, કેવી રીતે, કયા રૂપમાં લેવા અને અન્ય સાવચેતીના પગલાની માહિતી નીચે આપવામાં આવેલ છે.

 1. મેથીના દાણા, તે ભારતીય રસોઇમાં વપરાતો સામાન્ય મસાલો છે અને કરિયાણાની દુકાનમાં પ્રાપ્ય છે.
 2. ઉચ્ચ રેસાયુક્ત (50%)પદાર્થ તરીકે, મેથીના દાણા ડાયાબિટિસમાં, લોહીમાં અને પેશાબમાં ગ્લુકોઝ ઘટાડવા અને સિરમ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે. બંને, કાચી અને રાંધેલી મેથીમાં આ લાક્ષણિકતાઓ રહેલી છે.
 3. મેથીના પાંદડા (સામાન્ય રીતે લીલી ભાજી તરીકે વાપરવામાં આવે છે)માં આવી અસર હોતી નથી.
 4. ડાયાબિટિસ અને સિરમ કોલેસ્ટ્રોલના પ્રમાણને આધારે મેથીના દાણા લેવા જોઇએ. 25થી 50 ગ્રામ જેટલા પ્રમાણમાં લઇ શકાય.
 5. શરૂઆતમાં દૈનિક 25 ગ્રામ મેથીના દાણા લઇ શકાય, દિવસમાં બે વખત જમવાના સમયે સરખા પ્રમાણમાં 12.5 ગ્રામ એક વખતમાં (આશકે બે ચમચી).
 6. જમવાની 15 મિનિટ પહેલા મેથીના દાણા રાત્રે પલાળીને, ચૂર્ણના રૂપમાં પાણી કે છાશની સાથે લઈ શકાય.
 7. મેથીના દાણાના ડેબિટરાઇઝેશનમાં કેટલીક પ્રક્રિયા રહેલી છે. હાલમાં, ડેબિટરાઇઝ મેથીના દાણા બજારમાં પ્રાપ્ય નથી.
 8. દાણાની પેસ્ટ (રાત્રે પલાળ્યા પછી) કે ચૂર્ણને રોટલી, દહી, ઢોંસા, ઇડલી, પોંગલ, ઉપમા, ખીચડી, ઢોકળા, દાળ અને શાકભાજીમાં નાખી શકાય છે. આમ કરવાથી મેથીના દાણાની કડવાશ થોડી ઓછી લાગે છે. આ વાનગીઓ વ્યક્તિના સ્વાદ અનુસાર ખારાશવાળી કે તીખાશવાળી બનાવી શકાય છે.
 9. લોહી અને પેશાબમાં ગ્લુકોઝનું ઊંચુ પ્રમાણ રહે ત્યાં સુધી મેથીના દાણા લેવા જોઇએ.
 10. મેથીના દાણાના વપરાશ સાથે, નિયમિત શારીરિક કસરત જેવું કે ચાલવુ વગેરે ફાયદાકારક થાય છે. વજનમાં ઘટાડો કરવાથી પણ ઇન્સ્યુલિનની કામગીરી સારી થાય છે. સેચ્યુરેટેડ ફેટ અને સાદી ખાંડને ઓછી કરી ખોરાકમાં કેલરીનું પ્રમાણ ઓછું કરવુ.
 11. મેથી ખાવાને કારણે કેટલાક દર્દીઓને શરૂઆતમાં ઝાડા કે વાયુ થઇ શકે છે.
 12. મેથીના દાણા ખોરાકમાં પૂરક સારવાર તરીકે છે અને તેની સાથે ડોક્ટર દ્વારા સૂચિત દવાઓ અને સારવાર ચાલુ રાખવી જોઇએ. જોકે, મેથીના દાણાના વપરાશ સાથે દવાઓનું પ્રમાણ કદાચ ઓછું લેવુ પડે તેવું પણ બને. વ્યક્તિએ દવાઓ કેટલા પ્રમાણમાં લેવી પડે તેનું પ્રમાણ આપી શકાય નહી. તમારા ફિઝિશિયન જ દવાઓનું પ્રમાણ નક્કી કરી શકે અને તે કેટલી વખત કઇ પરિસ્થિતિમાં લેવી તે પણ. વધુ પડતા ડાયાબિટિસની પરિસ્થિતિમાં તબીબી સલાહ-સૂચન તાત્કાલિક ધોરણે લેવુ જોઇએ.
સ્રોતઃ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશન, હૈદરાબાદ
2.94444444444
મયંક Sep 29, 2018 01:25 PM

બીજી માહિતી જોઈ છે રાંધવાની પદ્ધતિ અને તેનું પોષણ મૂલ્ય વિષે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top