આ વિડિઓ હેતુ ચિહ્નો અને કુપોષણ ના ઘટતા જતાં રેટિંગની પરિણામ વિશે જાગૃતિ અને પગલાં લેવા અને સરળ વસ્તુઓ એક કુપોષણ અટકાવવા માટે શું કરી શકો છો તે માટે સમુદાય માટે પ્રોત્સાહિત કરે છે.
સગર્ભાવસ્થા દરમિયાન પોતાની તથા પોતાના બાળકની કાળજી લેવા માટેની તથા સગર્ભાવસ્થા પહેલા, દરમિયાન તથા એ પછી સ્ત્રીઓ માટે કેટલીક સૂચનાઓ.
પ્રસૂતિ પૂર્વેની સંભાળનો સીધો સંબંધ સગર્ભા માતા તથા ન જન્મેલા બાળકની તંદુરસ્તી તથા સુખાકારી સાથે હોય છે.
આશા ધરાવતા વાલીઓએ જ્યારે જાણ થાય કે તેમના ઘરે સંતાન આવવાનું છે ત્યારે તરત જ તેઓએ આંગણવાડીની મુલાકાત લઈ માતા અને બાળક રક્ષણ કાર્ડ (મધર એન્ડ ચાઈલ્ડ પ્રૉટેક્શન કાર્ડ) મેળવવું; આ એક સરળ છતાં ખૂબ જ સમર્થ કાર્ડ છે, જે તેમને તેમના બાળકના પોષણ તથા વિકાસ પર નજર રાખવામાં મદદ કરે છે.
ભારતમાં 75% નવી માતાઓ લોહીવિહોણી (એનેમિક) હોય છે તથા મોટા ભાગની માતાઓમાં સગર્ભાવસ્થા દરમિયાન વધવું જોઈએ એના કરતાં ઓછું વજન વધે છે. આને કારણે ગર્ભનો અયોગ્ય વિકાસ, જન્મ સમયે બાળકનું ઓછું વજન તથા બાળકોમાં ઉત્પત્તિ સંબંધિત જન્મજાત વિકૃતિઓ જોવા મળે છે.
સગર્ભાવસ્થા દરમિયાન, એ વાતની તકેદારી રાખો કે સગર્ભા માતાને યોગ્ય ભોજન યોગ્ય સમયે મળી રહે. તેને ભોજનનો વધારાનો ભાગ મળવો જોઈએ, સામાન્ય કરતાં આશરે ત્રીજો ભાગ વધારે.
સગર્ભા માતાને દિવસ દરમિયાન ઓછામાં ઓછા બે કલાકનો આરામ મળવો જોઈએ. અને રાત્રે, તેણે આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. વળી, ઘરમાં ખુશખુશાલ વાતાવરણ પણ જાળવવું જોઈએ.
આ વિડિયોનું પ્રયોજન કુપોષણના ચિહ્નો તથા ભયાનક પરિણામો અંગે સજાગતા લાવવાનું તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઈ શકાતાં સરળ પગલાં લેવાં તથા વ્યક્તિગત સ્તરે થઈ શકતા પ્રયાસોની સમજણ આપવાનું છે.
સમાજના વિશાળ વર્ગ સુધી એને પહોંચાડવાનો ઈરાદો છે.
સ્ત્રોત: મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા યુનિસૅફ તથા અન્ય વિકાસ ભાગીદારોના સક્રિય સહભાગથી નિર્મિત.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020