જે બાળકો વારંવાર બીમાર પડતાં હોય, જલ્દીથી થાકી જતાં હોય તથા સમજી શકવામાં ધીમાં હોય તેઓ કુપોષણથી પીડાતા હોય એવું બની શકે છે.
ગર્ભ રહ્યાના સમયથી લઈને બે વર્ષની ઉંમર સુધી બાળકને કુપોષણના ભયની શક્યતા રહે છે. લાંબા સમયના એકંદર વિકાસની રીતે આ સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે. અપેક્ષિત પ્રમાણથી ઓછું પોષણ જન્મ પહેલાથી શરૂ થાય છે, સામાન્યપણે કિશોરાવસ્થા તથા ઉંમરલાયક અવસ્થામાં પણ ચાલુ રહે છે અને પેઢીઓ સુધી તે આગળ વધી શકે છે. મોટા ભાગે આ પરિસ્થિતિ ઉલ્ટાવી શકાય એવી હોતી નથી. ઉલ્ટાવી ન શકાય એવા સતત વધતા જતા આ ફેલાવા તથા માતાની તંદુરસ્તી, બાળકની તંદુરસ્તી તથા તેના જીવન સાથે બાંધછોડ કરતી વિકાસની ખેંચને ટાળવા માટે પોષણનું નીચું પ્રમાણ તેમના જીવનચક્રમાં શક્ય હોય એટલું વહેલું અટકાવવું જરૂરી છે.
જે પ્રમાણે કરમાયેલો છોડ મોટું ઘટાદાર ઝાડ બનતું નથી અને યોગ્ય કાળજી વિના તથા માટી, પાણી, તાજી હવા અને સૂરજના પ્રકાશ જેવા પોષણ વિના સામાન્ય રીતે વિકસતું નથી, એ જ રીતે બાળક પણ યોગ્ય કાળજી અને પોષણ વિના મોટી વયની તંદુરસ્ત વ્યક્તિ તરીકે વિકસી શકતું નથી.
જે રીતે એક વાર બની ગયા પછી નંદવાયેલું માટલું સમું કરી શકાતું નથી, એ જ રીતે પોતાના જીવનના શરૂઆતના સમયમાં કુપોષણનો ભોગ બનેલા બાળકની તંદુરસ્તી પણ સુધારી શકાતી નથી.
આ વિડિયોનું પ્રયોજન કુપોષણના ચિહ્નો તથા ભયાનક પરિણામો અંગે સજાગતા લાવવાનું તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઈ શકાતાં સરળ પગલાં લેવાં તથા વ્યક્તિગત સ્તરે થઈ શકતા પ્રયાસોની સમજણ આપવાનું છે.
સમાજના વિશાળ વર્ગ સુધી એને પહોંચાડવાનો ઈરાદો છે.
મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા યુનિસૅફ તથા અન્ય વિકાસ ભાગીદારોના સક્રિય સહભાગથી નિર્મિત.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020