অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાના બાળકોનું સર્વોત્તમ આહાર

નાના બાળકોનું સર્વોત્તમ આહાર

જન્મયાં પછી પહેલા વર્ષમાં બાળકની વૃદ્ધિ અને વિકાસની ગતિ વધુ હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું વજન પહેલા ચાર મહિનામાં બે ગણી વધે છે, જો તેના પહેલા વર્ષગાંઠ સુધીમાં તેનું વિકાસ ત્રણ ગણું થાય છે. આવી આશ્ચર્યકારક વૃદ્ધિ માટે પૌષ્ટિક આહાર તથા જરૂરી કેલેરીનું મળવું જરૂરી છે. પૌષ્ટિક આહારની સાથે બાળક્ને આનંદિત વાતાવરણનું હોવું પણ જરૂરી છે. બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય તે માટે પાણી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ, ચરબીયુક્ત પદાર્થ જેવા કુલ ૪૦ પૌષ્ટીક ઘટકોનો તેના આહારમાં સમાવેશ થવો જોઇએ. ગર્ભનો પૂરેપુરો વિકાસ થયા પછી જન્મેલા બાળકના શરીરમાં (એક દિવસ) કેટલૉક સમય પુરે તેટલું પોષક હોય છે વિશેષ કરીને પાણીનો પુરવઠો હોય છે. બીજા અને ત્રીજા દિવસથી તમારા બાળક્ને પાણી અને પોષક તત્ત્વોની આવશ્યક્તા હોય છે.

જન્મથી ચાર મહિના સુધી સ્તનપાન અથવા નુસખા

સ્તનપાન એ બાળકનો સર્વોત્તમ આહાર છે. પંરતુ આરોગ્યવિષય કોઇ તકલીફ હોય તેવા અથવા પહેંલાની જેમ પોતાના કામે બાહર જવાની શરૂઆત કરનારા તેઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શક્તાં નથી. આવા સમયે માતા બાહય દુધની મદદ લે છે.

જે માતા બાળકને પોતાનું દૂધ ધવરાવતી હોય તેને દરોજ વધારાના ૫૦૦ ગ્રામ કેલરીની જરૂર હોય છે. આ સિવાય ૪૦ મી.ગ્રા. કેલ્શિયમ તથા ૨૦ ગ્રામ પ્રોટીન તેને મળવા જોઇએ. તે માટે તેના આહારમાં દૂધ, દૂધથી પદાર્થો ઇડું, માંસ તથા બ્રેડ જેમાં પ્રોટીન અને વિટામિનયુક્ત પદાર્થ લેવા જોઇએ. તેમજ તે જેટલા પ્રમાણમાં પાણી પીશે તેટલા પ્રમાણમાં તેને દૂધ આવશે.

સ્તનપાનના ફાયદા

  • માતાનું દૂધ નવજાત શિશું માટે આવશ્યક એવા સર્વ પોષણયુક્ત હોય છે.
  • પહેલા કેટલાક અઠવાડિયામાં બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે આવા સમયે માતાનું દૂધ બાળકને સૂક્ષ્મ જીવ-જંતુઓથી સંરક્ષણ કરે છે.
  • બાળકને માતાનું દૂધ ઘવડાવવાથી તેને પેટને લગતાં અથવા જઠરને સંબંધી કોઇ વિકાર થતો નથી.

સ્તનપાનથી ગેરલાભ

આલ્કૉહોલ, કૉફીના અથવા ઔષધોમાંના બીન જરૂરી એવા ઘટકો સ્તનપાન દ્વારા બાળકના શરીરમાં પ્રવેશવાથી કેટલાક દુષ્ટ પરિણામો થઈ શકે છે. (તે માટે સ્તનપાનના સમયકાળ દરમ્યાન કૉફીન તથા દારૂનું સેવન માતાએ ઓછો કરવો જોઇએ અથવા ડૉક્ટરની સલાહનુસાર નશીલી દવાઓ લેવી જોઇએ.)

ઘણીવખત કામ કરતી વખતે બાળકની તરફ ધ્યાન આપવું અશક્ય હોય છે તો તેના મોંમા દૂધની બાટલી આપવું બીજા કેટલાક તુલનાની દૃષ્ટિએ સરળ છે.

’બાટલીનું દૂધ’ એ કેટલાક બાળકોમાં ખરાબ આદત પડી જાય છે. કેટલાક બાળકો મોંઢામાં દૂધની બાટલી લઈને સૂવે છે તો કેટલાક બાળકો દૂધની બાટલી લીધા વગર તેમને ઊંધ આવતી નથી. તેના પરિણામ રૂપે બાળકના દાંત જલ્દી ખરાબ થાય છે, કારણકે દૂધમાં નૈસર્ગિક શાકર હોય છે જેનું આવરણ દાંત ઉપર એકઠાં થાય છે જેને પરિણામે દાંત સડી જાય છે.

સ્તનપાનનો સમય

દર ત્રણ કલાકે બાળક્ને દૂધની જરૂરીયાત હોય છે. પહેલા કેટલાક અઠવાડિયામાં સ્તનપાનમાં અનિયમિતતા થાય તો પણ બાળકને ભૂખ લાગે છે, પંરતુ જેમ-જેમ તેની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ તેની ભૂખમાં વધારો થાય તો માતાએ સ્તનપાનમાં નિયમિતતા જાળવવી પડે છે.

પાણી

મોટા બાળકો અને પુખ્તવયના લોકોની જેમજ નાના બાળકમાં દૂધની જેટલી જ પાણીની જરૂરીયાત હોય છે. પાણીના લીધે શરીરમાં રહેલા બીન જરૂરી પદાર્થો પેશાબ દ્વારા બાહર કાઢવામાં મદદ મળે છે.

૧૮ પાઉન્ડ વજન સુધીના બાળકને તેના એક પાઉન્ડ વજન માટે ૧/૩ કપ પાણી લાગે છે. વજન વધારે હોય તો પાણી ઓછું લાગે છે. ઉદા. ૧૨ પાઉન્ડ વજનના બાળકને દિવસમાં ચાર કપ પાણી લાગે છે. એમાં કેટલાક દ્રવ્યની ઉણપ સ્તનપાન દ્વારા પુરી કરવામાં આવે છે. પંરતુ ઉનાળામાં આવા દ્રવ્યની બાળકને વધુ જરૂર હોય છે.

વિટામિન્સ અને ખનિજ દ્રવ્યનો પુરવઠો

સર્વસાધારણ બાળક માટે માતાનું દૂધ તેમજ કૃત્રિમ પાવડરના દૂધમાં પુરતા પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજ હોય છે. જો માતાના દૂધમાં અથવા પાવડરના દૂધમાં વિટામિન ’સી’ નું પ્રમાણ ઓછું હોય તો પણ તે બાળકની જરૂરીયાત પુરી કરે એટલી હોય છે. તો પણ માતાના દુધમાં વિટામિન્સ તથા ખનિજ બાળક દ્વારા વધારે શોષવામાં આવે છે. બાળકની વૃદ્ધિ પૂર્ણ થઈ હોય અને માતા પાસેથી યોગ્ય પોષણ મળ્યું હોય તો બાળકના શરીરમાં છ મહિના પુરે એટલો લોહનો જથ્થો હોય છે.

શૂળ

કેટલાક બાળકો સ્તનપાન પછી સતત ડરતાં હોય છે, કેટલાકને ઉલટી થાય છે આવું શૂળને લીધે થાય છે. બાળકના આહારમાં અથવા માતાના આહારમાં કેટલાક બાધક પદાર્થ આવવાથી દૂધ દ્વારા તે બાળકના પેટમાં જઈ તેનો ત્રાસ બાળકને થાય છે. કેટલાક બાળકમાં આ ત્રાસ વધારો થતો હોય છે આવા સમયે ગીત ગાઇને કે તેનાથી વાતો કરીને તેને શાંત કરવો જોઇએ.

પ્રસન્ન, પ્રેમાળ વાતાવરણ

નાના બાળક્ને સ્તનપાન કરાવતી વખતે માતાના ચેહરા પર ચિંતાના હાવભાવ જલ્દીથી દેખાય આવે છે, સ્તનપાન વખતે શકય એટલો વાતાવરણ આનંદી રાખવો. કુટુંબના હિતનો નિર્ણય પાલકોએ સમયસર લેવો મહત્ત્વનો હોય છે. બાળક્ને ધવરાવવા માટે કેટલી પણ ઉતાવણ કરી હોય તો પણ તે સમયે આજુ-બાજુનું વાતાવરણ આનંદી રાખવું, સ્તનપાન કરાવતી વખતે માતાએ કોઇ ગીત ગણગણવું, ઝુલાંવવું અથવા બાળક્થી વાતો કરીને વાતાવરણને આનંદીત રાખવો જોઇએ. આ પ્રેમાળ સ્પર્શ સિવાય બાળકની યોગ્ય વૃદ્ધિ, વિકાસ થઈ શક્તું નથી.

ધન આહાર આપતી વખતે

ધન આહાર આપતી વખતે એવું સૂચવવામાં આવે છે કે બાળક ૪ થી ૬ મહિનાનું થાય ત્યાં સુધી થોંભવું. ત્યાં સુધી બાળક ગર્દન સંભાળી શકે અને તેને સીધીં રાખી ટૂટા બેસીં શકે છે. તેને લીધે ચમચી દ્વારા અપાતું પદાર્થ વ્યવસ્થિત ગ્રહણ કરી શકે છે. ૪ થી ૬ મહિના પછી બાળકોને ધન પદાર્થમાંથી મળતાં પૌષ્ટિકતાની ખુબ જરૂરીયાત હોય છે. તો તેનું વજન બે ગણું વધતું હોય છે તથા આહારની માત્રામાં પણ વધારો થાય છે.

ધન પદાર્થ કેવી રીતે આપવું?

ધનપદાર્થનો ખોરાક બાળકને ધીરે-ધીરે આપવાની શરૂઆત કરવી. શરૂઆતમાં બે થી ત્રણ ચમચી આપવું. એક વખતે એકજ નવું પદાર્થ તેને આપવું બીજો પદાર્થ આપવાની શરૂઆત કરતાં પહેલા કેટલાક દિવસ પહેલો પદાર્થ આપવાની આદત પાડવી. જેને લીધે તેને ક્યાં પદાર્થની અઁલજી તેને થાય છે તે ઓળખવામાં સહેલું પડે છે.

ભાતના પાણીથી તેના આહારની શરૂઆત કરવી. બીજા ધાન્યની તુલનામાં ભાત ઓછો અસર કારક હોવાને લીધે આહારતજ્ઞો બાળકને ભાત ખવરાવવાનું વધારે આગ્રહ કરી લોહતત્ત્વયુકત ભાત આપવાનું વધારે જણાવતાં હોય છે. ભાતમાં લોહતત્ત્વ પ્રમાણે કરેલી, કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન તથા ચરબીયુકત પદાર્થનું સમતોલપણું જળવાય છે.

બાળકને પહેલી વાર ધન આહારની આપતી વખતે સ્પર્શનું વધારે મહત્ત્વ છે. ધનપદાર્થ આપતી વખતે બાળકને વ્યવસ્થિત રીતે પકડીને બેસો.

માયક્રોવ્હેવ તથા બાળકનો અન્નપદાર્થ

બાળકનો અન્નપદાર્થ માયક્રોવ્હેવમાં ગરમ કરતી વખતે વિશેષ કરીને સાવધાની રાખવી જોઇએ. કારણ કે માયક્રોવ્હેવમાં(અ સમાન ઉષ્ણતાને લીધે) પદાર્થ એક સખું ગરમ થતું નથી. કોઇ એક ભાગ વધારે ગરમ થઈ શકે છે. બાળકને ખવડાવતી વખતે કોઇ એક ચમચી ગરમ પદાર્થ જઈ શકે છે. જેને લીધે તેની જીભ દાઝી શકે છે. જયો બીજો ચમચો ઠંડા પદાર્થનો જઈ શકે છે. દરેક વખતે બાળકને અન્નપદાર્થ ગરમ કરીને ખવડાવવાની જરૂર નથી. તે સામાન્ય ઉષ્ણ હોય તો પણ ચાલે છે. જો માયક્રોવ્હેવમાં ગરમ કરેલ પદાર્થ આપવું હોયતો સારી રીતે હલાવીને ગરમ કરવું, એટલે તે બઘી બાજુએથી એક સરખું ગરમ થશે, તો પણ તે પદાર્થ ખવડાવતી વખતે એક વાર ખાત્રી કરીને લો અને પછી જ ખવડાવો.

શાકભાંજી અને ફળો

બાળકના આહારમાં શાકભાજીં અને ફળોનો સમાવેશ સાતમાં મહિનાથી આપવું તેમાંથી બાળકને વિટામિન ’એ’ તથા ’સી’ મળે છે. જો તમારૂં બાળક કોઇ વસ્તુ ચાવતું હોય તો તેને ઘટટ પદાર્થ અથવા ફળ આપી તેના ચાવીને ખાવાની કૌશલ્યમાં વધારો કરો. બાળક ૮ થી ૯ મહિનાનું થયા પછી તેને બાફેલા બટાટા, ગાજર, બીટ, ફેળા અથવા બિસ્કીટ જેવાં થોડા હળવાં પણ કઠણ પદાર્થ આપવામાં કોઇ નુકસાન નથી. આ સમયે બાળક્ને દાંત આવતાં હોવાથી તેને આવા પદાર્થ આપવાથી તે પોતાની ચાવવાની ક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકે છે. વિકસતાં બાળક માટે દૂધ

બીજા પદાર્થ આપવાની શરૂઆત કરી હોય તો પણ છઠઠા મહિના સુધી માતાનું અથવા પાવડરનું દુધ એજ બાળકનું મુખ્ય ખોરાક હોય છે. સામન્યરીતે દશ થી બાર મહિનામાં બાળકના આહારમાં ઇંડામાં રહેલા પીળા ભાગનો સમાવેશ કરવો. બાળક એક વર્ષનો થાય નહીં ત્યાં સુધી તેને પુર્ણ ઇંડું આપવું નહીં. કારણ કે એક વર્ષની થયા પછી તેને થોડા પ્રમાણમાં ચીઝ આપવું.

આહારનું સમયપત્રક

સામાન્યરીતે દસમાં બારમાં મહિના સુધીમાં બાળકના જમવાનું સમયપત્રક બની જાય છે. બાળકને બીજા કુટુંબના સભ્યો કરતાં વારંવાર ખાવાની જરૂરીયાત હોય છે જેમાં બે ટાંણાના જમવા ઉપરાંન્ત સવારે, બપોરે, સાંજે હળાવા ખોરાકની જરૂ હોય છે.

કપથી પાણી પીવું

બાળક સામાન્યરીતે ૧૦ મહિનાનું થાય પછી મોટા માણસે તેના મોંઢા પાસે પાણીનો કપ ધરવાથી તે તેના દ્વારા પાણી પી શકે છે. તો તેને બાટલીની અવેજી તેને કપ દ્વારા પાણી, દૂધ, અને રસ પીવડાવવું. શરૂઆતમાં તેનું પ્રમાણ ઓછું રાખવું. અને ધીરે-ધીરે તેમાં વધારો કરવો આવા વખતે બાળકને સ્તનપાન અથવા બાટલીના દૂધની આદત છૂટે છે. કેટલાક બાળકોને હજું કેટલાક મહિના બાટલીની જરૂ પડતી હોય છે.

ધાવણ છોડાતાં ખોરાક આપવું

સામાન્ય રીતે બાળક ૧ વર્ષ પછી માતાનું દૂધ છોડતાં હોય છે. આ આદત એક વર્ષ પછી પણ ચાલુ હોય તો કપ વડે દૂધ અથવા પાણી પીવડાવીને તેની આ આદત છોડાવી શકાય છે. જે બાળકો ધનપદાર્થ કરતાં વધારો દૂધ લે છે, તેને પૌષ્ટિકતાની જરૂરીયાત પુરાતું નથી તે માટે પહેલા વર્ષથી બાળકને વિવિધ પ્રકારના અન્નપદાર્થ આપવું જોઇએ. દિવસમાં ફકત ૨ કપ દૂધ તેને આપવું.

કાચું દૂધ અને કાયું ઇંડુ એ નાના બાળક માટે યોગ્ય નથી. આવા અન્નથી સંસર્ગ જઈ શકે છે, તેના માટે હાનિકારક હોય શકે છે. બાળકને શક્ય ત્યાં સુધી ચૉકલેટ, આઇસ્ક્રિમ જેવા ઠંડા પદાર્થ, કાર્બનયુકત પ્રવાહી અથવા ચહા-કૉફી આપવું નહીં. તેમાંથી કેલરી મળતાં હોય તો પણ પોષણનું તત્વ ખુબ ઓછો હોય છે.

જીવવા માટે ઉપયુક્ત આહાર

ભવિષ્યના આયુષ્યની દૃષ્ટિએ સારી વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો નાનપણમાં જ યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવામાં આવવો જોઇએ. યોગ્ય વિકાસ અને વૃદ્ધિ એ કેલરી, પ્રોટીન, વિટામિનના યોગ્ય પુરવઠા પર અવલંબિત હોય છે. જમતી વખતે મન હમેંશા પ્રસન્ન રાખવો. માતા-પિતાજ આ માટે બાળકને મદદ કરી શકે છે, ખાવાની સારી આદત પાડતી વખતે ક્યો પદાર્થ પોષણયુકત છે તેની વડિલોએ બાળકને પટાવી આપવાથી તેનો આહાર સારો રાખવામાં મદદ મળે છે. વડિલોએ પોતાના બાળકને આરોગ્યદાયી તથા પૌષ્ટિક આહાર યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં આપવું જોઇએ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate