બોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે અને તેને અનેક નામ પણ આપેલાં છે. ૧૬મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા આપતા હતા. ૧૭મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૃ થયો ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગ (તામીલનાડુ)નું હવામાન ફાવી ગયું. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં ૩૨ ટકા ભારતની ચા છે. આ બિઝનેસ ૧૦,૦૦૦ કરોડનો છે.
૧. બ્લેક ટી ૨. ગ્રીન ટી ૩. વ્હાઈટ ટી ૪. હર્બલ ટી અને ૫. ઓલોંગ ટી ગણાય છે.
દેખાવમાં અને રંગમાં કાળી અથવા આછી સફેદ છાંટવાળી ચા એટલે બ્લેક ટી. ચાની બધી જાતો કરતાં આખી દુનિયામાં વધારે (૯૦ ટકા) વપરાય છે. ચાના લીલા પાંદડાને સૌથી વધારે પ્રમાણમાં ઓક્સીડાઈઝ કરીને કાળી ચા બનાવવામાં આવે છે. ચાનાં લીલાં પાંદડાંને ફેક્ટરીમાં કામ કરતા મજુરો અભરાઈ પર પાથરી દે છે. આ પાંદડાં સુકાઈ જાય પછી રોલરથી તેના ટુકડા કરવામાં આવે છે. અને રૃમમાં પાથરી દેવામાં આવે છે. આને કારણે ચાનાં પાંદડાં હવામાંનો ઓક્સીજન ખેંચી શકે. આ પ્રક્રિયાથી તેનો સ્વાદ અને સુગંધ બદલાય છે. ત્યાર પછી આ ચા ઉપર પંખાથી ગરમ દવા નાખવામાં આવે છે જેથી તેનો રંગ કાળો અને બ્રાઉનીશ બ્લેક (લીલાશ પડતો કાળો) થાય છે. બીજી બધી ચા કરતાં બ્લેક ટીમાં કોફીનનું પ્રમાણ વધારે હોય છે. બ્લેક ટી પોતાનો સ્વાદ અને સુગંધ વર્ષો સુધી જાળવી રાખે છે. માટે જ જગતમાં તેનો વપરાશ વધારે છે.
ચાના લીલા પાંદડાંને ચૂંટીને તેને ખુલ્લાં રાખી ‘ઓક્સીડાઈઝ’ કરવાને બદલે તેને ઓવનમાં રાખીને તેને ‘ડીહાઈડ્રેટ’ કરવામાં આવે છે. પછી તેને સ્ટોર કરવામાં આવે છે. ડીહાઈડ્રેશનની ક્રિયાથી ચાના લીલા પાંદડાંમાં રહેલા પોલીફેનોલ્સ કેટેથીન્સ અને ફલેવેનોઈડઝ નાશ નથી પામતી. આને કારણે ગ્રીન ટી (લીલી ચા) પીવાથી આરોગ્યના ઘણા લાભ થાય છે. ગ્રીન ટી એક વર્ષમાં વાપરી નાખવી જોઈએ. નહીં તો તેના લાભ નથી મળતા.
ઓછામાં ઓછી જાણીતી, વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડના પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા હોય છે માટે વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે. આ ચામાં કેફીનનું પ્રમાણ એકદમ ઓછું છે પણ તેમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.
ચાના છોડના કોઈ પણ ભાગ, ફૂલ, થડ, ડાળી, મૂળ, બી અને પાંદડાંને સૂકવી નાખી અથવા ઉકળતું પાણી નાખી બનાવવામાં આવે છે. આ પ્રકારની ચાનો દવા તરીકે ઉપયોગ થાય છે. આમાં તુલસી, મરી, આદુ, ફુદીનો પણ ઉમેરાય છે.
આ પ્રકારની ચાને ચાઈનીઝ ટી પણ કહે છે. જે ખાસ પ્રકારની પ્રોસેસથી બનાવવામાં આવે છે. પહેલાં ચાના પાંદડાંને તડકામાં સૂકવી નાખવામાં આવે છે. પછી ઓક્સીડાઈઝ કરવામાં આવે છે. આ પ્રકારની ચા તેના ચાના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’માંથી બનાવવામાં આવે છે.
ચામાં એવું શું છે કે તે ‘યુનીવર્સલ પીણું’ થઈ ગયું છે ?
ચામાંમાનવ શરીરના આરોગ્યને ફાયદો કરે તેવા ‘થીઆફલેવીન’ જે કાળી ચામાં છે અને ‘એપીકેટેચીન અને કેટેચીન્સ’ જે ગ્રીન ટીમાં છે આ બધા પોલીફેનોલીક કમ્પાઉન્ડ છે જે ૪૦૦૦ જાતના છે. આ બધા પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ ગણાય છે.
એન્ટીઓક્સીડન્ટ એટલે શું?
માનવ શરીરમાં જે દુષિત પદાર્થો હવા, પાણી, ખોરાક, દવા, ઈન્જેક્શન વગેરે મારફતે દાખલ થાય છે તેને વૈજ્ઞાનિકો ‘ફીરેડીક્લ’ કહે છે. જો શરીરમાં ફીરેડીકલ વધારે હોય તો અનેક રોગો થાય. આ માટે જો ખોરાક અને પ્રવાહી મારફતે શરીરમાં એન્ટીઓક્સીડન્ટ લેવામાં આવે તો બધા જ ફીરેડીક્લનો નાશ થાય અને તમે તંદુરસ્ત અને રોગરહીત રહો.
ગ્રીન ટી પીવાના ફાયદા: આગળ જણાવેલ છે પણ ગ્રીન ટી પીવાના ફાયદા તેના પ્રોસેસને કારણે અને તેમાં રહેલા પોલીફેનોલ્સને કારણે છે. તેમાં કેટેચીન છે અને એપીગેલોકેટેચીન-૩-ગેલેટ (ઈ.જી.સી.જી)નું પ્રમાણ ઘણું છે. આ બધાને કારણે રોજ તમે ખાંડ, દૂધ વગરની ગ્રીન ટીના ત્રણથી પાંચ કપ પીઓ તો તેનાથી નીચે જણાવેલ ફાયદા થાય છે.
છેલ્લા સમાચાર: યેલ યુનિવર્સિટી (યુએસએ)ના પ્રિવેન્શન રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. ડેવીડ કરઝ ચા પીવાના આટલા બધા ફાયદા માટે થોડા શંકાશીલ છે. તેમના કહેવા પ્રમાણે ચામાં ચોક્કસ રોગ સામે લડવાની શક્તિ આપનારા એન્ટીઓક્સીડન્ટ છે. વિટામિન છે. મિનરલ્સ છે. પણ હજુ અનેક પ્રયોગો બાકી છે. જે કાંઈ થોડા પ્રયોગો પ્રાણીઓ પર થયા છે તેના પરિણામો માનવી માટે બરોબર ના કહેવાય. ગ્રીન ટી માટેનો આટલો બધો વધારે પ્રચાર જો યોગ્ય હોય તો ઘણું સારું પણ ચોક્કસ પ્રયોગોના અભાવે તમારે ચા માટેના પ્રચાર સાહિત્યનું પણ તમારી રીતે અવમૂલ્યન કરવું જોઈએ. ચાથી ઉત્સાહ મળે છે. થાક ઉતરે છે. સ્ફૂર્તિ આવે છે. એ કબૂલ પણ એને ‘અમૃતતુલ્ય’ અને ‘લાખ દુખોની એક દવા’ માનવી કે નહીં એ તમારી જાતે પ્રયોગ કરીને નક્કી કરવું જોઈએ.
દૂધ વગરની ચા વજનને ઘટાડવામાં ઉપયોગી છે.તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆલેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહૃાા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહૃાા નથી. વિશ્ર્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જોરહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બોવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિક હીરોકી યાજીમાએ કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે. બ્લેક ટી હંમેશા સ્થુળતાને ઘટાડવામાં ઉપયોગી બને છે. ડાઇટના કારણે ચરબી વધારનાર તત્વોને રોકવામાં બ્લેક ટી ભુમિકા અદા કરે છે. દૂધ વગરની ચા પીવાથી મોટા ફાયદો થાય છે તે બાબત પ્રકાશમાં આવ્યા બાદ તેનાથી ફાયદો થઇ શકે છે. સ્થુળ લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે જે વજન ઘટાડવા માટે ઇચ્છુક છે.
સ્ત્રોત: ચાનો ઇતિહાસ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020