વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આયોડીન

આયોડીન વિશેની માહિતી આપવામાં આવી છે

”iodine”


આ વિડિયોમા આયોડીન વિષે જરૂરી માહિતી આપવામાં આવી છે

આયોડિન એક એવું તત્વ છે જેની જરૂરિયાત શરીરમાં ઘણી ઓછી છે, પણ તેનું મહત્વ ઘણું વધારે છે. હ્રદયની ક્ષતિરહિત કામગીરી, નર્વ ઈમ્પલ્સ અને શરીરનો વિકાસદર તથા ચયાપચયની ક્રિયાનું નિયમન માટે જરૂરી છે. પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં ૫૦ મિગ્રા જેટલું આયોડીન હોય છે. જેમાથી ૮ મિગ્રા આયોડિન થાઈરોઈડ ગ્રંથિમા હોય છે. થાઈરોઈડ ગ્રંથિ નું વજન શરીરના વજનના માત્ર ૦.૦૫ % હોય છે. આયોડિન જરૂરિયાતની પૂર્તિ ખોરાકમાંથી (અનાજ અને ધાન્ય) થાય છે. જો પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિના કાર્ય ઉપર સીધી અસર થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટર (થાઈરોઈડ ગ્રંથિ ફૂલી જવી) રોગ થાય છે.

વૈશ્વિક આયોડીન ઉણપ વિકાર નિવારણ દિવસ

દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ વિશ્વ આયોડીન ઉણપ વિકાર નિવારણ દિવસ  (મીઠા ઉણપ વિકાર) અથવા વિશ્વ આયોડીન ઉણપ દિવસ મનાવવામાં આવે છે.આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ આયોડીન (મીઠા) ના ઉપયોગની જરૂરિયાત વિશે જણાવવું અને મીઠાની ખામી બાબતે જાગૃતિ લાવવાનો છે.સમગ્ર વિશ્વમાં મીઠાની ખામીના કારણે વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની છે.આજની જન સંખ્યા પ્રમાણે વિશ્વમાં કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને મીઠાની ઉણપના લીધે બિમારીઓનું જોખમ વધી ગયું છે.ડબલ્યુએચઓના જણાવ્યાં અનુસાર આજે ૫૪ દેશોમાં આજે પણ મીઠાની ઉણપ વરર્તાય છે.મીઠું સુક્ષ્મ પોષકતત્વ છે,જે મનુષ્યની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

મીઠાની ઉણપ માટેના વિકારો આ પ્રમાણે હોય શકે છે

 • થાઈરોડ ગ્રંથિ વધી જવી
 • માનસિક બિમારી: મંદબુદ્ધિ, માનસિક મંદતા,બાળકોમાં સંજ્ઞાનાત્મક વિકાસમાં અવરોધ અને મસ્તિષ્ક (મગજમાં) ખામી હોવી.
 • સ્નાયુંઓ અને માંસપેશીઓ જકડાઈ જવી
 • શારીરીક અને માનસિક વિકાસમાં અવરોધ થવો
 • મૃત જન્મ અને ગર્ભવતી સ્ત્રીઓ સ્વયં ગર્ભપાત કરાવે
 • જન્મજાત અસામાન્યતા જેમ કે બહેરાશ-મૂંગાપણું(વાત કરવામાં અસમર્થતા)અને વામનતા જેવી વિકૃતિઓ.
 • સંભાળવામાં,જોવામાં અને બોલવામાં ખામી

આયોડિનનો સ્ત્રોત

આયોડિનનો સામાન્ય સ્ત્રોત મીઠું છે. તેમ છતાં  તે વિવિધ  અન્ય ખોરાક માં શોધી શકાય છે: જેમ કે

 • દૂધ
 • ઇંડા
 • સમુદ્રની સેવાળ
 • છીપ
 • દરિયાઈ માછલી
 • દરિયાઈ ખોરાકો
 • માંસ
 • દાળ- અનાજ

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન :આયોડીન (મીઠું) શું છે તે  શા માટે મહત્વપૂર્ણ છે ?

જવાબ : મીઠું એક કુદરતી તત્વ છે તથા તે એક મહત્વપૂર્ણ પોષકતત્વ પણ છે.તે માનવ વૃદ્ધિ અને વિકાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન : આયોડીનયુક્ત મીઠાનો શું અર્થ છે ?

આયોડીન મીઠું આયોડાઈઝ કરેલું શુદ્ધ મીઠું હોય છે.

પ્રશ્ન :સામાન્ય રીતે એક વ્યક્તિને કેટલા આયોડીન ની જરૂરિયાત હોય છે ?

જવાબ : સામાન્ય રીતે એક વ્યક્તિને દરરોજ ૧૫૦ માઈક્રોગ્રામ મીઠાની જરૂરિયાત રહે છે.

(૧,૦૦૦,૦૦૦ માઈક્રોગ્રામ= ૧ જીએમ)

પ્રશ્ન : શું ગર્ભવતી સ્ત્રીઓને વધારે આયોડીનના પ્રમાણની આવશ્યકતા હોય છે ?

જવાબ : હા, ગર્ભવતી સ્ત્રીઓને સામાન્ય સ્ત્રીઓ કરતા વધારે આયોડીનના પ્રમાણની આવશ્યકતા રહે છે.કારણ કે મીઠાની ઉણપ સૌથી વધુ ગર્ભવતી સ્ત્રીઓ અને તેના નવજાત શિશુઓ પર પડે છે.

પ્રશ્ન :મને કેમ ખબર પડે કે હું જે મીઠાનો ઉપયોગ કરું છું તેમાં આયોડીન છે કે નહીં ?

જવાબ : ઓછી ગુણવત્તાવાળા મીઠાના પરિક્ષણ માટે બજારમાં કીટ ઉપલબ્ધ છે.આ કીટના માધ્યમથી તમે ઉપયોગ કરતાં મીઠાનું પરિક્ષણ કરીને આયોડીનની માત્રાનું પ્રમાણ નક્કી કરી શકો છો.

પ્રશ્ન: હું જે મીઠાનો ઉપયોગ કરું છું તેમાં આયોડીનની ઉણપ છે તો મારે એ કમીને પૂરી કેમ કરવી જોઈએ ?

જવાબ : બજારમાં આયોડીન વગરનું મીઠું પ્રતિબંધિત છે.જો તમે આવી કોઈ પણ સમસ્યાનો સામનો કરતા હો તો તમારી નજીક આવેલા મીઠા યુક્ત કાર્યાલયનો સંપર્ક કરો.

પ્રશ્ન :શું આયોડીનની ઉણપના કારણે વાળ ખરી જાય ?

જવાબ : હા, આયોડીનની ઉણપના કારણે વાળ ખરી જવાની શક્યતા રહે છે.

પ્રશ્ન ચયાપચય અને આયોડીન વચ્ચે કોઈ સંબંધ છે ?

જવાબ : હા પુરતું આયોડીન ચયાપચયની વૃદ્ધિ માટે મદદરૂપ બને છે.

પ્રશ્ન :શું આયોડીન મોંઘુ હોય છે ?

જવાબ :નહીં,એવું નથી.

સંદર્ભો

http://www.fao.org/docrep/004/y2809e/y2809e0i.htm

http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3074887/

www.thyroid.org

www.unicef.org

www.who.int

nrhm.gov.in

2.85454545455
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top