આજના ફાસ્ટફૂડના જમાનામાં દરેક વ્યક્તિ ખાવા પણ માંગે છે અને ફિટ પણ રહી શકે તેવું ઈચ્છે છે. જો આ બન્ને જોઈતુ હોય તો તેના માટે નિયમીત શારીરિક કસરત કરવી જરૂરી છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે સમતોલ આહાર પણ જરૂરી છે, આહાર માંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ (ચરબી), વિટામીન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળે તેની કાળજી રાખવી જરૂરી છે. વધારે પ્રમાણમાં ચરબીયુક્ત આહાર લેવાથી મેદસ્વીતા આવી જાય છે અને મેદસ્વીતા એ અનેક રોગોનું મૂળ કહેવાય છે. આનાથી બચવા માટે દિવસ દરમિયાન આપણે ચરબીયુક્ત ખોરાક જેવા કે ઘી, તેલ વહેરેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. એક દિવસમાં આપણે 5-10 ગ્રામ ઘી-તેલનો ઉપયોગ કરી શકીએ. .
આપણે એ જાણવું જોઈએ કે એક ગ્રામ કાર્બોહાઈડ્રેટ માંથી ચાર કેલેરી, એક ગ્રામ પ્રોટીનમાંથી ચાર કેલેરી, એક ગ્રામ ચરબી માંથી નવ કેલેરી મળે છે. મેદસ્વીતાના કારણે ઘણી બીમારીઓ જેમકે બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ, આર્થરાઈટીસ ઘર કરી જાય છે. આપણે ભરપૂર પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ જે આપણને દાળ, કઠોળ, પનીર વગેરેમાંથી મળે છએ. કાર્બોહાઈડ્રેટ આપણને ઘઉં, ચોખા વગેરેમાંથી મળે છે. આપણા શરીરને પૂરતા વિટામીન્સ અને મિનરલ્સ દૂધ, શાકભાજી, ફળ વગેરેમાંથી મળે છે. આપણા શરીરનો 2/3 ભાગ પાણી છે આથી દિવસમાં 2-3 લિટર પાણી પીવું ખૂબ જરૂરી છે. .
આજની બેઠાળી બનેલી લાઈફ સ્ટાઈલમાં સમતોલ આહારની સાથે રોજ એક થી બે કલાક કસરત પાછળ આપવા પણ જરૂરી છે. જુદી-જુદી કસરતો અથવા જેવા કે ચાલવું, દોડવું, યોગા, સાયકલિંગ, સ્વીમીંગ કે બીજી કોઈ સ્પોર્ટ્સ એક્ટીવિટી શરીરને તંદુરસ્તીની સાથે મનને પણ રિફ્રેશ કરે છે. એક વયસ્ક અને સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ડાયટ પ્લાન લઈ શકે છે.
ઉપર મુજબનું ડાયેટ વ્યક્તિની મેદસ્વીતા, લાઈફસ્ટાઈલ, કસરત પર આધારિત છે, તે મુજબ ડાયેટ પ્લાનમાં ફેરફાર જરૂરી છે. આ ડાયેટ પ્લાનમાં ફ્રુટ્સ, શાકભાજી, સ્પ્રાઉટેડ બીન્સનો પણ ઉપયોગ ભૂખ લાગે ત્યારે થઈ શકે છે. પાણઈ વધારે પૂવું જોઈએ તથા ગમે તે વેજીટેબલ સૂપ પણ પી શકાય. આપણા ત્યાં ફ્રૂટ્સનો વપરાશ સામાન્યરીતે ઓછો જોવા મળે છએ પરંતુ બને ત્યાં સુધી ફ્રુટ્સ ખાવા જોઈએ તેનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ કારણ કે, ફ્રુટ્સ ખાવાથી વધુ ફાઈબર મળે છે આ પ્લાન સાથે તમારે દિવસમાં એક કલાક કસરત પાછળ તો આપવો જો જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બેલેન્સ ડાયેટની સાથે એક્સરસાઈઝ પણ એટલી જ જરૂરી છે. એક વાત ખાસ યાદ રાખવી કે વ્યક્તિની ઉંમર તથા સ્વાસ્થ્ય પ્રમાણે ડાયેટ પ્લાન અને એક્સરસાઈઝ બન્ને બદલાય છે.
સ્ત્રોત: નવગુજરાત હેલ્થફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020