વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વચ્છ ભારત અભિયાનનો પરિચય

સ્વચ્છ ભારત અભિયાન

અમારા વિશે

સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામુહિક સ્વચ્છતા ના જીવનભર આગ્રહી હતા. અગાઉ રાજય સરકારે વર્ષ ૨૦૦૭ થી નિર્મળ ગુજરાત અભિયાન શરૂ કરેલ, તે અભિયાનને સારો પ્રતિસાદ મળેલ છે.

તમામ શહેરો, નગરો અને ગામો સ્વચ્છ થાય, સંપૂર્ણ ગટર વ્યવસ્થા બને, નાગરિકોનું આરોગ્ય અને જીવન સારુ બને તથા શહેરો,નગરો અને ગામોમાં વસતા લોકોને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેવું  મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાતના શહેરોને કચરા વગર ના શહેરો અને ગામો બનાવવાનો  નિર્ધાર કરેલ છે.

ભારત સરકારએ 2-10-2019 ના મહાત્મા ગાંધીના 150માં જન્મ દિવસ નિમિત્તે, સ્વચ્છ ભારતના ઉદેશ્ય સાથે, સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત 02-10-2014માં કરી. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વછ ભારત અભિયાનનો આ પ્રશંસનીય ઉદેશ્ય ને સાકાર કરવા તરફ નો એક ભાગ છે.

રાજ્યના તમામ શહેરો, નગરો અને ગામો સ્વચ્છ બને, તેમાં ૧૦૦ ટકા સફાઇ થાય, ઘરે ઘરેથી  કચરો એકત્ર થાય, ઘન તેમજ પ્રવાહી કચરાનો સુવ્યસ્થિત એકત્રીકરણ અને પરિવહન, તેનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ, સાથે સાથે ઘન/પ્રવાહી કચરાને વેસ્ટ તરીકે નહીં પરંતુ સંસાધન ગણીને ઘન કચરાનો ઉપયોગ કરી ઉર્જાનો વૈકલ્પિક સોર્સ એટલે કે ગ્રીન પાવર મેળવવા તથા  ડ્રેનેજ  વોટર  રી-સાયકલ અને રી-યુઝ  કરવા  માટે  રાજ્ય  સરકાર  કટિબદ્ધ  છે.  આ   ધ્યેયને  પાર  પાડવા  રાજ્ય  સરકારે શહેરો  અને  નગરો  માટે  ‘‘મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન’’ હેઠળ ઝીરો વેસ્ટ સીટીઝનું નિર્માણ કરવા ધારેલ છે.

ઉદ્દેશ

 • શહેરી અને ગ્રામિણ વિસ્‍તારોમાં જીવનની સામાન્ય ગુણવત્તામાં સુધારો લાવવો.
 • જાગૃતિ નિર્માણ અને આરોગ્‍ય શિક્ષણ મારફતે ટકાઉ સ્‍વચ્‍છતા સગવડોને ઉત્તેજન આપીને સમુદાયો અને પંચાયતી રાજ સંસ્થાઓને પ્રેરણા આપવી.
 • ઇકોલોજિકલ જીવન અને ટકાઉ સ્‍વચ્છતા માટે પોશાય તેજછ અને યોગ્‍ય પ્રોદ્યોગિકીને પ્રોત્‍સાહન આપવું.
 • સર્વ શિક્ષા અભિયાન નીચે આવરી ન લેવાયેલી શાળાઓને આવરી લેવી, ગ્રામિણ વિસ્તારનાં આંગણવાડી કેન્દ્રોને યોગ્‍ય સ્વચ્છતા સગવડો આપવી અને યોગ્‍ય સ્વાસ્થ્ય સગવડો પૂરી પાડવી અને વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વચ્છતા સગવડોને સક્રિય પ્રોત્સાહન આપવું.
 • શહેરી અને ગ્રામિણ વિસ્‍તારોમાં સમગ્ર સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી બગાડ પર ધ્‍યાન કેન્દ્રીય કરીને સમુદાય દ્વારા વ્યવસ્થા કરાતી પર્યાવરણીય સ્વચ્છતા પદ્ધતિઓ વિકસાવવી.

ધ્યેય

ઘરે ઘરેથી કચરો એકત્ર કરી, રાજ્યના તમામ શહેરો ,નગરો અને ગામો સ્વચ્છ થાય, ઘન તથા પ્રવાહી કચરાનું સુવ્યવસ્થિત એકત્રીકરણની સાથોસાથ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી, સદર કચરાને સંસાધન તરીકે ઉપયોગમાં લઇ, ગ્રીન પાવર મેળવવામાં તેમજ રી-યુઝ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વિઝન

 • ઓપન ડેફિકેશન ફ્રી સમુદાય
 • ઝીરો વેસ્ટ સમુદાય
 • ડસ્ટ ફ્રી અને ગ્રીન ગુજરાત

લક્ષણો

 • મહાત્મા ગાંધી સ્વચ્છતા  મિશન ધ્વારા રાજય કક્ષાએ અમલવારી તથા દેખરેખ.
 • ઘટકવાર કાર્યક્રમનો ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ સુધી ફેઝ વાઇઝ અમલ
 • રાજ્યમાં ‘‘ઝીરો વેસ્ટ’’ નીતિનું નિર્ધારણ
 • તમામ શહેરો માટે ‘‘Public Health Bye-laws‘‘ નું ઘડતર અને અમલીકરણ
 • બધા માટે સ્વચ્છતા
 • કાર્યક્રમના દેખરેખ માટે તમામ શહેરો માટે શહેરી કક્ષાએ ટાસ્ક-ફોર્સની રચના
 • શહેરી વિસ્તારોમાં ટોઇલેટ વિહોણા ઘરોને માર્ચ ૨૦૧૫ સુધી ૧૦૦ ટકા વ્યક્તિગત/સામુહિક ટોઇલેટની સુવિધા
 • સફાઇ અને ડ્રેનેજ કર્મચારીઓનો વર્ષમાં ‘‘બે વાર’’ ફ્રી હેલ્થ ચેકઅપ
 • નગરપાલિકાઓમાં ‘‘ઇકોફ્રેન્ડલી’’ સ્મશાન-ગૃહોનું આયોજન
 • સફાઇ બાબતે શહેરોનું રેટીંગ, આંતર-શહેર  સફાઈ-સ્પર્ધા અને પુરસ્કાર
 • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને  નાણાંકીય/તાંત્રિક સહાય, તાલીમ અને સુદ્રઢીકરણ
 • પ્રથમ ૩ માસ ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ
 • જન-જાગૃતિ અને જન-ભાગીદારી
 • ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય જીવન ગુણવત્તામાં સુધારો લાવવા વિષે .
 • ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા કવરેજને ગતિ આપો.
 • શાળાઓ / સ્વચ્છતા સુવિધાઓ સાથે ગ્રામીણ વિસ્તારોમાં આંગનવાડી અને સ્વચ્છતા શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે સ્વચ્છતા પ્રોત્સાહન.
 • સ્વચ્છતા માં ખર્ચ અસરકારક અને યોગ્ય ટેકનોલોજી પ્રોત્સાહન આપે છે.

સંપર્ક

નગરપાલિકાઓના વહીવટી કમિશનર, 14 બ્લોક, 3 જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર-382010, sbmu.gujarat@gmail.com, admin@mgsm-gujarat.in

સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

3.0
વૃંદ જોશી Nov 14, 2019 09:40 PM

હિન્દી માં આપો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top