অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણી માટે યુધ્ધ

પાણી માટે યુધ્ધ

આજે વિશ્વભરની સૌથી મોટી સમસ્યા પેટ્રોલ નહી પણ પીવાનું શુધ્ધ પાણી છે. આપણી ચારે તરફ પાણી હોવા છતાં પાણી એ વિશ્વનો સૌથી ગંભીર પ્રશ્ન છે. પાણી વિશેની ગંભીરતા સમજવાં કેટલાંક ઉદાહરણો જોઇએ.

ભારતનું ચેરાપુંજી વિશ્વમાં સૌથી વધારે વરસાદને લીધે વિખ્યાત છે ત્યાં વાર્ષિક લગભગ ૪૮૦ ઇંચ વરસાદ થાય છે. તેમ છતાં આ વિસ્તારનું પાણી વર્ષ દરમ્યાન સાચવવા ભારતને ઇઝરાયેલનાં નિષ્ણાતોની મદદ લેવી પડે છે. ભારતનાં રાજસ્થાનમાં આજે પણ લાખો લોકો (મોટા ભાગે મહિલાઓ) કીલોમીટરો દુરથી પાણી ભરી લાવવામાં લગભગ આખો દીવસ વેડફે છે કારણકે ત્યાં પાણીનાં સ્રોત નહીવત્‌ છે.

વિશ્વમાં બીજી તરફ જોઇએ તો સ્પેનનાં બાર્સીલોનામાં વ્યકિત પોતાના ઘરના બગીચાને પાણી પીવડાવતા પકડાય તો તેને ૧૩૦૦૦ ડોલર( ૧૩૦૦૦× અંદાજે ૪૫રૂા. રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજાર.) દંડ ફ્ટકારવામાં આવે છે. એક અહેવાલ અનુસાર ગત મે માસમાં આ બાર્સીલોનાની તરસ છીપાવવા ત્યાંની સરકારે બે કરોડ સત્યાવીસ લાખ લીટર શુધ્ધ પીવાનું પાણી અન્ય દેશમાંથી આયાત કર્યુ. જ્યારે યુરોપનો જ દેશ સાયપ્રસ, ગ્રીસ પાસેથી નિયમિત પીવાનું પાણી મેળવે છે. એશીયાનું ચીન હિમાલયમાંથી પાણી મેળવવાની પેરવીમાં છે. જ્યારે અમેરીકાનાં દક્ષીણ કેલીફોર્નીયાના રાજ્યનાં નાગરિકોને પીવાનું પાણી રેશનીંગથી આપવામાં આવે છે.

ઉપરોકત દૃષ્ટાંતો દર્શાવે છે કે ભવિષ્યમાં પાણી માટે યુધ્ધો થશે પાણી એ કદાચ આ સદીનું બળતણ સાબિત થશે.

કેટલાંક નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર હાલ વિકસીત દેશો અન્ય દેશો પાસેથી ખુબજ નીચા ભાવે મોટા જથ્થામાં પાણી ખરીદી રહ્યાં છે. વૈશ્વિક વસ્તીવધારો અને વાતાવરણીય ફેરફારો થકી પાણી આજે ભુરૂ સોનું કહેવાઇ રહ્યું છે. પાણી માટે આજે કહેવાય છે કે પાણી વિતરણ અને વ્યવસ્થાપન તેમજ શુધ્ધિકરણ અને ખેતીનું ૫૦૦ ડોલરનું બજાર છે જે ઝડપથી વધી રહ્યું છે.

વિશ્વની ઘણી સરકારો જાહેર અધિકાર સ્વરૂપ પાણીનું ખાનગીકરણ કરી રહી છે. પાણીએ માનવ અધિકાર છે માનવ જીવન માટે ખુબજ અગત્યનું છે. પાણી વિતરણ વ્યવસ્થા સરકાર દ્વારા ગરીબમાં ગરીબ માણસને પરવડે તે રીતની હોવી જોઇએ. વિશ્વ આખુ આજે એ સમયમાં પહોચ્યું છે જ્યાં પાયાની જરૂરિયાત પૈકી કઇ જરૂરીયાત મળવી જોઇએ તે અંગે સમાજ નીર્ણય લે તે જરૂરી છે. જોકે નફાનું ધ્યેય અને પાયાની જરૂરીયાત તરીકે પાણીનો આ સંઘર્ષ આપણને વારસામાં મળ્યો છે.

પહેલા અને અત્યારની પરિસ્થિતિમાં ફર્ક  છે આજે  વિશ્વ આખું શુધ્ધ પીવાના પાણીની અછત અને તેના વિતરણના પ્રશ્નો સામે ઉભુ છે. સસ્તુ પાણી અને ગમે ત્યાંથી મળતું શુધ્ધ પાણી એ હવે સ્વપ્ન માત્ર છે.

પાણીનો પ્રશ્ન પેટ્રોલીયમથી તદ્દન વિપરીત છે. વિશ્વમાં હાલ પાણી છે તેને જ જુદી જુદી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આજે વિશ્વમાં જે હયાત પાણી છે તેમાં ૯૭ ટકા ખારૂ છે. બાકીના પાણીમાંથી ઉઘોગોમાં ૨૦ ટકા, ખેતીમાં ૭૦ટકા અને ઘરવપરાશમાં ૧૦ ટકા જ પાણીનો ઉપયોગ થાય છે.

બીજા વિશ્વયુધ્ધ બાદ પાણીનો વપરાશ દિન પ્રતિ દિન વધતો ગયો છે. ૨૦૩૦માં હજી ૨૫ ટકા વધવાની શકયતા છે. એક રીર્પોટ મુજબ આજે શુધ્ધ પાણી બગાડ, વાતાવરણીય ફેરફારો અને માનવ વસ્તીવધારાના કારણે ખુબજ ઓછું રહ્યું છે.

વિશ્વમાં શરૂઆતથી જ પાણીનો બેફામ ઉપયોગ થતો રહ્યો છે, જાણે પાણી કયારેય ખુટવાનું ન હોય. પરંતુ હવે લોકોએ પાણીનો જાળવીને ઉપયોગ કરતાં શીખવું પડશે. પૃથ્વીની વસ્તી આજે લગભગ ૬ અબજ છે જે વધીને ૨૦૫૦ માં લગભગ ૯ અબજ થશે ત્યારે તેમનાં માટે પાણી અને ખોરાકની જરૂરિયાત પણ વધવાની છે.

એશીયાનું ચીન આજે વિશ્વનું ઝડપથી વિકાસ પામતું રાષ્ટ્ર છે. જોકે આ વિકાસની સામે  ચીનનાં તમામ તળાવો અને નદીઓ અૌદ્યોગીક  કચરાથી પ્રદુષિત છે. જ્યારે તેના પાડોશી તીબેટમાં સ્વચ્છ અને તાજા  પાણીનો  ભંડાર  છેકેટલાંક સમાચાર અહેવાલ પ્રમાણે તીબેટવાસીઓને તેના કુદરતી સંસાધનો પર ચીનની નજરથી ચિંતા છે. ચીનને હીમાલયના પાણીમાં રસ છે તે ત્યાંના ગ્લેશીયરને પીગાળીને પાણી ઇચ્છે છે. હીમાલય પરથી પાણી મેળવવાનો ચીનનો પ્રયત્ન સંવેદનશીલ છે કારણકે તેનાથી દક્ષિણ એશીયાની ઘણી નદીઓને અસર થવાની છે. પાણીથી સમૃધ્ધ એવા ફકત તીબેટને પાણીની અછત ધરાવતાં એવા પાડોશી ચીનથી ખતરો છે એવું નથી પણ કેનેડા જે પાણીથી સમૃધ્ધ છે તેની પર પાડોશી એવા અમેરીકાની નજર છે.

સ્વચ્છ અને સુરક્ષિત પાણીના અભાવે લગભગ ૪૫૦૦ બાળકો રોજ મૃત્યું પામે છે. વર્ષ ૨૦૦૪માં લગભગ ૨ લાખ લોકો અસુરક્ષિત પાણી પીવાનાં કારણે મૃત્યું પામ્યા. જેમાંના ૯૦ ટકા પાંચથી વધુ વય ધરાવતા બાળકો હતા. શુધ્ધ પાણી એ વિવિધ  શુધ્ધ પાણી એ વિવિધ રોગોથી બચવા ખુબજ જરૂરી છે.

વિશ્વમાં જળ સંકટનાં મુખ્ય કારણો પૈકી, વાતાવરણનાં કારણે થતા ભૌગોલીક ફેરફાર મુખ્ય છે. તે ઉપરાંત જળવ્યવસ્થા અને પાયાની જરૂરીયાતનો અભાવ પણ જવાબદાર કારણ છે. અને છેલ્લે પાણીની અશુધ્ધિઓ અને સ્વચ્છતાના અભાવને કારણે આજે શુધ્ધ પાણી વિશ્વના ૨.૬ કરોડ લોકોની પહોંચથી દુર છે.

(રેડીફમેઇલ ન્યુઝ પરનાં લેખમાંથી સાભાર)

પ્રકાશીત :- સ્વાવલંબન મેગેઝીન (પ્રવાહ) અંક-1 જુલાઈ 2008

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate