હોમ પેજ / આરોગ્ય / જીવનશૈલી વિકારો / હ્રદયરોગની અટકાયત
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હ્રદયરોગની અટકાયત

હ્રદયરોગની માહિતી

હ્રદય રોગ ઘણી વાર મૃત્યુ માટે જવાબદાર બને છે. પરંતુ, આપણે હ્રદયની સમસ્યાઓને અટકાવી, એક સારી જીવનશૈલી અપનાવી, હ્રદયરોગ થતા અટકાવી શકીએ છીએ. અહીં, તમારા જીવનમાં દૈનિક ધોરણે ઉતારવા માટે પાંચ મુખ્ય સૂચનો આપેલ છેઃ

તમાકુનું સેવન કે ધૂમ્રપાન ન કરો

ધૂમ્રપાન એ હ્રદય રોગ માટેનું એક મહત્વનું જોખમ છે. તમાકુમાં રહેલ રસાયણો હ્રદય અને રક્તવાહિનીઓને નુક્સાન કરે છે અને તેમને સાંકડી (એથેરોસ્ક્લેરોસિસ) બનાવે છે. એથેરોસ્ક્લેરોસિસને કારણે જ અંતે હ્રદયરોગ થાય છે. જ્યારે વાત હ્રદયરોગને અટકાવવા ઉપર આવે છે ત્યારે થોડુંક ધૂમ્રપાન પણ ખરાબ ગણવામાં આવે છે. ધૂમાડા વિનાની સિગરેટ અથવા ઓછાં નિકોટિન કે ટાર વાળી સિગરેટ પણ ખતરનાક નિવડી શકે છે, કારણ કે તેમાં પણ અપ્રત્યક્ષ ધૂમાડો તો રહેલો જ હોય છે.

તદુપરાંત, સિગરેટમાં રહેલ તમાકુને કારણે હ્રદયે વધુ શ્રમ કરવો પડે છે કારણ કે રક્તવાહિનીઓ સાંકડી થઈ ગઈ હોય છે. તેને પરિણામે, ધબકારનો દર અને રક્ત ચાપ બન્ને વધી જાય છે. સિગરેટમાં રહેલ કાર્બન મોનોક્સાઈડ રક્તમાં રહેલ ઓક્સિજનનું સ્થાન લે છે, તેને કારણે પર્યાપ્ત ઓક્સિજન પૂરું પાડવા માટે પણ હ્રદયે વધુ કાર્ય કરવું પડે છે. ‘સામાજિક’ કે પરોક્ષ ધૂમ્રપાન જેમાં તમારા મિત્રો ધૂમ્રપાન કરતાં હોય અને તમે ત્યાં માત્ર હાજર હો તેને કારણે પણ હ્રદયરોગનું જોખમ રહે છે. જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે અને કુટુંબ નિયોજનની દવાઓ લે છે તેમને પણ હ્રદયરોગનું વધુ જોખમ રહે છે. આ જોખમ ઉંમર વધતાં વધતું જાય છે અને 35 વર્ષ બાદની સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

જ્યારે તમે ધૂમ્રપાન છોડો છો ત્યારે હ્રદયરોગનું જોખમ એક જ વર્ષમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઘટી જાય છે. અને ધૂમ્રપાન છોડતાંની સાથે જ તમને તેના ફાયદા અનુભવાવા શરૂ થાય છે.

અઠવાડિયામાં દરરોજ 30 મિનિટનો વ્યાયામ કરો

નિયમિત દૈનિક વ્યાયામ કરવાથી મૃતપ્રાય હ્રદયરોગનું જોખમ ઘટાડી શકાય છે. જ્યારે આ પ્રકારની શારિરીક કસરતને એક આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ્ય વજન વગેરે સાથે સાંકળી લેવામાં આવે ત્યારે ફાયદા વધુ જોવા મળે છે.

શારિરીક કસરત વજનનું નિયંત્રણ રાખવામાં મદદ કરે છે જેને કારણે હ્રદયને વધુ શ્રમ પડે તેવાં પરિબળો જેવા કે ઉ ચ્ચ રક્તચાપ, મેદસ્વીપણુ, ઉચ્ચ કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે. તેને કારણે તનાવ પણ ઓછો રહે છે જેને હ્રદયરોગ માટેનું એક મુખ્ય કારણ ગણવામાં આવે છે.

અઠવાડિયામાં બને તેટલા વધુ દિવસ 30 થી 60 મિનિટનો વ્યાયામ કરવાની કોશિશ કરવી જોઇએ. જો કે, તેથી ઓછા સમય માટે કરેલ વ્યાયામ પણ ફાયદાકારક રહે છે.

હ્રદયને આરોગ્ય આપે તેવું ખાઓ

(તનાવને અટકાવવા માટેની ખાદ્ય પધ્ધતિ) એ એક એવી વિશિષ્ટ ખાદ્ય પધ્ધતિ છે જેને અનુસરવાથી તમે તમારૂં હ્રદય સુરક્ષિત રાખી શકો છો. આ પ્રકારનો ખોરાક ચરબી, કોલેસ્ટેરોલ અને મીઠાંમાં હળવો હોય છે. અને તે ફળ, શાકભાજી, ધાન અને ઓછી ચરબી યુક્ત દૂધની બનાવટોનો બનેલો હોઇ, હ્રદયનું રક્ષણ કરે છે. કઠોળ અને અન્ય પ્રોટીનયુક્ત ખોરાક જે ચરબીમાં ઓછો હોય તે પણ હ્રદયને મદદરૂપ રહે છે.

કેટલાક પ્રકારનાં ચરબીયુક્ત ખોરાક્ને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. ચરબી વિવિધ પ્રકારની હોય છે જેમ કે સંતૃપ્ત અને બહુઅસંતૃપ્ત, એક્કીય અસંતૃપ્ત અને ટ્રાન્સ- તેમાં સંતૃપ્ત પ્રકારની ચરબી રક્તવાહિનીઓને કારણે થતા હ્રદયરોગોની શક્યતા વધારે છે કારણ કે તેમાં લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

સંતૃપ્ત ચરબીનાં મુખ્ય સ્રોતોઃ

 • લાલ માંસ
 • દૂધની બનાવટો
 • નાળિયેર અને પામ તેલ

ટ્રાન્સ ફેટનાં મુખ્ય સ્રોતોઃ

 • ખૂબ તળેલ ચીજવસ્તુઓ
 • બેકરીની પેદાશો
 • પેકેટમાં મળતા નાસ્તાઓ
 • માર્ગરિન
 • ક્રેકર બિસ્કીટ

જે પેદાશો ઉપર "partially hydrogenated" એવું લખેલ હોય તે ખોરાક ન લેવાથી ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઓછું રાખી શકાશે.

મોટા ભાગનાં લોકોએ તેમનાં ખોરાકમાં વધુ પ્રમાણમાં શાકભાજી તેમજ ફળફળાદિ ઉમેરવાની જરૂર હોય છે- જેનાં દિવસ દરમિયાન ૫ થી ૧૦ વખત લઈ શકાય. વધુ શાકભાજી અને ફળ ખાવાથી ફક્ત હ્રદય રોગ જ નહીં પરંતુ કેન્સરનું જોખમ પણ ઘટે છે.

ઓમેગા-૩- ફેટી એસિડ, એ એક પ્રકારની પોલિઅનસેચ્યુરેટેડ ફેટ (બહુ અસંતૃપ્ત પ્રકારની ચરબી) છે, જે હ્રદયરોગનું જોખમ ઘટાડે છે, હ્રદયનાં ધબકારને નિયમિત રાખે છે અને રક્ત ચાપને ઉંચું જતાં અટકાવે છે. કેટલાક પ્રકારની માછલીઓ જેમ કે સાલમાન, મેકેરલ એ ઓમેગા-૩ નાં સારા સ્રોત છે. ઓમેગા-૩ અળવીનાં બિયાનાં તેલમાં, સોયાબીનનાં અને કેનોલાનાં તેલમાં, અખરોટનાં તેલમાં ઓછા પ્રમાણમાં પણ હાજર રહેલ હોય છે.

હ્રદયની તંદુરસ્તી માટેની ખાદ્યપધ્ધ્તિ અનુસરવી એટલે દારૂ ખૂબ જ ઓછા પ્રમાણમાં પીવું, પુરૂષો માટે બે વખત અને મહિલાઓ માટે એક વખતથી વધુ નહીં. એ પ્રમાનમાં લેવાથી મદ્યપાનની તમારા હ્રદય ઉપર હકારાત્મક અસરો થઈ શકે. તેથી વધુ પ્રમાણમાં લેવાથી તે આરોગ્ય માટે હાનિકારક નિવડી શકે છે.

યોગ્ય વજન જાળવો

પુખ્ત વયે થતા વજન વધારામાં સામાન્ય રીતે વધતું વજન સ્નાયુઓનું ન હોતાં, ચરબીનું હોય છે. આ વધારે પડતું વજન હ્રદયરોગની શક્યતા વધારી દે છે- ઉચ્ચ રક્તચાપ, ઉચું કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસ.

તમારૂં વજન યોગ્ય છે કે નહીં તે જાણવા માટે તમારે તમારા (BMI)ની ગણતરી કરવી જોઇએ, જે ઉંચાઇ અને વજનનાં આધારે તમારા શરીરમાં રહેલ ચરબીનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે સૂચવે છે. જો તમારો BMI 25થી વધુ હોય તો તે રક્તમાં વધુ ચરબી દર્શાવે છે, ઉચ્ચ રક્તચાપ પેદા કરે છે અને તેને કારણે હ્રદય રોગ અને હ્રદયરોગનો હુમલો થાય છે.

BMI એક યોગ્ય નિર્દેશક છે. સ્નાયુઓનું વજન ચરબી કરતાં વધારે હોય છે દા.ત. પુરૂષો જેમનાંમાં વધુ સ્નાયુઓ હોય છે તેઓ વધુ ઉંચા BMI સાથે પણ આરોગ્યપ્રદ જીવન જીવી શકે છે. તે દ્રષ્ટિકોણથી કમરનું માપ પણ એક સારો સૂચક રહે છે:

 • પુરૂષોની કમર જો 40 ઇંચથી વધુ હોય તો તેઓને મેદસ્વી ગણવામાં આવે છે (101.6 સેમી)
 • જો મહિલાની કમર 35 ઇંચથી વધુ હોય તો તેને મેદસ્વી ગણવામાં આવે છે. (88.9 સેમી)

ખૂબ ઓછા પ્રમાણમાં થયેલ વજન ઘટાડો પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. ૧૦ ટકા જેટલુમ વજન ઘટવાથી પણ રક્ત ચાપ, કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસનાં જોખમમાં ધરખમ ઘટાડો થાય છે.

તબિયતની નિયમિત તપાસ કરાવતાં રહો

ઉચ્ચ રક્તચાપ તેમજ ઉચું કોલેસ્ટેરોઅલ હ્રદય અને રક્તવાહિનીઓને હાનિ કરે છે. પરંતુ તેની તબીબી તપાસ કરાવ્યા વિના તમને તે વિશે ક્યારેય ખબર પણ ન પડી શકે. નિયમિત આરોગ્યની તપાસ કરાવવાથી તમને તમારા આરોગ્યને લગતી માહિતી મળતી રહે છે અને તમારે તે બાબતે પગલાં લેવાની આવશ્યકતા છે કે નહીં તે જાણવા મળે છે.

 • રક્ત ચાપ: બાળપણથી જ રક્તચાપની નિયમિત તપાસ ચાલુ થઈ જતી હોય છે. પુખ્ત વયની વ્યક્તિએ ઓછામાં ઓછું બે વર્ષમાં એક વખત રક્તચાપની તપાસ કરાવવી જોઇએ. જો કોઇ વ્યક્તિનો રક્તચાપ યોગ્ય ન રહેતો હોય તો તેણે હ્રદયરોગનું જોખમ નકારી કાઢવા માટે અવારનવાર તપાસ કરાવવી જરૂરી છે. 120/80 પારાનાં મિમિ એ યોગ્ય રક્તચાપ દર્શાવે છે.
 • કોલેસ્ટેરોલનું પ્રમાણ: પુખ્ત વ્યક્તિએ તેનું કોલેસ્ટેરોલ ૨૦ વર્ષની વય બાદ પાંચ વર્ષમાં ઓછામાં ઓછું એક વાર મપાવવું જોઇએ. જો તેનું પ્રમાણ યોગ્ય ન જણાય તો આ પ્રકારની તપાસ વધુ વખત કરાવતાં રહેવી જોઇએ જેથી હ્રદયરોગની શક્યતા ઘટાડી શકાય. જો કોઇ પરિવારમાં હ્રદયરોગનો ઇતિહાસ હોય તો તેવી પરિવારમાં બાળકોએ પણ આ પ્રકારની તબીબી તપાસ કરાવતાં રહેવી જોઇએ.
 • ડાયાબિટીસની તપાસ: હ્રદયરોગ માટે ડાયાબિટીસ એક જોખમ હોવાથી, દરેક વ્યક્તિએ ડાયાબિટીસ માટેની તપાસ કરાવતાં રહેવી જોઇએ. તમારા તબીબને પૂછીને ખાલી પેટે કરવામાં આવતી શર્કરા તપાસ વિશે માહિતી મેળવો. તમારા પરિવારનાં તબીબી ઇતિહાસ, તમારાં શરીરની તાસીર અને મેદસ્વીપણાંનું પ્રમાણ વગેરે ને આધારે તમારા તબીબ 30 થી 45 વર્ષની વય વચ્ચે દર ૩ થી ૫ વર્ષે આ તપાસ કરાવવાની સૂચના આપી શકે છે.
2.90476190476
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top