অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વયં-ઉપચાર અને તેની અસરો

ડૉક્ટરની સલાહ લીધા વિનાં જ ઘણાં વ્યક્તિઓ બીમારીના લક્ષણોની ઓળખ કરીને આપમેળે દવા લઇને સારવાર શરૂ કરી લે છે, જેને આપણે સ્વયં-ઉપચાર પણ કહી શકીએ. વિશ્વભરમાં મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ પ્રથમ વિકલ્પ તરીકે સ્વયં-ઉપચારના વિકલ્પને જ અપનાવે છે.

સ્વયં-ઉપચાર ઘણાં પરિબળોથી પ્રભાવિત હોય છે, જેમ કે શિક્ષણ, જાતિ, સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા. સૌપ્રથમ, ઘણાં ક્ષેત્રોમાં તબીબી સેવાઓ અને વ્યાવસાયિકો ઉપલબ્ધ ન હોવાથી સ્વયં-ઉપચાર પદ્ધતિને અપનાવવામાં આવે છે. આમાં સ્વાસ્થ્ય સંબંધિત મર્યાદિત સંસાધનો ધરાવતાં તેમજ આર્થિક રીતે ગરીબ દેશોમાં ખર્ચ બચાવવા માટે સ્વયં-ઉપચાર કરવામાં આવે છે.

બીજું, “સ્વયં-ઉપચાર” શબ્દનો ઉપયોગ ઘણી વખત આલ્કોહોલ કે નશીલા દ્રવ્યોનાં સેવન સાથે સંકળાયેલો છે. જોકે, સ્વયં-ઉપચારનો એક અર્થ અગાઉની બીમારીમાં ડૉક્ટર દ્વારા સૂચવાયેલી અને પછીથી બચેલી દવાનું સેવન કે રોગનાં ચિહ્નોને દૂર કરવા ઓવર-ધ-કાઉન્ટર દવાઓનો ઉપયોગ એવો પણ થાય છે. ઘણી વખત લોકો ડૉક્ટર પાસે જવાનું ટાળવા માટે પણ સ્વયં-ઉપચારનો માર્ગ અપનાવે છે.

સમજદારીપૂર્વકના સ્વયં-ઉપચાર માટે ચોક્કસ સ્તરની જાણકારી અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત માહિતી જરૂરી છે. જોકે આ પ્રકારે પણ સ્વયં-ઉપચાર જોખમી જ રહે છે. સામાન્ય રીતે ‘ઓવર ધ કાઉન્ટર (ઓટીસી)’ સ્વયં-ઉપચાર માટેનું પ્રથમ પગલું છે. ઓટીસીનો અનુચિત ઉપયોગ સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કે જીવનાં જોખમ તરફ દોરી શકે છે. આનાથી તબીબી સલાહ લેવામાં વિલંબ થવો, અયોગ્ય અને બિનઅસરકારક દવાઓનો ડોઝ લેવો, વ્યક્તિના આરોગ્યની સ્થિતિ કથળવી, આડઅસરો અને દવાનાં રિએક્શનમાં વધારો થવો તથા લાંબા સમય સુધી લેવામાં આવે તો આદત પડી જવાની સંભાવના પેદા થાય છે. સ્વયં-ઉપચાર સાથે સંકળાયેલાં કેટલાંક સ્પષ્ટ જોખમો નીચે મુજબ છેઃ

એક્સપાઇર થયેલી દવાઓ લેવી

જ્યારે એક્સપાઇર થયેલી સૂચિત દવાઓ કે ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લો છો, ત્યારે તમે તમારાં ચિહ્નોમાંથી રાહત મેળવવા કે તેને નિયંત્રણમાં લેવા પર્યાપ્ત ડોઝ ન મેળવવાનું જોખમ લો છો. એક્સપાઇર થયેલી દવાઓ અસરકારક કે ઉપયોગ કરવામાં સુરક્ષિત ન હોય એવું બની શકે છે. કેટલીક દવાઓની એક્સપાયરીને કારણે કેમિકલ રિએક્શન આવી શકે છે અને તેના કારણે આરોગ્ય ઉપર વિપરિત અસરો સર્જાઇ શકે છે.

નિદાન ન થયેલી ગંભીર બીમારીનો સંકેત

સતત તાવ અને ચામડી પર ફોલ્લીઓ અન્ય કોઈ ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. આ પ્રકારની ગંભીર બીમારીની અસરકારક સારવાર કરાવવા માટે યોગ્ય નિદાનની જરૂર છે. ડાયાબીટિસ કે હૃદયરોગ જેવા કેટલાંક કિસ્સાઓમાં ચિહ્નોની અવગણના કરવાથી ગંભીર અસરો પેદા થવાનું જોખમ વધી શકે છે. જો તમે 5 દિવસથી વધારે આ પ્રકારનો લક્ષણો અનુભવો તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઇને જરૂરી તપાસ કરાવીને નિદાન કરાવવું જોઇએ અને ત્યારબાદ ડોક્ટરની સલાહ પ્રમાણે જ દવા લેવી જોઇએ.

એન્ટિબાયોટિકનો દૂરુપયોગ અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સમાં વધારો

એન્ટિબાયોટિક્સ નુકસાનકારક બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, પણ તેનાં દુરુપયોગથી જોખમકારક અસરો થઈ શકે છે. જ્યારે તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે બીમારી ન હોય, ત્યારે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ બિનઅસરકારકતા તરફ દોરી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સની અસરનો પ્રતિકારશક્તિ વિકસાવે છે, જે એન્ટિબાયોટિક્સને કામ કરતી અટકાવે છે. પછી બેક્ટેરિયાની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે, જેનાં પરિણામે બેક્ટેરિયા તમારી સારવારને બિનઅસરકારક બનાવે છે.

બેક્ટેરિયા નુકસાનકારક અને લાભદાયક એમ બંને પ્રકારનાં બેક્ટેરિયા સાથે આ પ્રતિકારકક્ષમતા પણ વહેંચે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે શરદી કે અન્ય વાઇરલ ઇન્ફેક્શનથી પીડાતા હોવ છે, ત્યારે તેનાં માટે એન્ટિબાયોટિક્સ વાઇરસમાંથી છૂટકારો નહીં અપાવે. તેનાં બદલે આ લાભદાયક બેક્ટેરિયામાં પ્રતિકારશક્તિ ઊભી કરશે અને હાજર નુકસાનકારક બેક્ટેરિયા સાથે પ્રતિકારકક્ષમતા વહેંચશે.

વૈશ્વિક સ્તરે એન્ટિબાયોટિક સામે પ્રતિકારક્ષમતામાં વધારો થવાથી અને આ પ્રકારની દવાઓનાં તાર્કિક ઉપયોગ સાથે સ્વાસ્થ્યને અસર કરે એવી ડોક્યુમેન્ટેડ દવાઓ જાહેર સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં.

અયોગ્ય માત્રા

જ્યારે દવાઓ ઉચિત માત્રામાં લેવામાં ન આવે, ત્યારે સ્વયં-ઉપચારનાં જોખમો ઊભા થઈ શકે છે. જ્યારે તમે તમારી રીતે દવાની માત્રા નક્કી કરો છો, ત્યારે તમે વધારે દવાનાં કારણે એકાએક પરિણામ મેળવવાનું પૂરતું જોખમ ધરાવો છો. આનાથી વિપરિત જો તમે ઓછી માત્રામાં દવા લેશો તો તે અસરકારક રહેશે નહીં અને તમે અપેક્ષિત પરિણામ પ્રાપ્ત નહીં કરી શકો અને તમારી બીમારી વધુ ગંભીર બનશે. તેનાં પરિણામે તમારાં રોગનાં ચિહ્નોમાંથી છૂટકારો મેળવવા કે તેને નિયંત્રિત કરવા તમે દવા વધારે માત્રામાં લઈ શકો છો, જે ઓવરડોઝ તરફ દોરી શકે છે.

સ્વયં-ઉપચારની પદ્ધતિથી ઘણીવાર બીમારી ગંભીર બની શકે છે તેમજ કેટલાંક સંજોગોમાં વ્યક્તિ મોતને પણ ભેટી શકે છે. તમારાં ફાર્માસિસ્ટ અને તમારાં ફિઝિશિયન એક ટીમ છે, જે તમારાં સ્વાસ્થ્યની સલામતી માટે અને તેને જાળવવા માટે સંયુક્તપણે કામ કરે છે. ડૉક્ટરને મળીને એ ટીમનો ઉપયોગ કરો અને તમારાં ફાર્માસિસ્ટને તમારી કોઈ પણ ચિંતાઓ જણાવો – તેનાથી નિવારણ થઈ શકે એવી ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે, જેમાં મૃત્યુ પણ સામેલ છે.

સ્વયં-ઉપચાર મોડલ સાથેની સમસ્યાઓ બહુ વિશિષ્ટ નથી, પણ તેનું વહેલાસર સમાધાન થાય એ જરૂરી છે

નિયમનકારક સંસ્થાઓને સલામતી, કાર્યદક્ષતાને આધારે દવા ઉત્પાદનોની સતત સમીક્ષા અને તેનું વર્ગીકરણ કરવાની જરૂર છે તથા કાયદા અને નીતિનિયમોનું અમલીકરણ કરાવવા માટે સહકાર આપવો પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્વયં-ઉપચાર અપનાવવાનાં કેટલાંક નિયમો છે. આ માટે વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હેલ્થકેર વર્કર્સ માટે સંદર્ભ સાહિત્ય અને તાલીમ પ્રવૃત્તિઓ સાથે સંબંધિત જોગવાઈઓ આપવામાં આવી છે.

જનતાની સ્વાસ્થ્ય સંબંધિત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ફાર્માસિસ્ટની ક્ષમતાની જાળવણી સુનિશ્ચિત કરવા ફાર્માસિસ્ટોને સતત માહિતી આપવી પડશે અને તેમને સતત સાથસહકાર આપવો પડશે. તેમણે જૂના પ્રિસ્ક્રિપ્શન ઉપર દવા ન આપતા ડોક્ટરનું નવું પ્રિસ્ક્રિપ્શન માગવું જોઇએ તેમજ દવા અથવા ડોઝમાં કોઇપણ ફેરફાર કરવો જોઇએ નહીં.

રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એસોસિએશનોએ ફાર્માસ્યુટિકલ સારસંભાળની વિભાવનાને આધારે કામગીરીનાં ચોક્કસ ધારાધોરણવ વિકસાવવા પડશે.

તમામને વીમાની સુવિધા પૂરી પાડવા હેલ્થ ઇન્સ્યોરન્સ સેવાઓનું વિસ્તરણ સ્વયં-ઉપચાર પદ્ધતિનાં દરને ઘટાડી શકે છે.

ડૉ.ઝુઝર રંગવાલા કન્સલ્ટન્ટ(ઇન્ટરનલ મેડિસિન અને ડાયાબિટોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate