অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCDCS)

કેન્સર, ડાયાબિટીસ, હ્રદયરોગ અને મગજનાં હુમલાનાં નિયંત્રણ અને સારવાર માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCDCS)

આર્થિક સમસ્યાઓ માટેની કેબીનેટ કક્ષાની સમિતિએ ૮મી જુલાઇ, ૨૦૧૦નાં રોજ કેન્સર, ડાયાબિટીસ, હ્રદયરોગ અને મગજનાં હુમલાનાં નિયંત્રણ અને સારવાર માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCDCS)ને માન્યતા આપી છે. તેનાં વિવિધ ઘટકોને ૧૧મી પંચવર્ષીય યોજનાનાં બાકી સમયમાં એટલે કે (૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨)માં હાથ ધરવાની રહેશે. આ કાર્યક્રમનાં સફળ અમલ બાદ, સમગ્ર સમાજમાં વર્તણૂકમાં ફેરફાર જોવા મળશે અને લોકો વધુ આરોગ્યપ્રદ જીવન શૈલી જેમ કે,આરોગ્ય પ્રદ આહારશૈલી, વધુ શારિરીક શ્રમ અને તમાકુ અને મદ્યપાનમાં ઘટાડો દર્શાવશે અએ તેનાં પરિણામરૂપે સમાજમાં અન્ય બિનચેપી રોગોનાં પ્રમાણમાં ઘટાડો જોવા મળશે.

ભંડોળ

  • કુલ રૂ. ૧૨૩૦.૯૦ કરોડ
  • રૂ. ૪૯૯.૩૮ કરોડ ડાયાબિટીસ, હ્રદયરોગ અને મગજરોગનાં હુમલા બાબતે પગલાં ભરવા માટે
  • રૂ. ૭૩૧.૫૨ કરોડ કેન્સરનાં નિયંત્રણ માટે
  • ખર્ચાનો વહીવટ: કેન્દ્ર – ૮૦% અને રાજ્ય- ૨૦%

અમલ યોજના

આ કાર્યક્રમ ૨૦,૦૦૦ પેટા કેન્દ્રોમાં અને ૭૦૦ સામાજિક આરોગ્ય કેન્દ્રોમાં (CHCs) ૧૦૦ તાલુકાઓમાં અને ૧૫ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.

તેની મુખ્ય પ્રવૃત્તિઓ

  • આરોગ્યપ્રદ જીવન્શૈલીને આરોગ્ય શિક્ષણ દ્વારા દેશ સ્તરે વ્યાપ્ત બનાવવી. ૩૦ વર્ષથી વધુ વયની લોકોની તપાસ.
  • બિનચેપી રોગોની સારવાર માટે ચિકિત્સાલય તાલુકા સ્તરે ખોલવાં. તેમાં માનવસંસાધનને તાલીમ અપવી અને તૃતીયક આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવી.
  • ૩૦ વર્ષની વધુ ઉંમરનાં એવા સાત કરોડ લોકોની ડાયાબિટીસ, તનાવ અને અન્ય બિનચેપીરોગો માટે તપાસ કરવી અને તેની વહેલી સારવાર કરવી.
  • આરોગ્ય એવાઓમાં રહેલ ભેદને પહોંચી વળવા 32,000 આરોગ્ય કર્મચારેઓને વિવિધ સ્તરોએ તાલીમ આપવામાં આવ્શે જેથી તેઓ તકવાદી, ધ્યેય્વાદી તપાસ, નિદાન અને બિનચેપી રોગોનું વ્યવસ્થાપન કરી શકે.

પૃષ્ઠ

ભારત આરોગ્ય ક્ષેત્રે બહોળા ફેરફાર અનુભવી રહ્યું છે અને તેમાંયે વધતાં બિનચેપી રોગો, જે કુલ મૃત્યુદરનાં 42% જેટલા મૃત્યુ માટે અને તેનાં આધારે 35-64 વર્ષ વચ્ચેનાં અનેક સક્રિય વર્ષોનો ઘટાડો કરવા માટે જવાબદાર ગણાય છે. WHO નાં એક રિપોર્ટ મુજબ (૨૦૦૨), ભારતમાં ૨૦૨૦ સુધીમાં હ્રદયરોગ મૃત્યુ માટે સૌથી જવાબદાર રોગ બની રહેશે. ભારતમાં ૧૦૦૦ની વસતિની સામે ૬૨.૪૭ ડાયાબિટીસ, ૧૫૯.૪૬ તનાવ, ૩૭.૦૦ હ્રદય રોગ અને ૧.૫૪ મગજનો હુમલો વ્યાપ્ત જોવા મળે છે. એવું પણ ગણવામાં આવ્યું છે કે ભારતમાં ૨૫ લાખ દર્દીઓ કેન્સરનાં છે. બિન ચેપી રોગોને કારણે સમાજ પર પડતો નાણાંભાર ખૂબ જ મોટો છે કારણ કે તેમાં લોકોની બિમારીમાં વપરાતી, પરિવારની પરોક્ષ અને પ્રત્યક્ષ કમાણી વગેરેનો સમાવેશ થાય છે.

આ બિનચેપી રોગો માટે મુખ્ય જોખમી કારણો, ઉચ્ચ રક્તચાપ, કોલેસ્ટેરોલ, તમાકુનું સેવન, બિનારોગ્યપ્રદ આહારશૈલી, શારિરીક શ્રમ, મદ્યપાન અને મેદસ્વીતા છે, જેમાં ફેરફાર શક્ય બને છે. તેથી મોટા ભાગનાં કેન્સર અને હ્રદયરોગો વહેલાં નિદાનનાં આધારે સારવાર કરી શકાયછે. પરંતુ વધુ વિકટ બિન ચેપી રોગોને હજુ દેશની આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ મળવો બાકી છે. સાંપ્રત સમયમાં આપણી પ્રાથમિક અને દ્વિતિયક સારવાર સુવિધાઓ પણ આ સમગ્ર બિનચેપી રોગોનાં વ્યાપને પહોંચી વળવા તૈયાર નથી.તેથી, NPCDCS અંતર્ગત બિનચેપી રોગોનાં અસરકારક વ્યવસ્થાપન માટે યોગ્ય નિતીઓ ઘડવામાં આવી છે.

સ્ત્રોત: National Programme for Prevention and Control of Cancer, Diabetes, Cardiovascular diseases and Stroke (NPCDCS)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate