વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ચાંદીના વરખ

મીઠાઈ પર ચોંટાડેલા ચાંદીના વરખથી થતું નુકશાન

“મીઠાઈ પર ચોંટાડેલા ચાંદીના વરખથી થતું નુકશાન”

‘પાન’ ખાવ છો કે બળદનું આંતરડું ચાવો છો ?આ વાંચ્યા પછી તમે વરખવાળી સોપારી કે વરખવાળી મીઠાઇ ખાતા સો વાર વિચારતા થઇ જશો અને તે ખાતી વખતે તમારી સામે મૂંગા પ્રાણી (બળદ)નો ચહેરો આવશે….વરખવાળી સોપારી કે મીઠાઇ તમે ખુશી-ખુશી આરોગો છે તે હકીકતે તો બળદના આંતરડામાંથી છોલીને કાઢેલું મટીરીયલ છે !! આ પણ એવો બળદ કે જેને એક દિવસ પહેલાં જ કાપેલો હોય !!
પાનમાં વપરાતો ચૂનો પણ દરિયાઇ જીવોને ક્રશ કરીને બનાવાય છે.
પાનમાં લગાડાતા ચૂનો ‘લાઇમ’ માંથી બને છે જો કે મોટા ભાગનો દરિયાઇ જીવોનો ખાત્મો કરીને બનાવાયા છે  પાન ચાવો ત્યારે કોઇને આ ચિત્કાર સંભળાતો નથી

મિઠાઇ પર અને મીઠી સોપારી પર વરખ લગાડાય છે તે હકીકતે તાજા કતલ કરાયેલા બળદના આંતરડામાંથી બનેલો હોય છે… આંતરડાના ટુકડા કરીને બનાવાય છે

જમ્યા પછી પાન ખાવાની ફેશન બહુ પ્રચલિત છે. પરંતુ આ પાન ખાતા પહેલા બે મુદ્દા યાદ રાખવા જોઇએ કે તમે ભલે પાન ચાવતાં- ચાવતાં તેની લહેજ ઉઠાવતા હોય પણ તેની પાછળ બળદનો ચિત્કાર અને દરિયાઇ જીવોની વેદના છુપાયેલી છે. ટૂંકમાં તમે જે પાન ખાવ છો તેમાંની વરખવાળી સોપારી એ બળદના આંતરડાનો ભાગ હોય છે અને તેનામાં ચૂનો દરિયાઇ જીવોના મૃતદેહને ક્રશ કરીને બનાવ્યો હોય છે. અહી આ બંને મુદ્દાની વિગતો સમાવાઇ છે.

જમ્યા પછી વરખવાળી ચળકતી સોપારીને મોમાં રાખવી કે તેનો ફાકો મારવો એ આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. આ સોપારી પણ એવી ચળકતી હોય છે કે તે ખાવાનું મન થઇ જાય. તમે જ્યારે આ વરખવાળી સોપારી ખાવ છો ત્યારે ઉપર ચોંટાડેલા વરખની કુંડળી તમને ખબર નથી હોતી પરંતુ આ વાંચ્યા પછી તમે વરખવાળી સોપારી કે વરખવાળી મીઠાઇ ખાતા સો વાર વિચારતા થઇ જશો અને તે ખાતી વખતે તમારી સામે મૂંગા પ્રાણી (બળદ)નો ચહેરો આવશે.

આ વરખવાળી સોપારી કે મીઠાઇ તમે ખુશી-ખુશી આરોગો છે તે હકીકતે તો બળદના આંતરડામાંથી છોલીને કાઢેલું મટીરીયલ છે !! આ પણ એવો બળદ કે જેને એક દિવસ પહેલાં જ કાપેલો હોય !!
ચાંદીના વરખની બનાવટની આ વાત કંપારી છૂટે એવી છે જે મીઠાઇઓને આકર્ષક બનાવવા તેના પર ચળકતો પદાર્થ પાથરવામાં આવે છે. તેને વરખ કહે છે. તમે કોઇ મંદિરમાં જાવ ખાસ કરીને જૈન મંદિરમાં જશો તો વરખનો વપરાશ વધુ જોવા મળશે. જૈન સમાજનું કેપીટલ સીટી ગણાતું અમદાવાદ ભલે સૌથી શાકાહારી લોકો હોવાનું ગૌરવ ધરાવે પણ પરંતુ ભારતના માર્કેટમાંથી સૌથી વધુ વરખ અમદાવાદમાં આવે છે. તે પણ હકીકત છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે વરખ બનાવવાના ધંધામાં રાજસ્થાન અને ગુજરાતના વેપારીઓ એ પણ ઝુકાવ્યું છે.

સિલ્વરની ફોઇલ બહુ મોંઘી નથી. તે વજન પ્રમાણે વેચાય છે. ૪ ઇંચ X ૨ ઇંચની ૧૫૦ ફોઇલના પેકેટની કિંમત ૧૦૦થી ૨૦૦ રૃપિયા જેટલી હોય છે. ટૂંકમાં એક ફોઇલ એક રૃપિયામાં પડે. તેનો ભાવ ભલે ઓછો હોય પરંતુ પ્રોડકશન તે આકર્ષક બનાવી શકે છે. મીઠાઇ અને મીઠી સોપારી તો વરખથી દીપી ઉઠે છે. હવે તો ફળોને ચમકાવવા અને લોકોનું ધ્યાન ખેંચાય એટલા માટે લાલ સફરજન પર પણ વરખ લગાડાય છે. આયુર્વેદની મેડીસીનમાં પણ વરખ વપરાય છે.

આ સિલ્વર ફોઇલ કેવી રીતે બને છે ? તમને એમ લાગતું હશે કે કોઇ સિલ્વર મેટલ શીટમાંથી બનતી હશે કે સોનામાંથી બનતી હશે પરંતુ તમને એ સાંભળીને આઘાત લાગશે કે બળદના આંતરડાની સપાટી પરના કેટલાક ભાગમાંથી તે બનાવાય છે. સરળ ભાષામાં લખીએ તો કસાઇ ખાનામાં બળદનો કતલ થાય છે ત્યાર બાદ તેના આંતરડાને વરખ બનાવનાર ઉકાળે છે અને તે ગરમ હોય આંતરડાની સપાટીનો ભાગ ખેંચી લે છે. અહી તાજુ આંતરડું જોઇએ. બે દિવસ પહેલાં કતલ કરેલા બળદનું આંતરડું વરખ બનાવવા કામમાં આવતું નથી. એક દિવસ પહેલા કતલ કરેલા બળદના આંતરડામાંનું વરખ તેનો ચોંટી રહેવાનો ગુણધર્મ નથી ધરાવતું.

વરખ બનાવનારા તાજા મારેલા બળદના આંતરડાનું લોહી અને ચોંટેલા અન્ય પદાર્થો સાફ કરે છે પછી આંતરડાના નાના ટુકડા કરીને એકબીજા પર ગોઠવે છે. ત્યારબાદ આ ટુકડાને તેના ધંધાની જગ્યા પર લઇ જાયછે. તમે માનો કે ના માનો પણ આવી જગ્યા મંદિરોની નજીકમાં હોય છે. વરખ બનાવનાર ત્યારબાદ આ ટુકડા ચામડીના બેપડ વચ્ચે મુકે છે અને પછી તેના પર હથોડા મારી મારીને એટલી પાતળી બનાવે છે. કે તે ફોઇલ તરીકે વેચી શકાય. જોકે આબ્રોસેસથી બળદના આંતરડાનો કેટલોક ભાગ વરખનો એક ભાગ બની જાય છે. ફોઇલ તૈયાર થાય છે કે તરત જ સોપારી ઉદ્યોગને વેચી મરાય છે. મીઠાઇની દુકાનવાળા વરખ સવારે ખરીદે છે કેમ કે તાજી મીઠાઇ પર વરખ ચોંટે છે. વરખના નાના વેપારીઓ વરખને મંદિરોમાં વેચે છે. મોટાભાગના મંદિરોવાળા વરખ બનાવવાની પદ્ધતિ જાણતા હોવા છતાં આ વરખ ખરીદે છે. તે સૌથી મોટું આશ્ચર્ય છે.

વરખ ખાવું એ માત્ર ડર્ટી નથી પણ કેવી રીતે કોઇ વ્યક્તિ બળદનું આંતરડું ખાવાનું પસંદ કરી શકે ? ખાસ કરીને શાકાહારી લોકો તે કેવી ખાઇ શકે ? વરખ એ શાકાહારી નથી તે સ્પષ્ટ છે.
કેટલાક સમય પહેલાં ઇન્ડિયન એરલાઇન્સએ એક પરિપત્ર બહાર પાડયો હતો કે વરખ એ માંસાહાર છે માટે કોઇપણ મીઠાઇ પર વરખ લગાડવું નહી. જ્યારે કોઇ ઇન્ડિયન હોટલે ગુલાબ જામુન કે પાન આપે ત્યારે તેના પર વરખ નહી લગાડવાની પણ સૂચના અપાઇ હતી.

જે શાકાહારીઓ પાન ખાય છે. તેમણે તેમાંની ચળકતી સોપારીના કારણે માઇલો સુધી બળદનું આંતરડું ચાવીને ખાયા કર્યું હશે.
મારી પાસે બીજી પણ એક મહત્વની માહિતી આપવાની છે પાનમાં તમે જે ચુનો લગાડો છો તે પણ શાકાહાર નથી કેટલોક ચૂનો લાઇમમાંથી બને છે. તે નુકસાનકારક છે. પરંતુ પાન બનાવનારા જે ચૂનો વાપરે છે. તે મોટા ભાગનો સી-સેલ્સનો બનેલો હોય છે.

સી-સેલ્સ એ મરેલા પ્રાણીઓ નથી પણ નાના દરિયાઇ જીવો છે જે દરિયાઇ કિનારા અને બીચ ચોખ્ખા રાખે છે. આ નાના જીવાણુઓને પાણીમાંથી બહાર લાવીને મારી નખાય છે. આ જીવાણુઓને ભેગા કરીને મીક્સ કરવામાં આવે ત્યારે જે દ્રાવણ તૈયાર થાય તેને ‘ઇટહીલ’ કહે છે.

આ ઇટહીલને પાણીમાં ઉકાળવામાં આવે છે. અને તેને સોફ્ટ બનાવવા પ્રયાસ થાય છે. ત્યારબાદ તેને દરિયા કિનારે સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેનો સફેદ પાવડર બનાવાય છે. આ પાવડરમાં કોઇ એડહેસીવ કેમીકલ મીક્સ કરીને તેને પાનમાં ચૂના તરીકે વપરાય છે.

આમ, જ્યારે પણ તમે ચૂનાવાળુ પાન મોંમા મુકો ત્યારે યાદ રાખજો કે તમે દરિયાના નાના જીવોને મોંઢામાં રાખીને ચાવી રહ્યા છો. આ તો એવું થયું કે તમે બકરાં કે ભૂંડનું માંસ ખાવ ત્યારે તેમની હત્યા અંગે જે અરેરાટી અનુભવો એ જ પૃથ્વી પરના તમામ જીવો માટે કેવી થવી જોઇએ.

હવે તમે જ્યારે પાન ખાવ ત્યારે ત્યારે યાદ રાખજો કે તેમાંથી ચૂનો કઢાવી નાખજો અને બળદનું આંતરડું ચાવવું ના હોય તો તેમાંથી વરખવાળી સોપારી કઢાવી નાખજો. અહી એ પણ ઉલ્લેખનીય છે કે વરખ બનાવવાના ધંધામાં પરોવાયેલા અને ચામડાના ઉદ્યોગ સાથે સંકળાયેલા એક જ કહી શકાય.
વનસ્પતિ ઘીમાં ગાયની ચરબી વાપરનાર જૈન વેપારી પણ આ લાઇનમાં આવે છે. આ બધી મૃત પ્રાણીના શરીરમાંથી બનતી વસ્તુઓ છે તે ભૂલવું ના જોઇએ….સંવેદના – મેનકા ગાંધી..

ચાંદીના વરખ આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇએ છીએ. તહેવારની ઉજવણી રૂપે. તો ક્યારેક એમ જ. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ વરખ શુદ્ધ શાકાહારી ગણાતા નથી. વરખ શી રીતે તૈયાર થાય છે.એ જાણશો તો તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય પાતળું વરખ જે રીતે બનાવવામાં આવે છે એની વિગતો ચોંકાવનારી છે. બ્યુટી વિધાઉટ ક્રૂએલ્ટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ વરખના નિર્માણ પાછળની નક્કર માહિતી મેળવીને રજૂ કરી પરંતુ સ્થાપિત હિતોએ એ હકીકતો દબાવવા જબ્બર પ્રયત્નો કર્યા. વરસે દા’ડે આશરે ૩૦૦ ટન ચાંદી વરખ બનાવવામાં વપરાતો હોવાનો અંદાજ છે. પરંતુ એ હકીકતની બહુ ઓછા લોકોને જાણ છે કે આટલો વરખ બનાવવા માટે વરસે દા’ડે ઓછામાં ઓછી પાંચ લાખ ગાયનો વધ કરવો પડે.

આટલું વાંચીને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ચાંદીના વરખ બનાવવાને ગાયના વધ સાથે શો સંબંધ ? એનો જવાબ મેળવવા માટે વરખ બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ૧૬૦ વરખ ધરાવતા પેકેટનું વજન ફક્ત દસ ગ્રામ થતું હોય છે. એટલે કે ચાંદીના પતરાને સુપરફાઇન કહેવાય એટલી હદે પાતળું કરવું પડે. એ શી રીતે થાય ? ચાંદીના પતરાને એક પુસ્તિકામાં મૂકવામાં આવે અને એ પુસ્તિકા એક ચામડાના પાઉચમાં મૂકીને પછી એના પર કલાકો સુધી લાકડાના હથોડાથી ટીપવામાં આવે. હવે વાંચજો ઘ્યાનથી. કતલ થતી ગાયનું આંતરડું લઇને એને સાફ કરે. કુદરતની મહેરબાની જુઓ કે ગાય યા બળદનું આંતરડું ૫૪૦ (પાંચસો ચાલીસ) ઈંચ લાંબું હોય છે. એને સાફ કરીને નવ બાય દસ ઈંચના ટુકડા તૈયાર કરે. પછી એના પર બાઇન્ડિંગ કરીને એક પુસ્તિકા જેવું બનાવે. એના દરેક બે પાન વચ્ચે ચાંદીની પતરી મૂકીને એને ચામડાના પાઉચમાં ગોઠવે. પાઉચ માટેનું ચામડું પણ મરેલા જાનવરનું હોય છે.

લખનઉના ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે ૨૦૦૫ના નવેંબરમાં કોઇની ફરિયાદ પરથી વરખ પર લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા. સૂક્ષ્મદર્શક કાચ (માઇક્રોસ્કોપ) હેઠળ જોવા મળ્યું કે દરેક વરખ-રિપિટ, દરેક વરખ પર મરેલા જાનવરનાં લોહી-માંસ કે વાળના અવશેષો હોય છે. એટલું જ નહીં, આજે જ્યારે સાચી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ,માવો, મીઠાઇમાં વપરાતા રંગ વગેરેમાં જ્યારે ભેળસેળ અને બનાવટ હોય છે ત્યારે શુદ્ધ કહેવાતી ચાંદી કેટલી શુદ્ધ છે એ શી રીતે ચકાસવું ?

કેટલીક દુકાનોમાં ચાંદીના કહેવાતા સિક્કા વેચાતાં હોય છે જેમાં શુદ્ધ ચાંદીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ખેર, વરખ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લખનઉના સેન્ટરે પ્રગટ કરેલી વિગતો મુજબ વરખમાં નિકલ, સીસું, ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને કેડમિયમ નામની ધાતુના અંશો પણ જોવા મળ્યા છે. આ વરખ નિયમિત ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા વરખમાં ભેળસેળ વઘુ જોવા મળી છે.આવા વરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે.

ઔર એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સર્વે મુજબ ભારતનો મઘ્યમવર્ગી માણસ દર વરસે સરેરાશ એકસો કિલો મીઠાઇ ખાય છે. અગાઉ કહ્યું તેમ વરસે દા’ડે ૩૦૦ ટન ( એક ટન એટલે એક હજાર કિલોગ્રામ) વરખ મીઠાઇ, ફળો, પાન-સોપારી અને બીજી રીતે ખવાય છે. વરખ શાકાહારી છે કે માંસાહારી એ વિવાદમાં પડ્યા વિના ફક્ત એટલું વિચારીએ કે આરોગ્ય માટે ખતરારૂપ વરખ ખાવા કે કેમ ? નિર્ણય તમારે કરવાનો છે. વરખ મશીનમાં બને છે એવો બચાવ કરનારા લોકો સદંતર જૂઠ્ઠું બોલે છે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરે છે. ત્યારે આપણે જાતે નક્કી કરવું જોઇએ કે વરખ ચોડેલી મીઠાઇ ખાવી કે ખડી સાકરની ગાંગડીથી મોં મીઠું કરી લેવું ?

શું તમે ભોજનના અંતે પાન-મિઠાઈ અથવા સુગંધી સોપારી ખાવાની પસંદ કરો છો ? અને જો આ વસ્તુઓ ઉપર ચાંદીનો વરખ લગાડયો તો તો શું કહેવું. મઝાજ આવી જાયને ! આ ચાંદીનો વરખ બહુ મોંઘો નથી હોતો. ચાંદીનો વરખ વજન ઉપર મળે છે. સામાન્ય રીતે 160 વરખ 100-200 રૂપિયા સુધીમાં મળી જાય છે. આથી 1 રૂપિયાનો એક વરખ ગણી શકાય.

હવે તો મિઠાઈ, સુગંધીદાર સોપારી, પાન અને ફુલો ઉપર પણ વરખો લગાડવામાં આવે છે. ક્યારેક તો કોઈ આયુર્વેદિક દવાઓને પણ ચાંદીના વરખ દ્વારા લપેટીને રાખવાનું કહેવામાં આવે છે. શું તમને ખબર છે ? આ વરખ કઈ રીતે બને છે ? બળદના માંસવાળા આંતરડાને ચોપડી જેવું બનાવી તેમાં ચાંદીનાં પતરા મુકીને વરખ બનાવાય છે. બીજા અર્થમાં કહીએ તો બળદને કતલખાનામાં મારી નાંખીને તેના આંતરડા બહાર કાઢીને તરતજ વરખ બનાવવાવાળાને વેચી દેવામાં આવે છે. આ વાત ત્યાં સુધી કહી શકાય કે, બળદના આંતરડા તરતજ વેચી દેવા પડે છે કારણ કે એક દિવસ જુના આંતરડાં કામમાં નથી આવતા. તે થોડા કલાકો પછીજ ઢીલા પડી જતા હોય છે.

વરખ બનાવવા માટે આંતરડામાંથી લોહી સાફ કરી, તેના કટકા કરીને આ કટકા એક ઉપર એક ગોઠવીને થપ્પી જેવું (ચોપડી જેવું) બનાવાય છે. પછી આ પુસ્તક જેવા ભાગને કારખાનામાં લઈ જઈને એક એક પત્તા ઉપર હથોડા મારવામાં આવે છે. આવું કરવાથી ચાંદી (અથવા સોનું) પાતળી થતી જાય છે. અને છેવટે વરખનું રૂપ ધારણ કરે છે. બળદના આંતરડા એટલા મજબુત હોય છે કે લગાતાર હથોડી મારવા છતાં પણ આ આંતરડાને કાંઈજ નથી થતું, અને તેની અંદર રખાયેલ ચાંદીનું પતરૂ પણ આડું અવળુ થતું નથી. પરંતુ લગાતાર હથોડા મારવાથી બળદના થોડા ભાગ વરખમાં ભળી જાય છે.

ત્યાર બાદ આ વરખ મીઠાઈવાળાઓ પાસે કે મીઠી સોપારીવાળા પાસે વેચાઈ જાય છે. જ્યાં જ્યાં વરખનું ઉત્પાદન થોડા પ્રમાણમાં થતું હોય છે. ત્યાં વરખને મંદિરોમાં વેચવામાં આવે છે. જ્યાં વરખને પ્રસાદ રૂપે ચઢાવાય છે. આ વરખ ગંદી વસ્તુ તો છે જ. માંસાહારી પણ છે. માંસ ખાવાવાળાઓ પણ આંતરડા નથી ખાતા. પરંતુ આ વરખ સોપારી અને મીઠાઈને માંસાહારી બનાવી દે છે.

થોડા વર્ષો પહેલાં ઇન્ડિઅન એર લાઇન્સને આ વાતની ખબર પડી કે, વરખ શાકાહારી નથી ત્યારથી તેઓએ તેનો ઉપયોગ ભારતીય વિમાનમાં પીરસવામાં આવતી મીઠાઈઓ ઉપર બંધ કરી દીધો.

લેખિકા : મેનકા ગાંધી પર્યાવરણ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી

અનુવાદ : રૂપેશ શાહ

2.83333333333
Suthar kalpesh parkhaji Jan 15, 2019 09:39 AM

હા સાચિ વાત છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top