অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમાકુના કારણે કેન્સર નાની ઉંમરે પણ થાય છે

તમાકુના કારણે કેન્સર નાની ઉંમરે પણ થાય છે

 tobacco

31 મે ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવાય છે. ભારતમાં મોઢાના કેન્સર નો દર છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે. પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી પ્રમાણે અમદાવાદમાં મોઢાના કેન્સર નો દર ગણો ઊંચો છે. દર વર્ષે લગભગ ભારતમાં 12 થી 15 લાખ નવા કૅન્સર ના કિસ્સો નોંધાય છે. દર લખે 94 કેસ કેન્સર ના હોય છે જેમાં 25% મોઢાના અને ગાળાના કેન્સરના કેસ હોય છે. આની પાછળનું કારણ નાની ઉંમરમાં શરુ થતું તમાકુ અને સોપારીનું વ્યસન છે.

પહેલા મોઢાના કૅન્સર એ મોટી ઉંમર ની વ્યક્તિ ને થતો રોગ હતો. 1985માં આવા દર્દીઓની સરેરાશ આયુ જે 55-59 નીવચ્ચે હતી એ ગતિને 2007 માં 50-54 થઇ અને 2010 સુધીમાં હસજું ગતિને 45-49 વર્ષે થઇ ગંગાઈ છે. આ રોગ થવાની ઉંમર ગટતી જાય છે અને અત્યારે ગાન બધા દર્દીઓ 35-40 વર્ષની આસપાસ જોવા મળે છે. 35 વર્ષ થી નીચેના દર્દીઓની સંખ્યામાં લગભગ 30 ગાન કરતા પણ વધુ વધારો છેલ્લા પંદર વર્ષો માં જોવા મળ્યો છે.

હાઈ-ટેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે લેઝર અને રોબોટિક સર્જીક્લ સિસ્ટમની મદદથી કેન્સર ને કાઢવું વધારે સચોટ બન્યું છે. આ ટેક્નોલોજીથી હોસ્પિટલમાં રોકાણ ઓછું થાય છે અને રિકવરી પણ ઝડપી બને છે. ઓપરેશનની આ નવી ટેક્નિક થી ચેહરા પાર ચેકો મુખ્ય વગર વહેલા સ્ટેજના કેન્સરના મોટા ભાગના ઓપરેશન થઇ શકે છે અને આમા ચેહરા કદરૂપો થતો નથી.

કેન્સરના દર્દીઓ ને જાણીને નવાઈ લાગશે કે મોઢા અને ગાળાના કેન્સર ના મોટા ભાગના દર્દીઓને સારવારના ભાગરૂપે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે. આવા દર્દીઓને કેન્સરનો ભાગ નીકળી દીધા પછી ફરીથી મોઢું સારી રીતે બોલી શકાય, પાણી અને ખવાનુઁ ખાઈ શકાય, ગળી શકાય તેના માટે અને બહારથી દેખાવ ખરાબ ના લાગે તેના માટે આ પ્રકાર ની અલગ પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે. પ્લાસ્ટિક સર્જન શરીર ના જુદા ભાગો જેવાકે હાથ, પગ, ઝાંગ ના ભાગમાંથી જે પ્રકારની કેન્સરનો ભાગ નિકાળ્યો હોય તેને અનુરૂપ ચામડી અને તેની નીચે રહેલી ચરબી અને તેને લોહી પૂરું પડતી નસો અને બ્લડ વેશલ્સ ની મદદ થી પ્લાસ્ટિક સર્જરી કરે છે અને આ નશો ને ગાળાની નશો સાથે જોડતા હોય છે.

પહેલાના સમયમાં કેન્સરના દર્દીઓને ઓપરેશન પછી મોઢાના ભાગમાં ખાડો પડી જતો હતો કે ઉપસેલો દેખાતો હતો. તે ના થાય તે માટેની અત્યાધુનિક ફ્રી ફ્લેપ નામની ટ્રાન્સપ્લાન્ટ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં શરીર ના અન્ય ભાગમાંથી જે પ્રકારની ટિસ્યુ એટલેકે અંગ બનાવવાની જરૂર પડે તે પ્રમાણે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરીમાં આ ટિસ્યુને તેની નસો સાથે લઈને ગાળાની નસો સાથે માઈક્રોસ્કોપ માં જોઈને વાળ થી પણ પાતળા દોરાથી જોડવામાં આવે છે. ધારોકે દર્દીની જીભ નીકાળવામાં આવે તો તેને હાથ ની ચામડી અને નસોની મદદ થી નવી જીભ બનાવવામાં આવે છે જેથી તે પેલાની માફક બોલી અને ખાઈ પી શકે છે. આજ રીતે જે દર્દીઓને કેન્સર ના કારણે નીચલા જડબાનો ભાગ કાઢી નાખવામાં આવે તેમાં પગમાંથી હાડકું લઈને જેને ફીબુંલાં બોને કહેવામાં આવે છે. તેનું પ્રત્યારોપણ મોઢાના કેન્સર થી ખવાઈ ગયેલા હાડકાની જગ્યાએ કરવામાં આવે છે. અને આવા દર્દીઓ સંપૂર્ણ પણે નોર્મલ લાઈફ જીવી શકે છે. ગાળાના સ્વર પેટીના કેટલાક એડવાન્સ કેન્સરમાં ગળા ની અન્નનળીનો ભાગ કાઢી નાખવામાં આવે છે. જેમને પેટના આંતરડાની મદદ થી પ્લાસ્ટિક સર્જરી કરી ફરીથી અન્નનળી બનાવવામાં આવે છે. જેથી તેઓ ફરીથી ખાઈ- પી સકતા હોય છે. જન જાગૃતિના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે જેનાથી સમાજમાં લોકો ટોબેકો નું સેવન બંધ કરે છે.

ડૉ. રાજેન્દ્ર ટોપરાની, હેડ & નેક કેન્સર સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/9/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate