હોમ પેજ / આરોગ્ય / જીવનશૈલી વિકારો / જીવનશૈલીને લગતા મુખ્ય રોગો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જીવનશૈલીને લગતા મુખ્ય રોગો

જીવનશૈલીને લગતા મુખ્ય રોગો ની માહિતી

abc


આ વિડીઓમાં તંદુરસ્ત જીવનશૈલી વિશેની માહિતી આપવામાં આવી છે

મોટા ભાગનાં ચેપી રોગો સાથે રહેલી જીવલેણતાને આજનાં અધુનિક વિજ્ઞાનને કારણે થયેલ સુધરેલ આરોગ્ય, રસીકરણ અને એન્ટિબાયોટિક્સની મદદ્થી ખાળી શકાઈ છે. તેનો મતલબ છે કે જીવનશૈલીને કારણે થતા રોગોમાં હ્રદયરોગ અને કેન્સર બે જ રોગો જીવલેણ રહ્યાં છે. દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત જ છે, પરંતુ જીવનશૈલીથી થતા રોગો વ્યક્તિને સમય પહેલાં લઈ લે છે. સાંપ્રત સમયમાં ઘણી વ્યક્તિઓ ખૂબ નાની ઉંમરે કેન્સર અને હ્રદયરોગ જેવા રોગોથી મૃત્યુ પામી રહી છે.

ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે. રોગોનાં પ્રકારનો ચિતાર ઝડપથી બદલાઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતને એવા દેશ તરીકે જણાવ્યો છે જેમાં નજીકનાં ભવિષ્યમાં વધુને વધુ જીવનશૈલીને લગતા રોગો જોવા મળશે. આજ નાં સમયમાં, આવા જીવનશૈલીને લગતા રોગો વધુને વધુ સામાન્ય જ નથી બની રહ્યા પરંતુ, તેઓ જુવાન વયજૂથને અસર કરી રહ્યાં છે. આમ, 40+ થી કરીને 30+ કે વધુ નાની ઉંમરનાં લોકોને વધુ જોખમ રહેલ છે. ભારતને દુનિયાની ડાયાબિટીસની રાજધાની તો ઉદ્ઘોષિત કરવામાં આવેલ જ છે, તદુપરાંત, તે જીવનશૈલીને લગતા રોગોની રાજધાની બને તેવું પણ જણાઇ રહ્યું છે. એક All India Institute of Medical Sciences અને મૅક્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ, તનાવ, મેદસ્વીપણુ, હ્રદયરોગનાં કિસ્સા ખૂબ જ ભયજનક રીતે વધી રહ્યા છે, જે ખાસ કરીને યુવાનો અને શહેરી લોકોમાં વર્તાઈ રહ્યું છે. તબીબોનાં કહેવા મુજબ, બેઠાડુ જીવન અને ચરબીયુક્ત પદાર્થોનાં તેમજ મદ્યનાં અતિસેવનને કારણે મેદસ્વીતા, ડાયાબિટીઝ, તનાવ વગેરે જેવા રોગો વધી રહ્યા છે.

ભારતમાં મૃત્યુ દાયી એવાં કયા જીવન શૈલી રોગો છે

હ્રદયરોગો

 • ભારત હ્રદયનાં દર્દીઓમાં પ્રથમ આવે છે- 10% વસતિ દર્દી છે, અમેરિકા/યુરોપમ દ્વિતિય અંક ઉપર: ૭% દરેક ને, ચીન: ૪%.
 • ૨૦૧૫ સુધીમાં ભારતમાં મૃત્યુ માટે જબાવદાર હ્રદય રોઅ એક મુખ્ય કારણ હશે. (WHO).
 • દર દસે એક ભારતીય હ્રદયરોગાથી મૃત્યુ પામે છે.
 • ભારતમાં ૫૦૦૦૦૦ લોકો હ્રદયરોગથી પરેશાન છે. આ અંક ૨૦૨૦ સુધીમાં બમણો બનવાનો છે.
 • યુવાન એક્ઝિક્યુટીવ્સમાં તેનો દર સૌથી વધુ છે. ૪૦ વર્ષની વયનાં લોકોમાં દર આઠમી વ્યક્તિને હ્રદય રોગ છે.
 • એક્ઝિક્યુટિવ્ઝમાં દસ વર્ષ વહેલો આ રોગ દાખલ થતો જોવા મળે છે. તેથી તેની અટકાયત ૨૦ વર્ષ બાદ તરત જ કરવાની રહે છે.
 • છેલ્લા દસકામાં ૧૭.૫% થી ૩૫% યુવા એક્ઝિક્યુટિવ્સમાં હ્રદયરોગ જોવા મળ્યો છે, જે આગલા દસકામાં બમણો થશે.

સ્થૂળતા/ ડાયાબિટીસ

 • શહેરી ભારતનાં ૩૧ ટકા લોકો કાંતો વધુ વજન ધરાવે છે કાં તો મેદસ્વી છે.
 • મેદસ્વીતા ને કારણે હ્રદયરોગનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.
 • ભારતમાં વિશ્વનાં સૌથી વધુ 3 લાખ જેટલાં ડાયાબિટીસનાં દર્દીઓ છે અને આ અંક દિન પ્રતિદિન વધતો જાય છે.

તનાવ/ કોલેસ્ટેરોલઃ

 • તનાવ અને ચિંતા, ખાસ કરીને કાર્યને લગતો તનાવ, હ્રદયરોગોનાં 50%થી વધુ માટે જવાબદાર છે.
 • ભારતમાં ૧૦૦૦૦૦૦ લોકોને ઉચ્ચ રક્ત ચાપ છે.
 • ભારતમાં દર ત્રણમાંથી બે કર્મચારીઓ તનાવનાં શિકાર છે.
 • ભારતનાં 40% થી વધુ શહેરી જનોમાં ચરબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે (કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ) જે બન્ને હ્રદયરોગનાં મુખ્ય પરિબળોમાંના છે.

જીવનશૈલીને લગતા અન્ય રોગો

રોગનું નામ

ટિપ્પણી

અલ્ઝાઇમર્સ ડિસિઝ: ડિસિઝઃમગજનાં રોગનો પ્રકાર

---------

આર્ટિરીઓસ્ક્લેરોસિસઃ આર્ટિરીઓસ્ક્લેરોસિસઃAધમનીની દિવાલો જાડી અને શિથિલ થઈ અને સ્થિતિસ્થાપકતા ખોઇ બેસવાથી થતા રોગને માટે વપરાતો એક સામાન્ય શબ્દ. એથેરોસ્ક્લેરોસિસ એ સૌથી સામાન્ય અને ગંભીર હ્રદય રોગ છે.

ધમનીની દિવાલો પર જામતી પરત હ્રદયરોગનું મુખ્ય કારણ છે.છાતીમાં દુઃખાવો, હ્રદયરોગનો હુમલો અને અન્ય અભિસરણને લગતા રોગોનો તેમાં સમાવેશ થાય છે. એથેરોસ્ક્લેરોસિસ સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જોવા મળે છે. તેનો સીધો સંબંધ મેદસ્વીતા, ઉચ્ચ રક્તચાપ અને ડાયાબિટીસ સાથે હોય છે.

કેન્સર: એવા રોગોને કોષોની અનિયમિત, અસામાન્ય વૃધ્ધિથી થાય છે.

કેન્સર એ નાગરિકોમાં જોવા મળતો પ્રથમ દરજ્જાનો જીવન શૈલીને લગતો રોગ છે. વિવિધ કારણોથી થતાં એવા ૧૫૦ પ્રકારનાં કેન્સરો ઓળખાયેલ છે.

૫ ખ્ય કેન્સરો

પુરૂષો

 1. પ્રોસ્ટ્રેટ (૨૮%)
 2. ફેફસાં (૧૭%)
 3. કોલોરેક્ટલ (૧૨%)
 4. બ્લેડર (૦૭%)
 5. નોન હોજકિન્સ લિમ્ફોમા (04%)

મહિલાઓ

 1. સ્તન (૩૦%)
 2. ફેફસાં (૧૩%)
 3. કોલોરેક્ટલ (૧૨%)
 4. ગર્ભાશય (૦૬%)
 5. બીજાશય (04%)

યકૃતનાં રોગો/ સિરોસિસઃ યકૃતનાં કોઇ પણ રોગો

કમળો, ભૂખની ઉણપ, યકૃતમાં સોજો, પાણી ભરાવવું અને બેહોશીની અવસ્થા દ્વારા લાક્ષણિક થાય છે.

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝ (COPD): એવો રોગ જે ધીમે વધે છે અને શ્વાસનલિકાઓમાં અવરોધ બને છે.

તેનાં લક્ષણોમાં વ્યાયામ કરતી વખતે શ્વસનમાં તકલીફ થવી, ઉંડા શ્વાસ લેવામાં તકલીફ થવી અને ક્યારેક ખૂબ લાંબા સમયથી કફ રહેતો હોવાની ફરિયાદનો સમાવેશ થાય છે. આ પ્રકારની પરિસ્થતિ ક્રોનિક બ્રોન્કાઇટિસ, એમ્ફિઝિમા, દમ અથવા ક્રોનિક બ્રોન્કાઇલિટિસમાં થી પરિણમતી હોય છે. ધૂમ્રપાન અને હવાનું પ્રદૂષણ પરિસ્થિતિ વધુ વણસાવે છે.

ડાયાબિટીસઃ એવો રોગ જેમાં શરીરમાં શર્કરાનાં પ્રમાણને અસર થાય છે.

મુખ્યત્વે ચાર પ્રકારનાં ડાયાબિટીસ મેલિટસ હોય છે. પ્રકાર- I નું ડાયાબિટીસ ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ કહેવાય છે, બાળપણમાં શરૂ થતું ડાયાબિટીસ, બરડ ડાયાબિટીસ, કિટોસિસ યુક્ત ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. પ્રકાર= II ડાયાબિટીને ઇન્સ્યુલિન બિનાઅધારિત, પુખ્ત વયે ચાલુ થતું ડાયાબિટીસ, કિટોસિસ વિહિન ડાયાબિટીસ અથવા સ્થાયી ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. પ્રકાર –III ડાયાબિટીસ અથવા ગર્ભાવસ્થા ડાયાબિટીસ, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે. પ્રકાર- IVમાં સ્વાદુપિંડ, અંતઃસ્ત્રાવોનાં બદલાવ, દવાની અસરો અથવા જનિનીક ખામીઓને કારણે થતાં ડાયાબિટીસનો સમાવેશ થાય છે.

હ્રદય રોગ: હ્રદયનાં સ્નાયુઓ અથવા તેની રક્તવાહિનીઓને અસર કરતાં અનેક રોગો માટે વપરાતો સામાન્ય શબ્દ.

હ્રદયરોગ મૃત્યુદરમાં સૌથી પ્રથમ ક્રમે આવેલ રોગ છે. આ પ્રકારના રોગોમાં લગભગ બે એક ડઝન જેટલા રોગો છે. હ્રદયરોગ એ એવો રૂધિરાભિસરણ તંત્રનો રોગ છે જે હ્રદય બંધ થવાથી મૃત્યુ તરફ ધકેલે છે અને જેનું મુખ્ય કારણ હ્રદયમાં આવશ્યક પૂરવઠાનો અભાવ હોય છે.

નેફ્રાઇટિસ/CRF: એવો રોગ જેમાં કિડનીમાં સોજો આવે અને તેનાં કાર્યોઅ અસામાન્ય બને.

મૂત્રપિંડનાં રોગ તરીકે ઓળખાતો રોગ જેમાં પેશાબમાં લોહી, પ્રોટીન, પસ આવે છે, મૂત્ર કરવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે અને વાંસામાં દુઃખાવો થાય છે.

મગજ પર હુમલો: એવી સ્થિતિ જેમાં મગજમાં ઓક્સિજનની ઉણપ થવાનાં કારણે મગજ પર મૃતપ્રાય હુમલો થાય છે ઘણી વાર સારો થઈ શકે છે.

મગજ રોગનો હુમલો વધતી જતી ઉંમર સાથે, ઉચ્ચ રક્તચાપ સાથે, રક્તનાં અવ્યવસ્થિત પ્રવાહને કારણે, ધૂમ્રપાન, હ્રદયરોગ, પરિવારનો ઇતિહાસ, કુટુંબ નિયોજનની ટેબલેટો ગ્રહણ કરવાથી, વ્યાયામનાં અભાવે, મેદસ્વીતા અને ઉચ્ચ કોલેસ્ટેરોલ વગેરે કારણોથી થઈ શકે છે.

3.0
Harish n patel Oct 23, 2017 11:53 AM

ગુડ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top