હોમ પેજ / આરોગ્ય / જિલ્લાવાર માહિતી / મહેસાણા / મિશન બલમ સુખમ(ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મિશન બલમ સુખમ(ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન)

મિશન બલમ સુખમ વિશેની માહિતી આપાવમાં આવી છે

યોજના શરૂ થયાનું વર્ષ

વર્ષ ૨૦૧૨-૧૩

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ગુજરાત સરકારશ્રી

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

૬ વર્ષ સુધીના તમામ કૂપોષિત અને અતિકૂપોષિત બાળકો

યોજના અંતર્ગત સહાય / લાભ
  • બાળકોને ૧૪ દિવસ સેવા કેન્દ્રમાં રાખવામાં આવે છે.
  • ૧૪ દિવસ રોકાણ માટે પ્રતિ દિવસના રૂ.૧૦૦ મુજબ કુલ રૂ.૧૪૦૦ વળતર પેટે ચૂકવવામાં આવે છે.
  • પ્રથમ દિવસે આવવાના તથા ૧૪ મા દિવસે પરત ભાડા પેટે કુલ રૂ.૨૦૦ ચૂકવવામાં આવે છે.
  • ફોલોઅપ વિઝીટ માટે વિઝીટદીઠ રૂ.૨૦૦ મુજબ આવવા-જવાના ભાડા પેટે ૩ વિઝીટના કુલ રૂ.૬૦૦ તથા વળતર પેટે ૩ ફોલોઅપ વિહ્જીટના કુલ રૂ.૩૦૦ મળવાપાત્ર છે. (પ્રતિ વિઝીટના રૂ.૧૦૦ મુજબ)

 

યોજનાનો  લાભ મેળવવાની પધ્ધતિ
  • આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશો અને એ.એન.એમ. ના પરામર્શમાં રહી સામન્ય તથા સઘન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને બાલ સેવા કેન્દ્રો અને બાલ સંજીવની કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવશે. જ્યાં સેવા તથા પૂરક પોષણ અંગેની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે

 

 

  • બાલ સેવા કેન્દ્રો (C.M.T.C.) ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર કોટેજ હોસ્પિ. ઉંઝા, જનરલ હોસ્પિ. વિસનગર અને વડનગર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બેચરાજી,કડી, ખેરાલુ, વિજાપુરમાં પુરક પોષણ તેમજ તબીબી સારવારનો લાભ વિનામૂલ્યે મળવાપાત્ર છે.
  • બાલ સંજીવની કેન્દ્ર  (N.R.C) ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટર જનરલ હોસ્પિ. મહેસાણામાં (બાળરોગ નિષ્ણાંતની દેખરેખ હેઠળ) પુરક પોષણ તેમજ તબીબી સારવારનો લાભ વિનામૂલ્યે મળવાપાત્ર છે.
3.02272727273
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top