વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાલ સખા યોજના

બાળ સખા યોજના

યોજના શરૂ થયાનું વર્ષ:-  ૨૦૦૯

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ:-

આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી. એલ કાર્ડ ધરાવતા) તથા આવક વેરો ન ભરતાં હોય તેવા અનુસુચિત જનજાતીના તેમજ નિયોમિડલ ક્લાસ કુટુંબોને (વાર્ષિક રૂ/- ૨,૦૦,૦૦૦ આવક) (૧)જિલ્લા કલેક્ટરશ્રી (૨)જિલ્લા વિકાસ અધિકારીશ્રી (૩) નાયબ કલેકટરશ્રી (૪) નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (૫) મામલતદારશ્રી (૬) તાલુકા વિકાસ અધિકારીશ્રી (૭) નાયબ મામલતદારના આવકના દાખલાને આધારે ૩૦ દિવસ સુઘીના નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય / લાભ

નવજાત શિશુઓને ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈપણ બીમારી માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂા. ૨૦૦ /-  લેખે વાઉચર પર સહી લઈને તુરંત જ ચુકવી આપશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓમાં અથવા ચિરંજીવી યોજનામાં થાય છે. તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

યોજનાનો લાભ કયાંથી મળશે

જિલ્લામા જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તથા તબીબોની હોસ્પિટલમાં મળવા પાત્ર છે.

સ્ત્રોત : આરોગ્ય ખાતું જિલ્લા પંચાયત મહેસાણા

2.89285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top