હોમ પેજ / આરોગ્ય / જિલ્લાવાર માહિતી / મહેસાણા / પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

યોજના શરૂ થયાનું વર્ષ

વર્ષ ૨૦૧૬-૧૭

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

બીજો અને ત્રીજો તબક્કો ધરાવતી સગર્ભા માતાઓને તબીબી તપાસ કરી સેવાઓ પુરી પાડી માતા અને બાળમરણમાં ઘટાડો લાવવો

યોજના અંતર્ગત સહાય / લાભ · 1.દર માસની ૯મી તારીખે બીજા અને ત્રીજા તબક્કાની સગર્ભાવસ્થા ધરાવતી માતાઓની પૂર્વ પ્રસુતિ સેવાઓ. 2.સગર્ભા માતાઓની તબીબી અધિકારીશ્રી અને સ્રીરોગ નિષ્ણાંત મારફતે તપાસ અને નિદાન તથા નિ:શુલ્ક સારવાર. 3.લેબોરેટરી દ્વારા  નિ:શુલ્ક નિદાન તથા સારવાર 4.જોખમી સગર્ભા માતાની નિ:શુલ્ક તપાસ તથા સારવાર 5.સગર્ભા માતાઓની પોષણ તથા કુટુંબ કલ્યાણ સેવાઓનું તથા પ્રસુતિ બાદની માતાની સારસંભાળ અંગે સમજણ આપવી.
યોજનાનો  લાભ મેળવવાની પધ્ધતિ

આપના વિસ્તારના સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશાનો સંપર્ક કરી લાભ મેળવી શકાશે.

યોજનાનો લાભ ક્યાંથી મળશે

 

નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ ધારપુર ખાતે વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ છે તથા આ અભિયાન અંતર્ગત ખાનગી (સ્ત્રીરોગ નિષ્ણાંત) દ્વારા સરકારી સંસ્થાઓમાં સ્વૈચ્છિક રીતે સેવાઓ પુરી પાડવામાં આવે છે.

 

સ્ત્રોત :- આરોગ્ય વિભાગ મહેસાણા

3.11627906977
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top