ભારત સરકાર અને ગુજરાત રાજ્યની ગ્રામ કક્ષી આરોગ્ય/ સુવિધાઓ પેટા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર મારફત માતૃબાળ કલ્યાણ કાર્યક્રમ, રસીકરણ, શાળા આરોગય કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, પીવા માટે શુદ્ધ પાણી ગામના છેવાડાના ઘર સુધી પહોંચાડી, લોકોની આરોગ્યની સ્થિતિમાં દિન પ્રતિદિન સુધારો લાવવા માટે પ્રોગ્રામોની જાણકારી લોકો સુધી પહોંચાડવા અને લોક ભાગીદારી કેળવી સને-૨૦૦૭-૦૮ ના વર્ષમાં પ્રોગ્રામોનું અમલીકરણ કરેલ છે.
એઇડસનો સરળ અર્થ છે રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિન્હો !
A = એકવાયર્ડ – મેળવેલ
I = ઇમ્યુનો – રોગપ્રતિકારક શક્તિ
D = ડેફિશ્યનસિ– ખામી, ઉણપ
S = સિન્ડ્રોમ – ચિન્હો
એઇડ્સ કેવી રીતે ફેલાય: એક અતિ સૂક્ષ્મ જંતુ (વાયરસ) માણસના શરીરમાં થઇ ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો વિનાશ કરે છે અને અંતે એઇડ્સની ભયાનક પરિસ્થિતિ નોતરે છે આ જંતુને HIV ના નામથી ઓળખીએ છીએ.
એઇડ્સ ની શરૂઆત: એવું માનવામાં આવે છે કે આફ્રિકાના લીલા વાંદારાઓથી આ વાયરસના ચેપની શરૂઆત થઇ છે આ વાંદરાઓમાંથી ત્યાંના સ્થાનિક માણસોમાં આ વાયરસ દાખલ થયો અને ધીમે ધીમે આખા વિશ્વમાં આ વાયરસ ફેલાયો. સને : ૧૯૮૧ માં એઇડ્સનો સર્વ્ પ્રથમ દર્દી અમેરિકામાં નોંધાયો.
એઇડ્સ એક વિશ્વવ્યાપી સમસ્યા: WHO માને છે કે વિશ્વભરમાં ૪૦ થી ૫૦ લાખ એઇડસના દર્દીઓ છે અને દોઢ થી બે કરોડ લોકો એવા છે કે જેમના શરીરમાં એઇડસના વાયરસ ગુસી ગયા છે.
એક સર્વક્ષણ મુજબ વિશ્વમાં દર ૨૦ સેકંડે એક વ્યક્તિના શરીરમાં એઇડ્સના વાયરસ પ્રવેશે છે એટલે કે રોજ ની ૫૦૦૦ વ્યક્તિ ને અઇડ્સનો ચેપ લાગુ પડે છે એક સર્વેક્ષણ મુજબ દર ૨૫૦ વ્યક્તિઓ એ એક વ્યક્તિના શરીરમાં ખતરનાક વાયરસ પ્રવેશી ચુકયા છે
ઇન્ડિયન હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક વખતના માનદ સેક્રેટરી ડૉ. આઇ. એસ. ગિલડાના શબ્દો પ્રમાણે ‘‘ભારતમાં એઇડ્સ આવશે તો પ્લેગના રોગચાળાની જેમ ફેલાશે.’’
નિષ્ણાતો કહે છે બહુ વસ્તી ધરાવતા ભારતમાં જે ઝડપે એઇડ્સ નો ચેપ ફેલાઇ રહ્યો છે એ જોતા લાગે છે કે આફ્રિકા કરતાંય ભારતની સ્થિતી વધુ દયાજનક બનશે.
એઇડ્સ કઇ રીતે ફેલાતો નથી.
એઇડ્સ ફેલાતો કંઇ રીતે અટકાવી શકાય.
રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે એઇડ્સ ની જાણકારી માટે અને સલાહ સૂચન માટે એક અલાયદો વિભાગ ચાલે છે.
સ્ત્રોત :નર્મદા જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/8/2020