অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેલેરીયા શાખા

પ્રસ્તાવના

મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતરગત મેલેરીયા, ડેંન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવારની કામગીરી પ્રા આ .કેન્દ્વ કક્ષાએથી કરવામાં આવે છે .

શાખાની કામગીરી

મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ  અંતર્ગત મેલેરીયા, ડેંન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવાર અંગે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

  • તાવના કેસોની શોધ .
  • રોગ અટકાયતી સારવાર તેમજ પોઝીટીવ કેસોની સંપુર્ણ સારવાર .
  • મચ્છરના પોરાની શોધ અને પોરાનાશક કામગીરી જેવી કે, કેમીકલ લાર્વીસાઈડ,બળેલુ ઓઈલ તેમજ માઈનોર એન્જીનીયરીંગ, ઉપરાંતકાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવે છે .
  • મચ્છર ઉત્પતી નિયંત્રીત કરવા જનસમુદાયની મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી તેમજ સરકારશ્રીના નિયમાનુસાર અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે
  • ફાઈલેરીયા રોગ નિર્મુલન કાર્યક્રમ અંતર્ર્ગત સામુહીક ધોરણે ડી .ઈ .સી ગોળી વર્ષમાં એકવાર ગળાવવાની પ્રવળતી હાથ ધરવામાં આવે છે .
  • રોગચાળાની પરિસ્થિતિમાં વાહક મચ્છરોનો તાત્કાલીક નાશ કરવા રાસાયણીક ધુમાડો (ફોગીંગ ) કામગીરી હાથ ધરવામાં આવે છે .
  • ઉપરાંત નીચેની કક્ષાએથી તમામ કામગીરી ના રીપોર્ટ એકત્રીત કરવા તથા તેનુ રીવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવુ .તેમજ રાજયકક્ષા એ રીપોર્ટ સાદર કરવા તેમજ રાજયકક્ષાએથી આવેલ સુચના અને માર્ગદર્શનની અમલવારી કરવી .
  • મલેરીયા અંગે જાગૃતિ
  • મેલેરીયા નાબુદીના હેતુઓ
  • મેલેરીયાનો ફેલાવો અટકાવો.
  • માનવ શરીરમાંથી પરોપજીવીઓનો નાશ કરવો.
  • મેલેરીયા ફરીથી ન થવા દેવો.

આ માટે ઘરની અંદર જયાં મચ્છર વિરામ કરે છે અને જે ગામો અલગ તારવવામાં આવેલ છે. તે ગામના દરેક ધરના રૂમમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જેથી મચ્છરનો નાશ થઈ શકે. અને મેલેરીયાનો ફેલાવો અટકાવી શકાય.

વર્કર ઘ્વારા ધરે ધરે ફરીને તાવના દર્દીને શોધી કાઢીને લોહીનો નમુનો મેળવી કલોરોકવીન ગોળીથી પ્રાથમિક સારવાર આપવી.માઈક્રોસ્કોપ પરિક્ષણમાં મેલેરીયાના જંતુ જોવા મળે દર્દીને સંપુર્ણ સારવાર આપવી.

મેલેરીયા નાબુદી કાર્યક્રમ ધણો સફળ સાબિત થયો કારણ કે ૧૯૬પ-૬૬માં મેલેરીયા રોગીની સંખ્યા ધટીને માત્ર ૧.૦૦,૦૦૦ થઈ અને મેલેરીયાથી એક પણ દર્દીનું મુત્યુ થયુ ન હતું. ત્યાબાદ મેલેરીયા કેસોની સંખ્યામાં સતત વધારો થતો રહેલ અને ૧૯૭૬માં ૬૪,૦૦,૦૦૦ સુધી પહોંચી ગયેલ રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી કાર્યક્રમ નિતિમાં ફેરફાર કરવાની ફરજ પડી અને તા. ૧/૪/૧૯૭૭ થી નવી નિતિને ‘‘ મોડીફાઈડ પ્લાન ઓફ ઓપરેશન‘‘ (MPO) નામ આપવામાં આવ્યું.MPO ના મુખ્ય હેતુ નીચે મુજબ.

  1. દેશના જે વિસ્તારમાં દર વર્ષે, દર હજારની વસ્તીમાં બે કે તેથી વધુ મેલેરીયાના કેસ મળે ત્યાં દર વર્ષે નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
  2. મેલેરીયાના દર્દીને ત્વરીત ઓળખી કાઢી તાત્કાલીક સારવાર આપવા જિલ્લા કક્ષાની લેબોરેટરીનું વિકેન્દ્રીકરણ કરી દરેક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી સેવાઓ શરૂ કરવામાં આવી.
  3. મેલેરીયાના દર્દીને ન કેવળ મેલેરીયા કર્મચારીઓ પરંતુ દવાખાનાના,પ્રા.આ.કેન્દ્રો,સ્કુલ શિક્ષકો,ગ્રામ સેવકો ઘ્વારા દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી.
  4. તાવ સારવાર કેન્દ્રો/ઔષધ વિતરત કેન્દ્રો કરવા જયાંથી દર્દી સહેલાઈથી મેલેરીયાની દવા મેળવી શકે.
  5. સ્વૈચ્છિક સંગઠનોના માઘ્યમથી લોકોનો સહકાર મેળવવો.અમલીકરણ સંશોધન અને તાલીમ શરૂ કરવા.

ઉકત નવા પ્રયત્નોને કારણે ૧૯૮૪ સુધી મેલેરીયા રોગની સંખ્યા ધટાડીને ર૦,૦૦,૦૦૦ સુધી નીચે લાવવામાં મહત્વપુર્ણ સફળતા મળી છતાં છેલ્લા ૧૦ વર્ષથી મેલેરીયા રોગીની સંખ્યા ર૦,૦૦,૦૦૦ની આસપાસ સ્થિર થયેલ. ૧૯૯૪માં કેટલાંક રાજયોમાં મેલેરીયા રોગચાળો ફાટી નીકળ્યો તેમાં મેલેરીયાથી મુત્યુનું પ્રમાણ ચાર ગણું વધી ગયું જેને લઈ ભારતના માન. વડાપ્રધાને મેલેરીયાની સમીક્ષા કરી મેલેરીયા માટે તજજ્ઞોની સમિતિની નિમણુંક કરી અને નવી નિતિ ઘડી કાઢી. જે’‘મેલેરીયા એકશન પ્લાન’‘(MAP)૧૯૯પ તરીકે ઓળખવામાં આવેછે.

વર્ષ ર૦૦૪ માં રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી કાર્યક્રમનું નામ બદલ નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (N.V.B.D.C.P.)રાખવામાં આવેલ છે. મેલેરીયા એ એનોફિલિસ માદા ચેપી મચ્છરથી જ ફેલાતો રોગ છે. મેલેરીયાના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે. કોઈ પણ તાવ મેલેરીયા હોઈ શકે. મેલેરીયા પ્લાઝમોડીયન પ્રકારના જંતુથી થતો રોગ છે.

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate