অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચિરંજીવી યોજના

યોજનાનું નામ:

ચિરંજીવી  યોજના

સહાય કોને મળવાપાત્ર છે

  • ચિરંજીવી યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી કોઈપણ પ્રસુતા  માતા  અને અનુસુચિત જનજાતિની માતા સરકાર દવારા  નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે  પ્રસુતિ કરાવી  શકે છે.
  • ગરીબી રેખા હેઠળ જીવતી કોઈપણ સગર્ભા મહિલા તથા એ.પી.એલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ન ભરતી અનુસૂચિત જનજાતિની તમામ સગર્ભા મહિલાઓને આ લાભ મળશે.
  • જે લાભાર્થી પાસે બી.પી.એલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી/સરપંચ/ મામલતદારશ્રી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવુ.
  • આ યોજનાનો લાભ લેવા પ્રસુતિ સમયે નિયત કરેલ ફોર્મ સંપૂર્ણ ભરીને સાથે લઈ જવું જરૂરી છે.

સહાયનું ધોરણ

  • ચિરંજીવી યોજના હેઠળ દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ  દવાખાનામાં કોઈપણ રકમ ચૂકવવાની હોતી નથી એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિનામૂલ્યે.
  • ઉપરાંત  દર્દીને આવવા જવાનાં ભાડા પેટે રૂા.ર૦૦ અને દર્દીની સાથે આવનાર વ્યકિતને રૂા.પ૦ ર્ડાકટર દવારા રોકડા આપવામાં આવશે.
  • ફોર્મ સાથે જોડવાના જરુરી પુરાવા
  1. બી.પી.એલ રેશનકાર્ડ
  2. આવકનું પ્રમાણપત્ર
  • ચિરંજીવી  યોજનામાં જોડાયેલા ખાનગી હોસ્પિટલના ડોકટર દ્વારા આ યોજના અંતર્ગત પ્રસુતિ સારવાર અપાય છે

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO)
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate