অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય શાખા

પ્રસ્તાવના

અમારૂ ગુજરાત સ્‍વસ્‍થ નિરોગી અને નિર્મળ ગુજરાત અને આપણા રાજયની પૂર્વ સરહદ પર આવેલ આપણા પંચમહાલ જિલ્‍લામાંથી વિભાજિત થઈ તા.ર/૧૦/૧૯૯૭ ના રોજ થી અસ્‍તિત્‍વમાં આવેલો ''ગુજરાતનો પૂર્વ દરવાજો'' એટલે આપણો દાહોદ જિલ્‍લો જે ગુજરાત અને માળવા બન્‍ને હદોની વચ્‍ચે આવતો હોવાથી દોહદ એટલે દાહોદ, ઋષિ દધિચિ ની તપો ભૂમિ દુધીમતી નદી, આપણા દાહોદને દેહવદ પણ કહેવામાં આવતું હતું તેની પાછળ પણ એવી લોકવાયકા છે કે દેવ દાનવોના યુઘ્‍ધ વખતે દેવોને વજ્ર જેવા શસ્‍ત્રો બનાવવા માટે દધિચિના વજ્ર જેવા અસ્‍થિની જરૂર પડતા તે આપવા માટે દધિચિ ઋષિએ પોતાના દેહનો વધ કરેલો તેના પરથી દેહવધ નામ પ્રચલિત બનેલું, મોગલ બાદશાહ ઔરંગઝેબની જન્‍મ ભૂમિ અને ગડીનો કીલ્‍લો, અણહીલવાડ પાટણના રાજા સિઘ્‍ધરાજ જયસિંહનું એક રાતમાં છાબડીથી માટી કાઢીને બનાવેલું છાબ તળાવ અને ખજુરાહોની યાદ અપાવતું બાવકાનું મંદિર, પાટાડુંગરી જળાશય, અને ગરીબોના બેલી અને ૧૯રર-ર૩ માં ભીલ સેવા મંડળના સ્‍થાપક ઠકકરબાપા, ગુરૂજી ડાહયાભાઈ નાયક, ગીરધરલાલ નગર શેઠ વિગેરેની કર્મ ભૂમિ એટલે આપણું દાહોદ અને આપણા જિલ્‍લાની ખાસિયતો પણ ખાસી છે.રતનમહાલનું રીછ, દિપડા, સરીસૃપો વિગેરે વન્‍ય પ્રાણીઓનું અભ્‍યારણ્‍ય, કાલીડેમ કેદારનાથ મહાદેવ મંદિરનો શ્રાવણ માસનો મેળો, દેવઝરીનો શિવરાત્રીનો મેળો, ઝાલોદમાં રણીયારનો ચૂલનો મેળો, જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો, સને.૧૮પ૭ ના બળવાની શરૂઆત પણ ગુજરાતમાં દાહોદ જિલ્‍લા માં ઝાલોદ ગામથીજ થયેલી, દાહોદ ખાતે વર્ષો પૂર્વે પ્‍લેગની ભંયકર બીમારી ફેલાયેલી ત્‍યારે દાઉદી વહોરા સમાજના શેખ હેપ્‍તુલ્‍લાહ પીરે પોતાની જાનની કુરબાની આપીને પણ દાહોદ વાસીઓને બચાવેલા એવી કિંવદતી છે, સને.૧૯રપ માં કાળીડેમ જળાશય તથા સને.૧૯ર૬ માં દાહોદમાં રેલવે કારખાનું નખાયું તથા સને.૧૯ર૭ માં લેડીજેકશન રેલ્‍વે હોસ્‍પીટલ (ટેકરીનું દવાખાનું) બન્‍યુ.

 

હાલમાં દાહોદ જિલ્‍લા માં ૭ તાલુકા છે. જિલ્‍લાની કુલ વસ્‍તી સને ર૦૦૧ મુજબ ૧૬,૩પ,૩૭૪ થાય છે તે પૈકી અનુસુચિત જનજાતિની વસ્‍તી ૧૧,૮ર,પ૦૯ અને અનુસુચિત જાતિની વસ્‍તી૩ર,૮૮૪ જયારે અન્‍ય વસ્‍તી ૪,૧૮,૯૮૦ છે. જિલ્‍લામાં ૭ર.ર૮% આદિજાતિ વસ્‍તીના કારણે આદિજાતિ વસ્‍તી ધરાવતો પછાત જિલ્‍લો છે. દાહોદ જિલ્‍લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે. જેના કારણે આ તાલુકાના ર૬ ગામો માન.મુખ્‍ય મંત્રીશ્રીએ દત્‍તક લીધેલ છે.જિલ્‍લાની મોટા ભાગનીજમીન ડુંગરાળ અને ખડકોવાળી છે. અને ખેતી ચોમાસા પર આધારીત છે. જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્‍ચે આવેલું છે. જિલ્‍લાનું કુલ ક્ષેત્રફળ ૩૮ર૦૪ર૦૪ હેકટર છે.આબોહવા ગરમ છે. જમીન ઢાળવાળી ડુંગરાળ અને હલકા પ્રકારની છે. નદીઓ દુધીમતી, પાનમ, માછણ, હડપ, કાળી અને ખાન નદીઓ છે.જિલ્‍લાનો મુખ્‍ય પાક મકાઈ, ચણા અને અડદ છે.જિલ્‍લાના કુલ ગામો ૬૯૬ છે. ગ્રામ્‍ય વસ્‍તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્‍તી ૧.પ૬ લાખ છે. વસ્‍તીની ગીચતા દર ચોરસ કિલોમીટર દીઠ ૩પ૯ છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ % છે. આરોગ્‍યની સવલતોમાં ૧ સિવિલ હોસ્‍પીટલ, ૧ર સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૬૩ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, ૩૩ર પેટા આરોગ્‍ય કેન્‍દ્રો, ર૪૭૩ આંગણવાડીઓ વગેરે આપણા દાહોદ જિલ્‍લાની ખાસિયતો છે.

શાખાની કામગીરી

દાહોદ જિલ્લામાં આરોગ્યની તમામ પ્રકારની સેવાઓ ઉપર દેખરેખ નિયમન અને નિયંત્રણ રાખવાની કામગીરી તથા દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય સદર હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીઓની ફરજને લગતી તમામ પ્રકારની વહીવટી તથા નાણાકીય કામગીરી પર દેખરેખ નિયમન અને નિયંત્રણની કામગીરી તથા આરોગ્યને લગતા મેળા,ઉત્સવો તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી તથા તેની આનુસંગીક કામગીરી કરવી તથા દેખરેખ અને નિયમન અને નિયંત્રણની કામગીરી કરવી

રસીકરણ
ક્રમ

વિગત

લક્ષાંક

સિઘ્ધી

ટકાવારી

બી.સી.જી.

પ૩૦૦૦

પ૪૦૭૯

૧૦૦.૬૭

ડી.પી.ટી.

પ૩૦૦૦

૫૩૨૫૭

૯૯.૧૪

પોલીયો

પ૩૦૦૦

૫૨૭૧૮

૯૮.૧૩

ઓરી

પ૩૦૦૦

૫૨૦૩૬

૯૬.૮૬

ટી.ટી.મધર

૬ર૩૦૦

૫૭૯૯૫

૯૧.૯૩

સંપૂર્ણ રસીકરણ

૫૩૦૦૦

૪૮૭૭૦

૯૦.૭૮

રસીકરણ

ક્રમ

વિગત

લક્ષ્‍યાંક

સિદ્ધિ

ટકાવારી

બી.સી.જી.

૫૬૮૪૪

૫૫૯૧૨

૯૮.૩૬

ડી.પી.ટી.

૫૪૦૦૨

૫૩૫૩૦

૯૯.૧૩

પોલીયો

૫૪૦૦૨

૫૨૩૭૮

૯૬.૯૯

ઓરી

૫૪૦૦૨

૫૩૪૫૧

૯૮.૯૮

ટી.ટી. મધર

૬૩૧૬૦

૬૧૯૭૦

૯૮.૧૨

સ્વચ્છતા જાળવણી

નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દરેક પ્રા.આ.કે. સબસેન્ટર કક્ષાએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે અને નિયમિત સાફ સફાઈ તથા બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે.તમામ પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ સોસખાડા બનાવવામાં આવેલ છે બ્લોક લેવલે હેચરીઓ પણ બનાવેલ છે

સારવાર

તમામ પ્રા.આ.કે.કક્ષાએ સવારના ૮.૩૦ થી ઓપીડી કામગીરી શરૂ કરવામાં આવે. છે જયાં તમામ પ્રકારના દર્દીઓને વિના મુલ્યે સારવાર અપાય છે.જરૂર જણાયે સંદર્ભ સેવા અપાય છે. જિલ્લામાં ર૪ કલાક કાર્યરત તાલુકા દીઠ એક પ્રા.આ.કેન્દ્ર સ્ટાફ વાહન સાથે કાર્ય કરવામાં આવેલ છે. તાત્કાલીક સેવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ પણ કાર્યરત છે.

રકતદાન

જિલ્લામાં હાલમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીને બ્લડબેન્ક તરીકે માન્યતા મળતાં રકતદાનની સેવાઓ સધન બનાવવામાં આવેલ છે જાહેર તહેવારોના દિવસે લોકોને સ્વૈચ્છિક રકતદાન કરવા પ્રોત્સાહીત કરવામાં આવે છે.

જન્મ મરણ અને બાળ મરણ

અ.નં

તાલુકાનું નામ

જીવિત જન્મ

મરણ

બાળ મરણ

મૃત જન્મ

પુરૂષ

સ્ત્રી

કુલ

પુરૂષ

સ્ત્રી

કુલ

પુરૂષ

સ્ત્રી

કુલ

પુરૂષ

સ્ત્રી

કૂલ

3

૧૦

૧૧

૧૨

૧૩

૧૪

દાહોદ

૧૭૦૬

૧૫૫૭

૩૨૬૩

૬૨૭

૩૭૩

૧૦૦૦

ઝાલોદ

૨૯૭૧

૨૭૯૦

૫૭૬૧

૯૧૯

૩૧૧

૧૨૩૦

સંજેલી

૧૩૬૬

૧૨૫૩

૨૬૧૯

૧૩૮

૫૦

૧૮૮

દે.બારિયા

૧૦૭૯

૯૮૨

૨૦૬૧

૨૩૮

૧૨૦

૩૫૮

લીમખેડા

૪૦૮૦

૩૭૫૫

૭૮૩૫

૭૭૪

૩૮૭

૧૧૬૧

ફતેપુરા

૩૨૫૦

૩૦૭૫

૬૩૨૫

૪૮૦

૧૮૧

૬૬૧

ગરબાડા

૩૩૦૦

૩૧૨૦

૬૪૨૦

૪૪૩

૧૬૯

૬૧૨

ધાનપુર

૧૦૮૫

૧૦૫૧

૨૧૩૬

૩૬૮

૧૬૦

૫૨૮

ઝાલોદ નગરપાલિકા

૨૭૫૭

૨૭૭૭

૫૫૩૪

૧૫૩

૯૭

૨૫૦

૫૦

૪૮

૯૮

૧૦

દાહોદ નગરપાલિકા

૬૯૪૮

૬૧૦૦

૧૩૦૪૮

૯૪૧

૫૯૯

૧૫૪૦

૧૬૨

૧૭૬

૩૩૮

૧૧

દે.બારિયા નગરપાલિકા

૨૩૦૨

૨૦૬૬

૪૩૬૮

૧૩૬

૮૩

૨૧૯

૨૩

૨૮

૫૧

કુલ

૩૦૮૪૪

૨૮૫૨૬

૫૯૩૭૦

૫૨૧૭

૨૫૩૦

૭૭૪૭

૨૩૫

૨૫૨

૪૮૭

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/30/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate